આજથી શ્રાવણનો શુભ આરંભ જાણો તમારી રાશિ મુજબ શું કરવું જોઈએ,જાણો ફટાફટ ……

મંગળવાર અને 21 જુલાઈથી ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરુઆત થઈ રહી છે. આ મહિનો એટલે દેવાધીદેવ ભગવાન ભોળેનાથનો મહિનો, વર્ષા ઋતુમાં આવતા આ મહિનામાં પ્રકૃતિ પણ તેની પૂર્ણકળાએ ખીલીને જીવને શિવમય કરવા માટે તદાત્મ સાધતી દેખાય છે. ત્યારે આજે તમને સૌપ્રથમ તો જણાવી દઈએ કે આ મહિનાનું નામ શ્રાવણ કઈ રીતે પડ્યું. હિંદુ પંચાંગમાં બધા જ મહિનાનું નામ નક્ષત્રો ઉપર આધારિત હોય છે. દરેક મહિનાની પૂનમે જે નક્ષત્રમાં ચંદ્ર હોય છે તે મહિનાનું નામ તેના આધારે રાખવામાં આવ્યું છે. શ્રાવણ નામ પણ શ્રવણ નક્ષત્રને આધારિત છે. શ્રાવણ મહિનાની પૂનમે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહે છે. આ પૂનમ તિથિએ શ્રવણ નક્ષત્રના સંયોગમાં રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવે છે.આ મહિનાના દેવતા શુક્ર છે અને ભગવાન શિવ સાથે આ મહિનામાં ભગવાન વિષ્ણુના શ્રીધર સ્વરૂપની પૂજા કરવી જોઇએ. એટલે શ્રાવણ મહિનામાં તેમની જ પૂજા અને વ્રત કરવાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ મહિનામાં ભગવાન શિવ, વિષ્ણુ અને શુક્રની ઉપાસના દરમિયાન થોડાં નિયમોનું પણ ધ્યાન રાખવું જોઇએ. આ મહિનામાં પાનવાળા શાકભાજી ખાવા જોઇએ નહીં. સાત્વિક ભોજન કરવું જોઇએ. માંસાહાર અને દરેક પ્રકારના નશાથી દૂર રહેવું જોઇએ. આ મહિનામાં વધારે મસાલેદાર ભોજન કરવાથી બચવું જોઇએ. સાથે જ, બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું જોઇએ. શ્રાવણ મહિનામાં ભગવાન શિવ સાથે વિષ્ણુજીનો અભિષેક પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. શ્રાવણમાં શુક્ર અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દાંપત્ય સુખ વધે છે.

સ્કંદપુરાણ પ્રમાણે શ્રાવણ મહિનામાં એક જ સમયે ભોજન કરવું જોઇએ. સાથે જ, પાણીમાં બીલીપાન કે આંબળા રાખીને સ્નાન કરવું જોઇએ. આવું કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઇ જાય છે. આ મહિના દરમિયાન ભગવાન વિષ્ણુનો વાસ જળમાં હોય છે. એટલે આ મહિનામાં તીર્થના જળથી સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. મંદિરોમાં અથવા સંતોને કપડાનું દાન કરવું જોઇએ. સાથે જ, ચાંદીના વાસણમાં દૂધ, દહી કે પંચામૃતનું દાન કરો. તાંબાના વાસણમાં અનાજ, ફળ અથવા અન્ય ભોજનની વસ્તુઓ રાખીને દાન કરવું જોઇએ.

દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ ઘરમાં રાખવી જોઇએ નહીં, પરંતુ શિવલિંગ રાખી શકાય છે. કેમ કે, શિવલિંગને નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે. આ કારણે તેને ખંડિત માનવામાં આવતું નથી. તૂટેલું શિવલિંગ પણ પૂજનીય હોય છે. ધ્યાન રાખો કે, ઘરમાં વધારે મોટું શિવલિંગ રાખવું જોઇએ નહીં. ઘરમાં નાનું શિવલિંગ રાખવું શુભ રહે છે. અંગૂઠાના પહેલાં વેઢાથી મોટા આકારનું શિવલિંગ ઘરમાં રાખવું નહીં. શિવજી સાથે ગણેશજી, માતા પાર્વતી, નંદીની પણ મૂર્તિઓ જરૂર રાખો. પૂજાની શરૂઆત ગણેશ પૂજનથી કરવી જોઇએ.ઘરમાં શિવલિંગની પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખો. પૂજા કરતી સમયે ભક્તનું મુખ ઉત્તર દિશા તરફ રાખવું સર્વશ્રેષ્ઠ રહે છે. શ્રાવણ મહિનામાં રોજ સવાર-સાંજ શિવલિંગની પૂજા કરો. જો વિધિવત પૂજા કરી શકો નહીં તો દીવો પ્રગટાવવો જોઇએ. દીવો પ્રગટાવીને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ 108 વાર કરવો. મંત્ર જાપ રૂદ્રાક્ષની માળાથી કરવો જોઇએ.

શ્રાવણ મહિનો હિન્દુઓ માટે સૌથી પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં લોકો સોમવારના ઉપવાસ રાખે છે અથવા આખો શ્રાવણ મહિનો તેઓ ઉપવાસ કરે છે. આ ધાર્મિક મહિનામાં સોળ સોમવારનું વ્રત પણ આવે છે જે કરવાથી તમને ઘણા ફાયદા થાય છે.૨૧ જુલાઈથી શ્રાવણ પવિત્ર મહિનો શરૂ થશે ત્યારે, રાશિ પ્રમાણે શિવલિંગ ઉપર જળ, આંકડાના ફૂલ અને ધતૂરો ચઢાવવો શુભદાયી નિવડશેશિવપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, શિવજીની ઇચ્છાથી આ સંપૂર્ણ સૃષ્ટિની રચના બ્રહ્માજી દ્વારા કરવામાં આવી છે. એટલાં માટે જ, ઘણાં લોકો ઘરમાં શિવલિંગ અને શિવજીની તસવીર કે મૂર્તિ રાખે છે. શિવજી ઝડપથી પ્રસન્ન થતાં દેવતા માનવામાં આવે છે. ૨૧ જુલાઈથી મંગળવાર ૧૮ જુલાઇ સુધી શ્રાવણ મહિનો શરૂ થાય છે.આ મહિનો શિવજીની વિશેષ પૂજા કરવાનો છે. જેમાં શિવજીનું પૂજન અને દર્શન કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે શિવલિંગ ઉપર જળ, બીલીપાન, આંકડાના ફૂલ, ધતૂરો જરૂર ચઢાવવો જોઇએ.શ્રાવણમાં રાશિ પ્રમાણે શિવજીની પૂજા કરવાથી કુંડળીના ગ્રહદોષ શાંત થઇ શકે છે. જાણો બારેય રાશિના લોકોએ શિવજીની પૂજા કરી રીતે કરવી.

મેષ.

મેષ રાશિનો સ્વામી મંગળ જે લિંગ સ્વરૂપમાં જ તેના ઉત્પત્તિ સ્થાન ઉજ્જૈનમાં સ્થિત છે. મેષ રાશિના લોકોએ દહીથી અભિષેક કરવો, લાલ ગુલાબ અને લાલ ફુલથી શિવજીની પૂજન કરવું.

વૃષભ.

આ રાશિનો સ્વામી શુક્ર છે. આ લોકોએ કાચા દૂધથી શિવલિંગનો અભિષેક કરવો. શિવજીનું વાહન નંદી છે, એટલે કોઇ ગૌશાળામાં ઘાસ અને રોટલીનું દાન કરો.

મિથુન.

બુધ રાશિના સ્વામિત્વવાળી આ રાશિના લોકોએ શિવ-પાર્વતીને લાલ કરેણના ફૂલ, મધ ચઢાવવાં. પિસ્તાનો ભોગ ધરાવવો. બીલીપાન અર્પણ કરવાં.

કર્ક.

આ રાશિનો સ્વામી ચંદ્ર છે. ચંદ્ર શિવજીના મસ્તક ઉપર શોભિત છે. આ લોકોએ કાચા દૂધ, સફેદ આંકડા અને દહીથી શિવપૂજા કરવી. મિઠાઈનો ભોગ શિવજીને ધરાવવો.

સિંહ.

આ રાશિનો સ્વામી સૂર્ય ગરમ સ્વભાવનો હોય છે. આ ગ્રહને શાંત કરવા માટે શીતળ જળથી શિવલિંગનો અભિષેક કરવો જોઇએ.

કન્યા.

આ રાશિ પણ બુધના સ્વામિત્વવાળી રાશિ છે. કન્યા રાશિના લોકો શિવલિંગને મગની દાળથી બનેલી મીઠાઇનો ભોગ ધરાવે. બીલીપાન અને ફળ ચઢાવવાં. મંત્રનો જાપ કરવો.

તુલા.

અષ્ટમી અને એકાદશી તિથિએ શિવલિંગ ઉપર સફેદ વસ્ત્ર અર્પણ કરવાં. પાર્વતીજીને શ્રૃંગાર સામગ્રી અર્પણ કરો. જીવનસાથી સાથે પૂજા કરો.

વૃશ્ચિક.

આ રાશિના લોકોએ આખો મહિનો ગરીબોની સેવા કરવી. શિવલિંગ પાસે દીવો પ્રગટાવવો અને સુગંધિત ધૂપ પ્રગટાવવી.

ધન.

આ ગુરુના સ્વામિત્વવાળી રાશિ છે. શ્રાવણ મહિનાના પ્રત્યેક ગુરુવારે ચણાના લોટથી બનેલાં મિષ્ઠાન શિવજીને ચઢાવો. પીળા વસ્ત્ર પોતાની માતાને ભેટ કરો.

મકર.

આ શનિના સ્વામિત્વવાળી રાશિ છે. શિવલિંગ ઉપર વાદળી ફૂલ ચઢાવો. ધતૂરો શિવજીને ચઢાવો.

કુંભ.

આ પણ શનિના સ્વામિત્વની રાશિ છે. કોઇ જરૂરિયાતમંદ વિદ્યાર્થીની મદદ કરો. શિક્ષા સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરો.

મીન.

ગુરુના સ્વામિત્વવાળી રાશિના લોકોએ બાર જ્યોતિર્લિંગના નામનો જાપ કરવો.ધ્યાનમાં બેસેલાં શિવજીના દર્શન કરોઆ મહિનામાં જેઓ ધ્યાન કરવા માંગતાં હોય તેમણે ધ્યાનમાં વિરાજમાન શિવજીના દર્શન કરવા જોઇએ. આવા સ્વરૂપના દર્શન કરવાથી મન શાંત થાય છે અને ધ્યાનમાં મન લાગે છે. શિવજીની એવી મૂર્તિ કે તસવીર લગાવવી જોઇએ, જેમાં તેઓ પ્રસન્ન જોવા મળી રહ્યા હોય. નંદી ઉપર વિરાજમાન હોય કે ધ્યાનમાં બેઠેલાં શિવજીના દર્શન કરવાથી પોઝિટિવિટી વધે છે. શિવજીના ગુસ્સો દર્શાવતાં સ્વરૂપના રોજ દર્શન કરવાથી વ્યક્તિના સ્વભાવમાં ગુસ્સો વધી શકે છે. શિવજીનું આવું સ્વરૂપ ઘરમાં રાખવાથી બચવું જોઇએ.

દેવો ના દેવ મહાદેવ દરેક દેવતાઓ થી સર્વ શ્રેષ્ઠ છે અને તેમની ભક્તિ કરતા લોકો પણ આખી દુનિયામાં ઓછા નથી, મોટાભાગના લોકો ભગવાન ભોળાનાથ ને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારના ઉપાય અપનાવે છે અને પોતાની શક્તિ એવી ભક્તિ કરતા હોય છે. મહાદેવની પૂજા અર્ચનામાં પણ લીન રહે છે. દરેક ભક્ત એવું ઈચ્છે છે કે ભોલાનાથ એમની ભક્તિથી જલ્દી પ્રસન્ન થઇ જાય. અને તેમના આશીર્વાદ હંમેશા એમના ઉપર બની રહે.મોટાભાગના લોકો પોતાના જીવનની મુશ્કેલીઓ ને દુર કરવા માટે ભગવાન ભોલાનાથ ની પૂજા અર્ચના કરે છે, એવું કહેવામાં આવે છે કે જેમની ભક્તિ થી મહાદેવ પ્રસન્ન થઇ જાય છે. એ વ્યક્તિના જીવનમાં થી દરેક સંકટ દુર થઇ જાય છે.

Leave a Comment