Breaking News

આ ફૂડ ખાવાથી લીવરની બીમારીઓ આપોઆપ દૂર થઈ જાય છે,જાણી આ ફૂડ વિશે.

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને આ લેખ માં જણાવા જઇ રહ્યા છે લીવર ને તંદુરસ્ત રાખવાના ઉપાયો જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો મિત્રો જાણીએ.લિવર એ શરીરનું પાવરહાઉસ છે. તે આપણા શરીરનો કેમિકલ પ્રોસેસિંગ પ્લાન્ટ છે. તે પ્રોટીન, કોલેસ્ટોરેલ અને પિત્તના ઉત્પાદન જેવા અનેક કામો કરે છે. શરીરમાં પ્રવેશેલા ટોક્સિક તત્વોને શરીરમાંથી બહાર કાઢવાનું કામ પણ લિવરનું છે.

જો શરીરને સ્વસ્થ રાખવું હોય તો લિવરને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. કેટલીક ખાદ્ય સામગ્રી લિવરને હેલ્ધી રાખવામાં ખૂબ મદદરૂપ થાય છે. આવો, જાણીએ તે વિશે.દિનચર્યા સુધારો,ખોટાં રૂટિનને કારણે લિવરમાં સોજાની સમસ્યા રહે છે. આવા સંજોગોમાં પોતાનો ડેઇલી રૂટિન ચાર્ટ તૈયાર કરો. સવારે વહેલા ઊઠીને યોગ અને એક્સર્સાઇઝ કરો. હેલ્ધી ડાયટ લો. મોડી રાત સુધી જાગવાના બદલે સમયે સૂવાની આદત પાડો. તેનાથી તમારા આખા શરીરને આરામ મળશે.

ગ્રીન ટી,ગ્રીન ટી એન્ટીઓક્સિડન્ટ્સથી સમૃદ્ધ છે. જાપાનમાં થયેલા એક સંશોધન મુજબ દિવસમાં 5 કપ જાપનીઝ ગ્રીન ટી પીવાથી લિવર તંદુરસ્ત રહે છે. તે ઉપરાંત એ પણ તારણ નીકળ્યું કે જે લોકો ગ્રીન ટી પીવે છે તેમને લિવરનું કેન્સર થવાની શક્યતા ઓછી થઈ જાય છે.કૉફી,તમારા લિવરને કૉફી હંમેશા હેલ્ધી રાખશે. કૉફી પીવાથી લિવરને થતી ઘણી બિમારીઓથી બચી શકાય છે. કૉફી લિવરમાં એન્ટીઓક્સિડન્ટ્સનું પ્રમાણ વધારે છે. તેથી લિવરમાં જો સોજો આવ્યો હોય તો તે ઓછો થાય છે. જોકે, તેનું પ્રમાણ પણ જળવાવું જોઈએ.

ડાયેટિશિયન રેખા અગ્રવાલ કહે છે કે લિવરની બિમારીમાં કોફી પીવાથી ફાયદો થાય છે, પણ આખા દિવસમાં ત્રણ કપથી વધુ કૉફી ના પીવી જોઈએ.કેફીનથી દૂર રહો,દારૂ, તમાકુ, ચા, કોફી વગેરે જેવી વસ્તુઓનુ વધુ માત્રામાં સેવન કરવાથી ફેટી લિવરની સમસ્યા આવી શકે છે. તેનાથી સિરોસીસ કે આલ્કોહોલિક હિપેટાઇટીસ થવાનો ખતરો અનેક ગણો વધી જાય છે. આ સાથે ભારે માત્રામાં મીઠી વસ્તુઓનાં સેવનથી લિવર સાથે જોડાયેલી સમસ્યાઓ થાય છે.

યોગ અને એક્સર્સાઇઝ કરો,રોજ સવારે ૩૦ મિનિટ ખુલ્લી તાજી હવામાં એક્સર્સાઇઝ કરવાથી ફેટી લિવરની પરેશાનીથી બચી શકાય છે. આ ઉપરાંત તમારા વધતાં વજનને કન્ટ્રોલમાં રાખો લિવરને હેલ્ધી રાખવા માટે વજન પર કન્ટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે.દ્રાક્ષ,દ્રાક્ષ  લિવરની ઉત્તમ મિત્ર છે. દ્રાક્ષમાં, ખાસ કરીને લાલ અને જાંબલી દ્રાક્ષમાં, ઘણાં પ્લાન્ટ કમ્પાઉન્ડ્સ હોય છે. તેમાં સૌથી વધુ રેઝવેરાટ્રોલ હોય છે, જે એન્ટીઓક્સિડન્ટસના સ્તરને વધારે છે અને લિવરને સ્ટ્રોંગ બનાવે છે.

ડાયેટિશિયન રેખા જણાવે છે,દ્રાક્ષની સિઝનમાં દ્રાક્ષ જરૂરથી ખાવી જોઈએ. લીલી દ્રાક્ષ ઉપરાંત કાળી અને લાલ દ્રાક્ષ પણ એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જે લિવર માટે ખૂબ ગુણકારી છે.તજ, અળસીનાં બી, આમળાંનું સેવન કરો,ઔષધીય ગુણોથી ભરપુર તજનો પાઉડર બનાવીને તેનો ઉપયોગ કરો. એક ગ્લાસ પાણીમાં બે ચપટી તજનો પાઉડર નાખી ઉકાળો. તૈયાર થયેલા પાણીને ગાળીને તેનું સેવન સવારે ભૂખ્યા પેટે કરો. અળસીનાં બી અનેક પોષક તત્વોથી ભરપુર હોય છે.

તેનાં બીને સલાડમાં નાખીને કે અન્ય કોઇ વાનગીમાં મિક્સ કરીને કે પછી મુખવાસ તરીકે ખાવાં જોઇએ. આમળાં તમામ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટથી ભરપુર છે. તેનાં સેવનથી લિવરની યોગ્ય રીતે સાફ સફાઇ થઇ શકે છે. તેને કાચાં પણ ખાઇ શકાય અને તેનો ચ્યવનપ્રાશ, આચાર, મુરબ્બો વગેરેનાં રૂપમાં તેને ડાયટમાં સામેલ કરો.સપ્લિમેન્ટ્સ (પૂરક ઘટકો) લેવાં જોઈએ કે નહીં તેની મૂંઝવણમાં છો? તમે અત્યારે સાજા અને તંદુરસ્ત છો.

એટલે સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર નથી એમ ન સમજશો. યાદ રાખો, તબિયત બગડે ત્યારે કે ઉંમર વધવા લાગે અને અશક્તિ અનુભવાય ત્યારે રોગપ્રતિકારક શક્તિ ઘટી જતી હોય છે તેને જાળવી રાખવા માટે આહારની અને વનસ્પતિઓમાંથી બનાવેલી ઔષધિઓના સપ્લિમેન્ટ્સની જરૂર હોય છે.ગર્ભાવસ્થા દરમિયાન રોજના ખોરાક કરતાં બમણું ખાવાની જરૂર નથી. તે સમય દરમિયાન રોજ ૩૦૦ જેટલી વધારે કેલરી લેવી જોઈએ.

પુખ્ત વયે થતા રોગો જેવા કે હાઈ બ્લડપ્રેશર, હ્વદયરોગ કે ડાયાબિટીસનાં મૂળ જે તે વ્યક્તિના બાળપણમાં રહેલાં છે. બાળપણથી જ પૌષ્ટિક આહાર અને શારીરિક પ્રવૃતિઓને મહત્ત્વ આપવું જોઈએ. અત્યારે બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ રોગચાળાની જેમ વધી ગયું છે. તે બાળકોનું સામાન્ય વજન જાળવવા માટે તેમને પૌષ્ટિક આહાર આપવો જોઈએ. બાળકોને મેદસ્વીતાને કારણે થતું નુકસાન તમાકુ, આલ્કોહોલ કે નશીલી દવાઓથી થતાં નુકસાન કરતાં ઘણું વધારે છે.

દરરોજ દસ મિનિટ સવારનો સૂર્યપ્રકાશ લેવાથી શરીરને વિટામિન ડી મળે છે. તેના કારણે દિવસભર સ્ફૂર્તિ રહે છે. વિટામીન ડી શરીરમાં કેલ્શિયમ વધારવામાં મદદ કરે છે અને તેથી હાડકાં અને સાંધા મજબૂત રાખવામાં તેનો અગત્યનો ફાળો છે તેમ કહી શકાય.શાકને વધારે પડતા ચઢવવાથી કે તેનો છૂંદો કરી નાંખવાથી તે કેન્સર સામે રક્ષણ આપવાની ગુણવત્તા ગુમાવી દે છે, કારણ કે શાકનાં બધાં જ પોષકતત્ત્વો નાશ પામ્યાં હોય છે. ફ્રીઝમાં રાખેલાં શાક બહાર કાઢીને વાપરવાથી પણ આ જ પરિણામ આવે છે.

સારા સ્વાસ્થ્ય માટે શાક બાફીને અથવા સાંતળીને કે માઈક્રોવેવમાં રાંધીને ખાઓ.ટામેટાં કાચા ખાવાને બદલે રાંધીને ખાઓ. કારણ કે ટામેટાં ગરમ ખાવાથી તેમાં રહેલાં લાયકોપીન (એન્ટિઓક્સિડન્ટ) તત્ત્વ વધારે મળે છે. જેના કારણે કેન્સર કે હ્વદયરોગ થવાની શક્યતા ઘટે છે.ગાજરને રાંધીને ખાવાથી તેની પૌષ્ટિક ગુણવત્તા વધે છે.મેનોપોઝમાં પ્રવેશતા પહેલાં, અઠવાડિયામાં ત્રણ-ચાર દિવસ ૩૦ મિનિટ કસરત કરવાથી મેનોપોઝ વખતે થતી તકલીફોમાં રાહત રહે છે એવું એક અભ્યાસનું તારણ છે.

મેનોપોઝના સમય પહેલાં, દરમિયાન અને પછી જે મહિલાઓ નિયમિત વ્યાયામ કરે છે તેમનું વજન વધવાની શક્યતા ઘટે છે. એટલું જ નહીં તે મેનોપોઝની તકલીફો દૂર કરવામાં મદદરૂપ થાય છે.મેનોપોઝ કે પ્રિમેનોપોઝ દરમિયાન શરીરમાં પાણીનો ભરાવો થાય તે સામાન્ય છે. આ વખતે ખોરાકમાંથી સોડિયમનું પ્રમાણ ઘટાડવું જોઈએ. જંકફૂ઼ડનું પ્રમાણ પણ ઓછું કરવું જોઈએ કારણ કે એમાં સોડિયમ રહેલું હોય છે.

About bhai bhai

Check Also

શું તમે પણ તમારા પેટને અંદર કરવા ઈચ્છો છો તો દરરોજ સવારે કરો આ આયુર્વેદિક ચા નું સેવન, ચૂટકીમાં થઈ જશે ગાયબ……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મોટાપો એક પ્રકારની બીમારી હોય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *