Breaking News

આજેજ કરીલો ફેંગશુઈ અનુસાર કરો આ ઉપાય મળશે જીવનમાં સુખ સમૃદ્ધિ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે હંમેશા જીવનમાં લાપરવાહીને કારણે સતત પરેશાનિઓ અને તકલીફોથી લડતા રહીએ છીએ, પણ શું તમે જાણો છો જીવનમાં જો આ નાની નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે તો આપણે કેટલીયે આવી પડતી અણધારી મુસીબતોથી બચી શકીએ છીએ અને આગળ વધી શકીએ છીએ.

જીવનમાં સુખ અને સમૃદ્ધિ ઇચ્છતા હો તો ફેંગશુઈ અનુસાર કેટલાક ઉપાય અજમાવી જુઓ. બારી સામે ન રાખો પીઠ.ક્યારેય પણ રૂમની બારી સામે પીઠ કરીને બેસવું જોઈએ નહી. ફેંગશુઈ અનુસાર જો આવુ કરો તો તમારી તમામ ઉર્જા બારીની બહાર જતી રહે છે. જેનાથી તમારો આત્મવિશ્વાસ ઓછો થવા લાગે છે, તણાવગ્રસ્ત વાતાવરણ ઉભુ થાય છે.

દીવાલ ખાલી હોય તો આ વાતનું ધ્યાન રાખો.ફેંગશુઈ અનુસાર જો દીવાલ પર કોઈ પણ પ્રકારનું પેન્ટીગ કે ફોટો ન હોય તો તેની સામે મોં રાખીને બેસી રહેવાથી વ્યક્તિના જીવનમાં એકલતા આવી જાય છે. માનસિક થાક લાગે છે મન સતત વ્યગ્ર રહે છે. તણાવથી જીવન શુષ્ક થવા લાગે છે. દરવાજાની સામે સુવાથી થાય છે અશુભ.ફેંગશુઈ અનુસાર દરવાજા તરફ મોં રાખી સુવાથી જીવનમાં સંકટ આવે છે. કેમકે તમે જાણો જ છો કે મૃત શરીરને આ જ રીતે રાખવામાં આવે છે. આ જ કારણે આને અશુભ માનવામાં આવે છે. આથી જીવિત વ્યક્તિએ દરવાજા તરફ મોં રાખીને સુવુ જોઈએ નહી.

શયનકક્ષ એટલેકે બેડરૂમમાં ન રાખો અરીસો.કહેવાય છે કે બેડરૂમમાં ક્યારેય પણ અરીસો રાખવો જોઈએ નહી. આની પાછળ એ કારણ છે કે અરીસામાંથી કેટલીક ઉર્જા નીકળે છે જેના અલગ અલગ પરિણામ થાય છે. અવુ પણ કહેવાય છે કે પલંગની સામે અરીસો હોવો જોઈએ નહી. નહીંતો વૈવાહિક જીવનમાં કંકાશ અને ક્લેશ થાય છે. મીઠું નાખીને પોતા કરો.ફેંગશુઈ અનુસાર ઘરમાં સકારાત્મક શક્તિઓના સંચાર માટે મીઠું નાખીને પોતુ કરવાથી નકારાત્મક એનર્જીનો નાશ થાય છે.

વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ અનુસાર પણ લાફીંગ બુદ્ધા લકી ચાર્મ છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે લાફીંગ બુદ્ધાને પોતાના ઘર અને ઓફીસમાં રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે, સાથે જ આર્થિક સમૃદ્ધી અને બીજું મનોકામનાઓની પૂર્તિ માટે પણ લાફીંગ બુદ્ધાને તમારા ઘરમાં રાખવા જોઈએ. આમ તો લાફીંગ બુદ્ધાનું પોતાનું એક અલગ મહત્વ હોય છે, તો આવો જાણીએ ખરેખર ક્યા લાફીંગ બુદ્ધા કઈ મનોકામનાની પૂર્તિ કરે છે.

આર્થીક સમૃદ્ધી માટે રાખો આ લાફીંગ બુદ્ધા : જો તમારે વેપાર કે બિજનેસમાં વારંવાર નુકશાની સહન કરવી પડે છે કે પછી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે, તો તમારી ઓફીસના ટેબલ ઉપર બંને હાથ ઉપર કરેલા લાફીંગ બુદ્ધા રાખો, તેનાથી તમારી આર્થિક સમસ્યાઓ દુર થશે અને બિજનેસમાં નુકશાનીને બદલે લાભ થશે.

આ લાફીંગ બુદ્ધા અપાવશે તમને દેવા માંથી મુક્તિ : જો તમે ઘણી જગ્યાએથી દેવું લઇ રાખ્યું છે અને તેના કારણે તમે માનસિક તણાવ માંથી પસાર થઇ રહ્યા છો, તો ઘરમાં પોટલી લીધેલા લાફીંગ બુદ્ધા લઇ આવો. માનવામાં આવે છે કે લાફીંગ બુદ્ધા પોતાની પોટલીમાં તમામ સમસ્યાઓ ભરી લે છે અને તમને ખુશીઓ આપે છે. સાથે જ ધન સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દુર કરી દે છે.

સંતાન સુખ ઈચ્છો છો, તો લઇ આવો આ લાફીંગ બુદ્ધા : જો તમે નિઃસંતાન છો અને સંતાનની ઈચ્છા ધરાવો છો, તો બાળક સાથે રમતા લાફીંગ બુદ્ધા તમારા ઘરમાં લઇ આવો અને તમારા બેડરૂમમાં રાખી લો, એમ કરવાથી સંતાન પ્રાપ્તિના યોગ બને છે. માનવામાં આવે છે કે આ લાફીંગ બુદ્ધા જીવનની ઘણા સ્તર ઉપર મદદરૂપ સાબિત થાય છે.

દુકાનમાં રાખવા માટે આ લાફીંગ બુદ્ધા : જો તમે હાલના દિવસોમાં વેપારમાં નુકશાનીમાં ચાલી રહી છે કે તમારી દુકાનમાં આવક સારી નથી થઇ રહી, તો થેલો લીધેલા લાફીંગ બુદ્ધાને તમારી દુકાનના મુખ્ય દરવાજા ઉપર રાખી દો. વાસ્તુશાસ્ત્ર મુજબ એમ કરવાથી નવા ગ્રાહક તમારી દુકાન તરફ ખંચાઇ આવે છે અને તમારી દુકાન સારી રીતે ચાલવા લાગે છે, તેનાથી તમારી આવકમાં વૃદ્ધી થાય છે અને વેપાર કે દુકાન સંબંધી સમસ્યાઓનો અંત આવે છે.

ખરાબ દ્રષ્ટિથી બચવા માટે લાવો આ લાફીંગ બુદ્ધા : જો તમે કે તમારું કુટુંબના બીજા સભ્ય તુટકા અને ખરાબ નજરથી દુઃખી છે, તો તમારા ઘરમાં ડ્રેગન ઉપર બેઠેલા લાફીંગ બુદ્ધા લગાવો, ધ્યાન રાખશો તેને મુખ્ય દરવાજા ઉપર જ રાખો. તેનાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નહિ કરે અને ઘરમાં આનંદમય વાતાવરણ જળવાઈ રહેશે.

સુખ શાંતિ ઈચ્છો છો તો આ લાફીંગ બુદ્ધા લગાવો : કુટુંબમમાં હંમેશા ઝગડા થતા રહે છે, તેવામાં જો તમે ઘરમાં સુખ-શાંતિ અને આનંદનું વાતાવરણ ઉભું કરવા માગો છો, તો હાથમાં બાઉલ લીધેલા લાફીંગ બુદ્ધા તમારા ઘરમાં સ્થાપિત કરો, એમ કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ ઉભી થશે અને કુટુંબના સભ્યો વચ્ચે મધુર સંબંધ જળવાય છે.

જો તમે પણ તમારા ભાગ્ય નો સાથ મેળવવા માંગતા હોય અને ધન સાથે જોડાયેલી પરેશાનીઓ થી છુટકારો મેળવવા માંગતા હોય તો ફેંગશુઈ માં બતાવવામાં આવેલ અમુક નિયમો નું પાલન અવશ્ય કરવું. આ નિયમો નું પાલન કરવાથી માતા લક્ષ્મી જી ના આશીર્વાદ તમારા ઉપર હંમેશા બની રહેશે અને તમે તમારા જીવનમાં સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. તો ચાલો જાણી લઈએ ફેંગશુઈ માં બતાવવામાં આવેલ કિસ્મત ચમકાવવા ના આ ઉપાય વિશે..

ત્રણ પગ વાળો દેડકો તમારું દુર્ભાગ્ય કરશે દુર.ત્રણ પગ વાળો દેડકો, જેના મોં માં સિક્કો હોય છે તેને તમારા ઘર માં રાખવામાં આવે તો એનાથી તમારી ખરાબ કિસ્મત દુર થાય છે, ફેંગશુઈ અનુસાર એને ઘર માં રાખવાથી વ્યક્તિ નું ભાગ્ય ચમકે છે.

પરતું તમારે એ વાત નું ધ્યાન રાખવું પડશે કે દેડકા ને રસોઈ અથવા શૌચાલય ની અંદર ન રાખવો નહિ તો તમારો ખરાબ સમય શરુ થઇ શકે છે.ગોલ્ડન ફિશ.જો તમે તમારા ઘર માં માછલીઓ રાખો છો તો એનાથી તમારા સૌભાગ્ય માં વૃદ્ધિ થાય છે, ફેંગશુઈ અનુસાર ઘર માં માછલી રાખવાથી માન-સન્માન માં વધારો થાય છે એટલા માટે ઘર માં ગોલ્ડન ફિશ જરૂર રાખવી જોઈએ.

કાચબો તમારા જીવન માં લાવશે ખુશી.જો તમે તમારા ઘરની અંદર કાચબા ને રાખો છો તો એનાથી તમને સફળતા ના માર્ગ પ્રાપ્ત થાય છે., એની સાથે સાથે તમારી ધન સમૃદ્ધિ માં પણ વૃદ્ધિ થાય છે, કાચબો ઘર માં રાખવાથી ઘર પરિવાર માં ખુશી બની રહે છે, તમે કાચબા ને તમારા ઘર અથવા ઓફીસ માં ઉત્તર દિશા માં રાખી શકો છો, જો તમે અસલી કાચબો ના રાખી શકો તો તમે ધાતુ નો કાચબો પણ ઘર માં રાખી શકો છો.

ઘરમાં રાખવા ૩ સિક્કા.જો તમે તમારા ઘર ના દરવાજા પર લાલ રીબીન થી બાંધી ને ત્રણ સિક્કા લટકાવો છો તો આ ફેંગશુઈ અનુસાર ખુબ જ શુભ માનવામાં આવે છે, એને લટકાવવાથી તમારા ઘર માં ધન અને સમૃદ્ધિ નું આગમન થાય છે પરતું તમારે આ સિક્કા ને લટકાવતા સમયે આ વાત નું ખાસ ધ્યાન રાખવું કે ફક્ત ૩ સિક્કા જ લગાવવા. જે દરવાજા ની અંદર ની તરફ હોવા જોઈએ, એવું કરવાથી ઘરમાં માં લક્ષ્મી જી નો વાસ રહે છે.

About bhai bhai

Check Also

જીવનમાં ક્યારેય ધનની કમી નહી થાય સવારે ઉઠતાની સાથે કરો આ કામ થશે ધનનો વરસાદ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આર્થિક સંપન્ન હોવાથી જીવન જીવવું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *