Breaking News

આ હિરોઈનના પતિ પર ફિદા થઈ રાખી સાવંત કરવા માંગે છે લગ્ન જાણો કોણ છે

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, બિગ બૉસ 14ની સિઝન સતત ચર્ચામાં રહ્યાં કરે છે, શૉના કન્ટેસ્ટન્ટ, તેની વચ્ચે પ્રેમ-મોહબ્બત અને લડાઇથી હંમેશા શૉ ચર્ચામાં રહ્યો છે, હવે ફરી એકવાર રાખી સાવંતના કારણે શૉ ચર્ચામાં આવ્યો છે. રાખી સાવંત પોતાના પતિને યાદ કરીને મોટુ સ્ટેટમેન્ટ આપી દીધુ છે.આજકાલ બિગ બૉસમાં રાખી સાવંત દર્શકોનુ ખુબ ધ્યાન ખેંચી રહી છે. રાખીનુ નજર અત્યારે એક્ટ્રેસ રુબિનાના પતિ અભિનવ શુક્લા પર છે. રાખી આગામી એપિસૉડના પ્રૉમોમાં અભિનવ વિશે વાત કરતા તેને એકદમ હૉટ ગણાવ્યો, તેને કહ્યું કે તે પોતાની ફિલિંગ્સ અભિનવને બતાવવા માગે છે.

બિગ બૉસે ટ્વીટર પર વીડિયો શેર કર્યો છે જેમાં રાખી બિગ બૉસ સાથે વાત કરી રહી છે. રાખી કહે છે – હું ઇચ્છુ છુ કે મારો પતિ બધાની સામે આવે, બધાના પતિઓને જોઉં છુ તો મને કંઇક થવા લાગે છે. કેમના હું રુબિનાના પતિને ચોરી લું, તેની બૉડી એકદમ હૉટ છે. રાખી આગળ કહે છે- બિગ બૉસ એક વાત બતાવો, તમને કોઇ પસંદ આવે છે તો તેને લાઇક કરવો કોઇ ગુનો છે શું? બિગ બૉસ રાખીનો જવાબ આપતા કહે છે- બિલકુલ પણ નહીં. આ પછી રાખી બિગ બૉસને પુછે છે- તો શું હુ અભિનવને આઇ લવ યુ બોલી દઉં.

બોલિવુડની ડ્રામા ક્વીન રાખી સાવંત પોતાના લગ્ન માટે હાલમાં સમાચારોમાં છવાયેલી છે. જો કે આવુ પહેલી વાર નથી જ્યારે રાખી સાવંત આ રીતે છવાઈ છે. આ પહેલા પણ રાખી સાવંત પોતાના વીડિયો અને નિવેદનો માટે સમાચારોમાં છવાયેલી રહી છે. વાસ્તવમાં રાખી સાવંતે થોડા દિવસો અગાઉ પોતે જણાવ્યુ હતુ કે તેના લગ્ન થઈ ચૂક્યા છે.

પરંતુ હજુ સુધી કોઈએ તેના પતિને જોયા નથી. રાખીએ હાલમાં જ પોતાના હનીમૂનના ફોટા પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. રાખી ઘણીવાર એવી વિચિત્ર હરકતોને કારણે મીડિયામાં છવાયેલી રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મો વિના પણ નાના-મોટા કામથી રાખી સાવંત કરોડો રૂપિયા કમાઈ લે છે. આવો જાણીએ રાખી સાવંત પાસે કુલ કેટલી સંપત્તિ છે.

આ છે રાખી સાવંતની કુલ સંપત્તિ.ઈન્ટરનેટ પર દર્શાવેલા આંકડા મુજબ રાખી સાવંત લગભગ 35 કરોડની સંપત્તિની માલિક છે. રાખી સાવંત પાસે લગભગ 21.6 લાખ રૂપિયાની એક ફોર્ડ એંડેવર કાર પણ છે. આ ઉપરાંત તેની પાસે સાત લાખ રૂપિયાની જ્વેલરી છે. રાખી સાવંત પાસે મુંબઈમાં 11 કરોડ રૂપિયાની કિંમતના બે ફ્લેટ અને બે ઓફિસ છે. તમને જણાવી દઈએ કે રાખી સાવંતનુ અસલી નામ નીરુ ભેડા છે. રાખી સાવંતના પિતા મુંબઈ પોલિસમાં હતા અને વર્લી પોલિસ સ્ટેશનમાં કોન્સ્ટેબલના પદ પર તૈનાત હતા.

2014માં બનાવી હતી પોતાની રાજકીય પાર્ટી.રાખી સાવંતે 2014માં પોતાની રાજકીય પાર્ટી રાષ્ટ્રીય આમ પાર્ટીની રચના કરી હતી અને 2014ની લોકસભા ચૂંટણીમાં પણ નસીબ અજમાવ્યુ હતુ. જો કે ચૂંટણીમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ રાખી સાવંત રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયામાં શામેલ થઈ ગઈ.

રાખી સાવંત ટીવી રિયાલિટી શો બિગ બૉસની પહેલી સિઝનમાં કન્ટેસ્ટન્ટ હતી અને તે ઘણી ચર્ચામાં રહી હતી. આ ઉપરાંત સિંગર મીકા સિંહની બર્થડે પાર્ટીમાં થયેલા કિસ વિવાદ અને રિયાલિટી શો રાખી કા સ્વયંવરથી પણ રાખી સાવંત મીડિયામાં છવાયેલી રહી.

યુકે બેઝ્ડ એનઆરઆઈ સાથે કર્યા લગ્ન.હાલમાં રાખી પોતાના લગ્નના સમાચારો માટે મીડિયામાં છવાયેલી છે. ચૂપચૂપ લગ્ન કર્યા રાખી સાવંતે થોડા દિવસો અગાઉ મીડિયા સામે આવીને કહ્યુ, બિલકુલ, મારા લગ્ન થઈ ગયા છે અને મે યુકે બેઝ્ડ એનઆરઆઈ સાથે લગ્ન કર્યા છે. હું હંમેશા વિચારતી હતી કે એક આઈટમ ગર્લને લોકો કેવી નજરથી જુએ છે પરંતુ મારા પતિએ મને જોઈ અને તમે જોઈ શકો છો કે કેવી જોઈ.

દસ દિવસની અંદર મારા લગ્ન થયા છે અને મે છૂપાઈને લગ્ન કર્યા છે. આનુ કારણ એ છે કે એક બહુ મોટી ટ્રેજેડી થઈ ગઈ હતી. એ મારા બહુ મોટા ફેન છે. અમે લોકો વૉટ્સએપ પર મળ્યા અને વૉટ્સસએપ પર જ એકબીજાને પ્રપોઝ કર્યુ, જો વૉટ્સએપ ન હોત તો આજે મારી માંગમાં સિંદૂર ન હોત. તેમણે મને વૉટ્સએપ પર આઈ લવ યુના મેસેજ મોકલ્યા.

છૂપાઈને લગ્ન કરવાનુ જણાવ્યુ આ કારણ.રાખી સાવંતે આગળ જણાવ્યુ, ‘એક બહુ મોટી ટ્રેજેડી થઈ ગઈ હતી, જેના કારણે અમે લોકોને છૂપાઈને લગ્ન કર્યા અને હું એ પછી કહીશ કે એ ટ્રેજેડી શું હતી. તેમનુ નામ રિતેશ છે અને તેમણે એકદમ ઢિંચણીયે પડીને મને પ્રપોઝ કર્યુ. તેમણે કહ્યુ, રાખી વિલ યુ મેરી મી.

તો બસ થઈ ગયા અમારા લગ્ન અને હું બહુ ખુશ છુ.’ તમને જણાવી દઈએ કે થોડા દિવસો અગાઉ રાખી સાવંતના હનીમૂનના ફોટા પણ સામે આવ્યા હતા જેને રાખીએ ખુદ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યા હતા. આ ફોટા માટે પણ રાખી સમાચારોમાં છવાઈ હતી.

રાખીના પતિએ પણ આપ્યો ઈન્ટરવ્યુ.રાખી સાવંતના પતિએ પણ આ લગ્ન પર પોતાની પ્રતિક્રિયા આપી. રાખી સાવંતના પતિએ સ્પૉટબોયને એક ઈન્ટરવ્યુ આપ્યો અને પોતાના લગ્ન વિશે ઘણી વાતોના ખુલાસા કર્યા. રાખીના પતિને જ્યારે પૂછવામાં આવ્યુ કે તે શું કામ કરે છે તો તેમણે જણાવ્યુ કે, ‘તે આઈટી ક્ષેત્રમાં બિઝનેસમેન છે.

તેમણે જણાવ્યુ, હું ખૂબ સરળ વ્યક્તિ છુ, જે સવારે 9 વાગે કામ માટે જાય છે અને સાંજે 6 વાગે પાછો આવે છે. મને ખબર છે કે જ્યારે રખીએ લગ્નની ઘોષણા કરી હતી ત્યારે ઘણા લોકોને લાગ્યુ હતુ કે હું છુ જ નહિ પરંતુ હું અહીં છુ, તમારી સાથે વાત કરી રહ્યો છુ. રાખી કેમેરા સામે ઘણી અલગ છે પરંતુ દિલથી તે બહુ સારી વ્યક્તિ છે. હું રાખીમાં કોઈ ફેરફાર નથી ઈચ્છતો.’

રાખી સાવંતનું નામ નીરુ ભેડા છે. ફિલ્મોમાં આવ્યા પછી તેણે પોતાનું નામ બદલીને રાખી સાવંત રાખી લીધું હતું. એક ઈન્ટરવ્યૂમાં રાખીએ તેના સંઘર્ષની વાતનો ખુલાસો કર્યો હતો, ‘તે ઘરેથી ભાગીને આવી હતી. તેણે આપમેળે બધું હાસિલ કર્યું હતું. મારું નામ ત્યારે નીરુ ભેડા હતું. જ્યારે હું ઓડિશન આપવા જતી હતી ત્યારે ડાયરેક્ટર-પ્રોડ્યૂસર મને મારું ટેલેન્ટ બતાવવા માટે કહેતા હતા.

મોદી વાળી ડ્રેસ.રાખી સાંવતએ પોતાની આ તસ્વીર સોશ્યિલ મીડિયા પર શેર કરી. જેમાં તેને મીની ડ્રેસ પહેરી રાખી છે. આખા ડ્રેસમાં નરેન્દ્ર મોદીનો જ ચેહરો છે. સ્વતંત્રતા દિવસના એક ફંકશનમાં રાખી સાંવતએ આ ડ્રેસ પહેર્યો હતો.રાખી સાંવતએ હોટ દેખાવવા માટે કોઈ જ કસર છોડી ના હતી. પરંતુ નરેન્દ્ર મોદીનો ફોટો કંઈક વધારે જ થઇ ગયો.

રાખી સાંવતએ જેવી પોતાની તસ્વીર સોશ્યિલ મીડિયા પર મૂકી લોકો તેના પર કોમેન્ટ કરવા લાગી ગયા હતા.વર્ષ 2014 માં તેણે આ પરાક્રમ કર્યું હતું.અને તે સમયે એવા સમાચારો હતા. કે રાખી ભાજપમાં જોડાવા જઈ રહી છે. પરંતુ પક્ષ તરફથી રાખીને હજુ સુધી કોઈ સમાચાર આવ્યા નથી.અને રાખીએ વડા પ્રધાન મોદી સાહેબની ઈજ્જત ની ધજજીયા ઉડારમાં કોઈ કસર છોડી નહીં.

રાખી અને સની લિયોની નો ઝઘડો.મીડિયા સાથે વાત કરી અને પોર્ન સ્ટારમાંથી બોલિવૂડ એક્ટ્રેસ બનેલી સની લિયોન પર નિશાન સાધતા કહ્યું કે, ‘ તમે સની લિયોનની શું વાત કરો છો? આપણે તેના પર ઉપકાર કરી રહ્યા છીએ. આપણે તેને કપડા પહેરવાના પૈસા આપી રહ્યા છીએ. ભારતીયો સમાજસેવા કરી રહ્યા છે. તમે સમજી રહ્યા છો ને તમને સમજમાં આવવું જોઇએ આ બહુ મોટી સમાજ સેવા છે.

એટલુ જ નહીં, તેણે સની સાથે પોતાની સરખામણીના જવાબમાં કહ્યું, ‘મારી સરખામણી સની લિયોન સાથે ન કરો, કારણે કે મને જે મળ્યું છે તે ડાન્સ કરવાના કારણે, પર્ફોર્મન્સના કારણે, રિયાલિટી શો કરીને અને ભારતના લોકોનું દિલ જીતીને મળ્યું છે. મેં કોઇ પોર્ન ફિલ્મ નથી કરી.રાખી ઘણીવાર સનીને દુરાઇ કરતી જોવા મળે છે. અને તે પોતાને સન્ની કરતાં વધુ સારી બનવાની પ્રયાસ કરે છે.પરંતુ આજ સુધી સનીએ તેની કોઈ પણ વાતનો જવાબ આપ્યો નથી.અને રાખીને લાગે છે કે તે સની કરતા બોલિવૂડની ફિલ્મોમાં વધુ સારી અભિનય કરી શકે છે.હવે તમે મને કહો કે તે શું હોઈ શકે.

અરુણ જેટલીના મૃત્યુ પર બોલી રાખી.રાખીએ ભાજપના નેતા અરુણ જેટલીના મુત્યુ પર તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકીને કહ્યું કે, મને 10 દિવસ પહેલા જ અરુણ જેટલી ના અવસાનની જાણકારી મળી છે.અને તેણીએ કહ્યું કે ભગવાને તેમને આવી કેટલીક શક્તિ આપી છે.જેની તેમને કોઈ પણ ઘટના વિશે આભાસ થઈ જાય છે. હવે તમે આ વિશે શું કહેશો.

રાખીનું લગ્ન જીવન કેટલું સાચું છે.રાખી સાવંતના લગ્ન જ્યારથી થયા છે ત્યારથી તેના પતિને લઇને સસ્પેન્સ આજદિવસ સુધી રહેલું છે. જો કે રાખી તેમના પતિ રિતેશ અને તેના લગ્ન વિષે ધણું કહી ચૂકી છે. પણ વિવાદની રાણી તેવી રાખીની આ વાત કેટલા ટકા સાચી કોઇને નથી ખબર.

રાખી સંવતે તાજેતરમાં તેના લગ્નનું રહસ્ય જણાવ્યું છે, મને ખબર નથી કે તે કેટલું સાચું છે પરંતુ રિતેશ તેના પતિનું નામ કહી રહી છે. તેમણે કહ્યું કે તેમને મીડિયામાં રહેવાનું પસંદ નથી પરંતુ તે ભારત,અમેરિકા અને ચીન જેવા દેશોના મોટા લીડારો ના સાથે સંપર્કમાં રહે છે. હવે કોઈને ખબર નથી કે આ મામલે કેટલું સત્ય છે.જોકે, તેણે પુરાવા તરીકે કેટલાક ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા.

ડ્રામા રાણીના નામથી ઓળખવામાં છે.રાખીએ કહ્યું, કરણ જોહર, ફરાહ ખાન બહુ ઉદાસ છે કે હું લગ્ન કરીને બોલિવૂડથી જતી રહી. આ લોકો બહુ જ નારાજ છે. બધાં ઈચ્છે છે કે, હું પાછી આવી જાઉં. કારણ કે બધાંનું એન્ટરટેન્મેન્ટ કરવું જરૂરી છે. હું મુંબઈ આવવા માંગુ છું. બોલીવુડમાં તેના વિચિત્ર નિવેદનોને કારણે રાખી હંમેશા મીડિયામાં રહે છે. અને આ જ કારણ છે કે બોલીવુડમાં તે ડ્રામા ક્વીન તરીકે જાણીતી છે. તે કોઈપણ શોમાં જાય છે અથવા તેની બાજુમાંથી કોઈ સીન બનાવીને પાર્ટીમાં આવે છે.અને તેથી તેઓને મીડિયામાં ઘણી હેડલાઇન્સ મળે છે.

રાખીને બાથરૂમ ની ફોટો.જ્યારે રાખીને ઓછી હેડલાઇન્સ મળી છે.અને ત્યારે તેણે ફરી એકવાર મીડિયા પર પાછા આવવા માટે તેના બાથરૂમની તસવીર શેર કરી હતી. અને તે સમયે, લોકોએ ટ્રોલ કર્યું કે આ તસવીરો કોણે લીધી છે. અને લોકોએ તો એમ પણ કહ્યું કે આ ચિત્રો લેનારા લોકો માટે સૌથી ખરાબ દિવસો આવી ગયા છે.

About bhai bhai

Check Also

માત્ર 21 વર્ષ ની ઉંમર માં જ આ મોડલ બની ગઈ હતી અરબોપતિ,અને એક દિવસ માં લે છે 500 સેલ્ફી,જોવો તસવીરો….

નમસ્કાર મિત્રો આજ ની અમારી પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *