Breaking News

આ રીતે જાણી શકો છો તમે પેહરેલો રુદ્રાક્ષ અસલી છે કે નકલી……

રુદ્રાક્ષ ભગવાન શિવનો અંશ મનાય છે. અને તેને ધારણ કરવાથી જીવનમાં રહેલી પીડાઓ દૂર થઈ જાય છે. આપણા શાસ્ત્રોમાં રુદ્રાક્ષ વિષે કહ્યું છે કે, રુદ્રાક્ષના વૃક્ષની ઉત્પતિ ભગવાન શિવના આંસુડાથી થઈ હતી. જ્યારે ભગવાન શંકરના આંસુઓ ધરતી પર પડ્યા ત્યારે તેનાથી એક ઝાડ ઉત્પન્ન થયું જે રુદ્રાક્ષના નામે ઓળખાયું.રુદ્રાક્ષની ઓળખાણ માટે રુદ્રાક્ષ અને થોડા કલાકો સુધી પાણીમાં ઉકાળો. જો રુદ્રાક્ષ નો રંગ ના નીકળે અથવા તો કોઈ પણ પ્રકારની અસર ના થાય તો તે અસલી હશે. તેમના સિવાય તમે રૂદ્રાક્ષને પાણીમાં નાખો જો જે ડૂબી જાય તો તે અસલી નહીં પરંતુ નકલી હશે.રુદ્રાક્ષ સરસો ના તેલ માં નાખવા ઉપર રુદ્રાક્ષ પોતાના રંગ થી ઘાટા રંગનો દેખાશે તો સમજવાનું કે તે એકદમ અસલી છે.

ઘાટા રંગના રુદ્રાક્ષ ને સારો માનવામાં આવે છે હળવા રંગના રુદ્રાક્ષ ને નહીં. તો સાચા મા રુદ્રાક્ષ ના છાલા ઉતાર્યા પછી તેના ઉપર રંગ ચઢાવવામાં આવે છે. બજારમાં મળી રહેતા રુદ્રાક્ષની માળા ને રંગ કર્યા પછી પીળા રંગથી રંગવામાં આવે છે. રંગ ઓછો થવા પર ક્યારેક-ક્યારેક હળવો રંગ રહી જાય છે. કાળા અને ઘાટા ભૂરા રંગના જોવા મળતા જ રુદ્રાક્ષ પહેલા વપરાશ કરેલા હોય છે. આવું રુદ્રાક્ષ ના તેલ અને પરસેવો ના સંપર્ક ઉપર આવવાથી થઈ જાય છે.રુદ્રાક્ષ ની ઓળખાણ માટે તેને સોયા થી ખોતરવું જો તેમાંથી રેસા નીકળે તો તે અસલી હશે અને ના નીકળે તો તે નકલી હશે.

નકલી રુદ્રાક્ષ ની ઉપર ઉપસેલી સપાટી જો એક સરખી હશે તો તે નકલી હશે.અસલી રુદ્રાક્ષ ની ઉપર ની સપાટી ક્યારેય એક સરખી નથી હોતી.જેવી રીતે એક મનુષ્ય ની ફિંગરપ્રિન્ટ સરખી નથી હોતી તેમ રુદ્રાક્ષ ની સપાટી પણ એક સરખી નથી હોતી. હા, નકલી રુદ્રાક્ષ માં ઉપર ની સપાટી એક સરખી હોય શકે છે.રુદ્રાક્ષ મૂળ એક જંગલી ફળ છે. તેમની પેદાશ સમુદ્ર તળથી લગભગ બે હજાર મીટર સુધીની ઊંચાઇ વાળા પર્વત ક્ષેત્રોમાં થાય છે.

તેમની પેદાશ હેતુ ઉષ્ણ તેમજ સમ શિતોષ્ણ જળવાયુ તેમજ ૨૫ થી ૩૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અનુકુળ માનવામાં આવે છે. આ કારણથી રુદ્રાક્ષ ના વૃક્ષ સમુદ્ર તળથી બે હજાર મીટર સુધીની ઊંચાઇ ઉપર પર્વતીય ક્ષેત્ર તથા નદીયા સમુદ્ર ક્ષેત્રમાં મળી રહે. જે ભારતમાં રુદ્રાક્ષ મુખ્યત્વે હિમાલયના પર્વતીય ક્ષેત્રો, બંગાળ, આસામ, બિહાર, મધ્ય પ્રદેશ તેમજ અરુણાચલ પ્રદેશના જંગલો, સિક્કિમ, ઉત્તરાંચલ, હરિદ્વાર, ગઢવાલ તેમજ દેહરાદૂન ના પર્વતીય ક્ષેત્ર તથા દક્ષિણ ભારતના નીલગીરી, મૈસુર અને અનામલેલે ક્ષેત્રમાં મળી રહે છે. ઉત્તરકાશીમાં ગંગોત્રી યમનોત્રી ક્ષેત્ર માં રુદ્રાક્ષ મળી રહે છે.

રુદ્રાક્ષ ૧૪ પ્રકારના હોય છે. રુદ્રાક્ષમાં મુખ નીકળેલા હોય છે અને જે રુદ્રાક્ષમાં એક મુખ હોય તેને એકમુખી કહેવામાં આવે છે. જેમાં ચાર મુખ હોય તેને ચાર મુખી, તેવી જ રીતે રુદ્રાક્ષ ૧૪ મુખી હોય છે. દરેક પ્રકારના રુદ્રાક્ષની એક ચોક્કસ ખાસિયત હોય છે.એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મુક્તિ મળે છે. આ પ્રકારનો રુદ્રાક્ષ કર્ક,સિંહ અને મેષ રાશિના વ્યકિતઓએ અવશ્ય ધારણ કરવો જોઈએ.

બે મુખી રુદ્રાક્ષ એ શિવ અને પાર્વતીના સ્વરૂપ તરીકે ઓળખાય છે. તેને ધારણ કરવાથી મનોવાંછિત ફળ મળે છે. કર્ક રાશિના લોકો જો તે પહેરે તો તેમને સારો લાભ થાય છે.ત્રણ મુખ વાળા રુદ્રાક્ષને ત્રિદેવનું રૂપ માનવામાં આવે છે.જે વિદ્યા સાથે સંબંધિત છે.ચાર મુખી રુદ્રાક્ષ બ્રહ્મ સ્વરૂપ તરીકે ઓળખાય છે. જે ચતુર્વિધ ફળ પ્રદાન કરે છે.પંચમુખી રૂદ્રાક્ષ ખુબ જ શુભ મનાય છે જેને ધારણ કરવાથી પાપ ધોવાય જાય છે.મેષ, કર્ક,સિંહ, વૃશ્ચિક, ધનુ અને મીન રાશિના લોકો માટે પંચમુખી રૂદ્રાક્ષ લાભદાયી બની રહે છે.છ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શત્રુઓ નાશ પામે છે. તે સિવાય તેનાથી શુક્ર ગ્રહને શાંત રાખવા માટે પણ તેને ધારણ કરવામાં આવે છે.

સાત મુખી રુદ્રાક્ષ જે કામદેવના સ્વરૂપ તરીકે ઓળખાય છે જેને ધારણ કરવાથી ધન પ્રાપ્ત થાય છે.આઠ મુખી રુદ્રાક્ષ આઠ દિશાઓ અને આઠ પ્રકારની સિદ્ધિઓ દર્શાવે છે જેને ધારણ કરવાથી પુણ્ય મળે છે.નવ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી દરેક પ્રકારની પીડાઓ દૂર થઈ જાય છે.શાસ્ત્રોમાં દશ મુખી રુદ્રાક્ષ ભગવાન વિષ્ણુના સ્વરૂપ તરીકે ઓળખાય છે. જેને ધારણ કરવાથી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે.અગિયાર મુખી રુદ્રાક્ષ એકાદશી સ્વરૂપે છે જેને પહેરવાથી વિજયની પ્રાપ્તિ થાય છે.બાર મુખી રુદ્રાક્ષ દ્વાદશ એટેલે કે આદિત્ય સ્વરૂપે છે જે જીવનમાં પ્રકાશ પ્રકટ કરે છે.
તેર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી નસીબ ચમકી ઉઠે છે.ચૌદ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મનને શાંતિ મળે છે.

રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો :રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો જો જોઈએ તો, રુદ્રાક્ષ પવિત્ર કરવાથી જ પહેરવો જોઈએ અને તે શ્રાવણ માસના કોઈપણ સોમવાર, શિવરાત્રી કે કોઈ પણ પૂનમના દિવસે ધારણ કરવાથી શુભ ફળ આપે છે.રુદ્રાક્ષ સવારના સમયે ધારણ કરવો જોઈએ જે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે માટે તમે સવારના સમયે સ્નાન કર્યા બાદ પહેરી શકો.

રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો મુજબ, રુદ્રાક્ષ ધારણ કરવાના સાત દિવસ પહેલા સરસોના તેલમાં ડુબાડી રાખો. આઠમે દિવસે તેને સરસોનાં તેલમાંથી કાઢી, સારી રીતે સાફ કરો. ત્યાર બાદ તેને પંચામૃત ( દૂધ,મધ,દહી, તુલસી અને ગંગાજળ) મા ડુબાડો.

પંચામૃતમા થોડો સમય રાખ્યા બાદ તેને કાઢીને ગાંગાજળથી પવિત્ર કરો અને તેની પર ચંદનનું તિલક લગાવો. ત્યાર બાદ તમે તેને ધારણ કરો.રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ તમે જ્યારે પણ મંદિરે જાવ તો તેને શિવલિંગ સાથે સ્પર્શ કરાવો. સમયાંતરે તેને ગંગાજળ અને પંચામૃતથી પવિત્ર કરો.રુદ્રાક્ષ ધારણ કરતા સમયે તમે નીચે જણાવ્યા પ્રમાણેના મંત્રો માથી કોઈ પણ એક મંત્રનો જાપ ૧૦૮ વાર કરી લ્યો. મંત્ર જાપ કરવાથી રુદ્રાક્ષ સાથે જોડાયેલ લાભ જલદી પ્રાપ્ત થાય છે. નીચે જણાવેલ મંત્ર જે દિવ્ય છે અને તે શિવપુરાણમાં પણ આપેલા છે.-

૧) ૐ હિં નમઃ૨) ॐ હ્રી નમઃ૩) ॐ કલીનમઃ૪) ॐ ક્રો ક્ષૌ રૌ નમઃ૫) ॐ હિં હૂં નમઃ૬) ॐ હૂં નમઃરુદ્રાક્ષ ધારણ કર્યા બાદ આ વાતનું ધ્યાન રાખવું :રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ,માંસનુ સેવન ન કરવું.તમે તમારી પવિત્રતાનું ખાસ ધ્યાન રાખો અને રુદ્રાક્ષને પણ પવિત્ર રાખો.ક્યારેય પણ તેને ગંદા હાથ વડે સ્પર્શ ન કરો.તેને હંમેશા નાભિથી ઉપર જ ધારણ કરો.બની શકે તો દર સોમવારે તેને પવિત્ર કરીને તેની પૂજા કરો.

જો તમે એક મુખી રુદ્રાક્ષ ધારણ કર્યો હોય તો તેને સફેદ દોરામાં, સાત મુખી રુદ્રાક્ષને કાળા દોરામાં અને તેર મુખી રુદ્રાક્ષને પીળા દોરામાં વીંટીને જ ધારણ કરવો જોઈએ. જ્યારે અન્ય રુદ્રાક્ષને તમે લાલ દોરો, સોનું કે તાંબામાં નાખીને પણ ધારણ કરી શકો છો.

રુદ્રાક્ષ પહેરવાથી થતા લાભ :રુદ્રાક્ષ ધારણ કરવાથી પ્રથમ ફાયદો એ છે કે, તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે, રુદ્રાક્ષ પહેરવાથી જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર થાય અને જીવનમાં સકારાત્મકતા ઊર્જા આવે છે.શિવપુરાણ અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવાથી અનેક પ્રકારના રોગોથી તમે બચી શકો છો. એટલું જ નહીં જો કોઈ રોગ લાગુ પડી જાય અને રુદ્રાક્ષ ધારણ કરવાથી તે રોગ પણ દૂર થઈ જાય છે. માટે એક સ્વસ્થ શરીર માટે રુદ્રાક્ષ ધારણ કરી લ્યો.સાથે શની પ્રદોષનું મહત્ત્વ પણ જાણો,શનીદેવના પ્રકોપથી બચવા માટે લોકો કેટલાય ઉપાયો કરે છે. જેથી શનીદેવની કૃપા બની રહે. જો તમારી કુંડળીમાં શનિદેવની બુરી દશા ચાલી રહી હોય તો તમે રુદ્રાક્ષ ધારણ કરી લ્યો. જેનાથી શન

About bhai bhai

Check Also

દક્ષિણ ભારતથી એક સાધુ જ્યારે બજરંગ દાસ બાપા ને મળવા આવ્યાં ત્યારે બાપાએ કહી હતી આ ખાસ વાત…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *