Breaking News

આ રીતે ઘરેજ બનાવિલો સરગવાની આ ખાસ ડ્રીંક મોટાભાગની બીમારીઓ થશે દૂર.

સરગવો. સામાન્ય રીતે તે ભારત દેશના મોટાભાગના વિસ્તારો ની અંદર થાય છે. તેની છાલ અને લાકડું એકદમ કોમળ હોય છે, અને આ ઝાડ ઉપર લાંબા લાંબા સિંગો ના આકારના ફળ થાય છે. જેને આપણે સરગવાની સિંગો પણ કહીએ છીએ. આ સિંગો મોટાભાગના લોકો પોતાના ખાવામાં ઉપયોગ કરતા હોય છે. તેના દ્વારા તમે કઢી, શાક અને અન્ય વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકો છો.શાકભાજી અને સંભારમાં તમે સરગવાનો સ્વાદ ચાખ્યો હશે.

સરગવો સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.લોકો તેનું શાક ઘણા ઉત્સાહથી ખાય છે.તે ખુબ જ પૌષ્ટિક છે. સરગવામાં વિટામિન સી નારંગી કરતાં સાત ગણી વધારે જોવા મળે છે, વિટામિન એ ગાજરથી ચાર ગણું જોવા મળે છે,કેલ્શિયમ દૂધથી ચાર ગણું,પોટેશિયમ કેળા કરતા ત્રણ ગણું,અને પ્રોટીન દહીં કરતાં ત્રણ ગણું વધારે જોવા મળે છે.તેના બીજ સિવાય લીલા અને સુકા પાંદડામા પણકાર્બોહાઇડ્રેટ,પ્રોટીન,કેલ્શિયમ,પોટેશિયમ,આયર્ન,મેગ્નેશિયમ, વિટામિન એ,સી અને બી પુષ્કળ માત્રામાં જોવા મળે છે. સરગવાનુ સેવન કરવાથી ઘણા રોગો વધતા અટકાવી શકાય છે.

તેના વનસ્પતિનું નામ ‘મોરીગા ઓલિફેરા’ છે.તે સહજણા,સુજના,સેંજન અને મુનગા નામોથી પણ જાણીતું છે.તેના ફાયદા જાણોસરગવાના શીંગોની શાકભાજી ખાવાથી પહેલાના ગાઢા,સાંધાનો દુખાવો અને સંધિવાનાં રોગોમાં ફાયદો થાય છે. તે સાયટિકા જેવા રોગોમાં પણ ફાયદાકારક છે.જે લોકો સાંધાના દુખાવાથી પરેશાન છે,તેઓએ સરગવાની શાકભાજી ચોક્કસપણે ખાવી જોઈએ.

સરગવો ડીટોક્સીફીકેશન માટે પણ અત્યંત ઉપયોગી છે. ફ્રી રેડીકલ્સ એટલે કે શરીરમાં ફરતા નકામા કચરાને તે બાંધે છે અને શરીરમાંથી દુર કરે છે. આથી ત્વચા અને વાળને થતું નુકસાન પણ અટકે છે. ટીબીના દર્દીઓ, રુમેટોઈડ આર્થરાઈટીસના દર્દીઓ, કોઈ પણ જાતની માંદગીમાંથી ઉભા થયા હોય તેવા લોકો માટે પણ આ જ્યૂસ અમૃત સાબીત થઈ શકે છે.

આયુર્વેદમાં ‘સરગવા’ને ‘શોભાંજન’ કહે છે. શોભાંજન શબ્દનો અર્થ થાય શોભાને વ્યક્ત કરનાર. સરગવાનાં પુષ્પિત વૃક્ષો એકવાર જેમણે જોયાં હશે તે તેની શોભાનાં જરૂર વખાણ કરશે. સફેદ-રાતી છાંય લેતાં ફૂલો, મોટી લટકતી શિંગો અને અતિભક્ત થયેલાં એનાં પલ્લવો-આ બધાને લઈને આ વૃક્ષો શોભામાં વૃદ્ધિ કરનાર છે. આ વખતે તેના ઔષધીય ગુણકર્મો અને ઉપયોગો વિશે નિરૂપણ કરું છું.

સરગવા ને ડ્રમસ્ટિક ના નામ થી પણ ઓળખવા માં આવે છે અને એની અંદર ઘણા ઔષધીય ગુણ જોવા મળે છે. સરગવા ની અંદર કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, મેગ્નેશિયમ, આયરન અને ઝીંક ભરપૂર માત્રામાં હોય છે. આટલું જ નહીં આ શાક વિટામીન એ, કે, બીટા-કેરોટિન, વિટામીન બી, વિટામીન સી, વિટામિન ડી અને એ થી પણ ભરપૂર હોય છે. આને ખાવા થી પુરુષો ના આંતરિક રોગ નથી થતા. તો આવો જાણીએ કે એને ખાવા થી કયા રોગ થી છુટકારો મળે છે.

આશરે 15થી 30 ફૂટ ઊંચાં સરગવાનાં વૃક્ષો ભારતમાં સર્વત્ર થાય છે. ફૂલોના રંગ પરથી એની સફેદ, કાળી અને લાલ એમ ત્રણ જાત જોવા મળે છે. ઉપરાંત કડવો અને મીઠો એમ બે જાતનો સરગવો પણ પ્રસિદ્ધ છે. ગુણોની દૃષ્ટિએ લગભગ બધી જ જાત સરખી છે.આયુર્વેદ પ્રમાણે સરગવો સ્વાદમાં તીખો અને કડવો, ગરમ, રુચિકર્તા, પચવામાં હળવો, જઠરાગ્નિવર્ધક, પાચક, મળને સરકાવનાર, હૃદય માટે હિતકર, પિત્તવર્ધક છે. તે કફ, વાયુ આમ, કૃમિ, ખંજવાળ, સોજો, બરોળ, કોઢ, ક્ષય, મેદોરોગ અને નેત્રરોગોનો નાશ કરનાર છે. તેની શિંગો તૂરી, મધુર, જઠરાગ્નિવર્ધક તથા કફ, પિત્ત, શૂળ, શ્વાસ, તાવ અને કોઢનો નાશ કરનાર છે.

રાસાયણિક દૃષ્ટિએ સરગવાનાં મૂળની છાલમાં એક ‘મોરિંગિન’નામનું ક્ષારીય તત્ત્વ તથા મૂળમાં ‘ટેરિગોર્સ્પિમન’ નામનું એન્ટિબાયોટિક તત્વ રહેલું છે. આ એન્ટિબાયોટિક તત્ત્વ અનેક જીવાણુઓની વૃદ્ધિને અટકાવવામાં ઘણું મહત્ત્વનું છે. સરગવાનાં પાનના રસમાં પણ જીવાણુનાશક શક્તિ રહેલી છે. સરગવો ખાવાથી પ્રસુતિ વખતે થતા દુઃખાવામાં આરામ મળે છે. પ્રેગનેન્સી દરમિયાન સરગવો ખાવાથી લોહીની ઉણપ નથી સર્જાતી. સગર્ભાવસ્થામાં ઉબકા, મોર્નિંગ સીકનેસ અને પ્રસવમાં થતી મુશ્કેલીઓ સરગવા ખાઈને ઓછી કરી શકાય છે.

પેટને લગતી બીમારીઓ માટે પણ સરગવો ખુબ ફાયદાકારક છે.તે લીવરને મજબૂત બનાવે છે અને પેટમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. તેને લેવાથી પાચનશક્તિ સારી રહે છે.સરગવાનુ શાક ખાવાથી કફની સમસ્યા પણ દૂર થાય છે.જો ઉધરસ લાંબા સમયથી હોય,તો સરગવાની છાલના રસમાં મધ મેળવીને પીવાથી ફાયદો થાય છે. સરગવાના પાનનો ઉકાળો પીવાથી ખાંસી પણ જલ્દી મટે છે.

સરગવાનુ શાક ખાવાથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે.જે લોકોને કબજિયાત અને ગેસની સમસ્યા રહેતી હોય, તે લોકોએ સરગવાનું શાક જરૂર ખાવું જોઈએ.તેની અસર તરત જ દેખાશે.સરગવાનું શાક નિયમિત ખાવાથી બ્લડ-પ્રેશર નિયંત્રણમા રહે છે.જેમને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા છે,તેઓએ સરગવાનું શાક ચોક્કસ ખાવું જોઈએ.તેના નિયમિત ઉપયોગથી વજન પણ ઓછું થાય છે.જેઓ ઝડપથી વજન ઓછું કરવા માંગે છે,તેઓએ સરગવાના પાનનો રસ સવાર-સાંજ પાણીમાં પીવો જોઈએ.સરગવાના સેવનથી બોડી વેઇનને લગતી સમસ્યા જેમ કે, મેમરી લોસ, ખાલી ચડી જવી, સ્ટ્રેસ કે ફ્રસ્ટ્રેશન જેવી માનસીક બીમારીઓમાં પણ રાહત મળે છે. જાતજાતનાં બેક્ટેરીયલ અને વાઈરલ ઈન્ફેક્શન સામે સરગવો રક્ષણ આપે છે. જેના કારણે ડેન્ગ્યું, મેલેરિયા અને સ્વાઈન ફ્લુ જેવા રોગોથી બચી શકાય છે.

તમે સરગવાની શીંગનું જ્યુસ કે સરગવાના ઝાડનાં પાનનું જ્યુસ બનાવીને પી શકો છો. તમે લીમડાનું જ્યૂસ જે રીતે કાઢો છો તે રીતે સરગવાના પાનનું જ્યુસ કાઢી શકો છો.સરગવાની શીંગને તમારે બાફી દેવાની હોય છે. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી તેનું જ્યૂસ કાઢવાનું હોય છે. આ મિશ્રણને ગાળીને તેમાં જરૂર મુજબ મીઠુ કે મરી ઉમેરી પી શકો છો.
આ જ્યુસ તમને પીવામાં પણ ઘણું ટેસ્ટી લાગશે. સાથે સાથે સાંધાના દુ:ખાવાની સમસ્યા ઉપરાંત તમારી મોટાભાગની બિમારીઓ પણ દૂર કરશે.

સરગવો આંખનું તેજ વધારે છે, હાડકાંને મજબુત બનાવે છે. અને ડાયાબીટીસના દર્દીઓ માટે પણ એ અત્યંત ફાયદાકારક છે. વજન ઘટાડવા અને નિયંત્રણમાં રાખવા માટે પણ સરગવો ખુબ જ ઉપયોગી છે. તેનાં સેવનથી શરીરનું મેટાબોલીઝમ સુધરે છે, પાચનક્રીયા સુધરે છે અને ચરબી બળવાની શરુ થાય છે.સરગવો કેન્સરના દર્દીઓ માટે અત્યંત ઉપયોગી સાબીત થાય છે. કારણ કે કેન્સરમાં કેમોથેરપી દ્વારા જે સાઈડ ઈફેક્ટ્સ વ્યક્તીને નડે છે એ સાઈડ ઈફેક્ટમાં સરગવાથી ઘણો ફાયદો થાય સરગવા ખાવા થી ઇરેક્ટાઇલ ડિસફંક્શન ની સમસ્યા ઉત્પન્ન નથી થતી. સરગવા ના બીજ અને પાંદડા ની અંદર જોવા મળવા વાળા તત્વ ઇરેક્ટાઇલ ડિસફંક્શન ને ઓછું કરવા નું કામ કરે છે. એટલા માટે જે લોકો ને પણ આ સમસ્યા હોય એ પોતાના ડાયટ માં આ શાક નો સમાવેશ જરૂર કરો.

સરગવો ખાવાથી હાડકા અને દાંત મજબૂત બને છે અને જાતીય શક્તિ વધે છે.સરગવાના પાનનો ઉકાળો હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે.ઉકાળો ચક્કર અને ઉલટીથી પણ બચાવે છે. સરગવાના પાન અને સરસવના તેલને ગરમ કરીને લગાવવાથી મચકોડાનો દુખાવો મટે છે.સાંધાના દુખાવામાં પણ તે ફાયદાકારક છે.સરગવાના પાનને ઉકાળીને પીવાથી આંખની તકલીફો દૂર થાય છે. સરગવાના પાંદડા ચાવવાથી પાયરિયામાં ફાયદો થાય છે.દાંતના કીડા અને મોમાંના અલ્સરની સમસ્યા પણ દૂર થાય છે.

કેલ્શિયમની વિપુલતાના કારણે,સરગવાના બીજ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે.આ ખાસ કરીને બાળકો માટે ફાયદાકારક છે.જો કોઈ સગર્ભા સ્ત્રી તેનું સેવન કરે છે,તો બાળક સ્વસ્થ જન્મે છે.આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસથી ભરપૂર સરગવાની શીંગો શરીરને સ્વસ્થ રાખે છે.ફોસ્ફરસ વધુ કેલરી અને ચરબી ઘટાડવાનું કામ કરે છે, તેથી તે શરીરનું જાડાપણું પણ દૂર કરવામાં મદદ કરે છે.સરગવાની શીંગોમાં વિટામીન એ નુ પ્રમાણ વધુ જોવા મળે છે.તે ચહેરો ચમકતો રાખે છે.તે ખીલને પણ રોકે છે. સરગવાની શીંગો તૈલી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે.

સરગવો ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે.આ રોગમાં, તે એન્ટિ- ઓક્સિડેન્ટ્સ તરીકે કાર્ય કરે છે. સરગવાના પાનમાં એક-એક ચમચી મધ અને નારિયળનું પાણી મિક્સ કરીને પીવાથી પાચનશક્તિમાં વધારો થાય છે. તે કોલેરા, મરડો, કમળો અને કોલાઇટિસને પણ મટાડે છે.સરગવાના બીજને ઘસીને સૂંઘવાથી માથાનો દુખાવો દૂર થાય છે સરગવાના પાનની પેસ્ટ બનાવીને માથા પર લાગવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

સરગવો વિટામિન સી થી ભરેલો છે.તેના સેવનથી શરદી-ઉધરસમાં રાહત મળે છે. સરગવો જાતીય વૃદ્ધિ કરનાર છે. સરગવાના બીજના સેવનથી વીર્યની સંખ્યા વધે છે અને વીર્ય ઘાટું થાય છે અને તેની ગુણવત્તા પણ વધે છે. તે મહિલાઓના માસિક સ્રાવ અને ગર્ભાશયની સમસ્યાને પણ ઠીક કરે છે. ડિલિવરી સમયે ખૂબ પીડા થતી નથી અને બાળક પણ સ્વસ્થ રહે છે.

સરગવો દમના રોગીઓ માટે આશીર્વાદસમાન છે. દમના રોગીઓ અને જેમને કફ પુષ્કળ પડતો હોય તેમણે સરગવાની છાલનો ઉકાળો રોજ પીવો જોઈએ. બે ચમચી જેટલા છાલના ભુક્કાનો ઉકાળો કરીને સવાર-સાંજ પીવાથી કફ જલદી છૂટે છે. મળ-મૂત્ર પણ સાફ આવે છે અને દમમાં ઘણી રાહત થાય છે. હૃદયના રોગોને લીધે જો લીવર વધી ગયું હોય તો, એ સમયે પણ સરગવાના ઉપયોગથી હૃદય-લીવર બંનેને ફાયદો થાય છે. હૃદયના પડના સોજા (પેરિકાર્ડાઈટીસ)માં પણ સરગવો ઉત્તમ પરિણામ આપે છે.

કાનમાં દુખાવો થતો હોય, ચસકા આવતા હોય તો સરગવાનાં મૂળનો ઘસારો કરી કાનમાં તેનાં ટીપાં પાડવાથી અથવા સરગવાનાં પાનના રસમાં થોડું સિંધાલૂણ મેળવી એનાં ટીપાં મૂકવાથી સારો ફાયદો થાય છે. ઉપર જણાવ્યું તેમ સરગવાનાં મૂળ અને પાનમાં જીવાણુનાશક તત્ત્વ રહેલું છે. એટલે કાન પાકતો હોય તો તેમાં પણ સરગવાનો ઉપયોગ કરી શકાય છે..

લીવરની જેમ બરોળ-સ્પ્લિન વધી ગઈ હોય તો તેમાં પણ સરગવો બીજાં ઔષધોની સાથે આપી શકાય છે. શરદી, કફ, સળેખમ, દમ વગેરેમાં સરગવાનાં મૂળનો ઉકાળો પીવાથી અને તેના ઘસારાનાં ટીપાં નાકમાં મૂકવાથી ઘટે છે. નાકમાં ટીપાં મૂકવાથી માથાનો દુખાવો, આધાશીશી વગેરે પણ મટે છે.

સરગવો એ આપણું ઉત્તમ વૃક્ષ છે. એનો વિસ્તાર કરવા જેવો છે. દરેક વાડામાં, બાગબગીચાઓમાં, હોસ્પિટલોમાં સરગવાનાં વૃક્ષોને ઉછેરવાં જોઈએ.સરગવાના પાન નું સિંધવ નમક સાથે સેવન કરવામાં આવે તો તેના કારણે પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ ઉપરાંત સરગવાના પાનના એક ચમચી રસ ની અંદર એક ચમચી જેટલું મધ અને નારિયળ પાણી ભેળવી પીવામાં આવે તો તેના કારણે પેટના બધા જ પ્રકારના વિકારો દૂર થાય છે.

ગેસ્ટ્રિક દર્દીઓએ તેનું સેવન ન કરવું જોઈએ.બળતરામાં વધારો થવાથી મુશ્કેલી ઉભી થશે.માસિક સ્રાવ દરમિયાન સરગવો ન લો.તે પિત્ત વધારે છે.તમે ગર્ભાવસ્થા દરમિયાન શીંગો લઈ શકો છો,પરંતુ પાંદડા,ફૂલો અને અન્ય વસ્તુઓ ન લો.ગર્ભાશયને નુકસાન થઈ શકે છે.રક્તસ્રાવ સમયે સરગવો ન લો.રક્તસ્ત્રાવ વધી શકે છે. ડિલિવરી પછી તરત જ સરગવો ના ખાવો જોઈએ.થોડા અઠવાડિયા તેનો ઉપયોગ કરી શકો છો.

About bhai bhai

Check Also

આ એક વસ્તુનું સેવન કરવાથી ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓમા આપે છે રાહત આ રીતે કરો સેવન

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, લોકો સ્વાસ્થ્યને આરોગ્યપ્રદ રાખવા માટે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *