આ રીતે કરો હનુમાનજીની ખાસ પૂજા દરેક અટકેલા કાર્ય થશે પૂર્ણ.

કોઈવાર વ્યક્તિ ગમે તેટલી મહેનત કરે તો પણ તેને ફળ પ્રાપ્ત થતું નથી. જે તેને મળવું જોઈએ તે મળતું નથી. અને ઘણા લોકોને વગર મહેનતે ઘણું બધું મળે છે. આ બધુ આપણા નસીબ ઉપર હોય છે. જો વ્યક્તિનું નસીબ સારું હોય તો તેમના અટકેલા કામ ફટાફટ પૂરા થઇ જાય છે. અને જો તે વ્યક્તિનું નસીબ ખરાબ હોય તો તેના કામ માં વિઘ્ન આવે છે. આ બધુ આપણી રાશિ પર આધાર રાખે છે. તમારી રાશિ પરથી નક્કી થાઈ છે કે તમારા ભવિષ્યમાં શું થવાનું છે. પરંતુ જો તમારું નસીબ કાંઈક વધુ જ ખરાબ હોય તો તો તમે તમારા આ ગ્રહ નક્ષત્રોના પ્રકોપને દૂર કરવા માટે હનુમાનજીના આ ઉપાયો કરી શકો છો.

હનુમાનજી એક એવા દેવતા છે જેના સ્મરણ માત્ર થી ભૂત પચાસ પણ દુર ભાગી જાય છે તો પછી મનુષ્ય ના દુખ દર્દ તો એમના આશીર્વાદ થી ચપટી વગાડતા ભાગી જાય છે. તેથી હનુમાનજી ને પ્રસન્ન કરવા માટે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તેમની પૂજા માં કેટલાક ખાસ મંત્ર નો જાપ કરવો જોઈએ.કહેવાય છે કે કળિયુગમાં હનુમાનજી જ સ્થાયી ભગવાન છે. તેમની નિરંતર ભક્તિ કરવાથી અનેક કષ્ટમાંથી મુક્તિ મળે છે. જ્યારે તમારા પર હનુમાનજીની કૃપા વરસવાની શરૂ થાય છે ત્યારે કોઈ તમારો વાળ પણ વાંકો કરી શકતું નથી. 10 દિશા અને ચારેય યુગમાં તેમનો પ્રતાપ છે. મંગળવાર અને શનિવારે જો તમે હનુમાનજીની યોગ્ય રીતે પૂજા કરો છો તો તમારા તમામ ભય અને સંકટ દૂર થાય છે.

હનુમાનજીની પૂજાથી ભૂત, પિશાચ, મંગળ દોષ,કોર્ટ કચેરીના કામ, જેલથી મુક્તિ, રોગ અને શોક, શનિ અને બાધા ગ્રહ, બેરોજગારી,. ચિંતા, ઉધાર વગેરેમાંથી રાહત મળે છે. બજરંગબલીના 12 નામનું સ્મરણ કરવાથી ઉંમરમાં વૃદ્ધિ થાય છે અને સાથે સમસ્ત સુખની પ્રાપ્તિ થાય છે. હનુમાનજીની કૃપામાં આ વાતો અપનાવી લેવાથી વધારે ફળ મળે છે. તો આજે જ શરૂ કરી લો આ રીતે હનુમાનજીની પૂજા અપાર લાભની થશે અનુભૂતિ.

આ ઉપાય કરવાથી મળશે પુણ્યરોજ એક જ જગ્યાએ બેસીને હનુમાન ચાલીસા વાંચો.રોજ હનુમાનજી સામે ત્રણ ખૂણાનો દીપક કરો. તેમાં ચમેલીનું તેલ ચઢાવો.જ્યારે પણ ઈચ્છા થાય હનુમાનજીને ચૌલા ચઢાવો. બીડું અર્પણ કરો અને ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવો.

ॐ श्री हनुमंते नमः મંત્રનો રોજ 108 વાર જાપ કરો.મહિનામાં એક વાર સુંદર કાંડ અને બજરંગબાણનો પાઠ કરો.સિદ્ધ કરેલા હનુમાનજીનું કડું પહેરો. આ કડું પિત્તળનું હોવું જરૂરી છે.હનુમાનજીને મંગળવાર, શનિવાર અને હનુમાન જયંતિ પર કેસરિયા બૂંદીના લાડુ, ઈમરતી, બેસનના લાડુ, ચુરમો, માલપુઆ, મલાઈ મિસરીના લાડુનો ભોગ ચઢાવો.

હનુમાનજીની સાથે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા માતાની પણ પૂજા કરો.દરેક મંગળવારે વ્રત રાખો અને વિધિવત રીતે હનુમાનજીની પૂજા કરો.જો તમે મોટા સંકટમાં ફસાયા છો તો હનુમાનજીની પૂર્ણ ભક્તિ કરો. આ સિવાય માંસ, મદિરાનું વ્યસન ત્યાગો.બ્રહ્મચર્યનું પાલન કરો અને વિધિ વત રીતે હનુમાનજીની પૂજા કરો અને તેમના મંત્રનો જાપ કરો.

હનુમાનજીને રામજીના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે. તેથી તમારે દર મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને પૂજા કર્યા પછી શ્રી રામજીનું સ્મરણ કરવું જોઈએ. શ્રી રામજીની સાથે હનુમાનજીની ઉપાસના કરવાથી હનુમાનજી ખુશ થાય છે અને તમને બધી મુશ્કેલીઓમાંથી બહાર કાઢે છે.શનિવારે રામ મંદિરમાં જવું અને હનુમાનજીના નામે દીવો પ્રગટાવો અને મનમાં તમારી મનોકામના બોલો. આ કરવાથી તમે ભગવાન હનુમાનજીની સાથે રામજીનો આશીર્વાદ પણ મળી જશે.

તમારી કોઈપણ મનોકામના પૂર્ણ થાય તે માટે તમારે મંગળવારે હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ. હનુમાનજીને સિંદૂર ચડાવતી વખતે તમારે રામજી અને સીતામાતા ના નામનો પણ જાપ કરવો જોઈએ. આમ કરવાથી હનુમાન જી પ્રસન્ન થશે.શનિવારે સાંજે હનુમાનજીના મંદિરે જવું અને તેમની સામે તેલનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાના પાઠ કરો. હનુમાન ચાલીસા વાંચવાથી હનુમાનજીની કૃપા તમારી પર થશે.

જો તમને આર્થિક લાભ જોઈએ છે તો મંગળવારે હનુમાનજીની પૂજા કર્યા પછી સાંજે બુંદીનો પ્રસાદ લોકોને વહેંચવો જોઈએ અને આ પ્રસાદ હનુમાનજીના ચરણોમાં પણ અર્પણ કરવો જોઈએ. આ ઉપાય સિવાય જો તમે ઇચ્છતા હોય તો શનિવારે પીપળાના ૧૧ પાન લો અને તેના પર સિંદૂરની મદદથી હનુમાનજી લખો. ત્યારબાદ આ પાંદડા પાણીમાં પધારાવો.
મંગળવારે સાંજે તમે હનુમાનજીની મૂર્તિને કેસરી રંગના વસ્ત્રો ચઢાવો અને વસ્ત્રો અર્પણ કર્યા પછી હનુમાન ચાલીસા પણ વાંચો.

હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તમે શનિવારે તેમના પગ પર ફટકડી ચઢાવો અને ૧૦૧ વાર તેમના નામનો જાપ કરો. આ કરવાથી તમને ખરાબ સપના આવતા બંધ થઈ જશે અને તમારું મન હંમેશા શાંત રહેશે.હનુમાનજી સાથે સંકળાયેલ સુંદરકાડ વાંચવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે વાંચીને તમને મનગમતી ચીજ તમને મળી જાય છે.

સુંદરકાંડ ફક્ત સાંજના સમયમાં જ વાંચવામાં આવે છે. તો તમે તેને સાંજના સાત વાગ્યા પછી જ વાંચો. વળી તે સમયે જ્યારે તમે તેને વાંચો છો, ત્યારે તમારી પાસે ઘીનો દીવો પણ પ્રગટાવો અને પાઠ વાંચતા પહેલા હનુમાનજીનું નામ લો. ખરેખર સુંદરકાંડ એ રામાયણનો એક ભાગ છે અને સુંદરકાંડ હનુમાનજી પર આધારિત છે.હનુમાનજીને ખુશ કરવા માટે તમે તેમને બુંદીના લાડુ પ્રદાન કરો. દર મંગળવારે હનુમાનજીને લાડુ ચડાવવાથી દરેક સમસ્યા દૂર થાય છે.

એક સફેદ રંગનો દોરો લઇ હનુમાનજી ના મંદિરે જાવ. હવે ત્યાં આ દોરાને નારીયેળ ઉપર બાંધી અને તેને હાથમાં લઈને હનુમાનજીની આરાધના કરવી. ત્યાર પછી નારિયેળ માથી દોરો કાઢી લો અને નારીયેલ હનુમાનજીને ચડાવી દો. આ સફેદ દોરાને હનુમાનજી ઉપર લાગેલા સિંદુરથી રંગી લેવો.હવે તેને જમણા હાથમાં પહેરી લેવો. તમે જયારે પણ કોઈ મોટું કે ખાસ કામ કરવા જાવ તો આ દોરાને તમારી સાથે જરૂર લઇ જવો. આ દોરો તમારા નસીબને ચમકાવવાનું કામ કરશે. તેનાથી તમારા તમામ કામ મુશ્કેલી વગર અને ઝડપથી પુરા થઇ જશે.

હવે કાળા રંગનો એક દોરો લઈ તેની અંદર વચ્ચે એક લીંબુ અને તેની ઉપર અને વચ્ચે ૪ મરચા બાંધી દેવા, એટલે કે આ દોરામાં કુલ આઠ મરચા અને એક લીંબુ રહેશે. હવે તેને હનુમાનજીની સામે એક થાળીમાં મૂકી દેવું, ત્યારબાદ હનુમાનજીની આરતી કરવી. હવે કુમકુમ અને ચોખાથી હનુમાનજીની પૂજા કરવી. અને પછી આ લીંબુ મરચાની પૂજા કરવી.

પછી આ લીંબુ મરચાને તમારા ડાબા હાથમાં રાખીને હનુમાન ચાલીસાના પાઠ કરવા. હવે આ લીંબુ મરચાને મુઠ્ઠીમાં બંધ કરી અને પોતાના દુશ્મનનું નામ લેવું. અથવા તમારા કામમાં જે અડચણ આવી રહી છે તેના વિષે વિચાંરવું. ત્યારબાદ લીંબુ મરચાને એક લાલ રંગના કપડામાં બાંધીને ઘરની દક્ષીણ દિશામાં છુપાવીને મૂકી દેવા, આવું કરવાથી તમારા કામ માં કોઈ અડચણ નહિ આવે. અને તમારા ઘરને ખરાબ નજર લાગશે નહીં.

Leave a Comment