Breaking News

આ પાનના સેવન કરવાથી માથાના વાળ થી લઇને ત્વચાના રોગોમાં પણ આપે છે રાહત

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, લીમડાનો ઉપયોગ છેલ્લા 3 હજાર વર્ષથી કરવામાં આવે છે અને આયુર્વેદમાં પણ લીમડા વિષે ઘણું બધુ કહેવામા આવ્યું છે અને તેના ગુણ વિષે આયુર્વેદમાં ઘણુ જણાવામાં આવ્યું છે. લીમડાની મદદથી શરીરમાં ઘણા રોગોને મટાડવામાં આવ્યા છે. લીમડાના પાન કડવા હોય છે અને તેની મદદથી ઘણા રોગોને જડથી કાઢી શકે છે.

તમે કડવા લીમડાને જાણતા હશો કે તે આયુર્વેદમાં એક રામબાણ ઈલાજ માંટે વપરાય છે. આજે અમે લઈ આવ્યા છીએ કડવા લીમડાના એવા એવા ફાયદા જે તમે જાણીને દંગ રહી જશો. લીમડો આપણાં સ્વાસ્થ માટે તથા આપણી સ્કીન માટે અને વાળ માટે ખુબજ ગુણકારી છે. તેના કડવા સ્વભાવના કારણે ઘણા લોકો તેને પસંદ નથી કરતાં પણ લીમડો કડવો છે તે માંટે તે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.લીમડાના આ ઉપાય ધ્યાનથી વાંચજો જેથી તેના ઉપયોગ કેવી રીતે કરવો તેની પૂરી માહિતી તમને મળી શકે.

કડવા લીમડાના અને તેના પાનના ફાયદા.લીમડો કડવો હોય છે અને તેના પાન પણ કડવા હોય છે પણ તેના ફાયદા અમૃત જેવા મીઠા હોય છે. આપણાં શરીરમાં પેટ લગતી કોઈ પણ બીમારીમાં લીમડો કારગર સાબિત થાય છે. લીમડાના પાનનો રસ તેની અંદર કાળા મરી અને મધ મિક્સ કરી પીવાથી પેટ સાફ થાય છે. રોજે સવારે લીમડાના પાન ખાવાથી પેટમાંની ઘણી બીમારીઓ દૂર કરે છે.

લીમડાના પાન અને હળદરના પાવડરને સરસોનાં તેલ સાથે મિક્સ કરી પેટ પર લગાવવાથી પેટમાં દુખતું હોય તે મટે છે.શરીરનો કોઈ પણ ભાગ દાજી ગયો હોય તો.શરીરનું કોઈ પણ અંગ અથવા કોઈ પણ જગ્યાએ દાજી ગયેલા હોય તો, લીમડાના પાનને પીસીને બનાવેલા લેપને લગાવવાથી દાજી ગયેલા અંગને રાહત મળે છે. લીમડાની અંદર ઘણા આયુર્વેદિક ગુણો હોય છે તેનાથી હાથમાં થયેલા ફરફોલામાં રાહત મળે છે લીમડાની અંદર રહેલા એંટીસેપ્ટિક ગુણથી વાગેલા ઘા, ફરફોલા અને દાજેલું બળતું હોય તેનાથી આરામ આપે છે. ખીલ અને ઓઇલી સ્કીનની સમસ્યા.

લીમડાના પાનને પાણીમાં ઉકાળો અને તે ઠંડુ થયા બાદ તે પાણીથી મોઢું સાફ કરવાથી સ્કીન પર થતાં ઘણા રોગો મટાડી શકાય છે સ્કીન પર મોટા ભાગે ખીલની સમસ્યા હોય છે તેની માટે રામબાણ ઈલાજ છે લીમડો લીમડાના પાનને ઉકાળી તેનાથી મોઢું સારી રીતે સાફ કરવાથી ખીલની સમસ્યામાં રાહત મળે છે. લીમડાની અંદર એન્ટીબેક્ટિરિયલ તત્વ રહેલું હોય છે, જેનાથી સ્કીન પર થતાં ખીલ અથવા ઓઇલી રહેતી સ્કીન સારી અને મુલાયમ બને છે.

આ સિવાય લીમડાના પાનનો રસ સ્કિનનો રંગ નિખારવામાં ખુબજ ફાયદાકારક છે.દાંત અને કાનની સમસ્યામાં રાહત આપે છે. ઘણા લોકોને કાનનો દુખાવો થતો હોય છે અને અત્યારે દાંતનો દુખાવો પણ સામાન્ય થઈ ગયો છે નાની ઉમરના લોકોને પણ દાંતની સમસ્યા વધારે થતી જાય છે. તેની માટે બેસ્ટ ઈલાજ ઘરે જ મળી શકે છે. લીમડાનું તેલ કાનમાં નાખવાથી કાનમાં થતો દુખાવો મટે છે અને આરામ આપે છે. લીમડાનું દાતણ કરવાથી દાંત મજબૂત બને છે અને દાંતનો દુખાવો થતો હોય તે મટાડે છે.

આ સિવાય પેઢા પણ મજબૂત બનાવે છે. દાંતને લગતી કોઈ પણ બીમારીમાં લીમડાનું દાતણ રામબાણ ઈલાજ મમાનવમાં આવે છે અને વર્ષોથી બનતી ટૂથપેસ્ટમાં લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે.તાવ અને કમળો જડથી કાઢે છે.કમળા માટે લીમડો ઘણો ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદમાં કમળા માટે લીમડો સર્વશ્રેષ્ટ માનવમાં આવે છે કમળાના રોગમાં લીમડાના પાનનો રસ સુઠના પાવડરમાં મિક્સ કરી પીવાથી કમળામાં ફાયદો થાય છે

તથા બીજો ઉપાય છે કે, લીમડાના પાનનો રસ મધમાં મિક્સ કરી પીવાથી ઘણી રાહત કરે છે. આ રસ કાનમાં નાખવાથી કાનના વિકારો પણ દૂર થાય છે. પણ આ ઈલાજ કોઈ અનુભવી પાસે જ કરાવવો.. અને બીજું જો કમળો વધુ હોય તો તરત ડોક્ટર પાસે જવું, નહિ તો કમળા માંથી કમળી થવાનો ભય રહે છે. વાળની સમસ્યાનો ઈલાજ.અત્યારે આ જડપી યુગમાં મહિલાઓને વાળ ખરવાની સમસ્યા વધારે થાય છે.

તેનું મુખ્ય કારણ અત્યાનું ખાન-પાન અને નવી નવી કંપનીઓના શેમ્પૂ તે શેમ્પુમાં ઘણા એવા કેમિકલ હોય છે જેનાથી વાળ ખારવા લાગે છે અથવા વાળને લગતી સમસ્યાઑ ઊભી થાય છે. પછી તે સમસ્યાને કાઢવા બીજી કંપનીનું શેમ્પૂ વાપરે છે પણ તેનાથી કોઈ ફરક પડતો નથી તો ચાલો જાણીએ સૌથી બેસ્ટ ઉપાય જેનાથી વાળને ખરતા અને વાળને મજબૂત બનાવી શકાય છે.

જો વાળ ખરતા હોય તો લીમડાના પાનની પેસ્ટ બનાવી લગાવો જોઈએ જેનાથી વાળને પોષણ મળે છે અને વાળ ખરતા અટકે છે તેમજ આ પેસ્ટ બનાવી લાગવાથી માથામાં થતી જુ અટકે છે લીમડાના જીવાણુનાશક ગુણધર્મ જુ નો નાશ કરે છે. લીમડાના પાનને પાણીમાં ગરમ કરી તેનાથી નાહવાથી ઘણા ફાયદા થાય છે તે સિવાય લીમડાના પાનના સેવનથી શરીરની ગંદકી નીકળે છે. લીમડાના પાન ચાવવાથી લોહીમાં રહેલા ઘણા હાનિકારક તત્વોનો નાશ થાય છે અને લોહીને શુદ્ઘ કરે છે.

ચહેરાથી દાગ-ધબ્બા દૂર રહેશે: લીમડાના પાંદડાં ને પાણીમાં 1-2 કલાક ઉકાળીને ઠંડુ કરી લો અને આ પાણી સાથે ચહેરો ધુઓ. લીમડાના પાંદડાઓના એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો ત્વચાને સાફ કરે છે.લીમડાના પાનને પીસીને પેસ્ટ તૈયાર કરવી. હવે તેમાંથી એક ગોળી બનાવવી.આ ગોળીને મધમાં બોલીને ખાવી. આને ખાધા પછી એક કલાક સુધી કઈ પણ ન ખાવું. આ બધા પ્રકારની એનર્જી – ત્વચાની, કોઈ ભોજનથી થનારી કે અન્ય કોઈ પણ પ્રકારની એનર્જીથી કરતા વધારે ફાયદો આપે છે.

તમે આખી જિંદગી આને લઇ શકો છો. આની કોઈ સાઈડઈફેક્ટસ નથી કારણકે આ પ્રાકૃતિક છે.લીમડાના પાનમાં એન્ટીવાયરલ ગુણ હોય છે, જે વાઈરલ રોગો જેવા કે ચીકન પોક્સ, ફાઉલ પોક્સ સામે લડવામાં વર્ષોથી કારગર છે.દાંતોના રોગો સામે લડવામાં આનો કોઈ જવાબ નથી. ફક્ત ભારતમાં જ નહિ આફ્રિકાના લોકો પણ વર્ષોથી લીમડાના પાનનો ઉપયોગ ટુથપેસ્ટ બનાવવામાં કરે છે.ત્વચા સબંધિત સમસ્યામાં રાહત: લીમડામાં નિમબીડોલ અને ગેડુનિન નામના ઔષધીય સંયોજન હોય છે જે ત્વચાની સમસ્યાઓથી રાહત અપાવે છે. પાંદડાંઓને વાટીને લગાવો.

કેન્સર સામે રક્ષણ: લીમડાના પાંદડાંઓ માં રહેલા ગ્લાયકોપ્રોટીન ટ્યૂમરસેલ્સ નો વિકાસ અટકાવે છે. સવારે લીમડાના પાંદડાઓનું જ્યુસ પીવાથી ફાયદો થાય છે.મચ્છર દૂર રહેશે: નારિયળ ના તેલમાં લીમડાના પાંદડાઓનો રસ મેળવિને શરીર પર લગાવવાથી મચ્છર નજીક આવતા નથી.

લોહીમાં સુગરનું પ્રમાણ નિયંત્રિત કરો: લીમડાના પાંદડાઓ કુદરતી ઇન્સ્યુલિન નિયંત્રક તરીકે કામ કરે છે. લીમડાના કોમળ પાંદડાઓનો રસ સવારે ખાલી પેટે પીવાથી અથવા ચાવવાથી ફાયદો થાય છે.વજન ઘટાડવામાં મદદરૂપ: લીમડાના ફૂલોનો રસ શરીરની ચરબી ઘટાડે છે. થોડાં ફૂલો ને પાણીમાં ઉકાળીને તેમાં એક ચમચી લીંબુનો રસ અને અડઘી ચમચી મધ મેળવીને દરરોજ ખાલી પેટે પીવો.

માથામાં જુ નહી થાય: લીમડાના જીવાણુનાશક ગુણધર્મો જુને મારી નાખે છે. લીમડાના પાંદડાઓને પાણીમાં ઉકાળીને તેનાથી માથું ધુઓ.મોઢાના ચાંદા અને ખીલ દૂર થશે: લીમડાના કોમળ પાંદડાઓ ચાવવાથી રક્ત સાફ થાય છે. જેનાથી મોઢાના ચાંદા, ખીલ, બ્લેક હેડ્સ જેવી સમસ્યાઓ દૂર થાય છે અને ચહેરા પર તેજ આવે છે.

પેટની સમસ્યા: પેટની સમસ્યા (અમીબીયાસીસ) થાય ત્યારે લીમડાનો એન્ટીબેક્ટેરિયલ ગુણ ફાયદાકારક છે લીમડાના પાંદડાં અને હળદરનો પાવડર, સરસવના તેલમાં મિલાવીને પેટ પર લગાવો.મેલેરિયામાં ઉપયોગી: એક કપ લીમડાના ઝાડની છાલના ઉકાળામાં કોથમીર અને સૂંઠનો પાવડર મેળવીને પીવાથી ફાયદો થાય છે.

લીંબડાના પાનનો રસ પીવાથી લોહી સાફ થાય છે. ખરેખર, આ રસ કડવો તો હોય છે પણ તેને આટલો મોટો ફાયદો છે. એટલે તમે ક્લીન બ્લડ માટે આટલું તો કરી જ શકો. ખરું?ગુલાબી ઠંડીમાં લીંબડાના પાનનો રસ પીવાથી શરદી, ઉધરસ નહિ રહે અને શરીરમાં રહેલ બિનજરૂરી બેક્ટેરિયાનો પણ નાશ થશે.

ન્હાતી વેળાએ સહેજ ગરમ પાણીમાં લીમડાના પાંદડા નાખવાથી વર્ષો જુનો ચમડીનો રોગ દુર થશે.ફૂડ પોઈઝનીંગ થવાથી કે રક્તવિહાર ઉત્પન્ન થવાથી લીંબડાના પાનને પીસીને રસ પીવાથી તમારી સમસ્યા દુર થશે. લીંબડાના પાનને પીસીને તેનો લેપ લગાવવાથી ત્વચા ગોરી બનશે.શરીરમાં થતા કાળા દાગને દુર કરવા પણ આ સહાયરૂપ છે. જે લોકોને સાંધાનો દુ:ખાવો રહેતો હોય તેમણે લીંબડાની છાલને ઘસવી.લીમડાના સૂકાયેલ પાંદડાને અનાજ કે ભંડારમાં કે પછી બુક મુકવાના કબાટમાં રાખવાથી કીડાઓ મરી જાય છે. આ એક પ્રાકૃતિક કીટનાશક છે.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *