26 વર્ષના યુવકે જંગલમાં જઈને વિડીયો બનાવી ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… જુઓ સુસાઈડ પહેલાનો વિડીયો…

0
264

દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ત્રણ દિવસ પહેલા એક યુવકનું મૃતદેહ જંગલમાં ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યું હતું. મૃત્યુ પામેલા યુવક પાસેથી કેટલાક વિડીયો અને પત્રો પણ મળી આવ્યા છે. મૃત્યુ પામેલા યુવકે સુસાઇડ કરતા પહેલા એક વિડીયો અને એક સુસાઇડ નોટ પણ લખી હતી.

જેમાં યુવકે પોતાની ગર્લફ્રેન્ડને મોત માટે જવાબદાર ગણાવી છે. આ ઘટનાનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં યુવક આવી રહ્યો છે કે, તેનું જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક જ તેના જીવનમાં એક છોકરી આવી અને તેને બધું બરબાદ કરી નાખ્યું…. સુસાઇડ નોટમાં મૃત્યુ પામેલા યુવકે યુવતી નું નામ પણ લખ્યું છે અને તેને સજા થાય તેવી માંગ પણ કરી છે.

આ ઉપરાંત એવું પણ લખ્યું છે કે યુવતીએ તેને પ્રેમમાં ફસાવીને લાખો રૂપિયા લૂંટી લીધા છે. આ ચોકાવનારી ઘટના જબલપુર માંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર 16 માર્ચના રોજ રાત્રિના સમયે TFRIના જંગલમાંથી એક ઝાડ પર એક યુવકનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ આશિષ હતું અને તેની ઉંમર 26 વર્ષની હતી.

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર યોગ્ય સુસાઇડ કરતા પહેલા એક વિડિયો પણ બનાવ્યો હતો અને એક સુસાઇડ નોટ પણ લખી હતી. આ પગલું ભરનાર યુવક આશિષ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ઘટનાના દિવસે તેને સાંજે છ વાગ્યાની આસપાસ એક યુવતી સાથે ફોન પર વાત કરી હતી અને પછી ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવકના બેગ્રાઉન્ડમાં જંગલ દેખાઈ રહ્યું છે. વીડિયોમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે, બે ખૂબ જ દર્દ સહન કર્યું છે. ભાંગી જવું કોને કહેવાય? તે માત્ર હું જ જાણું છું. દુનિયા વાળા મારી હસી ઉડાવે છે કે તું છોકરી ના ચક્કરમાં આ બધું કરે છો. પરંતુ એક છોકરી છોકરાને કેટલો તોડી નાખે છે એ કોઈ જાણતું નથી.

જેના ઉપર વીતે છે તે જ જાણે છે. તેને છોકરીનું નામ લેતા કહ્યું હતું કે તેને મારી સાથે ખૂબ જ ખોટું કર્યું છે. મારું જીવન ખૂબ જ સુંદર હતું. હું હસીને કામ કરતો હતો. ત્યારે અચાનક જ એક છોકરી આવી અને તેને બધું બરબાદ કરી નાખ્યું. મેં એક ભૂલ કરી નાખી, તેને મને એક વખત પણ માફ ન કર્યો. મારા મૃત્યુનો જવાબદાર તે છોકરી જ છે. આ ઉપરાંત તેઓ કે વીડિયોમાં ઘણું બધું કહ્યું હતું અને સુસાઇડ નોટ માં પણ ઘણું બધું લખ્યું હતું હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.