Breaking News

આ સાત અભિનેત્રી સાથે પ્રેમનાં પેચ લડાવી ચુક્યો છે હૃતિક રોશન, એક તો ઘરે આવી ને કહ્યું હતું લગ્ન કરી લે મારી સાથે…..

બોલીવુડ માં સંબંધ જેટલો જલ્દી બને છે, તેટલો જ જલ્દી તૂટવાની ધાર પર પણ પહોંચી શકે છે. એટલે કે અહીં સંબંધો બનતા અને બગડતા રહે છે. ઈશ્ક થી લઈને બ્રેકઅપ સુધી ની ખબરો આવવી તો સામાન્ય માનવામાં આવે છે, પરંતુ અહીં લગ્ન અને તલાક ની ખબરો પણ બહુ સામાન્ય હોય છે. આવ્યા દીવસે કોઈ ને કોઈ કપલ ની વચ્ચે તલાક ની ખબર સામે આવતી રહે છે.બોલિવુડમાં સૌથી આકર્ષક પુરુષમાંથી એકનો ખિતાબ જેની પાસે છે તે રિતિક રોશન.વિશે આજે વાત કરીશું બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર-પ્રોડ્યૂસર અને એક્ટર રાકેશ રોશનના પુત્ર તેવા રિતિક રોશનનો જન્મ 10 જાન્યુઆરી 1974માં થયો હતો.

બોલીવુડના સૌથી ચપળ કલાકારોમાંના એક રિતિક રોશન તેની ફિલ્મો કરતા પણ વધુ તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. તેનું નામ અત્યાર સુધીની ઘણી અભિનેત્રીઓ સાથે સંકળાયેલું છે, એટલું જ નહીં, જેની સાથે તે ફિલ્મોમાં કામ કરે છે, તેમનું નામ તેમની સાથે સંકળાયેલું છે, તો આજે અમે તમને આ આર્ટિકલમાં ઋત્વિક રોશનના લવ અફેર્સ વિશે જણાવવા જય રહ્યા છીએ. ચાલો જાણીએ, આખરે ઋતિક કઇ કઈ અભિનેત્રીઓ સાથે સંબંધોમાં રહી ચૂક્યા છે…

1. કરીના કપૂર.બોલીવુડના બેબો તરીકે જાણીતી કરીના કપૂર સાથે ઋતિક રોશનનો સિરિયસ સંબંધ રહ્યો છે. સમાચારો અનુસાર, ફિલ્મ ‘મેં પ્રેમ કી દીવાની હૂ’ સમયે બંને વચ્ચે પ્રેમ હતો, પરંતુ આ સંબંધ વધુ સમય સુધી ટકી શક્યો નહીં. એવું કહેવામાં આવે છે કે તે સમયે ઋતિક પરણિત હતા, જેના કારણે કરીના કપૂર સાથે તેના સંબંધ તૂટી ગયા હતા અને ત્યારબાદ કરીના તેની જિંદગીમાં આગળ વધી હતી.

જ્યારે કરીનાને પુછવામાં આવ્યું તો કરીનાએ કહ્યું કે જ્યારે આવી વાતો સાંભળુ ત્યારે મને અફસોસ થાય કે હું કોઈ લગ્ન કરેલા માણસ સાથે રિલેશનમાં શું કામ રહેવા માંગુ કે પછી શા માટે લગ્ન કરવા માગું.કરીનાએ વધુમાં વાત કરતા કહ્યુ કે, મને એ વાતનું ટેન્શન થાય છે આવી ખબરોના કારણે ઋતિકના લગ્ન જીવન પર શું અસર પડતી હશે. એક ઈન્ટરવ્યૂમાં કરીનાએ સૈફ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે, સૈફ જ્યારે કોઈ સુંદર છોકરી સાથે વાત કરે તો મને જલન થાય છે.

2. પ્રિયંકા ચોપરા અને ઋતિક રોશન.બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા લગ્ન કરીને વિદેશમાં સ્થાયી થઈ ગઈ છે, પરંતુ તેનું નામ ઘણા કલાકારો સાથે સંકળાયેલું છે. ઋતિક રોશનનું નામ પણ તેની સાથે શામેલ છે. એવું માનવામાં આવે છે કે ક્રિશ ફિલ્મના સેટથી બંને વચ્ચેનો પ્રેમ વધ્યો હતો અને ત્યારબાદ બંનેએ અગ્નિપથમાં સાથે કામ કર્યું હતું. જો કે, બંનેએ ક્યારેય પણ પોતાના સંબંધો વિશે કોઈની સાથે ખુલ્લેઆમ વાત કરી નથી અને હવે તેમના માર્ગો એક બીજાથી અલગ થઈ ગયા છે.

3. કેટરિના કૈફ અને ઋતિક રોશન.હૃતિક રોશન અને કેટરીના કૈફ બોલિવુડના હોટ ઓન સ્ક્રીન કપલ પૈકીના એક છે. તેમણે ‘જિંદગી ના મિલેગી દોબારા’ અને ‘બેંગ બેંગ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંનેની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી જેટલી જોરદાર છે તેટલી જ તેમની દોસ્તી પણ મજબૂત છે.જોકે અભિનેતા ઋતિક રોશનનું નામ કેટરિના કૈફ સાથે પણ જોડાય ચૂક્યું છે. ફિલ્મ બેંગ બેંગના સેટ પર બંને વચ્ચે પ્રેમ વધ્યો હતો, ત્યારબાદ તેમના અફેરના સમાચાર ખૂબ વાયરલ થયા હતા. આટલું જ નહીં, કંગના રાનૌતે કેટરિના કૈફ પર આરોપ લગાવ્યો હતો કે તેમના કારણે ઋતિક સાથેના સંબંધો તૂટ્યા છે. આ સિવાય સલમાન ખાને પણ આ સમગ્ર મામલે નિવેદન આપ્યું હતું કે ઋતિક રોશનને કેટરિનાના જીવનથી દૂર રહેવું જોઈએ. જણાવી દઈએ કે સલમાન ખાન કેટરિના પર દિવાના હતા અને તે તેની સાથે લગ્ન કરવા પણ ઇચ્છતા હતા.

4. કંગના રાનૌત અને ઋતિક રોશન.ફિલ્મ કાઇટ્સથી કંગના રાનૌત અને ઋતિક રોશન વચ્ચે પ્રેમ સંબંધ હતો જે ખૂબ જ પીડાદાયક રીતે સમાપ્ત થયો હતો. આટલું જ નહીં, આ બંનેએ જેટલી હેડલાઇન્સ અફેરની નથી બનાવી તેટલી વિવાદમાં બનાવી હતી. કંગના રાનૌતે રિતિક રોશનને કાયદેસરની કાર્યવાહી માટે ધમકી પણ આપી હતી, ત્યારબાદ આ વિવાદ વધુ ગાઢ થયો હતો. જો કે, કંગના રાનૌતે હજી પણ રિતિક પર સજ્જડ થવાની કોઈ તક છોડતી નથી.

કંગના રાનાઉત અને હૃતિક રોશન વચ્ચે કાનૂની વિવાદ લગભગ એક વર્ષ પહેલા સમાપ્ત થયો હતો અને આ વિવાદ 2016 ના જાન્યુઆરીમાં શરૂ થયો હતો તે સમયે મીડિયામા સમાચાર હતા કે કંગના અને હૃતિક એકબીજા ઉપર ઘણા આરોપો મુકી રહ્યા હતા પરંતુ સત્ય શું હતું તે કોઈને ખબર ન હતી અને જ્યારે 11 મહિના પછી મુંબઈ પોલીસે કોઈ પરિણામ વિના કેસ બંધ કરી દીધો હતો અને મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે રીતીક અને કંગનાએ એકબીજાની સંમતિથી આ વિવાદનું સમાધાન કરવાની તૈયારી બતાવી છે ત્યારબાદ બધાએ રાહતનો શ્વાસ લીધો.

5. બારબરા મોરી અને ઋતિક રોશન.રિતિક રોશનનું નામ બારબરા મોરી સાથે પણ જોડાઈ ચૂક્યું છે. બંને વચ્ચે પ્રેમ હતો, પરંતુ બંનેએ ક્યારેય મીડિયા સામે પોતાનો પ્રેમ દર્શાવ્યો ન હતો.વર્ષ 2010 દરમિયાન રીલીઝ થયેલી ફિલ્મ કાઇટ્સના સેટ પર ઋતિક અને ફિલ્મની એક્ટ્રેસ બારબરા મોરી પણ એકબીજાની નજીક આવ્યા. તે સમયે પણ તેમના અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતુ. કહેવામાં આવી રહ્યું છે કે બારબરાના કારણે તેના લગ્ન જીવનમાં ભંગાણ આવ્યું.

6. શ્વેતા બચ્ચન.ઋતિક રોશનનો બચ્ચન પરિવાર સાથે પણ ખાસ સંબંધ રહ્યો છે. ખરેખર, ઋતિક રોશનનું દિલ શ્વેતા બચ્ચન પર આવી ગયું હતું. બંને વચ્ચે ગાઢ મિત્રતા જોવા મળી હતી અને ત્યારબાદ શ્વેતા ઘણીવાર અભિષેક સાથે ઋતિકના ઘરે જતી જોવા મળી હતી, પરંતુ બંનેએ આ સંબંધ વિશે ક્યારેય કશું કહ્યું નહીં.

7. સુજૈન ખાન અને ઋતિક રોશન.ઋતિક રોશનનું દિલ સુજૈન ખાન પર આવ્યું અને ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધાં. લગ્ન પછીના કેટલાક વર્ષો સુધી સંબંધ સારા રહ્યા, પરંતુ પછીથી બંનેએ છૂટાછેડા લીધા. જોકે, હવે તે બંને ખૂબ સારા મિત્રો છે અને બે બાળકો છે.સુજેન ખાન અને ઋત્વિક રોશન એ લવ મેરેજ કર્યા હતા. હા તલાક પછી પણ બન્ને ની વચ્ચે ઘણી સારી મિત્ર છે અને માનવામાં આવે છે કે આ બન્ને જલ્દી જ બીજી વખત લગ્ન કરી શકે છે.

About bhai bhai

Check Also

માત્ર 21 વર્ષ ની ઉંમર માં જ આ મોડલ બની ગઈ હતી અરબોપતિ,અને એક દિવસ માં લે છે 500 સેલ્ફી,જોવો તસવીરો….

નમસ્કાર મિત્રો આજ ની અમારી પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *