આ કરોડપતિ ની વિચિત્ર ઓફર, જે પણ છોકરી એની ગર્લફ્રેન્ડ બનશે એને એ ચાંદ પર ફરવા લઈ જશે…

મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું. તે અબજોપતિએ એલાન કર્યું છે કે જે પણ તેની ગર્લફ્રેન્ડ બનશે તેને ચંદ્ર પર ફરવા લઈ જશે. આ માટે તેણે એક જાહેરાત પણ બહાર પાડી છે.

જેમાં એવું લખ્યું છે કે કોઈપણ છોકરી જે વીસ વર્ષની અથવા તેથી વધુની છે જે તેની ગર્લફ્રેન્ડ બનશે તેને ચંદ્ર પર લઈ જશે. પરંતુ કોણ છે આ માણસ આટલી મોટી જાહેરાત કેમ કરી. તેને તેની ગર્લફ્રેન્ડમાં શું જોઈએ છે. આ વિશે વિગતવાર વાંચો.આ અબજોપતિનું નામ યુસાકુ માઇઝાવા છે. તે જાપાનનો રહેવાસી છે. તેને એક ગર્લફ્રેન્ડની જરૂર છે જેને તે તેની સાથે ચંદ્ર પર લઈ જવા માંગે છે. આ માટે તેઓએ તેમની તમામ સોશિયલ મીડિયા સાઇટ્સ પર જાહેરાત પણ મૂકી છે.

જાહેરાતમાં લખ્યું છે કે 20 કે તેથી વધુ વર્ષની છોકરી જોઈએ જે પોતાની જીવનનો એક એક ક્ષણ મન ભરીને જીવવા માંગે છે. તેને હું ચંદ્ર પર લઈ જઈશ. આ માટે છોકરીઓએ એપ્લિકેશન આપવી પડશે.યુસાકુ માઇઝાવાએ કહ્યું કે હું હવે 44 વર્ષનો છું. જીવન તે જીવવાનું ઇચ્છે છે તે રીતે છે પરંતુ હવે હું એકલતા અનુભવું છું, તેથી મને એક ગર્લફ્રેન્ડ જોઈએ છે.

યુસાકુ માઇઝાવાએ ત્રણ બાળકોનો પિતા છે. તાજેતરમાં જ તેણે જાપાનની અભિનેત્રી આયેમે ગોરકી સાથે બ્રેક અપ કર્યું છે. આ પછી તે હવે બીજી ગર્લફ્રેન્ડની શોધમાં છે. તો યુસાકુએ જાહેરાત વહેંચી અને સોશિયલ મીડિયા પર લખ્યું કે શું તમે ચંદ્ર પર જનાર પ્રથમ મહિલા બનવા માંગો છો.

યુસાકુ માર્ચના અંત સુધીમાં એક છોકરી પસંદગી કરશે. યુસાકુ દરેક છોકરી સાથે જાતે જ વાત કરશે. તેમની સાથે ડેટ પર જશે. આ પછી તે નક્કી કરશે કે કઈ છોકરી તેની ગર્લફ્રેન્ડ બનાવશે અને તેને ચંદ્ર પર લઈ જશે.યુસાકુ માઇઝાવા અગાઉ ઓનલાઈન ફેશન કંપની જોજોની માલિકી ધરાવે છે. જે તેણે ગયા વર્ષે વેચ્યું હતું. યુસાકુ ખર્ચાળ કલાકૃતિઓ ખરીદવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

યુસાકુ 2023 માં ચંદ્રની યાત્રા કરવા વાળો છે. એલન મસ્કના રોકેટ સ્પેસએક્સથી ચંદ્રની મુસાફરી કરનારો પહેલો ગ્રાહક છે. હવે આ પ્રવાસમાં તેઓ મહિલાને પણ પોતાની સાથે લઈ જવા માગે છે.યુસાકુએ વર્ષ 2010માં ટ્વિટર જોઈન કર્યું હતું. અત્યાર સુધી તેના 68 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે. 43 વર્ષીય ઉદ્યોગપતિ તેની ગર્લફ્રેન્ડ સાથેના બ્રેકઅપ બાદ ચર્ચામાં આવ્યા હતા. બ્રેકઅપની જાણકારી તેમણે ટ્વિટર પર આપી હતી અને તે સમયે તેમના 70 હજાર ફોલોઅર્સ વધી ગયા હતા.

ફોર્બ્સના વર્ષ 2020ના રિપોર્ટ પ્રમાણે યુસાકુ મિઝાવા જાપાનના 17મા સૌથી ધનવાન વ્યક્તિ છે.થોડા સમય પહેલાં જાપાનના અબજોપતિ ઉદ્યોગપતિ યુસાકુ મિઝાવા તેમના સ્ટેટમેન્ટને લીધે ચર્ચામાં આવ્યા હતા. તેઓ એક સોશિયલ એક્સપરિમેન્ટ માટે ટ્વિટર પર તેમને ફોલો કરતા લોકોને 64 કરોડ રૂપિયા આપવાના છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

Leave a Comment