Breaking News

આ ખાસ કારણે મહિલાઓને પુરુષોની તુલનામાં વધુ રહે છે હાર્ટએટેક નું જોખમ, જાણો તેની પાછળનું કારણ……….

છાતીમાં દુખાવો અને બેચેનીને હાર્ટ એટેકના સામાન્ય લક્ષણો માનવામાં આવે છે. જોકે, મહિલાઓની વાત કરીએ ચો, આ બીમારીનાં અન્ય લક્ષણો દેખાય છે. જેને હંમેશા સામન્ય બીમારી ગણીને અવગણવામાં આવે છે. જે આગળ જઈને જાનલેવા સાબિત થાય છે. હાલનાં જ એક ડેટામાં સામે આવ્યુ છેકે, દર વર્ષે ત્રણમાંથી એક મહિલાને હાર્ટએટેક આવે છે. મહિલાઓમાં આ ખતરો મોનોપોઝ બાદ શરીરમાં એસ્ટ્રોજેન હોર્મોનની માત્રા ઘટવાને કારણે વધુ વધી જાય છે. એટલા માટે જરૂરી છેકે, તમે જેમ ઘરના અન્ય મેમ્બરના હ્રદયનું ધ્યાન રાખો છો તેમ તમારું પણ રાખો.

પહેલાના સમયમાં અમુક ઉંમર પછી ના લોકોને રદયની બીમારીઓ જોવા મળતી હતી અને હૃદયરોગના હુમલા પણ આવતા હતા પરંતુ પાછલા થોડા વર્ષોમાં નાની ઉંમરમાં પણ આવી બીમારીઓ જોવા મળતી હોય છે. ઘણા લોકોનું માનવું છે કે હાર્ટ અટેક માત્ર પુરૂષોમાં જ જોવા મળે છે મહિલાઓમાં નહીં પરંતુ આપણી જે બદલી રહેલી જિંદગીની વાત કરીએ તો મહિલાઓમાં પણ હાર્ટ એટેક ની સમસ્યા જોવા મળી શકે છે. આજે આપણે મહિલાઓને હાર્ટ એટેક આવવાના કારણો હોઈ શકે તેની વિશે જણાવવાના છીએ

આપણી અસ્ત-વ્યસ્ત જીંદગીના કારણે આજકાલ નાની ઉંમરના લોકોને પણ આવો જોવા મળે છે. હાલમાં જ એક થયેલા અભ્યાસમાં જણાવાયું હતું કે મહિલાઓમાં પણ હૃદય રોગના હુમલાનો ખતરો વધી રહ્યો છે.એક રિપોર્ટ અનુસાર જો પૂરતી નિંદ્રા ન લેવામાં આવે તો મહિલાઓ માટે હાર્ટ એટેક નો ખતરો વધે છે. કારણકે પૂરતી નિંદ્રા ન લેવાને કારણે આર્ટરીઝ બ્લોક થઇ શકે છે જેનાથી રદય માં રોગ થવાની સંભાવના વધી જાય છે.

પીઠ દર્દ અથવા હાથ અને જડબામાં દુખાવાની સાથે ખેંચાય તો તેને હલ્કામાં લેશો નહી.ઉલ્ટી આવે, જીવ ગભરાય અથવા તો ચક્કર આવે તો તે હાર્ટએટેકનાં લક્ષણો હોઈ શકે છે.પેટમાં ખૂબ દુખાવો થાય અને વધારે પરસેવો નીકળે તો તે પણ એક લક્ષણ છે. ખાસ કરીને તમારા શરીરમાંથી પરસેવો નીકળે તો ડોક્ટર પાસે જઈને ચેકઅપ જરૂર કરાવો.જો તમારા શ્વાસ અચાનક ચડવા લાગે અને કોઈ કારણ વગર થાક અને બેચેની અનુભવો તો આ ઈશારો હાર્ટ એટેકનો હોઈ શકે છે.

વધતું વજન ની વાત કરીએ તો આજકાલ દરેક માનવી પોતાના વજનને લઈને ઘણી વખત મુશ્કેલીમાં પડી શકે છે. જો વજન સતત વધતું રહેતું હોય તો આપણ હાર્ટ એટેકનો ખતરો વધારે છે. આથી કાયમ પોતાની જાતને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવી જોઈએ.મહિલાઓએ હલકી માત્રામાં પરંતુ કસરત કરવી જોઈએ. કારણ કે આનાથી શરીરમાં ઈન્સ્યુલિનની માત્રા બરાબર જળવાઈ રહે છે. જેનાથી હૃદય સંબંધિત રોગોથી બચી શકાય છે. એટલું જ નહીં જો નિયમિત પણે આ કસરતો કરવામાં આવે તો હાર્ટ એટેકના ખતરાને પણ ઘણા અંશે ટાળી શકાય છે.

ઘણી મહિલાઓ બ્લડ પ્રેસર પર નજર રાખતી હોતી નથી. આ એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે કારણ કે બ્લડ પ્રેસર ના હિસાબે શરીરને કરવામાં પરેશાની થઇ શકે છે. આથી જો કોઈ સંકેત જણાય તો તરત જ ચેક અપ કરાવી લેવું જોઈએ.આજકાલ મહિલાઓ પણ વર્ક કરતી હોવાથી તેઓને પણ ઓફિસ અને ઘર સંભાળવાની જવાબદારી માથે હોવાથી ઘણી વખત ડિપ્રેશનનો શિકાર થાય છે તો વધુ પડતો સ્ટ્રેસ લઈ લે છે. જે હાર્ટ-અટૅકનું એક મુખ્ય કારણ બની શકે છે. આથી યોગ અથવા જરૂર પડે તો મેડી સ્ટેશન કરીને પણ પોતાને તનાવથી દૂર રાખવાની કોશિશ કરવી જોઈએ.

ઓછી મહેનત અને વધુ અધિકાર સાથે કામ કરતી મહિલાઓની સરખામણીમાં નોકરીમાં કામ કરવાના પ્રકાર પસંદ કરવાની આઝાદી વિના વધુ મહેનત કરતી મહિલાઓમાં હાર્ટ એટેકની સંભાવના વધુ હોય છે.આ અંગે આઈએમએના પ્રેસિડન્ટ અને હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. કે. કે. અગ્રવાલનું કહેવું છે કે, ફાઇટ હોર્મોનના પ્રસરવાથી થતો સ્ટ્રેસ નુકસાનદાયક હોઈ શકે છે, જેનાથી શરીરમાં સોજા અને બ્લડપ્રેસર વધી શકે છે. ડોક્ટર કહે છે કે, કામના સ્ટ્રેસથી કોરનરી આર્ટરીમાં સોજો આવી શકે છે, જેનાથી લોહી ગંઠાય છે, જે હાર્ટએટેકનું કારણ બની શકે છે.

ડો. આર. એન. ટંડનનું કહેવું છે કે, વધુ પડતો સ્ટ્રેસ ધરાવતી નોકરી કરી રહેલી મહિલાઓએ તેમની જીવનશૈલી પર ધ્યાન આપવું જોઈએ. વધુ સ્ટ્રેસ એને કહેવાય છે કે, જ્યારે કામમાં જવાબદારી કે મહેનત વધુ હોય છે, પરંતુ કન્ટ્રોલની આઝાદી ઘણી ઓછી મળે છે. ઓછાં સંસાધનોની સાથે નોકરી કરી બાળકો, પેરેન્ટ્સ કે સંબંધીઓની દેખભાળ કરવી અને ઘર ચલાવવાની જવાબદારી હોવી, તેનાં ઘણાં ઉદાહરણ હોઈ શકે છે. આ સ્થિતિ મહિલાઓ પર હાવી ન થઈ જાય, તેનીથી બચવું ખૂબ જરૂરી છે.

આ સિવાય અમુક વાતો એવી છે જેનું ધ્યાન રાખવું જોઈએ, જેમકે અમુક ઉંમર પછી પોતાના શરીરનું રેગ્યુલર ચેક-અપ કરાવવું જોઈએ. તેમજ પોતાના કોલેસ્ટ્રોલને ધ્યાનમાં રાખવું, પોતાના મગજ પર સ્ટ્રેસ ન લેવો અને હળવી કસરતો કરતા રહેવું. પોતાની જાતને એક્ટિવ રાખવી. અને લો ફેટ ડાયેટ લેવું. જેનાથી ઘણી બીમારીઓથી દૂર રહી શકાય છે.

સાવધાની રાખવાની જરૂરહાર્ટ એટેકથી બચવા માટે તમારે 30ની ઉંમર બાદ રેગ્યુલર ચેકઅપ કરાવવપં જોઈએ. સાથે જ પોતાના વજન ઉપર કંટ્રોલ રાખો. બ્લડ પ્રેશરની નિયમીત તપાસ કરાવો, ખાવા-પીવાનું ખાસ ધ્યાન રાખો અને ખાવામાં ફાઈબર યુક્ત પાંદડાઓના શાકભાજી સિવાય સોયાબીન, ફોતરા વાળી દાળ, રાજમા જેવા પદાર્થો ખાવ જેનાથી શરીરમાં એસ્ટ્રોજેન હોર્મોન બને. ખાવામાં નમક, ખાંડ અને સેચુરેટેડ ફૅટની માત્રા ઓછી રાખો. દરરોજ એક્સરસાઈઝ કરવા માટે જરૂર સમય કાઢો.

લક્ષણ સમજ આવવા પર સૌથી પહેલા એમ્બ્યુલન્સને ફોન કરવો.તમે જે પણ જગ્યાએ અને જે સ્થિતિમાં હોય ત્યાં બેસી જવું. જો તમારી આસપાસ ખુશી અથવા સીટ છે તો તેના પર બેસી જાઓ અને કંઈ પણ ના હોય તો જમીન પર બેસી જવું કારણ કે બેસવાથી રાહત મળે છે. જો તમારા કપડાં ટાઈટ પહેરેલા હોય તો તેને તુરંત જ ઢીલા કરી નાખવા. શર્ટ ના ઉપરના બટન ખોલી નાંખવા.હાર્ટ એટેક મહેસૂસ થવા પર જોર જોરથી ઊંડો શ્વાસ લો અને શ્વાસ લેતા સમયે ગણતરી પણ કરવી. જેટલો ઊંડો અને જલ્દી જલ્દી શ્વાસ તમે લેશો, તમારા ફેફસામાં એટલો જલ્દી ઓક્સિજન મળશે.

300 MG ની એસ્પ્રિન ટેબલેટ ને તુરંત જ લઈ લો. જો કોઈ વ્યક્તિને પહેલો હાર્ટ અટેક આવી ગયેલ હોય અથવા તો તે હાઇબ્લડપ્રેશરના દર્દી હોય તો તેમણે પોતાની સાથે બેથી ત્રણ એસ્પ્રિન ની ટેબલેટ જરૂર રાખવી જોઈએ. જો તમારી પાસે એસ્પ્રિન ટેબલેટ નથી તો પોતાની આસપાસના લોકો પાસેથી તુરંત મદદ માંગી લો

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *