Breaking News

આ ખેડૂતે સની લીયોનીને ઉભી રાખી ખેતર વચ્ચે, જાણો શુ હશે કારણ….

આ ખેડૂતે સની લીયોની ના પોસ્ટર ને ખેતર ના વચ્ચે ઉભું રાખ્યું છે કારણ જાણી ને આપ ના હોશ ઉડી જશે…નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો દુનિયા માં નવા નવા કિસ્સાઓ આવતા હોય છે મિત્રો આવોજ કિસ્સો લઈ ને અમે આવ્યા છે તો ચાલો તેના વિશે વધુ મહતી મેળવીએ મિત્રો આંધ્રપ્રદેશના એક ખેડૂતે પોતાના પાકને ખરાબ નજરથી બચાવા માટે અનોખી સૂઝ અપનાવી છે. ખેડૂતે પોતાના ખેતરમાં બિકની પહેરેલી સની લિયોનીનું એક પોસ્ટર લગાવ્યું છે. આ પોસ્ટર આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખેડૂતનો દાવો છે કે આ પોસ્ટરને લગાવ્યા બાદથી તેમના પાકમાં ઘણો સુધારો આવ્યો છે.

આ કિસ્સો આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાનો છે. અહીં બાંદાકિંદિપલ્લી ગામના ખેડૂત એ.ચેંચુ રેડ્ડીએ આ યુક્તિ અપનાવી છે. તેમણે પાકને બર્બાદ થતો બચાવા માટે બિકિની પહેરેલ સની લિયોનીના બે પોસ્ટર ખેતરના બંને છેડે લગાવ્યા છે. આ પોસ્ટર પર તેલુગુમાં લખેલું છે,મારાથી ઇર્ષા ના કરતાં.પોતાની આ વિચાર અંગે રેડ્ડી કહે છે કે સની લિયોનીને લોકો પ્રેમ કરે છે. એવામાં લોકો પાકને નહીં પરંતુ સની લિયોનીને જુએ છે. આથી મારા પાકને ખરાબ નજરથી બચાવાય છે. તેનો ફાયદો મળી રહ્યો છે. પાક સારો થયો છે.

ગામની પાસે રસ્તાના કિનારા પર રેડ્ડીની 10 એકર જમીન છે. રેડ્ડી અહીં શાકભાજી ઉગાડે છે. કેટલાંય વર્ષોથી તેમનો પાક ખરાબ થઇ રહ્યો હતો. રેડ્ડી કહે છેકે મને લાગે છે કે રસ્તાના છેડે ખેતર હોવાથી દરેક આવતા-જતા લોકોની નજર પાક પર પડે છે. કેટલીક ખરાબ નજરના લીધે જ પાક બર્બાદ થયો છે.

પાકને ખરાબ નજરથી બચાવા માટે રેડ્ડીએ કેટલાંય ટોટકા અજમાવ્યા, પરંતુ ફાયદો થયો નહીં. આ બધાની વચ્ચે તેમના એક મિત્રે સની લિયોનીનું પોસ્ટર લગાવાની સલાહ આપી. રેડ્ડી કહે છે કે તે સની લિયોનીના ફેન નથી પરંતુ મિત્રના મંતવ્ય પર અમલ કર્યો અને રિઝલ્ટથી તેઓ છક થઇ ગયા. રેડ્ડી કહે છે કે હવે દરેક લોકો સની લિયોનીને જોવા માટે આવે છે. મારા પાક પર લોકોની નજર પડતી નથી. હવે મારો પાક સારો થઇ રહ્યો છે.

ખેતરમાં પાકને ખરાબ નજર અન પક્ષી-પ્રાણીઓથી બચાવવા સની લિયોનીના ચાડિયા બાદ હવે સાઉથની મોટી હીરોઇન ગણાતી કાજલ અગ્રવાલ પણ ખેતરમાં ઉભી નજર આવી છે. હાલમાં જ આંધ્રપ્રદેશના નેલ્લૂર જિલ્લાના એક ખેડૂતે ખેતરમાં ખરાબ નસીબથી બચવા સની લિયોનીના કટ આઉટ્સ લગાવ્યા હતા. હવે તેલંગણાના એક ખેડૂતે પોતાના ખેતરમાં કાજલ અગ્રવાલના મોટા કટઆઉટ્સ લગાવ્યા છે.

30 વર્ષના ખેડૂત અનવરે બે એકરના ખેતરમાં પોતાની ફેવરીટ હીરોઈન કાજલ અગ્રવાલનું કટઆઉટ્સ લગાવ્યું છે. આ ખેતરમાં તે શાકભાજી ઉગાવે છે. તેલંગણાના સાંગારેડ્ડી જિલ્લામાં ગોલ્લાપલ્લી ગામમાં અનવર રહે છે. આ વિસ્તાર રાજ્યની રાજધાની હૈદરાબાદથી 120 કિમી દૂર છે.

અનવરે અમારા સહયોગી અખબાર મુંબઈ મિરર સાથે વાત કરતા કહ્યું કે, ‘થોડાક દિવસ પહેલા મે મારા ખેતરમાં કાજલના બે કટઆઉટ્સ લગાવ્યા. જેનો ફાયદો હવે જોઈ શકાય છે. પહેલા ખૂબ મહેનત અને ખર્ચ કરવા છતા પાક સુકાઈ જતો હતો અને નુકસાન થતું હતું પરંતુ હવે એવું નથી થતું.

મારું ખેતર રોડ પર છે જેથી અહીંથી પસાર થતા લોકોની નજર લાગતી હતી. જોકે કાજલના કટઆઉટ મુક્યા બાદ લોકો હવે મારા ખેતરમાં નહીં કાજલના ફોટોને જ જુએ છે. જે લોકો મારા આ આઈડિયાનો મજાક ઉડાવતા હતા તેઓ પણ આ ફોટો પરથી નજર નથી હટાવતા.

અનવરે કહ્યું ‘સૌથી પહેલા મારા પિતાના મનમાં હીરોઈનનો ફોટો મુકવાનો વિચાર આવ્યો. તેમણે મને કહ્યું. હું તો કાજલ અગ્રવાલનો મોટો ફેન છું. એટલે તેનું કટઆઉટ્સ લગાવ્યું.આ પહેલા નેલ્લૂર ખાતે ચેંચૂ રેડ્ડી નામના ખેડૂતે જાન્યુઆરી મહિનામાં સની લિયોનીનું કટઆઉટ્સ મુક્યું ત્યારે આશ્ચર્ય જનક પરિણામ મળવાનો દાવો કર્યો હતો. પરંપરાગત રીતે ખેડૂત પોતાના પાકને ખરાબ નજરથી બચાવવા માટે સુક્કા ઘાસ અને કાળી માટીથી બનેલું પુતળું મુકતા હોય છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *