Breaking News

આ સામાન્ય લાગતો છોડ છે ખુબજ કામનો, આટલી ગંભીર બીમારીઓને કરશે દૂર……..

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને આ લેખમાં હું તમને એક નવી જ માહિતી જણાવવા જઈ રહ્યો છુ અને તેમજ આર્યુવૈદીક વિશેની માહિતી જણાવવાનો છું તેની સાથે જ હું તમને એ પણ જણાવી દઉં કે આ આયુર્વેદનાં કડવાં ઔષધોમાં જો હરીફાઈ કરવામાં આવે તો કદાચ કડુ પ્રથમ પુરસ્કાર લઈ આવે અને તેમજ જે અતિશય કડવાં ઔષધોમાં કડુની સામે કદાચ બીજું કોઈ ઔષધ ટકી શકે નહીં અને તેની સાથે વાત કરતા કહેવામા આવ્યું છે કે આ આયુર્વેદમાં એટલે જ તેને તિક્તા અને કટુકા આ બે નામ આપવામાં આવ્યાં છે અને તેમજ આમ તો કડવો સ્વાદ નામમાત્રથી જ અરુચિ ઉપજાવનારો છે પણ તેમ છતાં તાવ અને યકૃત-લીવરના રોગનું તે ઉત્તમ ઔષધ હોવાથી તેના ગુણધર્મો અને ઉપયોગો જરૂરથી જાણવા યોગ્ય છે એવું પણ માનવામાં આવી રહ્યું છે.

ઘરગથ્થુ ઔષધોમાં ‘કડુ અને કરિયાતું’ ખૂબ જ લોકપ્રિય છે. આ બંને આયુર્વેદિય ઔષધો તેમનાં કડવા સ્વાદ અને ઉત્તમ ઔષધિય ગુણોને લીધે જ પ્રસિદ્ધ છે. કડુ સ્વાદમાં કડવું અને કિંચિત તીખું, પચવામાં હળવું અને શીતળ છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. અને તેમજ તે ભૂખ લગાડનાર, પિત્તસારક, યકૃત ઉત્તજેક, હૃદય માટે હિતકારી, કૃમિનાશક, રક્ત અને ધાવણની શુદ્ધિ કરનાર, કફનાશક, સોજા ઉતારનાર તથા કમળો, શીળસ, પાંડુ, દાહ, શ્વાસ-દમ-ખાંસી વગેરેને મટાડે છે.

તેમજ કડુ તે હદય ની શક્તિ વધારનાર, હૃદયને શાંત કરનાર, બ્લડપ્રેશરને સપ્રમાણ કરનાર તથા આંતરડાની નબળાઈ અને કબજિયાતને દૂર કરનાર છે. આ કડુ લીવરની ક્રિયાને સુધારનાર છે અને એટલે લીવર માટેની લગભગ બધી જ દવાઓમાં કડુ મુખ્ય ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. રાસાયણિક દૃષ્ટિએ જોઈએ તો કડુમાં પિક્રોરાઈઝિન નામનું એક કડવું ગ્લાઈકોસાઈડ છે .અને તેમજ જે તેના ઔષધીય ગુણો માટે જવાબદાર ગણાવાય છે

તેમજ કડુ પિત્તસારક અને શીતળ પણ હોય છે. અને એટલે પિત્તની ઊલટીઓમાં તે ઉત્તમ પરિણામ આપે છે. અને આ આંખો, હાથ-પગનાં તળિયાં તથા શરીરની-આંતરિક બળતરામાં પણ રાહત આપે છે. તેમજ આ કડુ અને સાકર સરખા ભાગે લાવી તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ સવારે, બપોરે અને સાંજે પાણી સાથે લેવાથી પ્રકોપ પામેલું પિત્ત શાંત થઈ ઊલટીઓ બંધ થશે અને તબિયતમાં સુધારો જોવા મળશે.

તેની સાથે જ બળતરા ઓછી થશે તથા મોંની કડવાશ દૂર થઈ જશે અને આહાર પર રુચિ થશે. તેમજ પિત્તનું સ્ત્રવણ કરી તાવને ઉતારે છે આવી ઘણી સમસ્યાઓ દૂર કરે છે. અને તાવ આવતો હોય ત્યારે આશરે અડધી ચમચી જેટલું કડુનું ચૂર્ણ દિવસમાં ત્રણથી ચાર વખત ગરમ પાણી સાથે કાફી જવું અથવા ગોળ સાથે મિશ્ર કરી તેની ચણાના દાણા જેવડી ગોળીઓ વાળી લેવી અને તેમજ દર ત્રણ- ચાર કલાકે આ એકથી બે ગોળી ગરમ પાણી સાથે ગળી જવી જોઈએ. અને તેમજ તાવ ઊતરશે અને કબજિયાત માં રાહત થાય છે.

આજના સમયમાં દુનિયાના સૌથી ભયાનક રોગ માંથી એક છે કેન્સર. કેન્સરનો રામબાણ ઈલાજ એટલે કરિયાતું. કરિયાતુંમાં સૌથી વધારે કેન્સર સામે રક્ષણ આપવાની ક્ષમતા હોય છે. તે વિશેષ રૂપથી લીવર કેન્સર માટે પ્રભાવી છે. એ સીવાય આ ચયાપચયને વધારે છે, જેનાથી શરીરમાં નવુ લોહી બને છે. કરિયાતું મીથનોલ પણ સારા પ્રમાણમાં હોય છે. જે પણ કેન્સર સામે લડવામાં ઉપયોગી છે.

કડુ,કરિયાતું, વાવડિંગ, કાંચકા, કાળીજીરી અને કાળી દ્રાક્ષ. આ ઔષધો સમભાગે લાવી ખાંડીને અધકચરો ભુક્કો કરી લેવાથી . અને તેમજ આ બે ચમચી જેટલો આ ભુક્કો બે ગ્લાસ પાણીમાં નાંખી ઉકાળવો થી અને તેની સાથે જ એક કપ જેટલું પાણી બાકી રહે ત્યારે ઉતારી અને ગાળી, ઠંડું પાડીને પી જવું જોઈએ. ત્યારબાદ થોડા દિવસ આમ તાજેતાજો ઉકાળો બનાવીને પીવાથી પેટના કૃમિ-કરમિયાં મરીને બહાર નીકળી જાય છે. અને તેમજ તમને લીવર અને જઠરની ક્રિયા સુધરવાથી ભૂખ પણ સારી લાગશે.

સોજા, જળોદર, હૃદયરોગના સોજા વગેરેમાં કડુનું ચૂર્ણ અથવા આરોગ્યર્વિધની વટી સાટોડીના ઉકાળા સાથે લઈ શકાય છે. આ લીવરના રોગો-કમળો, સીરોસીસ, ફેટી લીવર વગેરેમાં કડુનું ચૂર્ણ સમભાગ સાકર સાથે પણ ઉત્તમ પરિણામ આપે છે અને આ બધા રોગો માં રાહત મળે છે. આખા શરીરે અથવા એકાદ ભાગમાં જો સોજો ચડતો હોય તો કડુ કરિયાતું અને સૂંઠ સરખા ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી લેવું. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ સવાર-સાંજ બે વખત લેવું. થોડા દિવસમાં સોજા ઉતરવા લાગશે.કરિયાતું એક કડવી વનસ્પતિ હોય છે. અને તેમાં લોહીને શુધ્ધ કરવા વાળા ગુણ રહેલા છે. તે લોહીના ઉત્પાદન માટે પણ સારુ હોય છે. કરિયાતું એનીમીયાના લક્ષણ દુર કરવામાં ઘણી મદદ કરે છે.

કડુ કરિયાતું શીતળ છે. એટલે શરીરમાં થતી બળતરા શાંત કરે છે. કરિયાતું, ધાણા અને સાકર ૧૦-૧૦ ગ્રામ લઈ, બધાને ભેગા ખાંડી ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ રાત્રે એક ગ્લાસ પાણીમાં મેળવી દઈ, સવારે તે પાણી પી જવાથી. હાથ-પગ, આંખો કે આખા શરીરમાં ખૂબ જ બળતરા થતી હોય તો થોડા દિવસ આ પ્રમાણે ઉપચાર કરવો મૂત્રમાર્ગની બળતરા પણ આ ઉપચારથી મટે છે.કરિયાતુંમાં રહેલા અમુલ્ય તત્વોને કારણે તે ફેટી લીવર, સીરોસીસ અને બીજી ઘણી બીમારીઓ માટે સારું છે. તે લીવરની કોશીકાઓને રીચાર્જ કરીને તેના કામને ઉત્તેજીત કરે છે. આ સારો લીવર ડીટોકસીફાયર છે. કરિયાતુંનો લીવર ઉપર ડીટોક્સીફીકેશન પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. એટલા માટે કરિયાતુંનો ઉપયોગ લીવરની તકલીફોમાં કરવો ઉત્તમ રહે છે.

કરિયાતું ઠંડું હોવાથી શરીરના કોઈપણ ભાગમાંથી થતાં રક્તસ્ત્રાવને પણ મટાડે છે. કરિયાતું અને સુખડ-ચંદનનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું સવાર-સાંજ સાકર સાથે ફાકવું. આહારમાં તીખા, ખાટા, ગરમ પદાર્થો બંધ કરવા. મળી શકે તો બકરીનું દૂધ પીવું. થોડા દિવસમાં જ રક્તસ્ત્રાવ બંધ થઈ જશે.હૃદયના રોગોમાં કડુ અને જેઠીમધ સરખા ભાગે લઈ સવાર-સાંજ સાકરના પાણી સાથે લેવું જોઈએ. અને ત્યારબાદ સુવાવડ પછી નવજાત શિશુને ધાવણ પચતું ન હોય તો કડુ નો ઉપયોગ કરી શકાય છે. અને તેમજ પેટના કૃમિનો નાશ કરનાર અને કટુપૌષ્ટિક હોવાથી જે લોકો ને વજન ન વધતું હોય તેમના માટે કડુ આશીર્વાદસમાન ઔષધ છે.

આજકાલની જીવનશૈલીમાં લોકો તેલ વાળા પદાર્થો વધારે ખાય છે. એના લીધે ત્વચાને લગતી સમસ્યા વધારે જોવા મળે છે. ત્વચા રોગ અને ત્વચાના સોજા માટે કરિયાતુંની પેસ્ટ બનાવીને તેનો ઈલાજ કરી શકાય છે. કરિયાતું ઘા મટાડે છે, અને ત્વચાને જલ્દી સારી કરે છે. આને પાણી સાથે મીક્સ કરી ઘા પર લગાવો. આનાથી તમને ઘણો ફાયદો થશે. એ સીવાય કરિયાતુંની પેસ્ટ ખીલના ઈલાજ માટે પણ ઉપયોગી થાય છે.આજના સમયમાં ઉંમર વધવાની સાથે સાથે લોકોને સાંધાની સમસ્યા વધતી જઈ રહી છે. પણ જો લોકો કરિયાતુંનો ઉપયોગ કરશે, તો સોજા અને સાંધાનો દુઃખાવો દૂર થશે. કરિયાતુંને લાલીમા, દુ:ખાવો, સોજો અને સાંધાના રોગોના ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ કરીને રુમેટીયડ ગઠીયામાં આનો સારા પ્રમાણમાં ફાયદો મળે છે.

About bhai bhai

Check Also

આજેજ કરીલો આ બીજનું સેવન થશે હૃદય અને આંતરડા ઉપરાંત શરીરને ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઘણા બધા આરોગ્યપ્રદ ફળો છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *