Breaking News

આ સામાન્ય લાગતું પાણી બમણી ઝડપથી વધારશે તમારાં વાળ, થઈ જશે જડમૂળથી કાળા……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજની ભાગમદોડ અને વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે મહિલાઓ તેમના સ્વાસ્થ્ય અને સુંદરતા પર ધ્યાન આપી શકતી નથી. જેને લઇને કેટલીક સમસ્યાઓ થવા લાગે છે. જેમાથી એક છે વાળની સમસ્યા. કેટલીક મહિલાઓને વાળ ખરવાની, વાળ બરછટ થઇ જવા જેવી સમસ્યાઓ થતી હોય છે.જો તમે ચમકીલા અને સુંદર વાળ ધરાવવાની ઇચ્છા રાખો છો તો ઘરમાં રાખેલી ચા પત્તી તમારી આ ઇચ્છા પુરી કરી શકે છે. ચા પત્તીનું પાણી વાળમાં લગાવવાથી તમારા વાળ શાઇન કરવા લાગશે. તે સિવાય યુવા વર્ગની સૌથી મોટી સમસ્યા સફેદ વાળની સમસ્યાથી પણ છૂટકારો મળી શકે છે.

 

સૌ પ્રથમ થોડૂંક પાણી લો. તેમા 6 ચમચી ચા પત્તીને મિક્સ કરી લો. હવે તેને બરાબર રીતે ઉકાળી લો. આશરે તેને 30 મિનિટ સુધી આ પાણીને ઉકાળો. તે બાદ ગેસની આંચ બંધી કરી લો. હવે જ્યારે આ પાણી ઠંડુ થઇ જાય એટલે તેને ગાળી લો.હવે આ પાણીને તમે તમારા વાળમાં લગાવો. તમે આ પાણીમાં ઇચ્છો તો કોફી પણ મિક્સ કરી શકો છો. આમ કરવાથી સફેદ વાળની સમસ્યાથી છૂટકારો મળી શકે છે. સાથે તમને અન્ય ફાયદા પણ થશે. જેમ કે ખરતા વાળની સમસ્યા ઓછી થશે. વાળ ભરાવદાર થશે. બરછટ વાળની સમસ્યા પણ ગાયબ થશે.

નારિયેળનું તેલ, ડુંગળી અને લસણ:- વાળ ખરવાની સમસ્યામાં આ ઉત્તમ ઉપચાર છે. છ ચમચી નારિયેળ તેલ, નાની ડુંગળી, પાંચ – છ લસણની કળી, લેવેન્ડર એસેન્સનાં થોડાં ટીપાં રીત- નારિયેળના તેલને એક વાસણમાં ધીમી આંચ પર ગરમ કરવા મૂકો. ત્યારબાદ ડુંગળીને મધ્યમ કદમાં કાપીને નારિયેળ તેલવાળા વાસણમાં નાખો. હવે લસણની કળીઓને ઝીણી ખાંડીને તેને પણ તે વાસણમાં નાખો. હવે તેને હલાવીને સરખી રીતે મિક્સ કરો. તેલને બરાબર ગરમ કરો. ત્યારબાદ તેને નીચે ઉતારી અને ઠંડું પડવા દો. પછી તેની અંદર લેવેન્ડર ઓઈલનાં થોડાં ટીપાં ઉમેરી તેને હલાવીને સરખી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેલને એક એરટાઈટ બોટલમાં ભરી દો.

આમળાં, અરીઠા અને શિકાકાઈ હેર માસ્ક:- આમળાં વાળમાં એક ટોનિકનું કામ કરે છે અને તમારા વાળને મુલાયમ અને ઘાટ્ટા બનાવે છે. શિકાકાઈ વાળને મજબૂત ચમકીલા બનાવે છે. સદીઓથી વાળની સંભાળ માટે અરીઠા અને શિકાકાઈનો ઉપયોગ થતો આવ્યો છે. તો આજે આપણે આમળાં, અરીઠા અને શિકાકાઈનો ઉપયોગ કરીને ઘરગથ્થુ માસ્ક બનાવીશું, જે તમારા વાળને મજબૂત તથા ચમકીલા બનાવશે.

સામગ્રી : એક ચમચી આમળાં પાઉડર, એક ચમચી અરીઠા પાઉડર, એક ચમચી શિકાકાઈ પાઉડર, અડધી ચમચી મધ, અડધી ચમચી એલોવેરા જેલબનવાની રીત- એક બાઉલમાં આમળાં, અરીઠા અને શિકાકાઈ પાઉડર ઉમેરો અને તેને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં અડધી ચમચી એલોવેરા જેલ અને મધ નાખો. આ બધી વસ્તુ ઉમેરીને બરાબર હલાવીને મિક્સ કરી પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને તમારા વાળનાં મૂળિયાંમાં ધીરેધીરે લગાવી માલીશ કરો.

જો તમે સફેદ વાળમાં બ્લેક ટી લગાવ્યા કરો તો ધીમે ધીમે તમારા સફેદ વાળ કાળા થઈ જશે. આ ઉપરાંત વાળનો જથ્થઓ વધશે અને વાળ વધુ ચમકદાર બની જશે. આ માટે અઠવાડિયે બે વાર માથામાં બ્લેક ટી માસ્ક લગાવો અને તેના પછી શેમ્પૂ કરવાનું ટાળો. થોડા જ સમયમાં તમને દેખીતો તફાવત જોવા મળશે.તમે ઘરે આસાનીથી પોટેટો માસ્ક બનાવી શકો છો જે તમારા વાળને ધીમે ધીમે પરંતુ લાંબા ગાળા માટે બ્લેક બનાવશે. તમારે માત્ર બટેટાને ત્યાં સુધી ઉકાળવાના છે જ્યારે તેમાંથી સ્ટાર્ચ ઉત્પન્ન થવાનું શરૂ થઈ જાય. બસ આ સ્ટાર્ચના લિક્વિડને બટેટાની છાલ પરથી લઈને વાળમાં લગાવી દો અને પાણીથી વાળ ધઓઈ નાંખવો. બટેટામાં રહેલુ આ સ્ટાર્ચ વાળ ગ્રે થતા અટકાવે છે.

તૂરિયા પણ વાળના પિગમેન્ટને ફરી જીવંત બનાવવાનું કામ કરે છે અને કુદરતી રીતે સફેદ વાળને કાળા બનાવે છે. તૂરિયાને ઉકાળીને તેને કોપરેલમાં ઉમેરો અને આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેને વાળમાં લગાડો. આ પેક લગાવવાથી વાળના મૂળ મજબૂત થશે. અઠવાડિયે ત્રણ વાર આ માસ્ક લગાવવાથી સારુ રિઝલ્ટ મળશે.

ઓટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ શું તમે એ જાણો છો કે તે સફેદ વાળને કાળા બનાવવામાં મદદરૂપ છે? તમે રોજ તેને બ્રેકફાસ્ટમાં ખાઈ શકો છો કે પછી તેમાં બદામનું તેલ ઉમેરીને પેસ્ટ બનાવી શકો છો. ઓટ્સમાં બાયોટિન નામનું તત્વ રહેલુ છે જે ગ્રે હેર માટે ખૂબ જ અસરકારક છે. તે વાળને ડાર્ક બનાવે છે અને તેને પોષણ આપે છે. ઓટ્સની પેસ્ટ નેચરલ કંડિશનરનું કામ કરે છે. અઠવાડિયે એક વાર આ પેસ્ટ લગાવવાથી ઘણો ફાયદો થાય છે.

તમારા ભોજનની અંદર મીઠા લીમડાના પાનને ઉમેરો તમે તેને ચટણી બનાવીને પણ ખાઈ શકો છો. તેનું સેવન કરવાના કારણે તમારા સફેદ થતાં વાળ અટકી જાય છે. નારીયલ તેલની અંદર મીઠા લીમડાના પાન અને આમળા ઉમેરી ને તેને બરાબર ગરમ કરો. ત્યારબાદ તે તેલ ને વાળમાં લગાવવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા થઈ જાય છે.

વાળને કાયમી માટે સ્વસ્થ રાખવા માટે હંમેશાં એ માટે તેને ઠંડા અને સાફ પાણીથી ધોવા જોઈએ.કાળા અખરોટને પાણીની અંદર ઉકાળી લઇ તે પાણીથી વાળ ધોવાથી નાની ઉંમરે થતા સફેદ વાળની સમસ્યામાં રાહત મળે છે. દૂધીને સૂકવી લઈ નારીયલ તેલની અંદર ઉમેરી ઉકાળી અને તેલને ગાળીને એક બોટલમાં ભરી લો. ત્યાર બાદ તે તેલ થી મસાજ કરવાના કારણે તમારા વાળ કુદરતી રીતે કાળા બની જાય છે.

કાચી ડુંગળીનો રસ વાળમાં લગાવવાના કારણે વાળ મૂળમાંથી મજબૂત બને છે. સાથે-સાથે ખરતા વાળની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. બે ચમચી મહેંદી નો પાવડર, એક ચમચી દહીં, એક ચમચી મેથીના દાણા નો પાઉડર, ત્રણ ચમચી કોફી અને બે ચમચી તુલસી નો પાવડર આ બધી જ વસ્તુઓનું મિશ્રણ કરી વાળમાં લગાવવામાં આવે અને ત્યારબાદ ત્રણ કલાક પછી તેને ધોઈ લેવામાં આવે તો વાળને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.

વાળ ધોતા પહેલા વાળની અંદર એલોવેરા જેલ દ્વારા મસાજ કરવામાં આવે તો તમારા વાળ એકદમ ઘટાદાર અને કાળા થઈ જાય છે. જામફળના પાનની પેસ્ટ બનાવી વાળમાં લગાવવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા બની જાય છે. આમલકી રસાયણની અડધી ચમચી રોજ સેવન કરવામાં આવે તો તમારા વાળ કુદરતી રૂપે કાળા અને મજબૂત બને છે.

આમળાના નાના નાના ટુકડા કરી નારીયલ તેલની અંદર ઉમેરી ઉકાળવામાં આવે અને ત્યારબાદ તેને વાળમાં માલીશ કરવામાં આવે તો તમારા વાળ કુદરતી રીતે કાળા થઈ જાય છે. સૂરજમુખી ઘઉં અને પાલક જેવી લોહતત્વ ભરપૂર વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તેના કારણે પણ તમારા વાળ કુદરતી રીતે કાળા થઈ જાય છે. આદુના રસની અંદર મધ ભેળવી અને વાળમાં લગાવવામાં આવે અને ત્યારબાદ એક કલાક બાદ વાળને ધોઈ લેવામાં આવે તો તેના કારણે નાની ઉંમરે થતા સફેદ વાળની સમસ્યા દૂર થઈ જાય છે.

લીંબુ અને પાણીને બરાબર માત્રા ની અંદર લઇ વાળમાં લગાવવામાં આવે તો તેના કારણે વાળમાં ઘણા ફાયદા થાય છે. નારીયલ તેલની અંદર લીંબુનો રસ મેળવી વાળમાં માલિશ કરવામાં આવે તો તમારા સફેદ થઈ ગયેલા વાળ પણ કાળા થઈ જાય છે. અઠવાડિયામાં બે વખત ગાયના દૂધમાંથી બનેલી છાશ વાળમાં લગાવવામાં આવે તો નાની ઉંમરે થતા સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો મળે છે.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *