Breaking News

આવા મહેલ જેવાં ઘરમાં રહે છે હીમાં કુરૈશી,અંદરથી તો દેખાય છે એટલું સુંદર કે તસવીરો જોઈ આંખો પોહળી થઈ જશે…..

ગેંગ્સ ઓફ વાસેપુર’ ફેમ હુમા કુરેશી હોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થઇ ગઈ છે. ફિલ્મમેકર ઝેક સ્નાયડરની આગામી ફિલ્મ ‘આર્મી ઓફ ડેડ’માં હુમા એક્ટિંગ કરશે. આ ઝોમ્બી ફિલ્મ નેટફ્લિક્સ પ્રોજેક્ટ છે. ઘણા સમયના ગેપ બાદ ઝેક સ્નાયડર ફરી ફિલ્મ ડિરેક્શનમાં પરત ફર્યા છે. ઝેક સ્નાયડરે DC ફિલ્મ્સની ‘મેન ઓફ સ્ટીલ’, ‘બેટમેન vs સુપરમેન: ડૉન ઓફ જસ્ટિસ’, ‘જસ્ટિસ લીગ’ ઉપરાંત ‘300’ જેવી ઘણી ફિલ્મો ડિરેક્ટ કરી છે.

‘આર્મી ઓફ ડેડ’ ફિલ્મની સ્ટારકાસ્ટમાં ભારતની હુમા કુરેશી ઉપરાંત અમેરિકન એક્ટર બટિસ્ટા, બ્રિટિશ એક્ટ્રેસ એલા પર્લનેલ, મેક્સિકન એક્ટ્રેસ એના દે લા રેગુએરા પણ સામેલ છે. ડિરેક્ટર ઝેક સ્નાયડરે 15 વર્ષ પહેલાં ઝોમ્બી હોરર ફિલ્મ ‘ડૉન ઓફ ડેડ’થી જ ડેબ્યુ કર્યું હતું. ‘આર્મી ઓફ ડેડ’ ફિલ્મને જોબી હેરોલ્ડ, શાય હેટન અને સ્નાયડર લખવાનાં છે. ઉપરાંત સ્નાયડર અને તેની પત્ની આ ફિલ્મને પ્રોડ્યૂસ પણ કરી રહ્યાં છે.

હુમા કુરેશીની આ પહેલી હોલિવૂડ ફિલ્મ છે જે ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’ પર રિલીઝ થવાની છે. ઉપરાંત 14 જૂને ‘નેટફ્લિક્સ’ પર જ હુમા કુરેશી સ્ટારર ઓરિજિનલ વેબ સિરીઝ ‘લેલા’ રિલીઝ થવાની છે.પોતાનાં બોલ્ડ સ્ટેટમેન્ટ્સ અને ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહેનારી હુમા કુરેશીએ સોશિયલ મીડિયા પર એક એવો ફોટો શેર કર્યો છે, જેને કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. નવાઈની વાત તો એ છે કે એક તરફ મહિલાઓ પોતાની સાથે થતાં દુર્વ્યવહાર વિરુદ્ધ ની સાથે અવાજ ઉઠાવી રહી છે, તો કેટલાક ટ્રોલ કરનારા લોકો હજુ પણ અસભ્ય ભાષાનો પ્રયોગ કરી રહ્યાં છે.

હુમા કુરૈશી એ પોતાની ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરમાં પોતાના અભિનય થી દર્શકો ને ખુબ રોમાંચિત કર્યા આ ફિલ્મ માં હુમા એ જણાવ્યું કે પરફેક્ટ ફીગર હોવી જ બધું નથી હોતું પરંતુ તમારો અભિનય એવો હોવો જોઈએ કે ફિલ્મ માં તમારો કિરદાર બખૂબી નીખરેલ દેખાઈ દે જેને દેખીને દર્શક તમારા કામ ની પ્રશંસા કરે. હુમા પોતાની ફિગર ને લઈને વધારે ટેન્શ નથી લેતી હુમા ફક્ત અને ફક્ત પોતાના અભિનય પર પૂરું ધ્યાન લગાવે છે.

બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશી આજે તેનો 34 મો જન્મદિવસ મનાવી રહી છે. હુમાનો જન્મ દિલ્હીમાં થયો હતો. હુમા દિલ્હીના ગ્રેટર કૈલાસની રહેવાવાળી છે. તેના પિતા સલીમ નામની રેસ્ટોરન્ટ ચેન ચલાવે છે અને તેનો ભાઈ સાકીબ છે. મોડી રાત્રે અભિનેત્રીએ તેનો જન્મદિવસ તેના પરિવાર સાથે ઉજવ્યો, જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

તેની સુંદરતા અને અભિનય દ્વારા દરેકનું દિલ જીતી લીધું છે. હુમા એક અભિનેત્રી છે જે ખૂબ જ ઓછા સમયમાં ખૂબ પ્રખ્યાત થઈ છે. અભિનેત્રીને તેની ટૂંકી કારકિર્દીમાં 3 ફિલ્મફેર નોમિનેશન થી નવાજવામાં આવી છે.હુમાએ અનુરાગ કશ્યપની ગેંગ ઓફ વાસીપુરથી તેની શરૂઆત કરી હતી. હુમાએ બોલિવૂડ પહેલા એડ ફિલ્મોમાં કામ કર્યું હતું.આ ફિલ્મ પછી, હુમાએ ક્યારેય પાછળ જોયું નહીં. આ ફિલ્મ પછી હુમા બોલિવૂડમાં છવાઈ ગઈ હતી. ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે હુમા ને શોધી હતી.

ટીવી કમર્શિયલમાં તેની અભિનય જોઈને અનુરાગ કશ્યપે તેમને તેમની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ માં કામ કરવાની તક આપી. ગેંગ્સ ઓફ વાસેપુર ભાગ -1 અને ભાગ 2 માં હુમાના કાર્યને સારી પ્રશંસા મળી હતી.હુમાના માતાપિતા ઇચ્છતા નહોતા કે તેણી ક્યારેય અભિનેત્રી બને. પરંતુ તેના ભાઈ સાકિબ સલીમે આ મામલે હુમાને ખૂબ મદદ કરી.હુમાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવ્યા પછી મુંબઈમાં એક ઘર બનાવ્યું છે. હુમાનું મુંબઇમાં ખૂબ વૈભવી ઘર છે. હુમાનું ઘર નું વાતાવરણ ખૂબ શાંત છે.

હુમાએ ઘરમાં વ્હાઇટ થીમનો ઉપયોગ કર્યો છે. હુમાનું ઘર સફેદ પડધાથી ઢંકાયેલું છે અને આ ઉપરાંત તેણે રંગબેરંગી સોફા કવર પણ મૂક્યા છે. હુમાએ તેના ઘરની હરિયાળીનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. તે પેઇન્ટિંગ્સની ખૂબ શોખીન છે.આ પછી તેને લવ શવ તે ચિકન ખુરાના, એક થી ડીયાન ‘ડેઢ ઇશ્કિયા ઔર બદલાપુર’ જેવી ફિલ્મોમાં પસંદ કરવામાં આવી હતી.તેણે ઘરની દિવાલ પર અનેક તસવીરો લટકાવી દીધી છે. આ તસવીરોમાં હુમા અને તેના પરિવારની તસવીરો પણ છે. હુમાના ઘરે પેટ ડોગ પણ છે.વર્કફ્રન્ટની વાત કરીએ તો હુમા કુરેશી છેલ્લે છેલ્લે નેટફ્લિક્સની વેબ સિરીઝ લૈલામાં જોવા મળી હતી. હવે હુમા કુરેશી બેલ બોટમ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે..

આ સિવાય  હુમા કુરેશી ચૅરિટી માટે વર્ચ્યુઅલ અંતાક્ષરી રમવા જઈ રહી છે. અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરના ફાઉન્ડેશન ફૅનકાઇન્ડ સાથે મળીને તે એનું આયોજન કરી રહી છે. ફૅનકાઇન્ડ દ્વારા ડોનેટ કરનાર પાંચ લકી વિનરને તેની સાથે આ અંતાક્ષરી રમવાનો ચાન્સ મળશે. આ માટે કડલ્સ ફાઉન્ડેશન પણ સાથે મળ્યું છે. આ માટે ચૅરિટી આજથી શરૂ થશે અને એ ૧૩ નવેમ્બર સુધી ચાલશે.

૧૪ નવેમ્બરે એના વિજેતાઓ જાહેર કરવામાં આવશે. આ દ્વારા મળેલા પૈસાથી કૅન્સરની સામે લડતાં ગરીબ બાળકો માટે ન્યુટ્રિશનથી ભરપૂર ગરમ વાનગીઓ અને જરૂરી સપ્લિમેન્ટ્સ પૂરાં પાડવામાં આવશે. આ વિશે હુમા કુરેશીએ કહ્યું હતું કે ‘કૅન્સરની સામે પીડાતાં ગરીબ બાળકો માટે ન્યુટ્રિશનથી ભરપૂર ભોજન પૂરું પાડવા માટે આ કામમાં જોડાવાની મને ખુશી છે. દરેક બાળકને સારું ભવિષ્ય મળે એ તેમનો અધિકાર છે અને એમાં હું નાનકડું મારું યોગદાન આપી રહી છું. હું કડલ્સ ફાઉન્ડેશન દ્વારા મળીને આ કામ કરી રહી છું જેઓ કૅન્સરને માત આપવામાં મદદ કરે છે. લાંબા સમય બાદ ચાહકો સાથે અંતાક્ષરી રમવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.’

About bhai bhai

Check Also

માત્ર 21 વર્ષ ની ઉંમર માં જ આ મોડલ બની ગઈ હતી અરબોપતિ,અને એક દિવસ માં લે છે 500 સેલ્ફી,જોવો તસવીરો….

નમસ્કાર મિત્રો આજ ની અમારી પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *