Breaking News

આપણાં દેવી-દેવતાં શા માટે હમેંશા પશુ પક્ષીઓ નેજ પોતાનાં વાહન બનાવતાં, જાણો તેની પાછળનું કારણ……

આપણા દેશમાં પૂજા અર્ચનાનું ઘણુ મહત્વ રહ્યું છે.દેવી દેવતાઓની પૂજા ભક્તો પૂર્ણ શ્રદ્ધાથી કરે છે.હિન્દૂ ધર્મમાં જેટલી પૂજા દેવી દેવતાઓની થાય છે તેટલી જ તેમના વાહનની પણ થાય છે.હિન્દુ ધર્મમાં લગભગ 84 કરોડ દેવતાઓ છે. પરંતુ જેટલા પણ દેવી-દેવતાઓ છે, બધાના વાહન પશુ-પક્ષી જ છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે છે? આજે અમે તમને અહીં જણાવી રહ્યા છીએ કે દેવી-દેવીઓએ તેમના વાહનો માટે પ્રાણીઓ અને પક્ષીઓને જ કેમ પસંદ કર્યા. ખરેખર, પ્રાણીઓ અને પક્ષીઓ આ પૃથ્વીની સૌથી અનોખી રચના છે. માણસોએ તેમની પાસેથી શીખ લેવી જોઈએ. તેઓ દરેક રીતે આપણા માટે ઉપયોગી છે. તે વ્યક્તિની અનેક સમસ્યાઓ પણ દૂર કરે છે. ચાલો આપણે જાણીએ કે તે માનવો માટે કેવી રીતે સહાયક સાબિત થાય છે અને આપણે તેમની પાસેથી કેવા પ્રકારની શીખ મેળવી શકીએ છીએ.

માનવામાં આવે છે કે પશુ-પક્ષીઓને દેવી-દેવતાઓ સાથે તેમના વ્યવહારને અનુરૂપ જોડવામાં આવ્યા છે. આમ કરવા પાછળનું એક કારણ પ્રાણીઓ પ્રત્યેની હિંસાને રોકવાનો પણ છે. ભગવાનના વાહન એવા પ્રાણીઓની રક્ષા માટે પણ આમ કરવામાં આવ્યું હતું. લોકો પ્રાણીઓને ભગવાનના પ્રતિનિધિ માને છે અને તેને હાનિ પહોંચાડતા નથી.

બળદ: શિવજીના વાહન આખલા વિશે તો તમે જાણો છો કે તે ખેડૂતોનો મિત્ર છે. આખલો ખૂબ જ મહેનતુ હોય છે, તેની અંદર ગજબની શક્તિ હોય છે અને તે ખૂબ શાંત પ્રાણી છે. તેની જરૂરિયાતો પણ ઘણી ઓછી હોય છે. આજના આધુનિક યુગ પહેલા ખેડુતો આખલાની મદદથી ખેતીકામ કરતા હતા. આજે પણ ઘણી જગ્યાએ બળદથી ખેતી કરવામાં આવે છે.

સિંહ: આ માતા દુર્ગાનું વાહન છે, તે ખૂબ શક્તિશાળી છે. આથી જ તે જંગલનો રાજા કહેવાય છે. સિંહના તમામ અંગનો ઉપયોગ તંત્ર કાર્યમાં અરવામાં આવે છે. આ કરવાથી વ્યક્તિની પૈસા સંબંધિત સમસ્યા દૂર થાય છે. જો કે, આ સમયે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સિંહ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે, કારણ કે તે ખૂબ શક્તિશાળી છે.

દુર્ગા એ અંબાનું એક સ્વરૂપ છે. અંબા કે દુર્ગા એ શાક્ત્ય સંપ્રદાય (શક્તિ/દેવીના ઉપાસકો)માં માતાનું સ્વરૂપ છે. તેમના અનેક નામો છે, શિવની પત્ની તરીકે પાર્વતીના નામે પણ ઓળખાય છે. પૌરાણીક કથાઓ મુજબ ભગવાન શંકરને પતિના સ્વરૂપમાં મેળવવા માટે માતા પાર્વતીએ ઘણા વર્ષો સુધી વનમાં આકરી તપસ્યા કરી હતી. અને આ આકરી તપસ્યાને કારણે માતાનો રંગ સાંમળો થઇ ગયો હતો. પરંતુ માતાને તેની તપસ્યાનું ફળ મળ્યું અને તેમના લગ્ન ભગવાન શિવ સાથે થઇ ગયા.

ભગવાન શિવ સાથે લગ્ન કરીને તેમને બે પુત્રોની પ્રાપ્તિ થઇ ગણેશ ભગવાન અને ભગવાન કાર્તિકેયની. પૌરાણીક કથાઓ મુજબ એક વખત શિવજીએ વાતો વાતોમાં માતા પાર્વતીને કાળા કહી દીધા હતા, જે વાત તેમને સારી ન લાગી અને ગોરો રંગ મેળવવા માટે માતા પાર્વતી એક વનમાં જઈને આકરી તપસ્યા કરવા લાગ્યા.

જયારે માતા પાર્વતી તપસ્યા કરી રહ્યા હતા તો એક સિંહ તેની નજીકથી પસાર થયો, અને માતા પાર્વતીને તપસ્યા કરતા જોઇને તે ત્યાં તેમની નજીક બેસી ગયો. તે સિંહ ત્યાર સુધી ત્યાં બેસી રહ્યા જ્યાં સુધી માતા તપસ્યા કરતા રહ્યા. ત્યારબાદ શિવજીએ માતાની તપસ્યાથી પસન્ન થઇને તેમને ગોરા થવાનું વરદાન આપી દીધું. ત્યારબાદ માતા પાર્વતીએ પોતાની આંખો ખોલી અને ત્યારે તેમનું ધ્યાન સિંહ ઉપર પડ્યું જે તેમની પાસે જ બેઠો હતો. માતાના મનમાં તે સિંહને જોઇને વિચાર આવ્યો કે તે સિંહએ પણ તેમની સાથે બેસીને આકરી તપસ્યા કરી છે, ત્યારે માતા પાર્વતીએ તે સિંહને પોતાની સવારી તરીકે પસંદ કરી લીધો અને ત્યારથી સિંહ માતાની સવારી બની ગયો.

મોર: તે શંકર ભગવાનના પુત્ર કાર્તિકેયનું વાહન છે. ઘરમાં મોરપીંછ રાખવાથી સાપ, વીંછી ઘરમાં પ્રવેશ કરતા નથી. મોર ખૂબ સુંદર પક્ષી છે. તેની સુંદરતાથી મોહિત થઈને, ભગવાન શ્રીકૃષ્ણ હંમેશાં તેના માથા પર મોરપીંછ ધારણ કરતા હતા.

ઉંદર: ઉંદર એક ખૂબ જ ચંચળ પ્રાણી છે, તે ભગવાન ગણેશનું વાહન છે. એક ઉંદર તેની ચંચળતાને લીધે કોઈપણ ચીજને કાપી નાખે છે. તેનાથી આ વાત શીખવા મળે છે કે અજ્ઞાની વ્યક્તિ તેમના કાર્યોને કારણે દરેક બાબત પર લડાઈ કરે છે. તેની સવારી કરવી બીજા કોઈની તાકતની વાત નથી. આ મત્ર ભગવાન ગણેશ જ કરી શકે છે.

ભગવાન ગણેશજીની પ્રતિમાઓ પૂજા મંડપોમાં શોભાયમાન થઈ રહી છે. ગણેશજીની સાથે તેમના વાહનની પણ પૂજા થઈ રહી છે. આનું કારણ છે કે ગણેશજીને કૈલાશ પર્વત પરથી ભક્તોનાં ઘર સુધી લાવનાર તેમનું વાહન મૂષક છે. ગણેશજીએ પોતાના વાહન મૂષકની શા માટે પસંદગી કરી આ વિષયમાં ઘણી કથાઓ મળે છે. એક કથા પ્રમાણે ગજમુખાસુર નામના એક અસુર સાથે ગજાનંદને યુદ્ધ કરવું પડ્યું હતું. ગજમુખાસુરને એવું વરદાન મળેલું હતું કે તે કોઈ અસ્ત્રથી ન મરી શકે.

ગણેશજીએ આને મારવા માટે પોતાનો એક દાંત તોડ્યો અને ગજમુખાસુર પર ઘા કર્યો. ગજમુખાસુર આનાથી ભયભીત થયો અને મૂષક (ઉંદર) બનીને દોડવા લાગ્યો. ગણપતિએ મૂષક બનેલા ગજમુખાસુરને પોતાના પાશમાં બાંધી દીધો. ગજમુખાસુર ગણેશજીની માફી માગવા લાગ્યો. ગણેશજીએ ગજમુખાસુરને પોતાનું વાહન બનાવીને જીવનદાન આપ્યું.

