Breaking News

આ નાનકડા દાણામાં રહેલાં તત્વો તમારી 6 સમસ્યાઓને ખતમ કરી દેશે,એક જ વાર કરો ઉપયોગ અને જોવો પરિણામ….

એલચી જોવામાં જેટલી નાની હોય છે ગુણમાં તેટલી જ મોટી હોય છે. એલચી માત્ર તમારા ખાવાનો સ્વાદ જ નથી વધારતી પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે પણ એક સર્વોત્તમ ઔષધ સાબિત થાય છે. મોટાભાગના ભારતીય ઘરની અંદર એલચી જોવા મળે છે. એલચીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. સામાન્ય રીતે એલચીનો ઉપયોગ તમારા ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે દરરોજ સાંજે સૂતી વખતે જો બે એલચી ખાય અને એક ગ્લાસ જેટલું ગરમ પાણી પીવાના કારણે કયા ફાયદા થઈ શકે છે.

રસોડામાં ઉપયોગમાં આવતી એલચી નાનકડી હોય છે પરંતુ તેનાથી ફાયદા ઘણાં મોટા થાય છે. મીઠાઈમાં સ્વાદ અને સુગંધ વધારતી એલચીના અનેક સ્વાસ્થ્ય ફાયદા છે. એટલું જ નહીં પણ તેને એક માઉથ ફ્રેશનર તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. એલચીમાં વિટામિન બી, આર્યન અને રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન જેવા આવશ્યક વિટામિન રહેલા છે. ચાલો જાણી લો નાનકડી એલચીના ઉપાય.

એલચી સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે:આ રીતથી એલચીનો કરો ઉપયોગ:પાચનતંત્ર માટે બેસ્ટ છે એલચી .નાની એલચીનું સેવન કફ, ઉધરસ, શ્વાસની બીમારી, હરસ અને પેસાબ ની અંદર થતી બળતરા જેવી સમસ્યાઓ નો નાશ કરે છે. એલચી નો સ્વાદ અને સુગંધ તમારા મનને પ્રસન્ન કરી દે છે. તે તમારા હૃદયની અંદર અને ગળાની અંદર રહેલા વિકારોને દૂર કરે છે.તેવી જ રીતે નાની એલચી ની જેમ જ મોટી એલચી પણ ગુણકારી હોય છે. તેનું સેવન કરવાના કારણે તમને કમળો, અપચો, છાતીમાં બળતરા, પેટ દર્દ, ઉબકા, એડકી, દમ, પથરી તથા સાંધાના દુખાવાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

પાચનમાં સુધાર:એલચી એક કુદરતી વાયુશમક છે અને તે પાચન સુધારવામાં, પેટના સોજાને ઓછો કરવા, એસિડીટીને દૂર કરવામાં મદદરૂપ થાય છે. આનાથી એસિડિટી અને પેટની ખરાબીના લક્ષણોથી રાહત મળે છે. આ સિવાય આયુર્વેદિક ગ્રંથો અનુસાર, આ પેટમાં થતી બળતરા અને વાયુના ગુણોને ઓછા કરે છે જેનાથી તે ભોજનને સરળતાથી પાચન કરે છે. આ ઉપાય માટે બેથી ત્રણ એલચી, આદુનો નાનો ટુકડો, 2 લવિંગ અને અડધી ચમચી આખા ધાણાના બીજ લો. તેને યોગ્ય રીતે પીસીને ગરમ પાણી સાથે ખાવ.

મોઢાની દુર્ગંધ દૂર કરે છે:જો તમારાં મોંઢામાંથી દુર્ગંધ આવે છે તો એક વખત એલચીનો ઉપાય કરી જુઓ. આમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે, સાથે જ એલચીની સુંગધ અને ગુણ મોંના બેક્ટેરિયા ખતમ કરે છે. આ સિવાય તે પાચનતંત્રમાં સુધાર લાવે છે. દરેક વખતે ભોજન બાદ એલચી ખાવાનો આગ્રહ રાખો. આનાથી પાચનતંત્ર મજબૂત બનશે.એસિડિટીથી છુટકારોએલચીમાં રહેલાં આવશ્યક તત્વ એસિડિટીના ઉપચાર માટે મહત્વનું સાબિત થાય છે. આ મોંઢામાં આવશ્યક લાળ પેદા કરવા માટે પણ એલચી ફાયદાકારક સાબિત થાય છે. નિયમિત રીતે ભોજન બાદ એલચી ચાવવાનો આગ્રહ રાખો. આનાથી એસિડિટીમાં રાહત મળે છે.

શ્વાસની તકલીફમાં:એલચી ફેફસામાં બ્લડ સર્ક્યુલેશન વધારીને શ્વાસ સંબંધિત સમસ્યાઓ જેમ કે, અસ્થમા, ખાંસી અને શરદી વગેરેથી રાહત અપાવે છે. આર્યુવેદમાં એલચી ને એક ગરમ મસાલો ગણાવામાં આવ્યો છે. જે શરીરને અંદરથી ગરમી આપે છે અને કફને બહાર કાઢે છે. તેના માટે એક બે એલચી ચાવી શકો છો.આંખોમાં બળતરાએલચીના દાણા અને સાકરને બરાબર માત્રામાં લઈને પીસી લો. ત્યારબાદ ચાર ગ્રામ જેટલાં ચૂર્ણને એરંડિયાના તેલ સાથે ભેળવી અને તેનું સેવન કરો. આમ કરવાથી તમારા મસ્તિસ્ક અને આંખોને ઠંડક મળે છે અને તમારા આંખોની રોશની તેજ થાય છે.

શરીરને ડિટોક્સિફાઈ કરે છે:એલચીમાં રહેલાં ગુણો શરીરને અંદરથી સાફ કરવામાં મદદ કરે છે. સાથે જ ઈમ્યૂનિટી વધારે છે. એલચી કેન્સર જેવી બીમારીઓથી બચાવે છે. એલચીનો ફાયદો લેવા માટે રોજની ડાયટમાં એલચી ખાઓ અથવા તો રોજ એલચીવાળી ચા પીવો. સેક્સુઅલ પાવર વધારે છેએલચી એક શક્તિશાળી ઉત્તેજક ટોનિક છે. એલચી શરીરને મજબૂત બનાવે છે એટલું જ નહીં યૌન રોગ જેવા શીઘ્ર સ્ખલન અને નપુંસકતા પણ દૂર કરે છે. તેના ફાયદા માટે રોજ એક ગ્લાસ દૂધમાં 2-3 એલચી પીસીને મિક્સ કરીને ઉકાળીને પીવો.

સ્વપ્નદોષમાં:આમળાના રસની અંદર એલચીના દાણા અને ઈસબગુલને બરાબર માત્રામાં ભેળવી લઈ, દરરોજ સવાર-સાંજ એક-એક ચમચી સેવન કરવાથી સ્વપ્નદોષની સમસ્યામાંથી રાહત મળે છે.કફકફની સમસ્યા દૂર કરવા માટે એલચીના દાણા ને સિંધવ નમક, ઘી અને મધ સાથે ભેળવીને પીવાથી કફની સમસ્યામાંથી રાહત મળે છે.

પેશાબમાં થતી બળતરા માટે:એલચી ના દાણાનું ચૂર્ણ બનાવી મધની સાથે ભેળવીને ખાવાથી પેશાબમાં થતી બળતરા માંથી રાહત મળે છે.મોં ના રોગોમાંએલચીના દાણાનું ચૂર્ણ અને શેકેલી ફટકડીના ચૂરણને બરાબર ભેળવી લઈ મોંમાં રાખી અને તેની લાળ પાડતા રહો. ત્યારબાદ સાફ પાણીથી કોગળા કરી લો. દરરોજ ચાર થી પાંચ વખત આ રીતે કરવાથી મોની સમસ્યામાંથી છુટકારો મળે છે.

ઉલ્ટીમાં :એલચીની છાલને બાળી તેની રાખમાં મધ ભેળવીને ચાટવાથી ઉલ્ટીની સમસ્યામાંથી રાહત મળે છે. ચાર ચપટી એલચી ના ચૂર્ણ અને અડધા કપ દાડમના રસમાં ભેળવીને પીવાથી ઉલ્ટીની સમસ્યા દૂર થઈ જાય છે.કોલેરામાં.પાંચથી દસ ટીપાં એલચી નો રસ ઉલટી, ઝાડા અને કોલેરાની સમસ્યામાં લાભકારી હોય છે. 10 ગ્રામ એલચી ને એક કિલો પાણી ની અંદર ઉમેરી તેને બરાબર પકાવી લો, અને જ્યારે માત્ર 250 જેટલું પાણી રહી જાય ત્યારબાદ તેને ઠંડુ કરી લો. ત્યારબાદ આ પાણી ના બે બે ઘૂંટડા થોડી થોડી વખતે પીધા કરો આમ કરવાથી કોલેરા જેવી સમસ્યામાંથી રાહત મળે છે.

નાની એલચી ખાવાના કારણે તમારું વીર્ય ઘાટું થાય છે. રાત્રે સૂતી વખતે બે એલચી ખાઈ અને માથે ગરમ પાણી પીવાના કારણે જે વ્યક્તિનું એકદમ વીર્ય પાતળું હોય તે વ્યક્તિનું વીર્ય ઘટ્ટ થઈ જાય છે, અને વીર્યને લગતા બધા જ વિકારો દૂર થઈ જાય છે. ચહેરા પર થતા ખીલ ને દૂર કરવા માટે પણ આ નુસખો ખૂબ લાભકારી સાબિત થાય છે. આ નુસખાનો ઉપયોગ કરવાના કારણે તમે તમારા ચહેરા પર થતા ખીલને જડમૂળમાંથી દૂર કરી શકો છો, અને સાથે સાથે વાળને લગતા દરેક રોગોમાંથી પણ છુટકારો મેળવી શકો છો.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *