Breaking News

આ નાનકડો ચમત્કારી ઉપાય બનાવી શકે છે તમને માલામાલ, જાણી લો કેવી રીતે કરશો આ ઉપાય,ચોક્કસ તમે બનશો કરોડપતિ…

જ્યોતિષ અનુસાર ધન પ્રાપ્તિ દેવી લક્ષ્મીની કૃપા હોય તો જ શક્ય બને છે. પરંતુ જો તમે માત્ર લક્ષ્મીને ભજશો તો પણ ધનપ્રાપ્તિ શક્ય નથી. ધન પ્રાપ્તિ માટે લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવી પણ જરૂરી છે. જે ઘરમાં લક્ષ્મી-વિષ્ણુની આરાધના થાય છે ત્યાં જ લક્ષ્મીજી સ્થાયી વાસ કરે છે. કારણ કે જ્યાં લક્ષ્મીજીના સ્વામીનો વાસ નથી હોતો ત્યાં માતા લક્ષ્મી પણ વાસ કરતાં નથી.એવામાં ટોટકાનું નામ સાંભળતા જ કેટલાંક લોકોને ડર લાગવા લાગે છે. તેમને એમ લાગે છે કે દરેક ટોટકામાં કોઈ પશુ-પક્ષીની બલિ આપવામાં આવતી હશે અથવા તો ટોટકામાં કોઈ ક્રૂર કર્મ કરવામાં આવતું હશે. જોકે, આ વાત સાચી નથી. ટોટકા કે ઉપાયમાં નાના-નાના તથા સામાન્ય બાબતો કરવાની હોય છે, જે સારું પરિણામ આપે છે. આજે અમે તમને ધન પ્રાપ્તિના કેટલાંક સામાન્ય ઉપાયો બતાવીશું, જેથી ઘરમાં ધન ભંડાર ભરેલો રહેશે.

ઘરમાં હંમેશના માટે ધન રહે તે માટે આ ઉપાયો અજમાવવા જોઈએ: ઘરની વડીલ મહિલાએ સૂર્યોદય પહેલાં ઉઠીને રોજ તાંબાના લોટમાં જળ ભરીને ઘરના મુખ્ય દ્વાર પર છાંટવું. આમ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે અને ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી.બુધવાર એ લક્ષ્મીજીના આગમનનો દિવસ છે. આ દિવસે કોઈને ધન આપવું નહીં. માલ કે રોકડ ઉધાર આપવી નહીં. આમ કરવાથી ધન આવવામાં અડચણ આવે છે.દર અમાસે લાભ ચોઘડિયામાં લક્ષ્મી પૂજન કરવામાં આવે તો લક્ષ્મી અતિ પ્રસન્ન રહે છે અને અચૂકથી ધન લાભ થાય છે.ગુરુવારના દિવસે જો તમને અચાનક વધુ માત્રામાં ધન પ્રાપ્તિ થાય તો તેમાંથી 15, 30, 45 કે 60 રૂપિયાનું એક કવર બનાવીને મંદિરમાં રાખવું.

આ ઉપરાંત પીળા રંગના વસ્ત્રમાં પાંચ પીળી કોડી અને થોડું કેસર તેમજ એક ચાંદીનો સિક્કો બાંધી તેને શુભ ચોઘડિયામાં તિજોરીમાં મૂકી દેવું. આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં ઘરમાં ધનની આવક વધતી જણાશે અને કરજનો બોજો પણ દૂર થવા લાગશે.ઘરમાં નિયમિત રીતે સાંજે ઈશાન ખૂણામાં દીવો કરવો જોઈએ. આ દીવો રૂથી નહીં પરંતુ નાળાછડીથી કરવો. આ સાથે જે ધનપ્રાપ્તિ માટે સૌથી વધારે ચમત્કારી ઉપાય છે શ્રીયંત્રની પૂજા. શુક્રવારના દિવસે શ્રીયંત્રની પૂજા કરવી. પૂજા કરતાં પહેલા શ્રીયંત્રનો અભિષેક દૂધથી કરવો અને પછી તેની પૂજા કરી અને તિજોરીમાં મૂકી દેવું. અભિષેક અને પૂજા કરેલું જળ ઘરના દરેક રૂમમાં છાંટી દેવું.

દુકાન કે ઘરની બહાર નીકળતા સમયે ક્યારેય ખાલી ખિસ્સા રાખીને ના નીકળવું. જ્યારે પણ ઘર કે દુકાનની બહાર નીકળો ત્યારે થોડા રૂપિયા અચૂકથી રાખવા.જો કોઈને ઉધાર પૈસા ચૂકવવાના હોય તો મંગળવારના દિવસે પૈસા આપવાની શરૂઆત કરવી. આનાથી દેવું કે ઉધારી જલ્દી ઉતરશે.સાવરણી ને લક્ષ્મી માં સાથે જોડીને જોવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો તમે સારા દિવસે અને સારા સમય પર સાવરણી ખરીદો છો તો માં લક્ષ્મી સદાય તમારા ઘરમાં વિરાજમાન થાય છે અને જીવનમાં દરિદ્રતા દુર થાય છે. એટલા માટે સાવરણી ને હંમેશા સારા દિવસે જ ખરીદવી.

નવી સાવરણી ખરીદ્યા બાદ તમે તમારા ઘરમા જૂની સાવરણી વધુ સમય સુધી ના રાખવી અને જૂની સાવરણી તરત જ બહાર કાઢવી જોઈએ. એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જૂની સાવરણી ને ભૂલ થી પણ શુક્રવાર ના દિવસે બહાર ના કાઢવી, કેમકે આ દિવસ માં લક્ષ્મી નો હોઈ છે. સાવરણી ને ફેંકવા માટે સૌથી સારો દિવસ શનિવાર હોઈ છે અને તમે આ દિવસે સાવરણી ને બહાર ફેંકી શકો છો.નવી સાવરણી લાવ્યા બાદ કરવું આ કામજયારે પણ નવી સાવરણી ખરીદી ને લાવો તો પહેલા સાવરણી ઉપર એક સફેદ દોરો બાંધી દેવો. એવું કરવાથી માં લક્ષ્મી ઘરથી ક્યારેય બહાર નહી જાય અને તેની કૃપા હંમેશા તમારા જીવનમાં બની રહેશે.

લક્ષ્મીસૂક્ત નો પાઠ કરવાથી ઘર માં માતા લક્ષ્મી નો વાસ થઇ જાય છે. આ પાઠ બહું જ ચમત્કારી પાઠ માનવામાં આવે છે. તેથી તમે ધનલાભ હેતુ લક્ષ્મીસૂક્ત નો પાઠ કર્યા કરો. રોજ આ પાઠ કરવાથી ઘર માં ધન ની બરકત થશે અને ક્યારેય પણ આર્થિક હાની નહિ થાય. આ પાઠ કરવા હેતુ સૌથી પહેલા માં લક્ષ્મી નો ફોટો અથવા મૂર્તિ ના સામે એક દીપક પ્રગટાવી લો. તેના પછી લાલ રંગના આસન ને બિછાવી લો અને તેના પર બેસી જાઓ. તેના પછી પોતાનું માથું કપડા થી ઢાંકી લો અને આ પાઠ ને વાંચો. આ પાઠ પૂરો થયા પછી માં લક્ષ્મી નું ધ્યાન કરો અને તેનાથી ધનલાભ ની કામના કરો. નિયમિત રૂપ થી આ પાઠ કરવાથી તમને ક્યારેય પણ ધન ની કમી નહિ થાય.

જે ઘર માં સાફ સફાઈ રહે છે ત્યાં પર જ લક્ષ્મી માં નો વાસ માનવામાં આવે છે. સાફ સફાઈ કરવાથી ઘર માં હાજર નકારાત્મક ઉર્જા દુર થઇ જાય છે અને એવું થવાથી ઘર માં માતા લક્ષ્મી સદા માટે વિરાજમાન થઇ જાય છે. તેથી તમે રોજ પોતાના ઘર ની સફાઈ કરો અને અઠવાડિયા માં એક વખત સમુદ્રી મીઠા થી પોતું જરૂર લગાવો. સમુદ્રી મીઠા થી પોતું લગાવવાથી ઘર માં નકારાત્મક ઉર્જા દુર થઇ જાય છે અને આર્થીક સ્થિતિ મજબુત બની જાય છે.

પીપળા ના વૃક્ષ માં લક્ષ્મી નો વાસ હોય છે અને આ વૃક્ષ પર જળ ચઢાવવાથી માં ની કૃપા બની જાય છે. શુક્રવાર ના દિવસે સવારે પીપળા ના વૃક્ષ ની પૂજા કરો. પૂજા કરતા સમયે વૃક્ષ ના મૂળ પર દૂધ અર્પિત કરો અને વૃક્ષ ના પાસે એક દીપક પ્રગટાવી લો. પૂજા પૂરી થયા પછી એક પાંદડું પોતાના સાથે ઘરે લઇ આવો. આ પાંદડા ને માં લક્ષ્મી ની મૂર્તિ ની પાસે રાખી લો અને માં ની પૂજા કરો. પૂજા પછી આ પાંદડું ઉઠાવીને તેને ઘર ની તિજોરી માં રાખી લો. આ ઉપાય કરવાથી તિજોરી માં માતા નો વાસ થઇ જશે અને તિજોરી હમેશા ધન થી ભરાયેલ જ રહેશે.

About bhai bhai

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *