Breaking News

આજેજ જાણીલો 2021ના આ શુભ તારીખો અને મુહર્ત નોંધી લો તારીખ અને કરો કામની શરૂઆત

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, વર્ષ 2021ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જે લોકો આ વર્ષે કોઈ નવું કામ શરૂ કરવા ઇચ્છે છે તેઓ ખાસ તારીખોની પસંદગી કરી શકે છે. જ્યોતિષિઓના આધારે 2021નું વર્ષ અનેક ખાસ તારીખો સાથે કોઈ શુભ કામને અસફળ થવા દેશે નહીં. તો તમે પણ ઘર, બિઝનેસ, સ્ટાર્ટઅપ, નોકરી, જમીનની ખરીદી વિશે વિચારે છે તો 12 મહિનાની તારીખો શુભ રહેશે. આ તારીખોએ કરેલા સારા કામ લાંબા સમય સુધી લાભ આપશે.

જાન્યુઆરી.2021ના પહેલા મહિને એટલે કે જાન્યુઆરીમાં 5 જાન્યુઆરી, 6 જાન્યુઆરી, 8 જાન્યુઆરી, 14 જાન્યુઆરી,17 જાન્યુઆરી, 26 જાન્યુઆરી અને 30 જાન્યુઆરી શુભ તારીખો છે. આ દિવસોએ દુકાન કે મકાન સાથેના શુભ કામની શરૂઆત કરી શકાય છે. તેનાથી તમને સફળતા પણ જલ્દી મળશે.

ફેબ્રુઆરી.આ મહિનામાં પણ 12 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 16 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી અને સાથે જ 28 ફેબ્રુઆરી શુભ તારીખો છે. આ દિવસોમાં તમે ઘરમાં હવન, પૂજન કે ગૃહપ્રવેશની સાથે જોડાયેલા કામ પર ફોકસ કરી શકો છો.માર્ચ.વર્ષના આ ત્રીજા મહિના માર્ચમાં પણ અનેક દિવસોએ શુભ યોગ બની રહ્યો છે. 8 માર્ચ, 9 માર્ચ, 14 માર્ચ, 20 માર્ચ અને 24 માર્ચ તથા 26 માર્ચ પણ શુભ દિવસો છે. જો તમે તેમાંથી કોઈ પણ દિવસોએ શુભકાર્ય કરો છો તો તમને સફળતા મળે છે.

એપ્રિલ.જ્યોતિષીઓના આધારે 2021માં આ મહિનામાં ફક્ત 3 જ શુભ દિવસ છે. 1 એપ્રિલ, 11 એપ્રિલ અને 20 એપ્રિલ. આ દિવસોએ તમે શુભ કામ કરી શકો છો. મે.આ મહિનામાં અનેક દિવસો છે જ્યારે તમે તમારા સારા કામને પ્લાન કરી શકો છો. તો તમે આ કામ માટે 6 મે, 8 મે, 10 મે, 12 મે, 16 મે, 18 મે, 20 મે, 21 મે અને 30 મે સૌથી શુભ દિવસો છે. જમીન અને પ્રોપર્ટી સંબંધિત કરાર કરવા માટે આ તારીખો શુભ છે.

જૂન.અડધું વર્ષ થવા આવે ત્યારે જૂન મહિનામાં તમે કોઈ ખાસ ખરીદીનો પ્લાન કરી શકો છો. તમે આ મહિનામાં વાહન, ઈલેક્ટ્રોનિક્સ કે કિમતી સામાન ખરીદી શકો છો. આ માટે તમે 2 જૂન, 3 જૂન, 10 જૂન, 12 જૂન, 15 જૂન, 16 જૂન, 21 જૂન, 22 જૂન, 25 જૂન અને 27 જૂનની તારીખો શુભ છે.

જુલાઈ.આ મહિનામાં તમારા માટે 3 જુલાઈ, 4 જુલાઈ, 13 જુલાઈ, 25 જુલાઈ, 20 જુલાઈ, 22 જુલાઈ, 25 જુલાઈ, 26 જુલાઈ અને 31 જુલાઈ શુભ સાબિત થઈ શકે છે.ઓગસ્ટ.આ મહિને તમારા માટે 6 ઓગસ્ટ, 7 ઓગસ્ટ, 8 ઓગસ્ટ, 9 ઓગસ્ટ, 12 ઓગસ્ટ, 16 ઓગસ્ટ, 20 ઓગસ્ટ, 27 ઓગસ્ટ, 28 ઓગસ્ટ સૌથી શુભ દિવસો છે. આ તારીખોએ તમે શુભ કામ કરી શકો છો.

સપ્ટેમ્બર.વર્ષના આ નવમા મહિનામાં તમારા માટે 2 સપ્ટેમ્બર, 4 સપ્ટેમ્બર, 8 સપ્ટેમ્બર, 13 સપ્ટેમ્બર, 14 સપ્ટેમ્બર, 19 સપ્ટેમ્બર, 20 સપ્ટેમ્બર, 22 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર, 26 સપ્ટેમ્બર અને 29 સપ્ટેમ્બર શુભ દિવસો છે. આ દિવસે કરેલા કામનું અનેક ગણું ફળ મળે છે.ઓક્ટોબર.આ મહિનામાં તમે 1 ઓક્ટોબર, 9 ઓક્ટોબર, 10 ઓક્ટોબર, 12 ઓક્ટોબર, 14 ઓક્ટોબર, 15 ઓક્ટોબર, 18 ઓક્ટોબર, 21 ઓક્ટોબર, 23 ઓક્ટોબર, 25 ઓક્ટોબર અને 26 ઓક્ટોબર તારીખો શુભ છે.

નવેમ્બર.વર્ષના આ અગિયારમાં મહિનામાં તમારા માટે લગ્ન માટે કઈ તારીખો શુભ છે તે જાણવું ખાસ જરૂરી બને છે. આ મહિને તમે કોઈ પણ શુભ કામ માટે 2 નવેમ્બર, 8 નવેમ્બર, 10 નવેમ્બર, 11 નવેમ્બર, 12 નવેમ્બર, 20 નવેમ્બર, 22 નવેમ્બર, 23 નવેમ્બર, 24 નવેમ્બર અને 26 નવેમ્બર શુભ રહેશે.ડિસેમ્બર.વર્ષ 2021ના આ છેલ્લા મહિનામાં 4 ડિસેમ્બર, 5 ડિસેમ્બર, 10 ડિસેમ્બર,13 ડિસેમ્બર, 15 ડિસેમ્બર, 18 ડિસેમ્બર, 19 ડિસેમ્બર, 22 ડિસેમ્બર, 25 ડિસેમ્બર અને 31 ડિસેમ્બર સૌથી શુભ દિવસો છે.

2021ના વર્ષમાં જાન્યુઆરી મહિનામાં લગ્ન માટે માત્ર એક જ દિવસ શુભ છે. 18 જાન્યુઆરી અને સોમવરના દિવસે 2021ના વર્ષનું પહેલું લગ્ન માટે શુભ મુહૂર્ત છે. જ્યારે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લગ્ન માટે કોઈ પણ શુભ દિવસ નથી. જેથી આ બે મહિના લગ્ન વાંછૂકોએ રાહ જોવી પડશે. જ્યારે એપ્રિલ મહિનામા લગ્ન માટે 8 શુભ દિવસો છે. જેમાં લગ્નનું આયોજન કરી શકાય તેમ છે. 18 જાન્યુઆરી બાદ લગ્નનું બીજું શુભ મુહૂર્ત 22 એપ્રિલે છે. એપ્રિલ મહિનામાં 22 એપ્રિલ પછી 24 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધી લગ્નનું શુભ મુહૂર્ત છે.

મે મહિનામાં 15 શુભ તિથિઓ.વર્ષ 2021ના મે મહિનામાં લગ્ન માટે સૌથી વધુ 15 શુભ તિથિઓ છે. મે મહિનામા 1, 2, 7, 8, 9, 13, 14, 21, 22, 23, 24, 26, 28, 29 અને 30 તારીખો લગ્ન માટે શુભ છે. આ દિવસોમાં લગ્નનું આયોજન અતિ શુભ ગણવામાં આવે છે.

જૂનથી ડિસેમ્બર 2021 સુધી ક્યાં મુહૂર્ત શુભ.વર્ષ 2021ના જૂન મહિનામાં લગ્ન માટે 9 શુભ દિવસ ઉપલબ્ધ છે. જૂન મહિનામાં 3, 4, 5, 16, 19, 20, 22, 23 અને 24 તારીખ લગ્ન માટે શુભ છે. જ્યારે વર્ષ 2021ના જુલાઈ મહિનામાં લગ્ન માટે માત્ર 5 જ શુભ દિવસ છે. 1, 2, 7, 13 અને 15 જુલાઈએ લગ્ન માટે શુભ તારીખો છે. તો ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરના ત્રણેય મહિનામાં લગ્ન માટે કોઈ પણ શુભ તિથિ નથી.

ફરી નવેમ્બર મહિનામાં લગ્ન માટે 7 દિવસ શુભ આવશે. નવેમ્બર મહિનાની શુભ તારીખો 15, 16, 20, 21, 28, 29 અને 30 છે…જ્યારે ડિસેમ્બર મહિનામાં લગ્ન માટે 6 દિવસ શુભ છે. ડિસેમ્બરમાં લગ્ન માટે 1, 2, 6, 7, 11 અને 13 તારીખ લગ્ન માટે શુભ છે. એટલે 2021ના 7 મહિનાઓમાં લગ્ન માટે શુભ તિથિઓ છે. પરંતુ 5 મહિનામાં લગ્નનું આયોજન કરી શકાય તેવો યોગ છે. જેથી લગ્ન વાંછૂકોએ અત્યારથી શુભ તિથિઓ માટે બુકિંગ કરવાની તૈયારીઓ શરૂ કરી છે.

આ ઉપરાંત દરેક વ્યક્તિને નવા વર્ષ પર નવી શરૂઆતની આશા હોય છે. ગ્રહ-નક્ષત્રના હિસાબે દરેક વ્યક્તિના જીવનમાં સારા-નરસાં પરિણામ પ્રાપ્ત થાય છે. જાણો 2021માં તમારી રાશિ માટે કયો માસ ભાગ્યવંતો રહેશે.

મેષ– મેષ રાશિવાળાઓ માટે નવા વર્ષનો પહેલો માસ એટલે કે જાન્યુઆરી ઉત્તમ છે. આ માસમાં કેરિયરથી લઈને લવ લાઈફ સુધી આ રાશિના જાતકો માટે શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.વૃષભ– આ રાશિવાળાઓ માટે 2021નો ડિસેમ્બર માસ શુભ છે. ડિસેમ્બર આવતા જ આ રાશિના જાતકોના જીવનની સમસ્યાઓ જતી જણાઈ શકે છે. મિથુન– ઓગસ્ટ માસ આ રાશિના જાતકો માટે બેહદ શુભ છે, ઓગસ્ટમાં આ રાશિવાળાઓને શુભ પરિણામ પ્રાપ્ત થશે.

કર્ક– કર્ક રાશિવાળાઓ માટે સપ્ટેમ્બર માસ શુભ છે. આ માસમાં તમારા અનેક અટકેલા કામો આગળ વધી શકે છે. સાથે તમારો ઉત્સાહ અને આત્મવિશ્વાસ પણ વધશે.સિંહ– આ રાશિવાળાઓ માટે ફેબ્રુઆરી માસ શુભ છે. આ માસ તમને ભાગ્યશાળી બનાવવાનો યોગ પણ લઈને આવશે.કન્યા– આ રાશિના જાતકો માટે ઓગસ્ટ માસ બેહદ શુભ સાબિત થશે. આ માસમાં ધર્મ અને આસ્થાના મામલે પણ તમે આગળ રહેશો. –

તુલા– તુલા રાશિવાળાઓ માટે એપ્રિલનો મહીનો શુભ રહેશે. એપ્રિલ માસ આવતા-આવતા ખુશીઓ તમારા ઘરે આવી જશે. આ વર્ષે આ રાશિના જાતકોને શુભ પરિણામ પ્રાપ્ત થશે. વૃશ્ચિક– આ રાશિ માટે ઓક્ટોબર માસ શુભ રહેશે. આ માસમાં તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે. વર્ષના દસમા મહીનામાં તમારા સપના પૂરા થશે.

ધન– આ વર્ષના જાતકો માટે જાન્યુઆરી માસ બેહદ શુભ રહેશે. નવા વર્ષના શરૂઆતી માસમાં જ તમારી તમામ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. મકર– મકર રાશિના લોકો માટે સપ્ટેમ્બર માસ ભાગ્યશાળી સાબિત થશે. ગ્રહ-નક્ષત્રોના શુભ સંયોગના કારણે તમને દરેક કાર્યમાં સફળતા મળશે.

કુંભ– આ રાશિવાળાઓ માટે નવેમ્બર બેહદ ખાસ રહેવાનો છે. આ રાશિના જાતકોનો ઉત્સાહ વધશે અને તમારી યોજનાઓ લાંબા સમય સુધી લાભ આપશે.મીન– મીન રાશિવાળાઓ માટે ડિસેમ્બર માસ શુભ છે. વર્ષના છેલ્લા માસમાં તમારી તમામ સમસ્યા ખતમ થવાની શરૂઆત થશે.

About bhai bhai

Check Also

શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ એક મહિનામાં ફક્ત ત્રણ વખતજ આ ઉપાય કરવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થઈ આપે છે અઢળક ધન.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, વ્યકિતના જીવનમાં સુખ-દુ:ખનું આવવું જવું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *