Breaking News

આજેજ કરીલો આ ઉપાય જૂનામાં જૂની તમાકુની લતમાથી મળશે છુટકારો

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તમાકુ સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે એ તો બધાં જાણે જ છે. તેમ છતાં ઘણાં લોકો તમાકુની લતને છોડી શકતાં નથી. તેના કારણે કેન્સર સહિત ઘણાં ગંભીર રોગો થવાનો ખતરો ખૂબ જ વધી જાય છે. ભારતમાં તમાકુનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. કેટલાક લોકો તમાકુ ચાવીને ખાય છે તો, કેટલાક સિગરેટ પીવે અને ભારતમાં મોટાભાગની આબાદી તમાકુમાં ચૂનો મિક્સ કરીને ખાય છે, પણ તે ખૂબ જ ખતરનાક છે. જેથી આજે અમે તમને આ લત છોડવા માટે કેટલાક સરળ ઘરેલૂ નુસખા જણાવીશું. તમાકુ અને ચૂનો સાથે ખાવાથી મોઢાંનું કેન્સર થાય છે સાથે જ શરીરમાં નિકોટીનની માત્રા પણ વધી જાય છે. તે વ્યક્તિની નર્વ સિસ્ટમને નબળી બનાવી દે છે. ચાલો જાણીએ આ લતને છોડવાના બેસ્ટ ઉપાય.

ઝીણી વરિયાળીમાં સાકર મિક્સ કરીને તેને ખાઓ. મોંમાં રાખી તેનો રસ ગળો. પછી તે નરમ પડે એટલે ચાવીને ખાઈ લો. આ ઉપાય રોજ કરવાથી તમારી તમાકુની લત છૂટી જશે. અજમો લઈ તેમાં લીંબુનો રસ અને સંચળ મિક્સ કરીને 2 દિવસ તડકાંમાં રાખો. પછી તેને સૂકવી જ્યારે પણ તમાકુ ખાવાની તલબ જાગે ત્યારે તેને ખાઓ. નાની હરડે લઈ તેમાં લીંબુનો રસ અને સિંધાલૂણ મીઠું મિક્સ કરીને તેને સૂકવીને જ્યારે પણ તમાકુની તલબ લાગે આ હરડેને ચૂસો. પછી તે નરમ પડે એટલે ચાવીને ખાઈ લો. તમાકુ સૂંઘવાની આદત છોડવા માટે ઉનાળામાં કેવડો, ગુલાબ, ખસનું અત્તર કોટનમાં લઈ કાનમાં રાખો. શિયાળામાં તમાકુ ખાવાની ઈચ્છા થવા પર હિના (મેંદી)ને સૂંઘો. તમાકુને એકદમથી ક્યારેય છોડવી નહીં. ધીરે-ધીરે જ તેની આદતને છોડી શકાય છે.

આજે લોકો તમાકુ ખાઈ તો રહ્યા છે પણ હકીકત કઈ ઓર છે વ્યક્તિ તમાકુ ને નથી ખાઈ રહ્યો પણ તમાકુ વ્યક્તિ ને ખાઈ રહી છે.અને આજે જોવા જઈએ તો તમાકુ નો શિકાર ઘણા લોકો થઈ રહ્યા છે અને એમને જાણકારી હોવા છતાં પણ એ તમાકુ ને છોડી નથી શકતા.કારણે એ એક એવો નશો છે જે સરળતાથી છૂટી સકતો નથી.પણ આજે અમે તમને થોડા એવા ઉપયો જણાવીશું જેનાથી તમે તમાકુ થી બચી શકો છો.તમાકું સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક સાબિત થઇ શકે છે.વિશ્વમાં મુખ કેન્સરના સૌથી વધારે કિસ્સાઓ ભારતમાં છે અને તેનુ કારણ છે તમાકુ.ભારતમાં પુરુષોના કેન્સરમાં તમાકુનો ફાળો 56.4 ટકા અને સ્ત્રીઓના કેન્સરમાં 44.9 ટકા છે.90 ટકા કરતા વધારે ફેફસાના કેન્સર અને ફેફસાના અન્ય રોગો ધૂમ્રપાનને કારણે થાય છે.

આ દરેક લોકો જાણે છે તેને ખાવાથી ન માત્ર કેન્સર પરંતુ અન્ય કેટલીક ગંભીર બીમારીઐ પણ શરીરના અંગોનો નુકસાન કરીને મોતના ઘાટ ઉતારી શકે છે. જો તમે કે તમારા પરિવારમાં કોઇપણ સદસ્ય તમાકુનું સેવન કરે છે. તો આ આદતને છોડવી ખૂબ જરૂરી છે. જાણો તેના ઘરેલું ઉપાય.અને આ ઉપાયો કરવાથી તમે તમાકુ નું સેવન કરવાનું પણ છોડી દેશો.તો હવે જાણીએ આ ઉપાયો વિસે.

જો તમે તમાકુ છોડવા માંગો છો તો તમે તમારી જાતે જ પહેલા નક્કી કરો કે મારે તમાકુ નું સેવન હવે નથી કરવું તમાકુ છોડવા માટે મન મક્કમ હોવું ખૂબ જ જરૂરી છે. જો મન મક્કમ હશે તો તમાકુ છોડવું અત્યંત સરળ બની જશે.તમાકુ ખાવાની આદત ધીમે-ધીમે છોડો એકદમ બંધ ન કરો. કારણકે લોહીમાં નિકોટીનના સ્તરને ક્રમશ: જ ઓછું કરવું જોઇએ.જો તમે એક જ દિવસ માં કહેશો કે મારે તમાકુ નું સેવન હવે નથી કરવું તો એ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

તમે જે રીતે વિચારી રહ્યા છો કે હું હવે થી તમાકુ નું સેવન નહીં કરો તો એ તમારા માટે સારું નથી કારણે કે તમાકુ જો આદત બની ગઈ હોય તો આદતથી એકદમ પીછો છોડાવો સરળ નથી હોતો. આથી એક દમ છોડવાને બદલે નક્કી કરો કે કોઈ ચોક્કસ દિવસથી તમે તમાકુનું સેવન સદંતર બંધ કરી દેશો. અને તે દરમ્યાન મનને તમાકુ છોડવા માટે મક્કમ કરો.તમારે વરિયાળી સાથે મિશ્રીના દાણા મિક્સ કરીને ધીમે ધીમે ચૂસવા જોઇએ. નરમ થવા પર ચાવીને ખાઇ જાઓ. સતત આ ઉપાય કરવાથી થોડાક સમય બાદ તમને તમાકુની આદત છુટી જશે.

નિયમિત વ્યાયામ કરવાથી તમાકુના વ્યસન માંથી મુક્તિ મળે છે. ચાલવા જવું, નિયમિત દોડવું, સાઇકલ ચલાવવી વગેરે જેવી રોજીંદી ક્રિયા તમાકુના સેવનની લત ઓછી કરે છે ખૂબ જ પાણી પીવો પાણી તમાકુ છોડાવવા માટે ઘણું જ મદદરૂપ થઈ શકે છે. જ્યારે પણ તમાકુનું સેવન કરવાનું મન થાય ત્યારે પુષ્કળ પાણી પીવાની આદત પાડો. ધીમે ધીમે તમાકુની તલબ ઓછી થશે.

અજમો સાફ કરીને લીંબુના રસ તેમજ સંચળને બે દિવસ પલાળીને રાખો.તેને છાંયડામાં સુકવીને રાખી લો તેને મોંમાં રાખી મૂકવાથી તમને તમાકુની જરૂરત પડતી નથી અને તેની આદત છુટી જાય છે.તમાકું સુંઘવાની આદત છોડવા માટે ગરમીમાં કેવડો,ગુલાબ ખસ સબિતના અત્તરના પૂમડા કાનમાં લગાવી લો. શિયાળામાં તમાકુ ખાવાની ઇચ્છા થવા પર હિનાની સુંગંધી વાળા પૂમડા સુંઘો.

ધૂમ્રપાન છોડ્યા પછીના પ્રથમ ત્રણ મહિના ખૂબ જ તકલીફ પડશે. પરંતુ ત્રણ મહિના પછી પણ બની શકે ત્યાં સુધી ધૂમ્રપાન કરનારાઓથી અને એવા સંજોગોથી દૂર રહો જેથી તમને ફરીથી શરૂ કરવાનું મન ન થાય.નાની હરડેને લીંબુના રસમાં તેમજ સિંધા મીઠામાં ઘોલ કરીને બે ત્રણ દિવસ સુધી ફુલવા દો. તેને નીકાળીને છાંયડામાં સુકવીને શીશીમાં ભરી લો અને તેને ચૂસતા રહો. નરમ થવા પર ચાવીને ખાઇ લો.જો તમે પણ તમાકુ નું સેવન બંધ કરી દો છો તો મને કેન્સર અને હ્રદય રોગ થવાના જોખમો ઘટશે.તમારા હ્રદય પરનો તણાવ ઘટશે.અને તમે એક સારી જીવન પસાર કરશો.

મિત્રો જે વ્યક્તિ દરેક સમયે તમાકુ કે પછી માવાનું સેવન કરે છે તેના દાંત સદંતર ખરાબ થઇ જતા હોય છે. જેના કારણે દાંત ઢીલા પડવા લાગે છે અને બે દાંત વચ્ચે બેક્ટેરિયા જમા થવા લાગે છે જેથી દાંત સડવા લાગે છે. ત્યારબાદ એક પછી એક દાંત પડવા લાગે છે. તમાકુ મનુષ્યના શરીર ઉપર ખૂબ જ નુકસાન કરે છે. તેની અંદર ખુબ વધારે માત્રામાં નશીલા પદાર્થો ઉમેરવામાં આવે છે. તમને જણાવી દઇએ કે તંબાકુ ની અંદર 450 જાતના ઝેરીલા પદાર્થો ઉમેરવામાં આવે છે જે શરીરના દરેક ભાગને નુકસાન પહોંચાડે છે.

તમે જોયું હશે કે તમ્બાકુ કે પછી ગુટકા ખાનારા લોકોના ગાલ, જીભ અને ગરબા ઉપર સફેદ ડાઘ પડવા લાગતા હોય છે. જે કેન્સરની શરૂઆત કરી શકાય. આમ તો આના કારણે ધીમે ધીમે મોઢું ખુલવાનું બંધ થતું જાય છે અને ત્યારબાદ કેન્સર ફેલાવા લાગે છે. આ ઉપરાંત તેના સેવનથી શરીરની અંદર હોર્મોન્સ ખૂબ જ પ્રભાવિત થાય છે જે વ્યક્તિની ફળદ્રુપતા ને ખૂબ જ નુકસાન પહોંચાડે છે.

ગુટકા કે પછી તમાકુના કારણે સૌથી મોટો રોગ કેન્સર થતો હોય છે, તમને એમ થશે કે તેના કારણે માત્ર મોઢામાં જ નુકસાન થાય છે પણ એવું નથી તેના દ્વારા શ્વાસનળી થી ફેફસાં સુધીની દરેક વસ્તુ ઉપર અસર થાય છે. ધીમે ધીમે પુરા શરીરની અંદર કેન્સરનો રોગ ફેલાવા લાગે છે. તંબાકુ અને ગુટખાની આદત વ્યક્તિપર ખૂબ જ ખરાબ પ્રભાવ પાડે છે જેના લીધે પેટમાં દુખાવો અને અલ્સર જેવીબીમારીઓ ની શરૂઆત થાય છે. સાથે સાથે તંબાકુ ખાવાને લીધે એસીડીટીની પણ તકલીફછે ઘર કરી જાય છે.

દરેક લોકોમાં ગુટકા કે તમાકુની લત ખૂબ જલ્દી લાગી જતી હોય છે, પરંતુ તેને છોડવી ખૂબ જ અઘરી છે. એક રિસર્ચમાં જણાવ્યા અનુસાર ફક્ત આ કુટેવ ના કારણે કેન્સર જ નહી પરંતુ સેક્સ લાઈફ પર પણ ખૂબ જ મોટી અસર પડે છે. તમાકુ કે માવો ખાવાથી થોડા સમય સુધી સંતુષ્ટિ મળે છે, પરંતુ આ હાનિકારક પદાર્થ શરીરને ખૂબ મોટી નુકસાન પહોંચાડે છે. ફક્ત તમારા ઉપર જ નહીં પરંતુ તમારા આખા પરિવાર ઉપર ગુટકા કે તમાકુનું સેવન ભારી પડતું હોય છે.

About bhai bhai

Check Also

ક્યારેય બાળકનું નામ આવું ન રાખવું નહીં તો આવે છે મોટી મુશ્કેલીઓ.

જ્યારે વિશ્વના દરેક વ્યક્તિનો જન્મ થાય છે, ત્યારે તેનું નામ આવે છે, આ નામો બાળકના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *