આજેજ છોડી દો આ લોટ થઈ શકે છે હૃદય રોગ, હાડકાની સમસ્યા અને કબજિયાત જેવી અનેક બીમારીઓ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરે છે, તેઓ મેદા ના લોટથી બનાવેલી વસ્તુઓ ખાતા નથી. જો તમે તમારા આહારમાં મેદા ના લોટનો સમાવેશ કરો છો, તો તે તમને તરત જ નુકસાન કરશે નહીં. લોટની ઘણી આડઅસરો હોય છે, જે લાંબા સમય સુધી ઉપયોગ પછી જ જાણીતી બને છે. આવી સ્થિતિમાં આજે અમે તમને મેદાના લોટના ગેરફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સ્થૂળતામાં વધારો.વધારે મેદાનો લોટ ખાવાથી શરીરનું વજન વધવાનું શરૂ થાય છે અને તમે મેદસ્વી થવાનું શરૂ કરો છો. એટલું જ નહીં, તે લોહીમાં કોલેસ્ટરોલનું સ્તર અને ટ્રાઇગ્લાઇસેરાઇડ પણ વધારે છે. જો તમે વજન ઓછું કરવા માંગતા હોય તો તમારા ખોરાકમાંથી મેદાના લોટને કાયમ માટે દૂર કરો.ખરાબ પેટ.મેદાનો લોટ પેટ માટે ખરાબ છે કારણ કે તેમાં કોઈ ફાઇબર હોતું નથી, જેનાથી કબજિયાત થાય છે.ફૂડ એલર્જી થાય છે.આ લોટમાં ગ્લુટેન હોય છે, જે ફૂડ એલર્જીનું કારણ બને છે. મેદાના લોટમાં મોટા પ્રમાણમાં નત્રિલ દ્રવ્ય મળે છે, જે ખોરાકને લવચીક બનાવે છે. તે જ સમયે, ઘઉંના લોટમાં ખૂબ ફાઇબર અને પ્રોટીન જોવા મળે છે.

હાડકાં નબળા પડે છે.મેંદા નો લોટ બનાવતી વખતે, તેમાંથી પ્રોટીન બહાર આવે છે અને તે એસિડિક બને છે જે હાડકાંમાંથી કેલ્શિયમ ખેંચે છે. આ હાડકાઓને નબળા બનાવે છે.રોગ થવાની શક્યતા વધે છે.નિયમિતપણે મેદાનો લોટ ખાવાથી શરીરની વ્યવસ્થા નબળી પડે છે અને ફરી બીમાર થવાની સંભાવનાઓ વધવા લાગે છે.

ડાયાબિટીસનું જોખમ.તેને ખાવાથી ખાંડનું સ્તર તરત જ વધી જાય છે કારણ કે તેમાં ખૂબ ઊંચું ગ્લાયકેમિક ઇન્ડેક્સ છે. તેથી જો તમે વધારે લોટ પીતા હોય તો સ્વાદુપિંડની ચિંતા કરવાનું શરૂ કરો કારણ કે તે એકવાર યોગ્ય રીતે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરશે, પરંતુ જો પુનરાવર્તન થાય તો તે કામ ધીમું કરશે, જેનાથી શરીરમાં ઇન્સ્યુલિનનું ઓછું ઉત્પાદન થાય છે અને તમે ડાયાબિટીઝનો શિકાર બનશો.સંધિવા અને હૃદય રોગ.જ્યારે બ્લડ શુગર વધે છે, ત્યારે ગ્લુકોઝ લોહીમાં એકઠું થવાનું શરૂ કરે છે, ત્યારબાદ તે શરીરમાં એક રાસાયણિક પ્રતિક્રિયા પેદા કરે છે, જેનાથી સંધિવા અને હૃદયરોગ થાય છે.

મેદો પાચનતંત્ર અને પેટના રોગો પણ વધારે છે. તેમ છતાં લોકો મેદાની વસ્તુઓ ખાવનું છોડતાં નથી. જેથી આજે અમે તમને આ લોટના ગંભીર નુકસાન જણાવીશું.જો તમે સામાન્ય ખોરાક લીધો હોય તો શરીરમાંથી બહાર નીકળતા તેને 24 કલાક લાગે છે, અને એમાં પણ જો ફ્રુટ કે દૂધ લીધું હોય તો ૧૮ કલાકમાં પચે છે.જો કે આહારમાં મેંદાની વસ્તુઓ લેવામાં આવે તો એને પચતા 65 કલાક જેવો સમય લાગે છે, પરિણામે આટલા સમય સુધી મેંદો આંતરડાની દીવાલને ચોંટેલા રહે છે,

દિવાલને નુકસાન પણ કરી શકે, સાથે પોષક તત્વોને પણ નુકસાન પહોંચાડે છે, પીઝા, સેન્ડવીચ,અને જંક ફૂડ પર વધેલા ચલણને પગલે છેલ્લા પાંચ વર્ષમાં પેટ અને આંતરડાના રોગોમાં બે ગણો વધારો થયો છે.કેમ નુકસાનકારક છે મેદો?મેદો અને ઘઉંનો લોટ બંને ઘઉંમાંથી જ બને છે પણ તેને તૈયાર કરવાની રીત એકદમ જુદી છે. ઘઉંનો લોટ તૈયાર કરવામાં ઘઉંની ઉપરનું ગોલ્ડન પડ કાઢવામાં આવતું નથી, આ પડ ડાયટરી ફાયબરનો બેસ્ટ સોર્સ છે.

લોટને થોડો કરકરો દળવામાં આવે છે જેથી ઘઉંમાં રહેલાં બધાં જ પોષક તત્વો નષ્ટ થતાં નથી. જ્યારે મેદો બનાવવા માટે ઘઉંના ઉપરના ગોલ્ડન પડને કાઢી દેવામાં આવે છે પછી માત્ર સફેદ ભાગને એકદમ ઝીણું દળવામાં આવે છે. તેનાથી ઘઉંના બધાં જ પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. સાથે જ મેદાનો સફેદ ચમક આપવા માટે તેને કેલ્શિયમ ડાઈ ઓક્સાઈડ, ક્લોરીન ડાઈ ઓક્સાઈડથી બ્લીચિંગ પણ કરવામાં આવે છે. આ કેમિકલ્સ સ્વાસ્થ્ય માટે બહુ જ ખરાબ સાબિત થાય છે.

જંકફૂડમાં મેંદો વપરાય છે તે ખતરનાક છે આંતરડાના રોગોમાં યોગ્ય દવા અને લાઇફસ્ટાઇલ સુધારવાથી ફાયદો થાય છે જેમાં જમ્યા પછી બે કલાક સૂવું નહીં અને વજન ઉપાડવું નહીં ભૂખ કરતાં ઓછું ખાવું તળેલા મરી-મસાલા, ખાટા-મીઠા, ચોકલેટ, ખાવા ન ખાવા,ખોરાકમાં અનાજનું પ્રમાણ ઓછું કરો અને ફ્રૂટ્સ વેજિટેબલ્સનું પ્રમાણ વધારો સામાન્ય રીતે આંતરડાનું કેન્સર દવાનું પ્રમાણ વધતું લિવરમાં સોજો થવો કિડનીની સમસ્યા બ્રેન ટ્યુમર અને કાન આંખના ઇન્ફેક્શન થવાની દર્દીને ઉલ્ટી વારંવાર થાય છે.

મેદા ખાવાના નુકસાન,પેટને પહોંચાડે છે નુકસાન.મેદો બહુ જ ચિકણો અને સ્મૂધ હોય છે. તેમાં ડાયટરી ફાયબર ન હોવાથી તે પડવામાં ભારે પડે છે. જેના કારણે તે આંતરડામાં ચોંટી જાય છે અને ઘણી બીમારીઓ થવાનો ખતરો પણ વધારે છે. તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા પણ વધે છે.ગઠિયા અને હાર્ટ માટે નુકસાનકારક.મેદો અને તેની બનાવટો ખાવાથી બ્લડમાં શુગર લેવલ વધી જાય છે અને બ્લડમાં ગ્લુકોઝ જામવા લાગે છે. જેના કારણે ગઠિયા અને હાર્ટ ડિસીઝનો ખતરો વધે છે.

તેથી બચવ તીખો અને ગરમ મસાલા વાળો ખોરાક બને ત્યાં સુધી ઓછો લેવો જોઇએ તેમ જ તીખો ગરમ મસાલા વાળો ખોરાક બને ત્યાં સુધી ઓછો લેવો જોઈએ ખોરાકમાં પ્રવાહી લો, ખોરાકની સાથે કોકોનટ વોટર, લીંબુપાણી, નારંગીનો જ્યુસ લઈ શકાય તેમ જ ખોરાકમાં અનાજનાં પ્રમાણ ઘટાડવું જોઇએ.તેમ જ ફળો તેમજ લીલાં શાકભાજી લેવા જોઈએ, આ સાથે બને એટલો કઠોડ લો, અને અનાજમાં પણ લિમિટેશન રાખવું અને આજના આ સમયે ખૂબ જરૂરી છે.ડાયાબિટીસ.મેદામાં હાઈ ગ્લાઈસેમિક ઈન્ડેક્સ હોય છે.

જે શુગર લેવલને તરત વધારે છે. આ પેન્ક્રિયાઝ માટે પણ નુકસાનકારક છે. ડાયાબિટીસના દર્દીઓએ મેદાથી દૂર જ રહેવું જોઈએ.હાડકાંઓ નબળા બનાવે છે.મેદાને તૈયાર કરતી વખતે તેમાંથી બધાં જ પોષક તત્વો નીકળી જાય છે. જેના કારણે તે એસિડિત બની જાય છે. આ હાડકાંઓમાં કેલ્શિયમ એબ્સોર્બ કરતાં રોકે છે. જેના કારણે હાડકાંઓ નબળા થવા લાગે છે.પીત્ઝા અને બર્ગર ખાવાથી ડાયાબિટીસનો ખતરો વધે એવું કોઇ આપણને કહે તો સ્હેજેય શંકા તો પડે જ કે આમાં તે ક્યાં વળી એટલી સુગર હોવાની કે ડાયાબિટીસ વળગવાનો હતો?

તમારી વાત સાચી છે. પીત્ઝા-બર્ગરમાં સુગર ભલે ઓછી હોય, પણ આ બનાવટો જેમાંથી તૈયાર થાય છે તે મેંદાના પ્રોસેસિંગમાં એલોક્સેન નામનું જે તત્વ વપરાય છે તેનાથી ડાયાબિટીસ થવાનો ખતરો રહે છે.આરોગ્યજગતમાં મેંદો, સાકર અને મીઠું આ સફેદ ત્રિપુટીને ધ થ્રી ડેવિલ્સ એટલે કે શેતાન તરીકે ઓળખવામાં આવે છે. આ થ્રી વ્હાઇટ્સથી ચેતીને ચાલવાની સલાહ ડોક્ટર્સ તથા ડાયેટિશ્યન્સ આપી રહ્યા છે.

પરંતુ અફસોસની વાત એ છે કે અત્યારે રોજિંદા આહારમાં આ ત્રણ ચીજોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. નૂડલ્સ, પીત્ઝા, પાસ્તા, પેસ્ટ્રીઝ, સેન્ડવિચ જેવી આઇટમો આજના યંગસ્ટર્સની પહેલી પસંદ છે; પરંતુ એ શેતાનની જેમ શરીરને અંદરથી ખોખલું કરી રહી છે.ઈમ્યૂન સિસ્ટમ.મેદો ખાવાથી ઈમ્યૂન સિસ્ટમ નબળી થવા લાગે છે. જેના કારણે બીમારીઓ થવાનો ખતરો પણ વધી જાય છે. જેથી સ્વસ્થ રહેવું હોય તો મેદો બને એટલો ઓછો ખાવો જોઈએ.ફૂડ એલર્જી.મેદામાં બહુ વધારે પ્રમાણમાં ગ્લૂટેન હોય છે.

જેથી તેને ખાવાથી ઘણાં લોકો ફૂડ એલર્જીની સમસ્યા પણ જોવા મળે છે.મેંદો પચવામાં ખૂબ ભારે છે. એ સત્વહીન છે. પાચનતંત્રના અવયવોમાં ચોંટીને અનેક પ્રકારની બીમારીને આમંત્રણ આપે છે. વેસ્ટર્ન દેશોમાં એને જન્ક કહે છે. એમાં ફાઇબર એટલે કે રેસા નથી હોતા. એનો ઉપયોગ ગ્લુ તરીકે ચોંટાડવામાં કરવામાં આવે છે. એને માનવીનો મોટામાં મોટો દુશ્મન ગણવામાં આવે છે.

મેંદો શરીરને કઈ રીતે એ નુકસાન પહોંચાડે છે, એમાં કયાં તત્વો છે જે શરીર માટે જોખમી છેએનાથી કેવી-કેવી તકલીફો થઈ શકે છે વગેરે વિશે વિસ્તારપૂર્વક જાણીએ.મેંદાને વ્હાઇટ ફ્લોર, રિફાઇન્ડ ફ્લોર, ઓલ પર્પઝ ફ્લોર, પેસ્ટ્રી ફ્લોર તરીકે ઓળખવામાં આવે છે. ઘઉંનું પ્રોસેસિંગ થાય ત્યારે એમાંથી ફાઇબર, અસ્તર, વિટામિન્સ, ફોસ્ફરસ તથા મેન્ગેનીઝ નીકળી જતાં જે વેસ્ટ અથવા કચરો વધે છે એ છે મેંદો.મેંદો તો આપણા બાપ-દાદાના જમાનાથી વપરાતો આવ્યો છે, પરંતુ એનું પ્રોસેસિંગ અત્યારની જેમ થતું નહીં.

એને સફેદ બનાવવા માટે ન તો બ્લીચિંગને લગતાં કેમિકલ્સ વપરાતાં કે ન તો એનું ટેક્સચર લાવવા માટે એલોક્સેન જેવા ખતરનાક કેમિકલનો ઉપયોગ થતો.દિવાળી વખતે ઘેર-ઘેર મેંદો બનતો. એના માટે સફેદ ઘઉંને ૪-૫ કલાક પલાળવામાં આવતા. ત્યાર બાદ એને કોરા કરીને એનો બારીક લોટ દળવામાં કે દળાવવામાં આવતો.

આ લોટને મલમલના કપડા વડે ચાળીને એનો ઉપયોગ દહીંથરા, સુંવાળી, ફરસી પૂરી, ઘૂઘરા, ઘારી કે જલેબી બનાવવા થતો.બેશક, આમાં ન્યુટ્રિશન ઓછું થાય ખરું, પરંતુ કેમિકલ્સની આડઅસરથી બચી શકાય.મેંદો બને છે તો ઘઉંનું પ્રોસેસિંગ કરીને જ, પણ તેની કેમિકલ પ્રોસેસ આપણા શરીર માટે નુકસાનકારક છે. ઘઉંમાંથી બનેલા મેંદાનો અસલ કલર જરા પીળાશ પડતો હોય છે. આ પીળાશને દૂર કરીને સફેદ બનાવવા એને બ્લીચ કરાય છે. આવો સુંદર સફેદ કલર બેન્ઝોઇલ પેરોક્સાઇડ નામના કેમિકલને આભારી છે.

વળી મેંદાને સુંવાળું ટેક્સચર આપવા એક અન્ય કેમિકલ એલોક્સેનનો ઉપયોગ કરાય છે.આ એક ખતરનાક કેમિકલ છે. એ આપણા શરીરમાં પ્રવેશતાં આપણા સ્વાદુપિંડની અંદર રહેલા બીટા સેલ્સનો નાશ કરે છે. આપણા શરીરમાં ઝરતું ઇન્સ્યુલિન આ બીટા સેલ્સને આભારી છે. આ કોષોનો નાશ થતાં શરીરની ઇન્સ્યુલિન બનાવવાની ક્ષમતામાં ઘટાડો થાય છે અને પરિણામે નવા ડાયાબેટિક પેશન્ટોનો જન્મ થાય છે.

આ કેમિકલનો ઉપયોગ આમ તો લેબોરેટરીમાં ઉંદર તેમજ ગિની પિગ્સ પર થાય છે. ઇન્સ્યુલિનની અસરનો અભ્યાસ કરવા માટે પ્રાણીઓના શરીરમાં એલોક્સેનનું ઇન્જેક્શન આપવામાં આવે છે. એથી તેઓમાં ડાયાબિટીસનો રોગ ઉત્પન્ન થાય. એક વાર આ રોગ દેખા દેવા માંડે પછી એની અસરનો રીતસર અભ્યાસ કરવામાં આવે છે.મેંદો આરોગવાથી આમ અજાણપણે આ ખતરનાક કેમિકલ એલોક્સેન આપણા શરીરમાં છૂપા રુસ્તમની જેમ પ્રવેશીને ડાયાબેટિક બનાવે છે.

જાણીને નવાઈ લાગશે, પરંતુ જ્યારે બ્રિટિશરોને ૧૯૪૬માં ખબર પડી કે તેમના સૈનિકોની તબિયત કથળી રહી છે ત્યારે તેમને અપાતી મેંદાની તમામ ચીજો પર પ્રતિબંધ મૂક્યો હતો.દેખાવમાં આકર્ષક અને સ્વાદમાં લાજવાબ લાગતી આવી વાનગીઓથી ચેતજો. મેંદાથી બનાવેલાં નાન, ભટુરા, કેક, કુકીઝ, બ્રેડ, પીત્ઝા, મોમોસ, સ્વિસ-ફ્રેન્ચ રોલ્સ, નૂડલ્સ, પાસ્તા, જલેબી, ગુલાબજાંબુ વગેરે ખાવાનું ટાળો.મેંદા વિશે આટલું જાણ્યા પછી તમને નથી લાગતું કે કોઈ પણ વસ્તુને અપનાવતાં પહેલાં કે અનુકરણ કરતાં પહેલાં એના વિશે સંપૂર્ણ માહિતી મેળવવી અને એને ચકાસવી જરૂરી છે.

Leave a Comment