આ એકજ ઉપાયથી ખુબજ પ્રશ્નન્ન થાય છે શિવજી ભગવાન, અત્યારેજ જાણીલો આ ઉપાય વિશે અને ફટાફટ કરીલો આ ઉપાય…

આ એકજ ઉપાયથી ખુબજ પ્રશ્નન્ન થાય છે શિવજી ભગવાન, અત્યારેજ જાણીલો આ ઉપાય વિશે અને ફટાફટ કરીલો આ ઉપાય…

આપણા માટે લગભગ દરેક લોકોને ખબર હશે કે મહાદેવ ને દેવોના દેવ પણ કહેવામાં આવે છે. એટલે કે દરેક દેવો પણ મહાદેવને પૂજતા હોય છે. અને કહેવાય છે કે મહાદેવને પ્રસન્ન કરવામાં આવે તો તે જલ્દી પ્રસન્ન થઇ જાય છે. અને ભોળા દેવતા હોવાથી જ આને ભોલેનાથ પણ કહેવામાં આવે છે. લગભગ ભોળેનાથ એટલે કે મહાદેવ દરેક લોકોની મનોકામના પૂરી કરતા હોય છે, પરંતુ જો આર્થિક સમસ્યાઓ હોય તો સોમવારે અમુક નાના ઉપાયો કરવાથી પણ ભગવાન પ્રસન્ન થઈ જાય છે.અને એટલું જ નહીં આ ઉપાયોને શિવપુરાણની મોહર પણ લાગેલી છે, એટલે કે આ ઉપાયો નો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ કરાયો છે. આ ઉપાયને વિધિપૂર્વક તેમજ નિયમિત કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને આપણે ધનવાન બની શકીએ છીએ.

આ મહિનામાં ભગવાન શિવજીની પૂજા-અર્ચના કરવાનો સૌથી સારા દિવસો ગણાય છે. શ્રાવણ મહિનામાં બધા ભોલેનાથ ની ભક્તિ માં લીન થઈ જાય છે. અને તેમને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાયો કરે છે. સોમવારએ ભગવાન શિવને પ્રસન્ન કરવાનો દિવસ મનાય છે. પૂજા સાથે જ ચંદ્રના ઉપાય પણ કરવામાં આવે છે. ખરેખર તો સફેદ રંગનો ચંદ્ર ગ્રહ આપણા શરીરમાં મન અને જળનો પ્રતિનિધિત્વ કરે છે.આપણા પૌરાણિક શાસ્ત્રો મા ઉલ્લેખ કરવામા આવ્યો છે કે , જે કોઈ વ્યક્તિ નિયમિત પ્રભુ ની પૂજા અને આરાધના કરે છે તેમના પર પ્રભુ ની અસીમ કૃપા બની રહે છે. હિન્દુ શાસ્ત્રો મુજબ દરેક દેવની પૂજા અને આરાધના એક વિશિષ્ટ દિવસે કરવામા આવે છે. જો તમે મહાદેવ ની પૂજા અને આરાધના કરવા ઇચ્છતા હોવ તો તેના માટે સોમવાર નો દિવસ અત્યંત શ્રેષ્ઠ છે.

સોમવારે શિવ પૂજાનું અનેરું મહત્વ છે અને ભોલેનાથ તો દૂધ અને બિલીપત્રથી જ પ્રસન્ન થઈ જાય છે. જ્યોતિષમાં પણ દૂધને અત્યંત મહત્વનું ગણવામાં આવ્યું છે. દૂધમાં ખાંડ ઉમેરી મંગળ, કેસર અથવા હળદર ઉમેરીને ગુરુ માટેના ઉપાય કરી શકાય છે. દૂધમાં તલ ઉમેરીને શિવજીને ચડાવવાથી કોઈપણ ગ્રહના અનિષ્ટને દૂર કરી શકાય છે. આવી જ રીતે દૂધનો ઉપયોગ અનેક ઉપાયો માટે પણ કરી શકાય છે. આ ઉપાય એટલા ચમત્કારી છે કે તેને કરવાની સાથે જ તમને ફરક જોવા મળશેસોમવાર ના દિવસે એક ઘી નો દિવો સંધ્યા ટાણે પ્રગટાવવો જોઈએ અને તેમાં એક લવિંગ પણ ઉમેરવું. આટલુ કર્યા પછી શિવજી ના મંત્ર થી તેની આરાધના કરવી જોઈએ. શિવજી ના મંત્ર બોલીને આરાધના અવશ્ય કરવી. પરંતુ જો તમને શિવજી ના મંત્ર કે જાપ આવડતા ન હોય તો માત્ર ॐ નમઃ શિવાય બોલવાથી પણ એટલો જ પ્રભાવ પડે છે.

