Breaking News

આ ફેસશ અભિનેત્રીઓનાં સગા ભાઈ ગ્લેમરસ ઈન્ડસ્ટ્રીઝથી દુર રહી કરે છે આવું કામ, જુઓ તસવીરો…….

બોલિવુડમાં અવારનવાર સ્ટાર્સ કોઈને કોઈ વિવાદમાં ઘેરાયેલા રહે છે.ફિલ્મોને લઈને તો તેમના અંગત જીવનને લઈને તેઓ લાઈમલાઈટમાં આવતા રહે છે.જોકે આ સ્ટાર્સ લોકો પોતાના દરેક શોખ માટે પણ જાણીતા છે.તેઓની કોઈ પણ વાત મીડિયાથી છુપાતી નથી.તેમના સગા સંબંધીઓ પણ તેમના કારણે લાઈમલાઈટનો ભાગ બને છે પરંતુ એવા પણ લોકો છે જે લોકો આ લાઈમલાઈટથી દુર રહેવા માંગે છે.

અમે તમને બોલિવૂડ અભિનેત્રીઓના આવા ભાઈઓ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેને લાઈમલાઇટમાં જીવવું જરાય ગમતું નથી.એશ્વર્યા રાય બચ્ચન, પ્રિયંકા ચોપડાથી લઈને લ સારા અલી ખાન અને પરિણીતી ચોપરાના ભાઈ સુધી તેઓ તેમના ક્ષેત્રમાં સક્રિય છે અને કેમેરાનો સામનો કરવાનું પસંદ નથી કરતા.

એશ્વર્યા રાય અને આદિત્ય રાય બચ્ચન પુત્રવધૂ એટલે કે એશ્વર્યા રાયના ભાઈ આદિત્ય રાય મર્ચન્ટ નેવી છે. જોકે દેશની રક્ષાની સાથે તેમણે ફિલ્મ પ્રોડક્શનમાં પણ હાથ અજમાવ્યો છે.બોલિવૂડની સુંદર અભિનેત્રી એશ્વર્યા રાયનો એકમાત્ર ભાઈ આદિત્ય રાય છે અને મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર હતો અને ફિલ્મ દિલ કા રિશ્તાની નિર્માણ કરતો હતો. આ ફિલ્મ એશ્વર્યા રાયની સફળ ફિલ્મોમાંની એક છે. એશ્વર્યાની ભાભી શ્રીમા રાય છે અને લોકો કહે છે કે તે એશ્વર્યા કરતા વધારે સુંદર છે. તે એશ્વર્યાની પુત્રી આરાધ્યાના છઠ્ઠા જન્મદિવસ પર જોવા મળી હતી.

આ પ્રસંગે, એશ્વર્યા એક સાથે આખા પરિવાર સાથે જોવા મળી હતી અને કેમેરા ખાસ કરીને તેના ભાઈ અને ભાભી પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો. આદિત્ય અને શ્રીમાએ લવ મેરેજ કર્યા અને આજે પણ તે બંને ખૂબ જ શોખીન રીતે જીવે છે અને એશ્વર્યાના કોઈપણ ફેમિલી ફંક્શનમાં તેમનું બોન્ડિંગ જોઇ શકાય છે. શ્રીમા ગૃહિણી છે પરંતુ તે ફેશન બ્લોગિંગમાં પણ કામ કરે છે.

સારા અલી ખાન-ઇબ્રાહિમ અલી ખાન.બોલીવુડમાં સિમ્બા ગર્લ તરીકે જાણીતી સારા અલી ખાન ખુબ જ સુંદર અભિનેત્રી છે. તે જ સમયે, તેનો ભાઈ ઇબ્રાહિમ અલી ખાન આ લાઈમલાઈટથી દૂર રહે છે સારા અલી ખાનના ભાઈ ઇબ્રાહિમ અલી ખાનને કેમેરાને ફેસ કરવો જરાય પસંદ નથી. ઇબ્રાહિમ લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે અને તેને ક્રિકેટમાં વધુ ઇંટ્રેસ્ટ છે.બોલિવુડ નવાબ સૈફ અલી ખાનની ફેમિલી પણ બોલિવુડના મોટા પરિવારોમાંથી એક છે. જ્યારે હવે નવાબ ખાનદાનની નવી પીઢી પણ બોલિવુડમાં આવી ગઈ છે.

સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાને ગયા વર્ષના અંતે ફિલ્મ કેદારનાથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી અને ત્યાર બાદ સિમ્બામાં નજરે આવી હતી. આ બન્ને ફિલ્મોમાં સારા અલી ખાનની એક્ટિંગના ખૂબ વખાણ થયા.પરંતુ હવે સૈફના દીકરા ઇબ્રાહિમ અલી ખાન પર લોકોની નજર છે. જોકે ફિલ્મોમાં આવતા પહેલા જ ઇબ્રાહિમ પોપ્યુલર થયો છે. તાજેતરમાં તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં તેઓ એકદમ તેના પિતા સૈફ અલી ખાન જેવો જ દેખાય છે. સોશિયલ મીડિયા પર આ ફોટોઝ વાયરલ થતા લોકો તેને પિતા સૈફની કાર્બન કોપી કહી રહ્યા છે. ઇબ્રાહિમ તેની ફઇ-ફુઆ એટલે કે સોહા અલી ખાન અને કુણાલ ખેમૂ સાથે નજરે આવ્યો હતો. આ દરમિયાન તેની દાદી શર્મીલા ટેગોર પર સાથે હતા.

પ્રિયંકા ચોપડા અને સિદ્ધાર્થ:પ્રિયંકા ચોપડાના ભાઈ સિદ્ધાર્થને પણ કેમેરાનો સામનો કરવો જરાય પસંદ નથી, તે લાઈમલાઈટથી દૂર રહે છે. પ્રિયંકા ભલે બોલિવૂડની જાણીતી વ્યક્તિ હોય, પણ તેનો ભાઈ મેડીકલ ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. તમને જણાવી દઇએ કે સિદ્ધાર્થે શેફની તાલીમ સ્વિટ્ઝરલેન્ડથી લીધી છે અને હાલમાં તેની પાસે પૂણેમાં પબ લાઉન્જ મુગશોટ કાફે પણ છે.છેલ્લા થોડા સમયથી નીલમ અને સિદ્ધાર્થની નિકટતા ઘણાંના ભવાં ચડવાનું કારણ બની છે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા નીલમ અને સિદ્ધાર્થે સગાઈ કરી લીધી હોવાની પણ ચર્ચા હતી. બાદમાં નીલમે સ્પષ્ટતા કરી હતી કે તેણે સિદ્ધાર્થ સાથે સગાઈ કરી નથી અને રિંગ તેણે જમણા હાથમાં પહેરી છે.જણાવી દઈએ કે, ગયા વર્ષે સિદ્ધાર્થના ઈશિતા કુમાર સાથેના લગ્ન ફોક થયા હતા. લગ્નના થોડા જ દિવસ બાકી હતા ત્યારે જ લગ્ન રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.

પરીનીતી ચોપરા ,શિવાંગ, અને સહજ ચોપરા પરિણીતી ચોપરાના બે ભાઈઓ શિવાંગ અને સહજ ચોપરા છે, જે ફિલ્મી દુનિયા થી દૂર પોતાનો કૂકીઝ નો બિઝનેસ ચાલવે છે.અનુષ્કા શર્મા અને કરનીશ અનુષ્કા શર્માનો ભાઈ કર્નીશને બહુ ઓછા લોકો જાણે છે, કેમ કે તે પોતાની જાતને ફિલ્મોની લાઈમલાઈટથી દૂર રાખે છે પરંતુ વ્યવસાયિક અને વ્યક્તિગત રૂપે તેની બહેનને મદદ કરવા હંમેશા તત્પર રહે છે. તે અનુષ્કાના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફ્લિમ્સના ફાઉન્ડર છે.આશિયા શેટ્ટી અને આહાન શેટ્ટી આથિયા શેટ્ટીનો ભાઈ આહાન શેટ્ટી પોતાનું જીવન ખૂબ જ એન્જોય કરે છે પરંતુ તે લાઈમલાઈટમાં રહેવાનું કે ફોટા ક્લિક કરવાનું પસંદ નથી કરતા.

સુસ્મિતા સેન અને રાજીવ સેન સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેનનો પણ બોલિવૂડ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ ટીવી એક્ટ્રેસ ચારુ આસોપા સાથે લગ્ન કર્યા બાદ તે ચર્ચામાં રહ્યો હતો. રાજીવ ફેશન ઉદ્યોગ સાથે સંકળાયેલ છે અને કપડાંના નિકાસ-આયાતનો વ્યવસાય સંભાળે છે.સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન વ્યવસાયે મોડલ છે. ચારુ અને રાજીવે આ વર્ષની શરૂઆતમાંજ પોતાના સંબધ અંગે જાહેરમાં ખુલાસો કર્યો હતોચારુએ પોતાના કેરિયરની શરૂઆત 2009માં ‘અગલે જનમ મોહે બિટિયા હી કીજો’થી કરી હતી.

તેના બાદ યે રિશ્તા ક્યા કહલાતા હૈ અને બાલ વીર જેવા સીરિયલમાં નજર આવી હતી. જો કે તેને લોકપ્રિયતા‘મેરે અંગને મે’સીરિયલથી મળી હતી.ચારુ અસોપાની આ પહેલા ટીવી એક્ટર નીરજ માલવીયા સાથે સગાઈ થઈ હતી. ચારુ અને નીરજે ‘મેરે અંગને મે’ ભાઈ-બહેનની ભુમિકા ભજવી હતી. આ સીરીયલથી કો-સ્ટાર નીરજ માલવીયા સાથે રિલેશનમાં હોવાની ખબરો આવી હતી. બન્નેએ ફેબ્રુઆરી 2016માં પરિવારની હાજરીમાં સગાઈ કરી હતી. બન્ને 2017માં લગ્ન કરવાના હતા પણ તે પહેલા જ બન્ને અલગ થઈ ગયા હતા.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *