આ ઇન્ડિયન ક્રિકેટરની પત્ની છે ખૂબજ સુંદર હિરોઈનને પણ આપે છે ટક્કર……

વરુણ એરોન ભારતનો સૌથી ઝડપી બોલર છે. તેને વિજય હજારે ટ્રોફીમાં 153ની સ્પીડથી બોલ ફેંક્યો હતો જે અત્યાર સુધીમાં ભારતીય બોલર તરફથી ફેંકવામાં આવેલો ઝડપી બોલ હતો..દુનિયાના મહાન કેપ્ટન એમએસ ધોની આ તેજ બોલરની અનુયાયી રમી ચૂક્યા છે.વર્ષ 2015માં વરુણ એરોન વિજય હજારે ટ્રોફીમાં ઝારખંડના કેપ્ટન હતો અને ધોની તેની કેપ્ટનશીપમાં જ રમી રહ્યા હતા. વરુણ એરોને તેના પહેલા 6 ઇન્ટરનેશનલ વિકેટ બોલ્ડ તરીકે લીધી હતી. એરોને પહેલી વિકેટ ઇંગ્લેન્ડની ટિમ બ્રેસનન હતા. ત્યાર બાદ તેને 5 બેટ્સમેનને બોલ્ડ કરી આઉટ કર્યા હતા.

જમશેદપુરનો વરૂણ એરોન ભારતીય ક્રિકેટ ટીમમાં અને આઈપીએલમાં ફાસ્ટ બૉલિંગ માટે જાણિતો છે.15 વર્ષની ઉંમરથી જ તેનામાં બોલિંગનું સારુ ટેલેન્ટ હતુ અને તેને ચેન્નઈના એમઆરએફ પેસ ફાઉન્ડેશનમાં મોકલવામાં આવ્યો હતો.વરૂણ એરોનનું કહેવુ છે કે તે વેસ્ટ ઈન્ડિઝના બોલર એન્ડી રોબર્ટસથી પ્રેરણા મળે છે.વરૂણે 1 ફેબ્રુઆરી, 2016ના રોજ તેની બાળપણની મિત્ર રાગિની સિંહ સાથે લગ્ન કર્યા હતા.

જમશેદપુરમાં લોયોરા સ્કૂલમાં ભણતા વખતથી જ વરૂણ અને રાગિની એકબીજાને ઓળખતા હતા વરૂણે સૌપ્રથમ ઝારખંડ અંડર-19માં રમવાની શરૂઆત કરી હતી.ટીમ ઇન્ડિયાથી બહાર એરોનને આઇપીએલમાં 2.8 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ આ તેજ બોલરે સાદા અંદાજમાં તેની બાળપણની મિત્ર રાગિની સિંહથી લગ્ન કર્યા હતા. વરુણ એરોનના લગ્નમાં આશરે સાઢા સાત રૂપિયા ખર્ચ થયો હતો. જોકે, વરુણ અને રાગીનીએ જમશેદપુર કોર્ટમાં લગ્ન કર્યા હતા. લગ્નનું આવેદન આપવા વરુણને અઢી રૂપિયા લાગ્યા જ્યારે પાંચ રૂપિયા કોર્ટની ફી માં લાગ્યા.

2008-09ની રણજી ટ્રોફીની સિરીઝમાં પોતાના ડેબ્યુ વખતે જ વરૂણને બે ફ્રેક્ચર થયા હતા.વરૂણે આંતરરાષ્ટ્રીય ધોરણે ટેસ્ટ મેચ રમવાની શરૂઆત નવેમ્બર 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે કરી હતી.વરૂણ એરોને 9 ટેસ્ટ મેચમાં 18 વિકેટ લીધી છે, બેસ્ટ બોલીંગ ફીગર 97 રન આપીને ત્રણ વિકેટ છે.

આંતરરાષ્ટ્રીય ધોરણે વનડે રમવાની શરૂઆત ઑક્ટોબર 2011માં ઈંગ્લૅન્ડ સામે કરી હતી.નવ વન-ડે મેચમાં વરૂણે 11 વિકેટ લીધી છે.વનડેમાં અરૂણે 38.09ની બોલિંગ એવરેજ છે અને સર્વશ્રેષ્ઠ સ્પેલ 24 રન આપીને ત્રણ વિકેટ છે.ફસ્ટ-ક્લાસ ક્રિકેટમાં કુલ 63 મેચમાં 167 વિકેટ 32.82ની બોલિંગ એવરેજથી લીધી છે, જેમાં ઈકોનોમી 3.45 અને બેસ્ટ ફીગર 6/32 છે.આઈપીએલમાં રમવાની શરૂઆત 2011માં કરી હતી.

તે વખતે વરૂણ દિલ્હી ડૅરડેવિલ્સ (અત્યારે દિલ્હી કૅપિટલ્સ)ના વતિથી રમતો હતો.સમય જતા વરૂણે દિલ્હી ડેરડેવિલ્સ ઉપરાંત કોલકાતા નાઈટ રાઈડર્સ, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કિંગ્સ ઈલેવન પંજાબ અને હાલ રાજસ્થાન રૉયલ્સની ટીમથી બોલિંગ કરી રહ્યો છે.આઈપીએલમાં 48 મેચમાં 32.38ની એવરેજથી 42 વિકેટ લીધી છે, જેમાં ઈકોનોમી રેટ 8.79 છે. બેસ્ટ બોલિંગ ફિગર 3/16 છે, જે આઈપીએલની 2014ની ટુર્નામેન્ટમાં આ શ્રેષ્ઠ સ્પેલ કર્યો હતો.ટી-20 કૅરિયરમાં કુલ 84 મેચમાં 87 વિકેટ લીધી છે અને બેસ્ટ બોલિંગ 16 રન આપીને 3 વિકેટ છે.

વરૂણ તેની પત્ની રાગિની સિંહ અને ફેમિલી મેમ્બર્સ સાથે જોવા મળી રહ્યો છે.વરૂણ એરોન અને તેની પત્ની રાગિની સિંહ ભારતીય ક્રિકેટર કેએલ રાહુલના ક્લોઝ ફ્રેન્ડ્સ છે.ફોટો UAEનો છે, જેમાં વરૂણ એરોન તેના રાજસ્થાન રૉયલ્સના ટીમમેટ રોબિન ઉથપ્પા, જયદેવ ઉનદકટ, મનન વોહરા અને મયંક મારકન્ડે સાથે એન્જોય કરી રહ્યો છે.આ ફોટો પણ આ UAEનો છે, જેમાં વરૂણ ડેવિડ મિલર સાથે બાર્બેક્યુની મજા માણી રહ્યો છે.ટીમ ઈન્ડિયા વરુણ એરોને રજિસ્ટ્રી ઓફિસમાં રાગિની સાથે લગ્ન કરી લીધા હતા.લગ્નની અરજી આપવાના અઢી રૂપિયા અને કોર્ટ મેરેજની પાંચ રૂપિયા ફી ભરી હતી, રાગિની વરૂણથી 22 દિવસ મોટી છે.કોર્ટ મેરેજ બાદ બંનેએ ક્રિશ્ચિયન વિધિ અનુસાર ચર્ચમાં લગ્ન પણ કર્યા હતા. લગ્ન પછી રાખેલા રિસેપ્સનમાં ઝારખંડના સીએમ, પૂર્વ ડે.સીએમ અને ઘણા સ્ટાર ક્રિકેટર્સ આવ્યા હતા.

રાગિની જમશેદપુરનાં કદમા વિસ્તારમાં રહે છે, બન્નેએ જમશેદપુરની લોયાલા સ્કુલમાં અભ્યાસ કર્યો છે. સ્કૂલની મિત્રતા જ આગળ જતા પ્રેમમાં પરિણમી હતી.વરુણ આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબમાંથી રમી ચુક્યો છે.તે રણજીમાં ઝારખંડની ટીમનો કેપ્ટન રહ્યો છે.આ પહેલા તે કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર સહિતની ટીમ તરફથી પણ રમી ચુક્યો છે.વરુણ એરોન અને સીએમ રઘુવર દાસનો પુત્ર લલિત સાથે સ્કૂલમાં ભણતા હોવાથી સારા મિત્રો છે.ટીમ ઈન્ડિયા વતી રમતા એરોને 9 ટેસ્ટમાં 18 વિકેટ ઝડપી છે, તેના નામે 9 વનડેમાં 11 વિકેટ છે.

Leave a Comment