આરાધના કર્યા પછી ભગવાન શિવ પાસેથી પોતાના આર્થિક સંકટો ને દુર કરવા ની પ્રાર્થના કરતા કરતા શિવ પુજા કરવી. આવી રીતના નિયમીત પણે ૧૧ સોમવાર સુધી આ ઉપાય કરવાથી નિશ્ચિત દરેક ને આર્થિક લાભ પ્રાપ્ત થશે. અને બધા સંકટો દુર થાય છે.જો સોમવાર ના દિવસે પ્રભુ મહાદેવ ની વિશિષ્ટ પૂજા અને આરાધના કરવામા આવે તો તે આપણા પર અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને આપણી તમામ સમસ્યા દૂર કરે છે તથા આપણા મન ની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તેમના પૂજન-અર્ચન માટે અમુક વિશિષ્ટ સામગ્રી ની આવશ્યકતા પડે છે જેના વિશે આપણે આગળ લેખ મા જાણીએ.

પ્રભુ મહાદેવ આ ઉપાયો થી થાય છે તુરંત પ્રસન્ન :

પ્રભુ મહાદેવ ને પ્રસન્ન કરવા માટે સોમવાર ના દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન કરીને ત્યારબાદ પ્રભુ મહાદેવ નુ પૂજા-અર્ચન કરતા સમયે તેમને બીલીપત્ર, ધતુરો, આંકડા ના ફૂલ, ગંગાજળ , દૂધ, ચંદન વગેરે વસ્તુઓ અર્પણ કરવામા આવે તો તે અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને તેમની કૃપા દ્રષ્ટિ તમારા પર સદાય બનેલી રહે છે.આ સિવાય જો સોમવાર ના દિવસે ઘઉં ના લોટ ની ગોળીઓ બનાવીને તેને પ્રભુ મહાદેવ ને ભોગ ધરવામા આવે અને ત્યારબાદ આ ગોળીઓ નુ ગાય ને સેવન કરાવવા મા આવે તો તે તમારા થી અત્યંત પ્રસન્ન થાય છે અને તમારા ઘર મા ક્યારેય પણ ધન-ધાન્ય ની ઉણપ સર્જાતી નથી. આ સિવાય સોમવાર ના દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન કરીને પ્રભુ મહાદેવ ની પૂજા અને આરાધના કરીને મહામૃત્યુંજય મંત્ર નુ ૧૦૮ વાર મંત્રોચ્ચાર કરવામા આવે તો તમારા પર પ્રભુ મહાદેવ ની વિશેષ કૃપા બની રહેશે.

જો તમે ઉપરોક્ત ઉપાયો માંથી કોઈપણ ઉપાય અજમાવો તો તમારા પર પ્રભુ મહાદેવ ની કૃપા દૃષ્ટિ અવશ્ય બની રહેશે. એક સમયે એક જ ઉપાય અજમાવો. આ સિવાય જો તમે નિયમિત સાચા હૃદય થી શિવમંદિર જઈને પ્રભુ ને તાંબા ના લોટા મા જળ અર્પણ કરો તો પણ તેમની કૃપા તમારા પર બની રહેશે.અખંડ લક્ષ્મીના વાસ માટે,ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય તે માટે લોઢાના વાસણમાં પાણી, ખાંડ, દૂધ તેમજ ઘી ઉમેરી અને તેને પીપળાના મૂળમાં પધરાવી દેવું. આ સિવાય તમે સોમવારે શિવજીને દૂધ અને પાણી મીક્ષ કરીને ચડાવી શકો છો. તે સમયે ‘ઓમ સોમેશ્વરાય નમ:’  મંત્રની માળા કરવી.

મનોકામના પૂર્તિ માટે.સોમવારે સવારે ઊઠી અને સ્નાનાદિ કર્મથી નિવૃત્ત થઈ અને શિવ મંદિરમાં જવું અને શિવલિંગ પર કાચુ દૂધ ચડાવવું. આ ઉપાય સાત સોમવાર સુધી કરવો. શિવજી મનની તમામ મનોકામના પુરી કરશે તેમજ કોઈપણ પ્રકારનો ગ્રહદોષ હશે તે દૂર થઈ જશે.બીમારીથી છુટકારા માટે, સોમવારથી આ ઉપાય શરૂ કરવો. દર સોમવારે રાત્રિના સમયે કોઈપણ શિવમંદિરમાં જઈ શિવજીને કાચું દૂધ ચડાવવું અને ‘ઓમ જૂં સ:’ મંત્રનો જાપ કરવો. થોડા જ દિવસોમાં લાંબા સમયની માંદગીમાં પણ રાહત જોવા મળશે.

પરણિત જીવનમાં ઘણી બધી પરેશાનીઓ આવે છે પરંતુ અમુક પરેશાનીઓ એવી હોય છે વૈવાહિક જીવન ને પૂરી રીતે નાશ કરી દે છે, જો તમારું વૈવાહિક જીવન દુઃખદાયક થઇ ગયું હોય અથવા પછી લગ્ન માં કોઈ પ્રકાર ની સમસ્યા ઉત્પન્ન થઇ રહી હોય તો એવામાં સોમવાર ના દિવસે ગૌરી શંકર ના દર્શન કરવા અને શિવ મંદિર માં જઈને રુદ્રાક્ષ અર્પિત કરવું, એનાથી લગ્ન સબંધિત દરેક પરેશાનીઓ દુર થશે અને તમારું વૈવાહિક જીવન સુખી બની રહેશે.જો તમે સોમવાર ના દિવસે શિવલિંગ પર સફેદ ચંદન લગાવતા સમયે મનની વાત બોલો છો અને એ પછી શિવલિંગ પર બીલીપત્ર અને ધતુરા ના ફૂલ અર્પિત કરો છો તો એનાથી તમારી મનોકામના પૂરી થાય છે.

જો કોઈ વ્યક્તિ ની નોકરી માં કોઈ પરેશાની ઉત્પન્ન થઇ રહી હોય અથવા પછી કોઈ વ્યક્તિ નો વેપાર યોગ્ય રીતે ચાલી રહ્યો ન હોય તો એવામાં સોમવાર ના દિવસે શિવલિંગ પર દૂધ અર્પિત કરવું, પછી તમારે દૂધ ને કોઈ તાંબા ના વાસણ માં ભેગું કરી લેવું અને તમારે તમારા વ્યવસાય ના સ્થળ અથવા પછી કાર્યસ્થળ પર બધી જગ્યા છાંટી દેવું, એની સાથે જ તમારે ओम नमः शिवाय” નો જાપ કરવાનો રહેશે, એનાથી નોકરી અને વ્યવસાય ના સંકટ દુર થશે.

જો તમે કોઈપણ પ્રકારનું સંકલ્પ લીધું હોય તો તે સંકલ્પનો પ્રમાણે ભગવાન શિવજીને ઉદ્યાપન કરવું જે ભક્ત પવિત્ર મન અને વિધિવિધાનપૂર્વક શિવજીને અર્ચના કરે છે તેને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. જો તમે શ્રાવણ મહિનાનું વ્રત કરતા હો તો સફેદ વસ્ત્ર પહેરી અને સફેદ તિલકથી ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવી અને દાન સફેદ વસ્તુઓ આપી શકો છો.શ્રાવણના મહિનામાં મીઠાનો ઉપયોગ ના કરવો દૂધ, દહીં, ખીર, પૂરી અને ચોખાનો ઉપયોગ કરી શકો છો. જો તમે શ્રાવણ વ્રત કરો છો તો તેનાથી તમને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. તમને તમારા વ્યાપારમાં સફળતા મળે છે અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. અને તમારી મનોકામના પૂર્ણ થાય છે.

Admin