Breaking News

આજે ફરી ભારતના આ રાજયમાં ,મોડી રાત્રે ભૂકંપના 4.6 ના તીવ્રતા થી ધરતી હલી…

મિત્રો રાજસ્થાનના જાલોરમાં મોડી રાત્રે 2.26 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 જણાવવામાં આવી રહી છે જો કે સદ્દનસીબે હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી તમને જણાવી દઈએ કે મોડી રાત્રે જ્યારે ધરતી ધ્રૂજી ત્યારે લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા.

બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. પાલનપુર, અમીરગઢ, દાંતીવાડા, વડગામ, ભાખર, વાઘરોળ સહિતના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપથી લોકો ઘર બહાર દોડી આવ્યા હતા બીજી બાજુ રાજસ્થાનના જાલોરમાં આવેલા ભયાનક ભૂકંપની અસર સમગ્ર બનાસકાંઠામાં જોવા મળી હતી. બનાસકાંઠા વિસ્તારમાં આવેલા અંબાજીમાં તેની અસર વધુ જોવા મળી હતી.

મિત્રો ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી પંથકમાં પણ મોડરાત્રે ભુકંપના આંચકા અનુ઼ભવાયા હતા. જાણવા મળી રહ્યું છે કે અંબાજીમાં રાત્રે 2. 27 કલાક એ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. જેમાં અંબાજી, આબુરોડ, માઉન્ટઆબુ વિસ્તારનો સમાવેશ થાય છે. અડધી રાત્રે ભૂંકપના આંચકાથી સૂઈ રહેલા લોકો બહાર પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા. રિકટર સ્કેલ પર 2.6 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિદુ પાલનપુરથી 92 કિલોમીટર દુર ભીનામાલ પાસે હોવાનુ મનાઈ રહ્યુ છે.

રાજસ્થાનમાં આવેલા ભૂકંપના આંચકાથી બનાસકાંઠા સરહદી વિસ્તારોમાં પણ ધરતી ધ્રુજતી હતી. જિલ્લાના વાવથી 84 કિમી દૂર રાજસ્થાનનું બાડમેર ભૂકંપનું એપી સેન્ટર બન્યું હતું. જેની અસર બનાસકાંઠા જિલ્લાના વાવના અનેક ગામમાં જોવા મળી હતી. જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકોએ પણ સરહદી વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.

મિત્રો નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર મોડી રાત્રે જાલોરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં તેનું કેન્દ્રબિંદુ શોધી કાઢવામાં આવી રહ્યું છે. ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી. મળતી માહિતી મુજબ મોડી રાત્રે 2.26 કલાકે આવેલા ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા.

About bhai bhai

Check Also

રાજ્યમાં વરસાદી માવઠા ને લઈને અંબાલાલ પટેલ ની મોટી આગાહી,જાન્યુઆરી ની આ તારીખ વચ્ચે…

હાલમાં રાજ્યભરમાં શિયાળાની ઠંડી નું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ફરી એક વખત અંબાલાલ પટેલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *