Breaking News

આ નવરાત્રિમાં ભૂલ્યા વગર કરી લો આ ઉપાય, બની જશો માલામાલ,નહીં રહે રૂપિયાનું પણ દેવું….

નવરાત્રીના દિવસોમાં જે પણ સાધક માતાની કૃપા મેળવવા માંગો છો તો આ ચૈત્રી નવરાત્રીમાં આખા નવ દિવસ ભગવતી દુર્ગાના આ સિદ્ધ મંત્રોનો જાપ કરી લો. આ મંત્રોના જાપથી અચાનક ધનની પ્રાપ્તિ, ઈચ્છીત નોકરી, વેપારમાં લાભ સાથે અનેક મનોકામના પૂરી થવા લાગે છે અને માતા મુસીબતોથી રક્ષા પણ કરે છે.17 ઓક્ટોબરથી નવરાત્રિના પવિત્ર પર્વની શરૂઆત થશે. નવ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં માતા દુર્ગાને શક્તિની દેવી તરીકે વર્ણવવામાં આવી છે. તેથી, તેને શક્તિની ઉપાસનાનો તહેવાર કહેવામાં આવે છે. નવરાત્રિમાં નવ દિવસ ઉપવાસ કરવામાં આવે છે.

બ્રહ્મવેવર્તક પુરાણમાં ભગવાન વિષ્ણુ નારદજીને માતા દુર્ગાનો ઉલ્લેખ કરતાં કહે છે, કે માતા દુર્ગાના અનેક નામ છે આદ્યશક્તિ એ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની માયા અને મહામાયા છે. નારાયણી, શિવાની અને વૈષ્ણવી શક્તિ છે. હે નારદ! દુર્ગા એજ સનાતની શક્તિ અને શાશ્ર્વતી શક્તિ છે, એ સર્વ જીવોનું શુભ કરનારી સર્વાણી અને સર્વ મંગલ કરનારી કલ્યાણી છે. જે જીવ, જે ભક્ત આદ્યશક્તિ નારાયણી અંબિકાનું પૂજન અને અર્ચન કરશે તે જીવ અથવા ભક્ત ઉત્તમોત્તમ લોકને અર્થે જશે.

નવરાત્રી એટલે બધી માતાને યાદ કરવાનો શુભ અવસર. જો કે, જે માતાએ જન્મ આપ્યો છે, તેમાં આ સરવેનો વાસ છે. જન્મદાત્રી માતા સુખી અને ચિંતારહિત હશે તો યમુના મહારાણી, દુર્ગા, અંબા કે કાલી રાજી જ છે, તેમાં શંકાને કોઈ સ્થાન જ નથી. તે સનાતન સત્ય છે, અને સદા રહેશે. આ વખતની નવરાત્રિમાં કોરોનાને કારણે લોકો, ખાસ કરીને યુવાવર્ગ રાત્રે ગરબા રમવા બહાર નીકળી નહીં શકે. ત્યારે માતાના નવ સ્વરૂપોનો મહિમા અને તેમની આરાધના તરફ ધ્યાન આપીને કોરોનાની આપદામાંથી સંસારને ઉગારવા પ્રાર્થના કરીએ એ કલ્યાણકારી રહેશે. દેવીના વિવિધ સ્તવન, કવચ, સંસ્કૃત શ્લોક, પ્રાર્થના ગુજરાતી રૂપાંતર સાથે ઉપલબ્ધ છે તે શ્રદ્ધાપૂર્વક વાંચજો.

એવું માનવામાં આવે છે કે જે લોકો નવરાત્રિના વ્રત રાખે છે તેમને દેવી દુર્ગાના આશીર્વાદ મળે છે અને તેમની બધી તકલીફ દૂર થાય છે. માતા રાણી તેની તમામ ઇચ્છા પૂરી કરે છે. માતા રાણી પ્રસન્ન થાય છે અને નવરાત્રિ દરમિયાન અમુક કાર્યો કરીને સુખ અને સમૃદ્ધિનું વરદાન આપે છે.નવરાત્રિએ કરો આ ઉપાયતમારા બધા કાર્યમાં સફળતા મેળવવા અને સંપત્તિ મેળવવા માટે, નવરાત્રિની અષ્ટમીના દિવસે માતા મહાગૌરીને નિશ્ચિતરૂપે કમળનું ફૂલ અર્પણ કરો. લાલ ફૂલ ચડાવવાથી જે માતા પ્રસન્ન થાય છે.નવરાત્રિમાં દરરોજ, દેવીને તાજા ફૂલો ચડાવવા જોઈએ અને પૂજાગૃહની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. જૂના ફૂલોનો કચરો ક્યારેય કચરામાં ન ફેંકવો જોઈએ. નદીમાં અને કૂવામાં આ ફૂલોને વિસર્જીત કરો.

નવરાત્રીના પહેલા દિવસે તમે પોતાના ઘરમાં શુભ મુહૂર્તના સમયે કળશની સ્થાપના જરૂર કરો. અને પોતાના મંદિરમાં માં દુર્ગા, માં લક્ષ્મી અને માં સરસ્વતીની મૂર્તિ અથવા ફોટો લગાવો. ત્યારબાદ તમે માતાના ફોટાની સામે શૃંગારનો સામાન મુકો અને માતાની મૂર્તિ પર ચૂંદડી ઓઢાડો. અને નવ દિવસ સુધી રોજ સવારે ઉઠીને માતાની પૂજા કરો અને નવ દિવસ સુધી દીવો પ્રગટાવો. આ દીવો તમે દિવસમાં બે વાર સવાર અને સાંજના સમયે પ્રગટાવો.

નવરાત્રીના નવ દિવસ સુધી તમે રોજ દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. આ પાઠ કરવાથી તમને માં ની વિશેષ કૃપા મળશે. આ પાઠને કરતા સમયે મંદિરમાં દીવો પ્રગટાવેલો હોવો જરૂરી છે. આ પાઠનો જાપ તમે લાલ રંગના આસન પર બેસીને જ કરો.અષ્ટમી અને શુક્રવારે સાવરણી ખરીદવી અને ઘરે લાવવી જ જોઇએ. આ કરવાથી, દેવી લક્ષ્મી તમારા અને પરિવારના બાકીના સભ્યો પર પ્રસન્ન રહેશે.નવરાત્રિમાં દરરોજ દુર્ગા સપ્તશીનો પાઠ કરવો જોઈએ. દુર્ગા સપ્તશીનો પાઠ કરવાથી તમારી બધા બગડેલા કામ સફળ થશે. દરેક પ્રકારની ઇચ્છા પૂરી કરવા માટે, ગાયને નવરાત્રિમાં રોટલી ખવડાવો. નવરાત્રિના નવ દિવસ સુધી આ કરવાથી નસીબ બદલાય છે.

નવરાત્રિના દિવસે ઘરના ઉત્તર પૂર્વમાં ચોક્કસપણે તુલસીનો છોડ લગાવો. આ ઉપાય કરવાથી માતા રાનીની કૃપા ઘરે રહે છે અને ધનની આવક રહે છે.નવરાત્રી દરમ્યાન પૂજા કરતા સમયે તમે ‘ૐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे’ મંત્રનો જાપ જરૂર કરો. આ મંત્ર અસરદાર છે, અને આ મંત્રને જેટલો વધારે બોલવામાં આવે, એટલો જ લાભ મળે છે.માં ની પૂજા કરતા સમયે જો લાલ વસ્ત્ર પહેરવામાં આવે, તો એ ઘણું શુભ હોય છે. કારણ કે માં ને લાલ રંગ ઘણો પ્રિય છે. વસ્ત્ર સિવાય તમે લાલ રંગનું તિલક પણ જરૂર કરો.

નવરાત્રી દરમ્યાન માં ની પૂજા કરવી અને વ્રત કરવું ત્યારે જ સફળ થાય છે, જયારે તમે કન્યાને જમાડો છો. નવરાત્રીની આઠમ અથવા નોમ(નવમી)ના દિવસે કન્યા પૂજન જરૂર કરાવવામાં આવે છે. અને કન્યાને ભોજનમાં કાળા ચણા, પુરી, હલવો વગેરે વસ્તુઓ ખવડાવવામાં આવે છે. એના સિવાય કન્યાઓને પહેરવા માટે બંગડી પણ આપવામાં આવે છે. કન્યા પૂજન કરવાથી માં ખુશ થઈ જાય છે, અને તમારું નવરાત્રીનું વ્રત અને પૂજા સફળ થઇ જાય છે.

માં ની પૂજા કરતા સમયે તમે એમને તુલસીના પાન ન ચડાવો. કારણ કે તુલસીના પાન માં ને ચડાવવા યોગ્ય નથી માનવામાં આવતું. નવ દિવસ સુધી જો તમે અખંડ દીવો (અખંડ જ્યોતિ) પોતાના પૂજા ઘરમાં પ્રગટાવો છો, તો આ દીવાને શાંત ન થવા દો. અને કન્યા પૂજન વાળા દિવસે આ દીવાથી કન્યાઓની આરતી ઉતારો. નવરાત્રીના નવ દિવસ દરમ્યાન ઘરમાં કાંદા અને લસણનો જરા પણ પ્રયોગ કરવો જોઈએ નહિ.

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *