Breaking News

આ પ્રકારની સ્ત્રીઓ હોય છે માં લક્ષ્મીજીનું સ્વરૂપ, જ્યાં જાય ત્યાં રૂપિયા વરશે છે……..

માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે, જો તમે જીવનમાં આર્થિક રીતે સમૃદ્ધ રહેવા માગો છો, તો તમારી ઉપર માં લક્ષ્મીના આશીર્વાદ હોવા જરૂરી છે. આમ તો માં લક્ષ્મી માત્ર તે લોકોની જ મનોકામનાઓ પૂરી કરે છે. જેની અંદર કાંઈક વિશેષ ટેવો હોય છે, ખાસ કરીને મહિલાઓને આ ટેવો કે એમ કહીએ કે નિયમનું પાલન જરૂર કરવું જોઈએ. જે મહિલાઓ તેને અપનાવે છે તેની ઉપર માં ની કૃપા દ્રષ્ટિ હંમેશા જળવાયેલી રહે છે.

આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્ત્રીઓને માન સન્માન આપીને પૂજવામાં આવે છે. એટલું જ નહીં મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવે છે. અને ગુણવાન સ્ત્રીઓને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે તેમજ અન્નપૂર્ણા પણ કહેવામાં આવે છે. દરેક સ્ત્રીઓ ઘરમાં ખુશીઓ અને સૌભાગ્ય લઇને આવતી હોય છે. પરંતુ દરેક મહિલાઓ ગુણવાન અને સૌભાગ્યવતી હોતી નથી. જેવી રીતે દુનિયામાં ગુણ અને અવગુણ છે એ જ રીતે સ્ત્રીઓમાં પણ ગુણવાન અને અવગુણ સ્ત્રીઓ હોય છે.શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરાયો છે કે જ્યાં નારીની પૂજા થતી હોય ત્યાં હંમેશા દેવતાનો વાસ રહે છે અને લક્ષ્મીની કૃપા બની રહે છે. આ સહિત કયારે આર્થિક સંકટ કે બરકત માં ખામી થતી નથી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જણાવાયું છે કે કઈ મહિલાઓને સૌભાગ્યવતી સ્ત્રીઓ કહેવામાં આવે છે.

મધુર વચન બોલવા વાળી સ્ત્રીઓ હમેશા સૌભાગ્યવતી હોય છે, કારણ કે મીઠુ બોલવા વાળી સ્ત્રીઓ દરેક જોડે પ્રેમ થી વ્યવહાર કરે છે.જે મહિલાઓ ઘરે આવેલ મહેમાન નું આગમન – સ્વાગત કરે છે, તે પણ હંમેશા ભાગ્યશાળી સ્ત્રીઓ હોય છે.સવારે અને સાંજે નિયમિત રીતે ઘરની પૂજા પાઠ કરવા વાળી મહિલાઓ માં લક્ષ્મીને ગમે છે. આ મહિલાઓમાં બીજી મહિલાઓની સરખામણીમાં વધુ પોઝેવીટી જોવા મળે છે. નિયમિત પૂજા અર્ચના કરવાથી તે મહિલાઓનું મન બીજાથી વધુ શુદ્ધ હોય છે.પોતાની સંસ્કૃતી અને પરંપરાઓ ને હંમેશા પાલન કરવા વાળી સ્ત્રીઓ હંમેશા પતી માટે ભાગ્યશાળી હોય છે.

ભગવાન માં વિશ્વાસ રાખનારી, સેવાભાવી, ક્ષમાશીલ, બુદ્ધિમાન, દયાવાન અને કર્તવ્યો નું પાલન કરનારી મહિલાઓમાં લક્ષ્મી નું રુપ જોઈ શકાય છે.મન થી દુંદર સ્ત્રીઓને પણ ભાગ્યશાળી માનવામાં આવે છે, કારણ કે કહેવાય છે કે તનથી વધારે મનની સુંદરતા હોય છે.પ્રતિદિન સ્નાનાદિકાર્ય કરીને સાફ અને સ્વચ્છ વસ્ત્ર પહેરીને રસોઈઘરમાં પ્રવેશવા વાળી સ્ત્રીઓ તેમજ ભગવાનની પુજા અર્ચના કરનારી સ્ત્રીઓ ને પણ સૌભાગ્યવતી માનવામાં આવે છે.ધર્મ અને નીતિ ના માર્ગ પર ચાલીને દરેક ને પ્રેરણા આપનારી અને પતિવ્રતા સ્ત્રીને પણ સૌભાગ્ય વતી માનવામાં આવે છે.

શુક્રવારના દિવસે માં લક્ષ્મીના નામનું વ્રત રાખવા વાળી મહિલાઓ ઉપર માતા રાનીના આશીર્વાદ હંમેશા જળવાયેલા રહે છે. આ મહિલાઓ માત્ર માં માટે પોતાની ભૂખનો ત્યાગ કરે છે. તેનું એ બલીદાન જોઈ માં પ્રસન્ન થાય છે.ઘરની બાળ કન્યાઓને લાડ પ્રેમથી રાખતી મહિલાઓ ઉપર પણ માં લક્ષ્મી ખુશ રહે છે. કહે છે બાળ કન્યાઓ સ્વયં માં લક્ષ્મીનું જ રૂપ હોય છે. તેવામાં જો મહિલાઓ ઘરની નાની બાળકીઓને પ્રેમથી રાખે છે અને તેને બોજ નથી સમજતી તો માં પ્રસન્ન થઇ જાય છે.

શુક્રવારે માં ના નામનો દીવડો પ્રગટાવવાથી પણ માં ને ખુશી મળે છે. એટલા માટે જે મહિલાઓ એવું કરે છે, તેને માં નો મહિમા જોવાની તક પ્રાપ્ત થાય છે, તે તેમની મનોકામના જરૂર પૂરી કરે છે.જે મહિલાઓ શુક્રવારના દિવસે ઘરમાં ન તો નોનવેજ ખાય આથવા તો બનાવતા નથી, તેને પણ લક્ષ્મીજીના આશીર્વાદ વધુ મળે છે. શુક્રવારનો દિવસે માં લક્ષ્મીનો દિવસ રહે છે, આ દિવસ તમામના ઘરમાં માંસ મચ્છી અને ઈંડાનું સેવન કરવાથી દુર રહેવું જોઈએ. જો તમે તે ખાવ છો તો માં તમારા ઘરમાં નહિ આવે.

શુક્રવારના દિવસે દાન ધર્મ કરવું પણ શુભ માનવામાં આવે છે. એમ કરવાવાળી મહિલાઓ ઉપર માં લક્ષ્મી પોતાની કૃપા વરસાવતી રહે છે, આ દાન ધન, અન્ન, પૈસા કે કપડા સહીત કોઈ પણ વસ્તુનું હોઈ શકે છે. મોટા વડીલોનું સન્માન કરવા વાળી મહિલાઓ પણ માં લક્ષ્મીને ઘણા ગમે છે. તેનું આચરણ જોઈ માં તેની ઉપર પ્રસન્ન થાય છે કે તેણે સારું સૌભાગ્ય કર્મના રૂપમાં આપે છે.

ઘરના તમામ સભ્યોની સંભાળ રાખવા વાળી અને ઘરની પ્રગતીનો રસ્તો દેખાડવા વાળી મહિલાઓ પણ માં લક્ષ્મીને ગમે છે. એવી જગ્યાએ માં ધનની ખામી નથી થવા દેતી. કુટુંબને સાથે બાંધીને રાખવા વાળી મહિલાઓ પણ માંને ખુબ ગમે છે, જો કોઈ મહિલા કુટુંબમાં તડા પાડે છે, તો માં તેની ઉપર પોતાની કૃપા નથી વરસાવતી. માં ને શૃંગાર કરવા વાળી અને તેનું ચંદનથી ટીલું લગાવીને પૂજા પાઠ કરવા વાળી મહિલાઓથી પણ લક્ષ્મીજી ખુશ રહે છે.

About bhai bhai

Check Also

જીવનમાં ક્યારેય ધનની કમી નહી થાય સવારે ઉઠતાની સાથે કરો આ કામ થશે ધનનો વરસાદ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આર્થિક સંપન્ન હોવાથી જીવન જીવવું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *