Breaking News

આ વ્યક્તિ પાસે હોય છે મનુષ્યોના બધા કર્મો નો હિસાબ અને યમરાજ પણ તેના આધારે આપે છે સજા…

હિંદૂ ધર્મમાં સ્વર્ગ અને નર્ક વિશે રોચક માહિતી આપવામાં આવી છે. હિંદૂ ધર્મમાં એ સ્પષ્ટ જણાવાયું છે કે સ્વર્ગનો મહિમા શા માટે છે. ત્યાં દેવોનું સ્થાન છે. ત્યાં જીવન અતિ આનંદ આપનારું દુર્લભ છે. જ્યારે નર્ક વિશે પણ ઠોસ માહિતી આપવામાં આવી છે. કર્મ ફળના આધારે વ્યક્તિને મૃત્યુ પછી ગતિ મળે છે. તેનો નર્કની પ્રાપ્તિ થાય છે. ગરુડ પુરાણમાં તમે વિચાર્યા ન હોય તેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં 28 ગુનાઓ વર્ણવાયા છે. અને તે માટે 28 સજાઓનું વર્ણન છે.  ખરાબ કર્મો કરનાર વ્યક્તિ નરકમાં મોકલવામાં આવે છે, જ્યાં તેમને ખરાબ કર્મોની સજા આપવામાં આવે છે. ગરુડ પુરાણ ગ્રંથમાં મૃત્યુ પછીની સજાઓ, પ્રેત લોક, યમ લોક, નરક તથા 84 લાખ યોનિઓના નરક સ્વરૂપી જીવન વિશે વિસ્તારથી જણાવાયું છે.વ્યક્તિને જેવુ કર્મ કરે તેવુ તેને પરિણામ મળે છે. કોઈ તેમની ક્રિયાઓથી છૂટકારો મેળવી શકશે નહીં. મૃત્યુ પછી આત્માને જીવતી અવસ્થામા કરેલા કાર્યોના આધારે સજા ભોગવવી પડે છે. ૧૮ પુરાણોમાંના એક ગરુડ પુરાણમા આ બધી બાબતોનુ ખૂબ સુંદર વર્ણન છે.

ગરુડ પુરાણમા એવુ કહેવામા આવે છે કે દરેક મનુષ્ય પાસે હંમેશા શ્રવણ નામનો ગણ રહે છે. કોઈને પણ ન દેખાવાવાળો આ ગણ મનુષ્યની આસપાસ ભટકતો રહે છે. સ્વર્ગલોક, પાતાળલોક અને મૃત્યુ્યુલોકમા ભ્રમણ કરનાર આ ગણ ભગવાન બ્રહ્માના પુત્ર છે. આનુ કામ ફરી ફરીને જીવિત જીવના સારા અને દુષ્ટ કર્મોને જોવાનુ છે.શ્રવણ તરીકે ઓળખાતા આ દેવ દુર રહેવા છતા પણ દરેક વસ્તુ પર નજર રાખી શકે છે અને સાંભળી પણ શકે છે. આ કારણોસર તેનુ નામ શ્રવણ છે. જો કોઈ વ્યક્તિ તે બધાથી છુપાવીને કોઈ કામ કરે છે તો પણ શ્રવણને ખબર પડી જાય છે. આ દેવતાઓની મહિલાઓને સ્રાવણી તરીકે ઓળખવામા આવે છે.

આ બધા ધર્મરાજના સંદેશવાહક છે. તેઓ મનુષ્ય દ્વારા કરવામાં આવતી દરેક ક્રિયાઓની માહિતી ચિત્રગુપ્તને પહોંચાડે છે. જ્યારે યમદૂત આત્માને યમલોક પાસે લઈ જાય છે ત્યારે તે પહેલા યમપુરીના દરવાજે દ્વારપાલને જાણ કરે છે. આ પછી દ્વારપાલ ચિત્રગુપ્ત પાસે લઈ જાય છે અને ચિત્રગુપ્ત દ્વારા યમરાજ જાણી શકે છે કે એક કોઈ આત્મા તેની પાસે આવી છે.તે આત્મા દ્વારા કરવામાં આવેલા કાર્યોનો હિસાબ યમરાજા ચિત્રગુપ્તને પૂછે છે. ચિત્રગુપ્ત યમરાજાને બધી માહિતી આપે છે. વિચાર કાર્ય પછી કોઈને સ્વર્ગ લોકમા જગ્યા મળે છે તો કોઈને નર્કના દર્શન કરવા પડે છે.

મૃત્યુ પછી પરલોક જતા જીવઆત્મા સૌથી પહેલા યમરાજને જુએ છે. પદ્મ પુરાણ મુજબ યમલોક પૃથ્વીથી 86000 યોજન (12 લાખ કિલોમીટર)દૂર છે. યમલોકમાં એક નદી વહે છે જેને પુષ્પોદકા નામ આપવામાં આવ્યુ છે પણ યમલોકમાં હોવા છતા તેનુ જળ ખૂબ જ શીતળ અને નિર્મલ બતાવ્યુ છે.  એટલુ જ નહી આ નદીમાં અનેક અપ્સરાઓ રહે છે. યમલોકના દ્વાર પર બે વિશાળ કુતરા પહેરો આપે છે. તેનો ઉલ્લેખ હિન્દુ ધર્મગ્રંથો ઉપરાંત પારસી ગ્રંથોમાં કરવામાં આવ્યુ છે. યમલોકના ચાર દ્વાર છે જેમા પૂર્વી દ્વારથી ફક્ત એ જ આત્માઓ પ્રવેશ કરી શકે છે જેમને ધર્માત્માઓની જેમ પુણ્યના કાર્ય કર્યા હોય. આ ઉપરાંત દક્ષિણ દ્વારથી પાપીઓના પ્રવેશ થાય છે. જેને યમલોકમાં યાતનાઓ ભોગવવી પડે છે.

જીવ ડરે કે ન ડરે, તેણે વહેલા કે મોડા યમરાજાને શરણ થવું જ પડે છે. ઘડિયાળનો ટક-ટક અવાજ સાથે યમરાજ આપણી નજીક આવતા જાય છે. મનુષ્યને દેવી-દેવતાઓનો ભેટો થશે કે નહિં તે નિશ્ચિત નથી પરંતુ તેને યમરાજાનો ભેટો થશે એ વાત નિશ્ચિત છે.યમરાજ યમલોકમાં લઈ જવા માટે પાડા પર અસવાર થઈને આવે છે અને જીવને તેની અજ્ઞાનતાની સજા આપે છે. સજા પૂરી થયા બાદ તે તેને ફરી જન્મ લેવાની તક આપે છે. આ જીવનમાં અજ્ઞાનતા દૂર કરી કર્મના બંધનોમાંથી મુક્ત થવાની તક આપે છે.

પાડો એ અજ્ઞાનતાનું પ્રતીક છે. તેના પરની લગામ એ સજાનું પ્રતિક છે. તામસી પાડો ફક્ત નર્કનો જ રસ્તો જાણે છે. પાડો ધીરે ધીરે ચાલે છે જે સમય સૂચવે છે. સમય બધા માટે સરખો જ ચાલે છે. જે અજ્ઞાનતામાંથી બહાર આવીને સારા કર્મો માટે સમય ફાળવે છે તે સાત્વિક ગુણો ધરાવે છે. એવું કહેવાય છે કે સાત્વિક ગુણ ધરાવતા વ્યક્તિને યમરાજ સ્વર્ગમાં મોકલે છે. સ્વર્ગ એ સમય અને પુનર્જન્મથી પર છે. જે અહીં નથી પહોંચી શકતા તેમણે અવારનવાર જન્મ લેવો જ પડે છે અને જીવન-મૃત્યુના ચક્કરમાંથી છૂટવા માટે વલખા મારવા પડે છે.

About bhai bhai

Check Also

દક્ષિણ ભારતથી એક સાધુ જ્યારે બજરંગ દાસ બાપા ને મળવા આવ્યાં ત્યારે બાપાએ કહી હતી આ ખાસ વાત…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *