Breaking News

આ જગ્યાએ આવેલું એક એવું મંદિર રાત થતાંજ ભગવાન બની જાય છે ડોક્ટર નું રૂપ લઇ ને બધા રોગો મટાડે છે

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણા ભારત દેશને મંદિરોના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આપણા ભારતમાં ઘણા મંદિરો અને મસ્જિદો છે, અને દરેક મંદિર અને મસ્જિદની કોઈ ખાસ વાર્તા છે, જે તેને મહત્વનું બનાવે છે.

આપણા દેશમાં એક મંદિર એવું પણ છે, જેમાં ભગવાન ડોક્ટર બને છે.હા, મિત્રો, આજે આપણે એક એવા મંદિર વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જ્યાં રાત પડતાની સાથે જ ભગવાન ડોકટર બની જાય છે. તો ચાલો આપણે જાણીએ કે આ આખા બાબત શું છે

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ભારત દેશ માં આ મંદિર ગ્વલિઅર થી લગભગ ૭૦ કિલોમીટર દુર આવેલું છે.જ્યાં ભગવાન એ ડોક્ટર નું રૂપ લઇ ને ગરીબો ના રોગો મટાડે છે.એવું કહેવામાં આવે છે કે આ મંદિર હનુમાનજી નું છે અને હનુમાનજી ને સંકટમોચન ના નામે પણ ઓળખવામાં આવે છે અને આ મંદિર ના ડોક્ટર ના રૂપ માં હનુમાનજી દર્દીઓ નો ઈલાજ કરે છે.

આ મંદિર માં લોકો દુર દુર થી આવે છે અને તેની બીમારી નો ઈલાજ કરાવે છે.આજ સુધી એકપણ એવો દિવસ નથી ગયો કે જયારે આ મંદિર માં ભીડ ના લાગી હોય.આ મંદિર ખુબજ જુનું હોવાનું માનવામાં આવે છે. મીડિયા ને આપેલી જાણકારી માં લોકો એ જણાવ્યું કે અહી ભગવાન ખુદ આવે છે અને ગરીબ અને આશરા વગર ના લોકો ની સારવાર કરે છે.

લોકો ની માન્યતા અનુસાર એવું કહેવા માં આવે છે કે સાધુ કે જેનું નામ શિક કુમાર હતું,તે ભગવાન ની દિવસ રાત ભક્તિ કરતો હતો અને એવો એકેય સમય ના હતો કે જયારે તે ભગવાન ની ભક્તિ ના કરતો હોય.એને ખબર જ ના પડતી કે એનો દિવસ ક્યારે ગયો અને ક્યારે રાતવીતી ગઈ. તે તેના જીવન નો જરા પણ ખ્યાલ ના રાખતા.પણ એક વાર આ ભગવાન ના સાચા ભક્ત પર કેન્સર જેવી ઘાતક બીમારી એ અસર કરી.કેન્સર ના કરને તેની હાલત દિવસે દિવસે બગડતી જતી હતી.

ઘણા લોકો એ તેને સલાહ આપી કે તે કોઈ સારા ડોક્ટર પાસે જઈ ને ઈલાજ કરાવે. તે ફક્ત એટલુજ કહેતો કે એને કોઈ પણ ડોક્ટર ની જરૂર નથી,તેનો ઈલાજ સ્વયમ ભગવાન કરશે.તે કહેતો કે ભગવાન થી મોટો કોઈ ડોક્ટર નથી.લોકો એવું કહેતા કે એની બીમારી ના કારણે તેની માનસિક હાલત પણ બગડી ગઈ છે.પણ એ કોઈ ન જાણતું કે આની આ વાત સાચી થવાની છે.

લોકો નું કહેવવું છે કે એક દિવસ જયારે શિવકુમાર ભગવાન ની શરણ માં બેઠો હતો,ત્યારે અચાનક ભગવાન ડોક્ટર ના રૂપ માં પ્રગટ થયા.લોકો ના કહ્યા પ્રમાણે એ સમયે ભગવાન ના ગળા માં એક માળા પહેરેલી હતી અને તેઓ દાસ ના એકદમ સામે બેઠેલા હતા.દાસ ભગવાન ને જોઈ ને એકદમ ચોકી ગયા.

ભગવાને દાસ નો કેન્સર નો ઈલાજ કર્યો અને તે ઠીક થઈ ગયો. દાસે સવારે ગામ ના લોકો ને રાતે બનેલી આખી ઘટના કહી,તો બધા લોકો એકદમ સન્ન રહી ગયા.પરંતુ દાસ નું એકદમ સ્વસ્થ શરીર જોઈ ને બધા લોકો ને તેના પર વિશ્વાસ કરવો પડ્યો.તે દિવસ થી એ મંદિર ઘણું પ્રખ્યાત થઈ ગયું.અને લોકો દુર દુર થી મંદિર માં આવવ લાગ્યા.લોકો હવે ડોક્ટર ના રૂપ માં ભગવાન ને પૂજે છે.

દાસ ની કહાની સાંભળી ને બધા લોકો આ મંદિર ને અજુબા માનવા લાગ્યા.તેઓ કહે છે કે આ મંદિર માં ભગવાન ડોક્ટર બને છે એ મોટી અજાયબી જ છે.આ મંદિર માં હનુમાનજી ની એક મોટી મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે.તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ મંદિર માં હનુમાનજી ની મૂર્તિ નૃત્ય મુદ્રા માં રાખવામાં આવેલી છે.આ મંદિર માં બધા લોકો ના દુખ દુર થાય છે અને દિવસ રાત અહી ભીડ લાગેલી રહે છે.

આવુજ એક બીજું મંદિર હનુમાનજીની મહિમાની વાતો તો દરેક વ્યક્તિના મુખ પર જ હોય છે પરંતુ તેમના આ કારને એક ઝલક મેરઠમાં આવેલ હનુમાનજીના એક મંદિરમાં જોવા મળે છે. અહીના લોકો દૂર-દૂરથી પોતાના ઈલાજ માટે આવે છે, તો ચાલો તમને જણાવીએ આ મંદિર નું રહસ્ય.

આ મંદિરનું નામ ત્રિલોકી ધામ હનુમાન મંદિર છે. આ મંદિર મેરઠના જિલ્લામાં ધર્મનગરી દાહર માં આવેલ છે. અહીં માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ આ મંદિરમાં બજરંગબલીનાં દર્શન કરવા માટે આવે છે તેના બધા જ કષ્ટો દૂર થઈ જાય છે.ખાસ કરીને અહીં દર્શન માટે આવતા ભક્તોની તમામ બીમારીઓમાંથી છુટકારો મળી જાય છે. સ્થાનીય લોકો અનુસાર અહીંયા હનુમાનજીની પૂજા કરવાથી કેન્સર કિડનીની સમસ્યા ટીબી જેવા ગંભીર રોગોથી છુટકારો મળે છે. જે લોકોની બાધા-માનતા પૂરી થાય છે તે લોકો બીજી વાર પોતાના પરિવાર સાથે અહીંયા દર્શન કરવા માટે આવે છે.

મંદિરના સંરક્ષક દેશ ભૂષણ સિંહ ના જણાવ્યા અનુસાર મંદિરમાં સાક્ષાત દેવી શક્તિઓનો વાસ રહે છે જે ભક્તોનાં કષ્ટો દૂર કરે છે તથા તેમની બીમારીઓને દૂર ભગાવે છે. તેમના જણાવ્યા અનુસાર અહીંયા ફક્ત કેન્સર જ નહીં પરંતુ એઇડ્સ જેવી ભયાનક તથા જેનો ઇલાજ શક્ય નથી તેવી બીમારીઓ નો પણ અહીંયા ઈલાજ થાય છે. જે ભક્તો પર હનુમાનજીની કૃપા હોય છે તે ખૂબ જ જલ્દી સ્વસ્થ થઈ જાય છે.

મંદિરના પૂજારી ના જણાવ્યા અનુસાર રોગીને રોગ મુક્ત થવા માટે અહીંયા માથું નમવું પડે છે સાથે-સાથે બજરંગ બલી નો સિદ્ધ કરેલ મંત્રનો જપ કરવાનો રહે છે. આ મંત્રનો જપ ૯૦ દિવસ સુધી કરવાનો હોય છે. આ પ્રક્રિયાને મંદિરમાં દર્શન સમયથી ચાલુ કરીને ઘર સુધી કરવાની હોય છે. આવું કરવાથી રોકી ત્રણ મહિનાની અંદર રોગમાંથી સંપૂર્ણ પણે રોગમુક્ત થઈ જાય છે.

મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સિવાય શિવ ભગવાનની પણ મૂર્તિઓ આવેલી છે. તેમના દર્શન કરવાથી વ્યક્તિના જીવનમાં આવતી બધી જ તકલીફો દૂર થઈ જાય છે. આ મંદિરમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી લોકો દર્શન કરવા માટે આવે છે. અહીંયા સૌથી વધારે ભીડ હનુમાન જયંતીના દિવસે જોવા મળે છે. આ સિવાય હોળી દિવાળી અને શિવરાત્રિ ઉપર પણ અહીના લોકોનો ધસારો ખૂબ જ પ્રમાણમાં રહે છે.

આવુજ એક બીજું મંદિર ભારત દેશ માં માતાજી ના કુલ 51 શક્તિ પીઠ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સતીના અંગ જ્યાં જ્યાં પડ્યા હતા ત્યાં ત્યાં શક્તિ પીઠની સ્થાપના કરવામાં આવી પણ બધા શક્તિ પીઠ નું એક મહત્વ છે પરંતુ આજે આપણે આ પોસ્ટ દ્વારા જે શક્તિ પીઠના વિશે વાત કરવા જઈ રહ્યા છે તે ભક્તો માટે એક આસ્થાનું ધામ બની ગયું છે આ શક્તિ પીઠ ઉત્તર પ્રદેશ ના બલરામ પુર જિલ્લામાં છે.

ઉત્તર પ્રદેશમાં સ્થાપિત માતા રાનીનું આ ધામ બલરામ પુર જિલ્લાથી લગભગ 28 કિલો મીટર થી દુર તુલસી પુર માં બનેલું છે એવું કહેવા માં આવે છે કે આ ધામમાં માતાજીનો ખભો અને પટ નો ભાગ પડ્યો હતો જેના કારણે તેને પાટન કહેવા માં આવે છે આ ધામ ને યોગ પીઠ પણ માનવા માં આવે છે.

આ શક્તિ પીઠ માં બિરાજ માન માતા ને માં પાટેસ્વરી ના નામ થી ઓળખવા માં આવે છે આ મંદિર આખી દુનિયા માં ઘણું પ્રખ્યાત છે માતાજી નું આ પવિત્ર સ્થળ નેપાલ ની સીમા ના બિલકુલ નજીક છે આ મંદિર માં લોકો આખી દુનીયા માં થી દર્શન કરવા આવે છે.

માન્યતા પ્રમાણે એવું કહેવા માં આવે છે કે આ મંદિર નો સબંધ માતા સતી ની સાથે સાથે ભગવાન શિવ ગુરુ ગોરખ નાથ અને કર્ણ સાથે છે આ મંદિર ના મહંત નું કહેવું છે કે ચૈત્ર અને શરદીન નવરાત્રી માં માતા ની પીંડી પાસે ચોખા ની ઢગલી કરી ને વિશેષ પૂજા કરવા માં આવે છે પૂજા પુરી થયા પછી ભક્તો માં ચોખા વહેંચવા માં આવે છે રવિવાર ના દિવસે માતાજી ને હલવા નો ભોગ ચડાવવામાં આવે છે અને શનિવાર ના દિવસે લોઠ અને ગોળમાં બનેલી રોટલી વિશેષ ભોગ ચડાવવામાં આવે છે.

માતાજીના આ પવિત્ર સ્થળ વિશે એવું કહેવામાં આવે છે કે આ શક્તિ પીઠનું મહત્વ મહાભારતથી જોડાયેલું છે અહીંયા એક કુંડ છે જ્યાં કર્ણ એ સ્નાન કર્યું હતું અને સૂર્ય દેવતાને પાણી અર્પણ કર્યું હતું એવું કહેવામાં આવે છે કે આ શક્તિ પીઠના કુંડમાં જે પણ શ્રદ્ધાળુ ઓ સ્નાન કરે છે તેમના તમામ પાપ ધોવાઈ જાય છે એટલુંજ નહી પણ લોકો ના દરેક દુઃખો પણ દૂર થઈ જાય છે આ કુંડમાં સ્નાન કરવા માટે શ્રધ્ધાળુઓ દૂર દૂરથી આવે છે આ કુંડ ને સૂર્ય કુંન્ડ કહેવામાં આવે છે.

આ મંદિરમાં માતાજીને પ્રસન્ન રાખવા માટેમાં પાટેસ્વરીના ધામમાં ભક્તિ ગીત અને નૃત્ય કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નૃત્ય કરવા થી માતાજી ખુશ થાય છે અને દરેક મનોકામના પુરી કરે છે માતાજીના ધામમાં દરેક સમયે ખૂબ ભીડ રહેલી હોય છે જ્યારે આ મંદિર માં વધારે ભીડ થાય છે ત્યારે આ વિશેષ પૂજા કરવા માં આવે છે.

શ્રધ્ધાળુ ઓના વચ્ચે માતાજી નું સ્થાન નું મુખ્ય પ્રમુખ ધામ બનેલું છે અહીંયા જે પણ ભક્તો આવે છે તેમના પાપ અને દરેક બીમારીઓ માં થી મુક્તિ મળે છે વિશેષ રૂપ થી આ મંદિરના કુંડમાં સ્નાન કરે કરે છે બધા રોગોથી મુક્તિ મળે છે માતાજીનું ધામ ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં પ્રસિદ્ધ છે.

About bhai bhai

Check Also

શું તમને પણ પૈસાની તંગી સતાવે છે તો આ દિવસે કરીલો આ ખાસ ઉપાય થઈ જશો માલામાલ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ક્યારેક વ્યક્તિ અથાગ મહેનત અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *