Breaking News

આ રીતે કરો સૂર્ય, તુલસી અને વિષ્ણુની આરાધના કરો મળશે ધન-સંપત્તિ લક્ષ્મીજી થશે પ્રસન્ન

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે બધા જાણીએ છીએ કારતક સુદ અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ તેમની યોગનિદ્રામાંથી જાગૃત થાય છે. આ સાથે જ તમામ પ્રકારના શુભ કાર્યોનો પણ પ્રારંભ થઈ જાય છે. આ અગિયારસનું મહત્વ તુલસી વિવાહના કારણે પણ વધારે છે. અષાઢ માસની વદ એકાદશીથી ભગવાનના શયનનો પ્રારંભ થાય છે અને ચાર માસ પછી તેઓ શૈયાનો ત્યાગ કરે છે.

એટલા માટે જ આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.દેવઉઠી એકાદશી પર વ્રત કરનારે સૂર્યોદય પહેલા પથારીનો ત્યાગ કરી દેવો અને સ્નાનાદિ કર્મથી પરવારી અને ઘરના આંગણામાં રંગોળી અથવા ચોક બનાવવો. તેમાં ભગવાન વિષ્ણુના ચરણ કમળને અંકિત કરવા. ભગવાનની પૂજા કરવી અને દિવસે ઉપવાસ કરવો. અગિયારસના દિવસે રાત્રે પણ ભગવાનની પૂજા ધૂપ, દીપથી કરી અને સુભાષિત સ્ત્રોતનો પાઠ કરવો.

ભગવાનને ભોગમાં શેરડી અથવા અન્ય પકવાન ધરાવવા અને નીચે દર્શાવેલા મંત્રને બોલતાં બોલતાં પુષ્પ અર્પણ કરવા.આ પર્વનો સંબંધ સૂર્ય સાથે પણ છે. સૃષ્ટિની ક્રિયાશીલતા સૂર્ય પર આધારિત છે. દૈનિક વ્યવસ્થા પણ સૂર્યોદયથી જ શરૂ થાય છે. પ્રકાશ પુંજ હોવાના કારણે સૂર્યને પણ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ માનવામાં આવે છે કારણ કે તે પ્રકાશના પરમેશ્વર છે. આ કારણે અગિયારસ પર સૂર્ય પૂજાનું પણ મહત્વ દર્શાવાયું છે. પુરાણોમાં પણ સૂર્યોપાસનાનો ઉલ્લેખ મળે છે.

દેવઉઠી અગિયારસના દિવસે તુલસી વિવાહનો ઉત્સવ પણ ઉજવાય છે. આ દિવસે તુલસીના વિવાહ શાલીગ્રામ સાથે કરવામાં આવે છે. તુલસીની પણ આ દિવસે ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. તુલસીનો છોડ વાસ્તુશાસ્ત્રની ર્દષ્ટિએ પણ મહત્વનો છે અને તેનું ધાર્મિક મહત્વ પણ છે.પુરાણો અનુસાર કારતક માસની સુદ અગિયારસના દિવસે ભગવાન શ્રીહરી પાતાળ લોકના રાજા બલિના રાજ્યમાંથી ચાતુર્માસનો આરામ પૂરો કરી અને વૈકુંઠ પરત ફર્યા હતા. તેમના આગમનને દેવઉઠી એકાદશી તરીકે ઉજવવામાં આવે છે.

ભારતીય સમાજમાં તુલસીને દેવતુલ્ય માનવામાં આવે છે. આ એક ઔષધિય છોડ પણ છે. તુલસીને વિષ્ણુપ્રિયા પણ કહેવામાં આવે છે. દરેક ઘર-પરિવારમાં તુલસીની પૂજા થતી જ હોય છે. મોટાભાગે લોકો પોતાના ઘરના આંગણામાં તુલસીનો છોડ વાવે જ છે. સ્વયં ભગવાન પણ તુલસીને માથા પર ધારણ કરે છે. તે મોક્ષકારક છે અને ભગવાનની ભક્તિ પ્રદાન કરનાર છે. એટલા માટે જ કોઈપણ પૂજામાં તુલસીનો ઉપયોગ અનિવાર્ય માનવામાં આવે છે.અગિયારસના દિવસે તુલસીના વિવાહ શાલિગ્રામ સાથે થાય છે. કારતક માસમાં તુલસીની પૂજા પવિત્ર ગણાય છે. નિયમિત રીતે સ્નાન પછી ત્રાંબાના કળશથી તુલસીને સવારે જળ ચડાવવું જોઈએ અને સંધ્યા સમયે દીવો કરવો જોઈએ.

આ ઉપરાંત ભગવાન વિષ્ણુની ભક્તિ પુરુષોત્તમ મહિનામાં કરવામાં આવે છે. તેથી, આ મહિને શ્રી હરિની પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. તે જાણીતું છે કે ખીર ભગવાન વિષ્ણુની સૌથી પ્રિય વસ્તુ છે. આવી સ્થિતિમાં, પુરુષોત્તમ માસની બંને એકાદશીને ભગવાન વિષ્ણુને ખીર તરીકે ચઢાવવી આવશ્યક છે. ધ્યાનમાં રાખો કે ભોગ આપતી વખતે તમારે તુલસીના પાનનો ઉપયોગ કરવો જોઈએ. આ વસ્તુઓનું દાન કરો.શ્રીહરિનું બીજું નામ પીતામ્બર પણ છે, કેમ કે ભગવાનને પીળા રંગનાં કપડાં ગમે છે, તેથી તેનું નામ પીતામ્બર રાખવામાં આવ્યું છે. તેથી, પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુને પીળા કપડા, પીળા દાણા અને ફળો ચઢાવો અને ત્યારબાદ તેનું દાન કરો અથવા કોઈ મંદિરમાં આપી શકો છો.

તુલસી પૂજન.શ્રી હરિની સૌથી પ્રિય વસ્તુ તુલસી છે. આ માસમાં તુલસીની પૂજા કરો. દરરોજ તુલસીના છોડની સામે ગાયના ઘીનો દીવો સળગાવી, તેમજ ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નો જાપ કરો. આ મંત્રનો જાપ કરતી વખતે તુલસીના છોડની 11 વખત પ્રદક્ષિણા કરો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી ઘરના બધા દુ:ખનો નાશ થાય છે અને ઘરમાં શાંતિ અને ખુશી રહે છે.આ રીતે ભગવાન વિષ્ણુને પૂજા અર્ચના કરો.પુરૂષોત્તમ માસમાં દરરોજ બ્રહ્મમુહુર્તમાં ઉઠો અને ભગવાન વિષ્ણુને કેસર દૂધથી અભિષેક કરો, સાથે નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ 11 વખત તુલસીની માળાથી કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે.

શાસ્ત્રો અનુસાર જો સૂર્ય દેવ પોતાના ભક્તોની પૂજાથી પ્રસન્ન થઈ જાય તો તેમના જીવનમાં આવેલા સંકટ દૂર કરી દે છે. આ જ કારણ છે કે રવિવારના દિવસે સૂર્યને જળ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાના કાર્યોમાંથી સમય કાઢી અને રવિવારે સવારે સાચા મનથી અને શ્રદ્ધાથી સૂર્ય દેવની પૂજા કરી અને વ્રત કરે છે તો તેના જીવનમાં આવતા સંકટ દૂર થવા લાગે છે.

રવિવારના દિવસે સૂર્ય પૂજા કરવાનું ખાસ મહત્વ છે. આ દિવસે સૂર્યની પૂજા અચૂક કરવી અને વ્રત પણ કરવું જોઈએ. સવારે વહેલા જાગી જવું અને સ્નાનાદિ કર્મ કરી સૂર્યોદય થતો હોય તે સમયે પૂજા કરવી. આમ કરવાથી તમારા પર ભગવાનની કૃપા થશે અને ભાગ્ય પણ ચમકી જશે. આ વાત તો થઈ સૂર્ય દેવને જળ અર્પણ કરવાથી થતા લાભની. પરંતુ આ લાભ ત્યારે જ થશે જ્યારે તમે યોગ્ય વિધિથી આ કાર્ય કરશો. જી હાં કોઈપણ કર્મ વિધિ પૂર્વક કરવામાં આવે ત્યારે જ તેનું ફળ પ્રાપ્ત થાય છે.

સૂર્ય દેવને જળ અર્પણ કરવાની વિધિ.સૂર્ય પૂજા કરવાની શાસ્ત્રોક્ત વિધિની વાત કરીએ તો રવિવારના દિવસે સવારે સૂર્યોદય થાય તે પહેલા પથારીનો ત્યાગ કરી દેવો. સ્નાનાદિ કર્મથી નિવૃત થઈ સ્વસ્છ કપડા પહેરવા અને સૂર્ય પૂજા માટે તૈયાર થવું. ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે જે લોટાથી સૂર્ય ભગવાનને જળ ચઢાવો તે લોટો તાંબાનો જ હોય. સૂર્ય દેવને જળ ચઢાવવા માટે અન્ય કોઈ ધાતુના લોટાનો પ્રયોગ કરવો નહીં. સૂર્ય દેવ પર જળ ચઢાવવા માટે તાંબાના કળશમાં પાણી ભરો અને તેમાં ચોખા અને લાલ પુષ્પ ઉમેરો, હવે આ જળનો અર્ધ્ય સૂર્ય દેવને આપો. સૂર્ય દેવને જલ ચઢાવતી વખતે નીચે દર્શાવેલા સૂર્ય મંત્રોમાંથી કોઈપણ એકનો જાપ કરવો.

તુલસીના ચમત્કારિક યુક્તિઓ.વાસ્તુ દોષ થાય છે દુર.તુલસીના મદદથી વાસ્તુ દોષ દુર કરી શકાય છે. ઘરમાં વાસ્તુ દોષ હોય તો તુલસીનો છોડ આંગણામાં લગાવો. આવુ કરવાથી ઘરનો વાસ્તુ સરખુ થઇ જશે અને વાસ્તુ દોષને કારણે કોઈ પ્રકારની હાની પણ નહીં થાય. ખરેખર, તુલસીને ઘરમાં રાખવાથી ઘર પવિત્ર થઇ જાય છે અને બધા વાસ્તુ દોષો નાશ પામે છે.

સુખ – સમૃદ્ધિ મળે છે.સુખ અને સમૃદ્ધિ પામવા માટે, તુલસીથી જોડાયેલી આ યુક્તિઓ કરો. આ યુક્તિ કરવાથી તમને સુખ અને સમૃદ્ધિ મળી જશે. સુખ અને સમૃદ્ધિ ના હેતુ માટે તમે રોજ તુલસીની પૂજા કરો અને તુલસીના છોડને જળ અર્પણ કરો. આ ઉપાય કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે અને ધનની ક્યારે પણ કમી હોતી નથી.આર્થિક લાભ.આર્થિક લાભ માટે તુલસીનુ એક પાન હંમેશાં તમારા પર્સ અથવા તિજોરીમાં રાખો. તંત્ર શાસ્ત્ર ના અનુસાર, તુલસી મંગળ સાથે જોડાયેલી હોય છે. તુલસીનુ પાન પાસે રાખવાથી આર્થિક લાભ થાય છે અને પર્સ અથવા તિજોરીમાં તુલસીના પાનને રાખવાથી ધનમાં વધારો થાય છે.

તકરાર અને અશાંતિ દૂર થાય છે.જીવનમાં તકરાર અને અશાંતી હોય તો ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવી દો. તુલસીનો છોડ આંગણમાં રોપવાથી ઘરનો તકરાર અને અશાંતી દૂર થઇ જશે અને સુખ-શાંતિ સ્થાપિત થાય છે.રોગ દૂર થાય છે.જે લોકો રોજ તુલસીની પૂજા કરતા હોય છે તે લોકોની રક્ષા ઘણી બીમારીઓથી થાય છે. ખરેખર પૌરાણિક શાસ્ત્રો્ ના અનુસાર, તુલસીની પૂજા કરવાથી દેવ-દેવતાઓની વિશેષ કૃપા મળે છે અને ભગવાન તમારી રક્ષા કરે છે. તેના માટે તમે સવાર અને સાંજ ના સમય પર તુલસીની પૂજા કર્યા કરો અને તુલસીની સામે દીવો પૂજા કર્યા કરો.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *