Breaking News

આદુ અને એલોવેરા ખરતા વાળની સમસ્યાથી અપાવશે છૂટકારો,આ રીતે બનાવો પેસ્ટ…

બધા ઈચ્છે છે કે અમારા વાળ કળા લાંબા અને ઘટ હોય કારણ કે વાળ આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. જયારે વાળ માથા પર હોતા નથી ત્યારે આપણે સમાજમાં હાસીનું પાત્ર પણ બની શકીએ છીએ. આજે વાળ સંબંધિત ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઇ ગઈ છે જેવી કે ખરતા વાળ અને નબળા વાળ વગેરે. આજે પુરુષ હોય કે સ્ત્રી બધા ઈચ્છે છે કે તેમના વાળ સ્વસ્થ અને મજબુત રહે અને જેના માથા પર વાળ નથી તે ઈચ્છે છે કે તેમના વાળ ફરીથી પાછા આવે.

વાળ માટે ઘણા બધા વ્યક્તિ ઘણા બધા ઉપાય પણ કરે છે પરંતુ ખુબ ઓછા લોકોને તેમાંથી ફાયદો મળે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એક એવા ઘરગથ્થું ઉપચાર વિષે જેનો ઉપયોગ કરીને તમે તમારા વાળ સંબંધિત બધી સમસ્યાઓ દુર કરી શકો છો. અને આના ઉપયોગથી તમારા વાળ સ્વસ્થ અને મજબુત બની જાય છે અને આના નિયમિત ઉપયોગથી તમારા માથા પર નવા વાળ પણ ઉત્પન્ન થવા લાગે છે.

દરેક લોકો વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે. બદલાતી ઋતુમાં આ સમસ્યા હજી વધારે છે. આવી સ્થિતિમાં લોકોને શું કરવું તે સમજાતું નથી. કેટલાક લોકો વાળ ખરવા માટે મોંઘા ઉત્પાદનો અજમાવે છે અને કેટલાક તેમનું નિયમિત શેમ્પૂ અને કન્ડિશનર બદલી નાખે છે પરંતુ તેમાં બહુ ફરક પડતો નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને દાદીની કેટલાક ઘરેલુ નુસખા જણાવીશું, જેનાથી વાળ ખરવા જ નહીં, પણ વાળ સ્વસ્થ, લાંબા, જાડા અને ચળકતા પણ બનશે.

ચાલો જાણીએ ખરતા વાળથી છૂટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાય.સામગ્રી.આદુ – થોડુંક.એલોવેરા – 1
સ્પ્રે બોટલ -1.

બનાવવાની રીત.પહેલા આદુની છાલ કાઢીને અને એલોવેરા જેલ્સ કાઢી લો. તેને બ્લેન્ડરમાં નાખો અને તેને સારી રીતે પીસી લો અને થોડી સેકંડ રાખો, જેથી તે પાણીની જેમ થોડું પાતળું થઈ જાય. આ મિશ્રણને સારી રીતે ગાળી લો જેથી તેના રેસા નીકળી જાય. હવે આ મિશ્રણને સ્પ્રે બોટલમાં નાંખીને ફ્રિજમાં સ્ટોર કરો.કેવી રીતે વાપરવું.

તેને વાળના મૂળમાં સારી રીતે સ્પ્રે કરો. પછી તમારા વાળને કપડાથી ઢાંકીને આખી રાત રહેવા દો. માઇલ્ડ શેમ્પૂથી સવારે વાળ ધોવા. અઠવાડિયામાં ઓછામાં ઓછું 1 વખત તેનો ઉપયોગ કરો. જો તમારી ત્વચા સંવેદનશીલ છે, તો તે તમને કેટલીક સમસ્યાઓ થઇ શકે છે, તેથી પ્રથમ પેચ ટેસ્ટ કરો. તેના નિયમિત ઉપયોગથી ખરતા વાળની સમસ્યા દૂર થશે.શા માટે ફક્ત આદુ અને એલોવેરા.

આદુ.ખરેખર, આદુ સ્કેલ્પ ઉપરની ચામડીમાં રક્ત પરિભ્રમણ વધારે છે તેમજ તેમાં રહેલા ફેટી એસિડ્સ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને અન્ય વિટામિન પણ વાળ માટે ફાયદાકારક છે. તે ફોલિકલ્સને મજબૂત કરીને સ્વસ્થ વાળના વિકાસમાં મદદ કરે જેથી તમારા વાળ ખરે નહીં.

એલોવેરા.એલોવેરા હાઇડ્રેટ્સ અને તમારા વાળની ​​સ્થિતિ. ઉપરાંત તેમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ ખોડાને દૂર કરે છે. આનાથી ફક્ત વાળ ખરવાના જ ઓછા થતા નથી. પરંતુ તે તેને નરમ, ચમકતા અને સ્વસ્થ પણ બનાવે છે.બીજો ઉપાય.જરૂરી સામગ્રી :1. આમળાનો પાઉડર.2. દહીં.3. જેતુનનું તેલ.4. એલોવેરા.

પેસ્ટ બનાવવાની વિધિ અને ઉપયોગ કરવાની રીત.ઉપર જણાવેલી બધી સામગ્રીને સમાન માત્રામાં લઈને તેની એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે તમારો ઘરગથ્થું ઉપચાર તૈયાર છે. આ પેસ્ટને અઠવાડિયામાં ૩ વખત પોતાના વાળ અને વાળના મૂળ પર સારી રીતે લગાવવાની છે અને આને ૨૦ મિનીટ માટે લગાવી રાખવાની છે ત્યારે બાદ તમારે પાણીથી વાળ સાફ કરવાના છે. આવું કરવાથી તમારા વાળ માત્ર ૩ વખત ઉપયોગ કરવાથી જ સ્વસ્થ અને મજબુત બની જાય છે અને જેના માથા પર વાળ નથી તેના માથા પર નવા વાળ ઉત્પન્ન થવા લાગે છે. આ ખરતા વાળને પણ રોકે છે. આનાથી ફોતરી નાશ પામે છે અને સફેદ વાળ કળા થવા લાગે છે.

આના ઉપયોગથી વાળ સંબંધિત બધી સમસ્યાઓમાં ફાયદો થાય છે પછી તે મહિલા હોય કે પુરુષ બધાને એક વાર આનો ઉપયોગ કરીને જરૂર જોવું જોઈએ કારણ કે આ ઘરે સરળતાથી બનતો ઉપચાર છે. આ ઉપચાર એટલો કારગર છે કે ખરતા વાળને ૩ દિવસમાં રોકી દે છે, મૂળમાંથી નવા વાળ ઉગાડે છે, સફેદ વાળ પણ કળા થઇ જાય છે, ઘડપણ સુધી વાળને બચાવવા હોય તો આને અઠવાડિયામાં ૩ વખત લગાવો.

અન્ય ઉપાયો.સૌથી પહેલા ૧૦૦ ગ્રામ ત્રિફળા ચૂર્ણ લઈને એને કપડાથી ચાળી લો. પછી આ ત્રિફળા ચૂર્ણમાં એટલો ગોળ ભેળવો, કે જેથી તેની ગોળીઓ બની શકે. ત્યારબાદ તેની મોટી મોટી ગોળીઓ બનાવી લો. તમે રોજ સવારે વાસી મોઢે આની એક ગોળી ચાવીને ખાઈ લો. થોડા જ દિવસમાં સફેદ વાળની જગ્યાએ કાળા વાળ આવવાના શરુ થઇ જશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આ ઉપાયો સફેદ વાળને કાળા કરવાની સાથે સાથે વાળને ખરતા પણ અટકાવે છે, અને એને જરૂરી પોષણ પણ આપે છે. જેથી વાળ પાતળા થતા નથી. તેમજ ટાલિયા માથા વાળા પણ આ ઉપાય અજમાવે એનાથી તમને સારા પરિણામ મળશે.

દહીંમાં એન્ટિ ફંગલ તત્વો હોય છે જેને કારણે તે ડેન્ડ્રફથી છૂટકારો અપાવે છે. વાળને મોઈશ્ચરાઈઝ કરીને ટેક્સચર સ્મૂધ બનાવે છે. દહીંને કારણે વાળ ચમકીલા અને સુંદર દેખાય છે. ખાસ કરીને તે વાળને હેલ્ધી બનાવે છે અને ખરતા અકાવે છે. તે સ્કાલ્પના pH લેવલ જાળવી રાખે છે અને તે કૂલિંગ ઈફેક્ટ આપે છે જેને કારણે વાળ ખરતા અટકે છે. જાણો વાળ ખરતા અટકાવવા માટે દહીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય.

1 કપ ફ્રેશ દહીંને ઓલિવ ઓઈલ સાથે મિક્સ કરો. આ પેકને બધા જ વાળ પર લગાવી દો. આ થિક પેસ્ટથી હળવે હાથે માથામાં મસાજ કરો. આ મિક્સર વાળના બધા જ મૂળિયામાં બરાબર લાગે તે વાતનું ખાસ ધ્યાન રાખો. તમે મહિને બે વાર આ હેર પેક લગાવશો તો તમારા વાળ મજબૂત બનશે અને ખરતા અટકી જશે.

આ સિવાય દહીં અને મરી પણ ઉપયોગી છે.આ પેસ્ટ બનાવવા માટે છથી 7 મરીને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી દો. તેમાં તાજુ દહીં મિક્સ કરો. આ પેસ્ટને તમારા વાળમાં લગાવી દો અને અડધો કલાક રહેવા દો. તે સૂકાઈ જાય પછી તેને ઠંડા પાણીથી ધોઈ નાંખો. આવું અઠવાડિયામાં ત્રણ વાર કરશો તો ડેન્ડ્રફ દૂર થઈ જશે અને વાળ ખરતા અટકી જશે.

અડધો કપ દહીં લો અને ત્રણ ચમચા મેથીનો પાવડર લો. આ પેસ્ટને બ્રશની મદદથી વાળમાં લગાવી દો. કલાકમાં પેસ્ટ સૂકાઈ જાય પછી વાળ ધોઈ નાંખો. તમે માઈલ્ડ શેમ્પૂનો પણ ઉપયોગ કરી શકો છો. આ માસ્કમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન D અને વિટામિન B5 હોવાથી તે વાળ માટે ખૂબ ફાયદાકારક છે.

વાળ અને સ્કિન માટે લીંબુ કેટલું ફાયદાકારક છે તે આપણે જાણીએ છીએ. જો તમારે બહુ જ વાળ ખરતા હોય તો એક લીંબુના રસ સાથે એક કપ દહીં મિક્સ કરો અને વાળમાં મસાજ કરો. તેને સૂકાવા દો અને વાળ હૂંફાળા પાણીથી ધોઈ નાંખખો. આમ કરવાથી ડેન્ડ્રફ દૂર થશે, વાળ ખરતા અટકશે અને ભવિષ્યમાં ડેન્ડ્રફ થવાની શક્યતા ઘટી જશે.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *