આ એક છોડને ઘરમાં રાખવાથી દુઃખ દર્દ થઈ જાય છે ગાયબ, હમેંશા રહે છે ખુશીઓ..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગ્રહોની શાંતિ માટે લગાવવો જોઈએ આ છોડ, દૂર થઇ જાય છે ઘરના દરેક દુઃખ. ઘરના વડીલો હંમેશા ઘરમાં રહેવાના રીતિ-રીવાજો, નુસખા અને દિશાઓ વિષે કંઈકને કંઈક જણાવતા રહે છે. તમે પણ ઘણી વખત સાંભળ્યું હશે કે, વડીલ ઘરની ચારે દિશાઓમાં છોડ લગાવવાનું પણ કહે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે, ખરેખર તેઓ એવું કેમ કહે છે? તમને જણાવી દઈએ કે છોડમાં ગ્રહ દશાઓને ઠીક કરવાની ક્ષમતા હોય છે. એ કારણ છે કે ઘરના વડીલો ચારે દિશાઓમાં અલગ અલગ છોડ લગાવવાનું કહેતા હતા. તો આજે અમે આ લેખમાં તમને ગ્રહોની શાંતિ માટે ઘરમાં લગાવવામાં આવતા છોડ વિષે વિસ્તારથી જણાવીશું.

કેળાનું ઝાડ : જો તમને બૃહસ્પતી (ગુરુ) ના દોષ લાગ્યા છે, તો ઘરની પાછળના ભાગમાં કેળાનું ઝાડ જરૂર લગાવો. કેળાના ઝાડને બૃહસ્પતીનું એક રૂપ માનવામાં આવે છે, તેવામાં કેળાનું ઝાડ લગાવીને કુંડળીમાં રહેલા બૃહસ્પતી દોષને દુર કરી શકાય છે. તે ઉપરાંત જો તમે આર્થીક તંગીમાંથી પસાર થઇ રહ્યા છો, તો કેળાનું ઝાડ જરૂર લગાવો, તમને આર્થીક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.

તુલસીનો છોડ : જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર દોષ હોય તો ઘરના આંગણામાં તુલસીનો છોડ જરૂર લગાવો. ગુણકારી તુલસી ઘરમાંથી નકારાત્મક ઉર્જા કાઢી નાખે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. સાથે જ તુલસીનો છોડ લગાવવાથી ઘરના તમામ સભ્યોના જીવનમાં સુખ-સમૃદ્ધીનો વાસ થાય છે. જો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો છે, તો તમારે દરરોજ સાંજે તુલસીના છોડ સામે દીવો પ્રગટાવવો જોઈએ.

દાડમનો છોડ : રાહુ કેતુ દોષને દાડમનો છોડ લગાવીને દુર કરી શકાય છે. ઘરમાં દાડમનો છોડ લગાવવાથી ઘરમાંથી નકારાત્મક અસર દુર થાય છે. ધ્યાન રાખો કે દાડમનો છોડ હંમેશા ઘરની બહાર જ લગાવો. તે ઉપરાંત જો તમે સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, અને સફળતા પ્રાપ્ત થઇ શકતી નથી, તો દાડમના ફૂલને મધમાં ડુબાડીને ભગવાન શિવને અર્પણ કરો. એમ કરવાથી કોઈ મુશ્કેલી તમારી પાસે નહિ આવે.

શમીનો છોડ : ઘરમાં શમીનો છોડ લગાવવાથી કુંડળીમાં રહેલ શનિ દોષ દુર થાય છે, કેમ કે શમીના છોડનો સીધો સંબંધ શનિ મહારાજ સાથે છે. એટલું જ નહિ પરંતુ શમીમાં તમામ દેવ-દેવીઓનો પણ વાસ હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ શમીનો છોડ હંમેશા ઘરના મુખ્ય દ્વારની જમણી તરફ જ લગાવવો જોઈએ. તે ઉપરાંત શમીના ઝાડ નીચે સરસીયાના તેલનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ, એમ કરવાથી શનિદેવના આશીર્વાદ જળવાઈ રહે છે અને જીવનમાં સફળતા મળવા લાગે છે.

પીપળાનું છોડ : જો તમારી કુંડળીમાં બુધ, શનિ અને બૃહસ્પતી નબળા છે તો તમારે તમારા ઘરમાં પીપળાનું ઝાડ જરૂર લગાવવું જોઈએ. માનવામાં આવે છે કે પીપળાની નિયમિત પૂજા-અર્ચના કરવી, તેણે જળ ચડાવવું અને ઝાડની પરિક્રમા કરવાથી સંતાન દોષની સમાપ્તિ થાય છે, સાથે જ બીમારીઓથી મુક્તિ મળે છે. જો તમે પીપળાનું બોનસાઈ ઝાડ ઘરની પાછળના ભાગમાં લગાવશો તો તેનાથી તમને પ્રગતી મળશે, સાથે જ ઘરના સભ્યોનું આરોગ્ય પણ સારું રહેશે.

જાસુદનો છોડ : જો કુંડળીમાં સૂર્ય અને મંગળની સ્થિતિ નબળી હોય, તો ઘરમાં જાસુદનો છોડ જરૂર લગાવવો જોઈએ. આ છોડને સૂર્ય અને મંગળ ગ્રહ સાથે જોડીને જોવામાં આવે છે. માન્યતા છે કે મંગળ ગ્રહને પ્રસન્ન કરવા માટે હનુમાનજીએ જાસુદનું ફૂલ ચડાવવું જોઈએ. તે ઉપરાંત સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે તેમાં જાસુદનું ફૂલ નાખીને અર્ધ્ય આપો. એમ કરવાથી વાસ્તુદોષ દુર થાય છે. તમે તમારા ઘરમાં પણ જાસુદનો છોડ લગાવી શકો છો, તે અત્યંત લાભકારી છોડ હોય છે.

આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ તિલક લગાવવાના લાભ લેવા માંગે છે, પરંતુ તે અન્ય વ્યક્તિને બતાવવા નથી ઇચ્છતો કે તેણે તિલક લગાવ્યું છે, તો શાસ્ત્રોમાં તેનો પણ ઉપાય બતાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે આવી સ્થિતિમાં કપાળ પર પાણીથી તિલક લગાવી લેવું જોઈએ. તેનાથી લોકોની પ્રત્યક્ષ રૂપ થી અમુક લાભ ખૂબ જ સરળતાથી મળી જાય છે.

તિલક લગાવવાની પરંપરા સદીઓથી ચાલતી આવી રહી છે. લોકો તિલક ત્યારે જ લગાવે છે, જ્યારે તેઓ કોઈ ધાર્મિક કાર્યક્રમમાં સમ્મલિત થાય છે અથવા ઘરે કોઈ પૂજા કરવામાં આવેલ હોય. સામાન્ય રીતે લોકો તિલક લગાવતા નથી. આધુનિક યુગમાં હવે તિલક લગાવવાની પરંપરા ખોવાઈ ચૂકી છે. લોકો તિલક લગાવવું આઉટડેટેડ સમજે છે. પરંતુ તમને જાણ નહીં હોય કે તિલક તમારા તન નહી પરંતુ મનનાં વિકાસ માટે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.

કપાળ પર તિલક લગાવવાનું ફક્ત ધાર્મિક નહીં પરંતુ મનોવૈજ્ઞાનિક કારણ પણ છે. આવું કરવાથી તન અને મન બંને શાંત રહે છે. એટલા માટે કોશિશ કરો કે જ્યારે પણ તમને મોકો મળે તો પોતાના કપાળ પર તિલક જરૂર લગાવો. આજે આપણે અહીંયા તિલક લગાવવાથી થતા ફાયદા વિશે જાણકારી મેળવીશું. તિલક લગાવવાથી વ્યક્તિત્વ પ્રભાવશાળી બની જાય છે. હકીકતમાં તિલક લગાવવાની મનોવૈજ્ઞાનિક અસર થાય છે. કારણ કે તેનાથી વ્યક્તિના આત્મવિશ્વાસ અને આત્મબળ ખૂબ જ વધારો થાય છે.

કપાળ પર નિયમિત રૂપથી તિલક લગાવવાથી મસ્તિષ્કમાં તરવરાટ આવે છે. આપણને શાંતિનો અનુભવ થાય છે. તિલક આપણને ઘણા પ્રકારની માનસિક બીમારીઓથી બચાવે છે. મગજમાં સેરાટોનીન અને બીટા એંડોર્ફિન નો સ્ત્રાવ સંતુલિત રીતે થાય છે. જેનાથી ઉદાસી દૂર થાય છે અને મનમાં ઉત્સાહ જાગે છે. આ ઉત્સાહ લોકોને સારા કામો કરવામાં પ્રોત્સાહન આપે છે.

તેનાથી માથાના દુખાવાની સમસ્યા ઓછી થઈ જાય છે. હળદર યુક્ત તિલક લગાવવાથી ત્વચા શુદ્ધ થાય છે. હળદરમાં એંટી બેક્ટેરિયલ તત્વ હોય છે, જે રોગોથી મુક્ત કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર ચંદનનું તિલક લગાવવાથી મનુષ્યના પાપોનો નાશ થાય છે. લોકો ઘણા પ્રકારના સંકટમાંથી બચી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તિલક લગાવવાથી ગ્રહોની શાંતિ પણ થાય છે.

માનવામાં આવે છે કે ચંદનનું તિલક લગાવવાથી ઘરમાં અન્ન અને ધન ભરેલું રહે છે અને સૌભાગ્યમાં વધારો થાય છે. ઋષિ મુનિઓ અને યોગી લોકો મેડીટેશન શરૂ કરતા પહેલા તેઓ પોતાના કપાળ પર તિલક લગાવતા હોય છે. કારણકે કપાળની આ જગ્યા પર આજ્ઞાચક્રમાં ઉપસ્થિત ભીડમાં જોડાયેલી બધી નાડીઓનો સમૂહ આવેલો હોય છે. જેથી કપાળ પર તિલક કરવાથી માનસિક એકાગ્રતા વધે છે અને મગજ શાંત રહે છે.

Leave a Comment