વધુ એક કથાનો ઉલ્લેખ ગણેશ પુરાણમાં મળી આવે છે. જે પ્રમાણે દ્વાપર યુગમાં એક બળવાન મૂષક પરાશરના આશ્રમમાં આવીને મહર્ષિ પરાશરને ખૂબ દુખી કરતો. ઉત્પાતિ મૂષકે મહર્ષિ આશ્રમની માટીનાં વાસણો તોડી નાંખ્યા હતા, તેમજ આશ્રમમાં રાખેલું અનાજ નષ્ટ કરી દીધું. ઋષિઓનાં વસ્ત્રો અને ગ્રંથોને કતરી નાંખ્યા હતાં.મહર્ષિ પરાશર મૂષકના આ કૃત્યથી ખૂબ દુખી થઈને ગણપતિની શરણમાં ગયા. ગણેશજી મહર્ષિ પરાશરની વિનંતિથી પ્રસન્ન થઈને ઉત્પાત કરી રહેલા મૂષકને પકડવા માટે પોતાનો પાશ નાંખ્યો. પાશે મૂષકનો પીછો કરીને પાતાળ લોક ગયો અને તેને બાંધીને ગણપતિ સમક્ષ રજૂ કર્યો.

ગણપતિને સામે જોઈને મૂષક તેમની સ્તુતિ કરવા લાગ્યો. ગણેશજીએ કહ્યું કે તમે મહર્ષિ પરાશરને ખૂબ રંજાડ્યા છે, પરંતુ હવે તમે મારી શરણમાં છો જેથી તમને ઈચ્છો તે માંગી લો. ગણેશજીના આવા વચન સાંભળીને મૂષકને અભિમાન થયું. તેને કહ્યું કે મારે તમારી પાસેથી કાઈ નથી જોઈતું. જો તમારે મારી પાસેથી કશું માગવું હોય તો માંગી લો. ગણેશજી સ્મિત કરીને મૂષકને કહ્યું કે તમે મારું વાહન બની જાઓ.

પોતાના અભિમાનને લીધે મૂષક ગણેશજીનું વાહન બની ગયો. પરંતુ જેવા ગણેશજી પર બેઠા કે ગણેશજીના વજનથી તેઓ દબાવવા લાગ્યા. મૂષકે ગણેશજીને કહ્યું કે પ્રભુ હું તમારા વજનથી દબાઈ રહ્યો છું. પોતાના વાહનની વિનંતિ સાંભલીને ગણપતિએ પોતાના ભાર ઓછો કરી લીધો. બાદમાં મૂષક ગણેશજીનું વાહન બનીને તેમની સેવામાં લાગી ગયા.

સાપ: તે એક ઝેરી સરીસૃપ છે. તમે જોયું હશે કે ભગવાન શંકર સાપને તેના ગળામાં પહેરે છે અને ભગવાન વિષ્ણુએ તેને પોતાનું સ્થાન બનાવ્યું છે. તે ખેડૂતોના અનાજના દુશ્મન ઉંદરને ખાઈ જાય છે. આ રીતે તે ખેડૂતોની ઘણી મદદ કરે છે.શિવ ભગવાનના ગાળામાં નાગ સાપ વિટાળેલ છે તે સ્થિર મુદ્રામાં ફેણ પ્રસારીને ગળામાં હોય છે. પતંજલિનું યોગ વિષયક પુસ્તક યોગમુદ્રા આ નાગે લખ્યું હોવાનું મનાય છે.

હંસ: આ માતા સરસ્વતીનું વાહન છે, તે તેમની જેમ ખૂબ જ હોશિયાર છે. હંસ એક એવું પક્ષી છે જે પાણીમાં ભળેલા દૂધમાંથી દૂધ પીવે છે અને પાણી છોડી દે છે. તેનાથી માનવીને શીખ મળે છે કે હંમેશા સારી વસ્તુઓ સ્વીકારી જોઈએ અને ખરાબ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ.હિંદુ ધર્મમાં તમામ ભગવાન કોઈ ને કોઈ વિશેષ સવારી ઉપર સવાર હોય છે, જેની સાથે તેની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. જેવી રીતે જ ગણેશ ભગવાનની સવારી ઉંદર, કાર્તિક ભગવાનની સવારી મોર અને વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ છે તેવી રીતે જ માં દુર્ગાની સવારી પણ સિંહ છે. પરંતુ તેમની સિંહ ઉપર સવારી કરવાની પાછળ એક વિશેષ કારણ છે અને કથા પણ પ્રચલિત છે. જેમાં જણાવ્યુ છે કે કેમ દેવી માં સિંહ ઉપર સવાર રહે છે.

ઘુવડ: ધનની દેવી માતા લક્ષ્મીનું વાહન ઘુવડ છે. તે ફક્ત રાત્રે જ જોઇ શકાય છે, એવું કહેવામાં આવે છે કે તે રાતના અંધારામાં કોઈપણ વ્યક્તિના દાંતની ગણતરી કરી શકે છે. તે ખૂબ જ મહેનત કરે છે, એટલે કે, જે લોકો સખત મહેનત કરે છે માત્ર તેમને જ સંપત્તિ મળે છે. માતા લક્ષ્મીની બીજી સવારી છે, હાથી. હાથીઓમાં હાથણી જ જૂથનું નેતૃત્વ કરે છે. તેથી એક વાત સ્પષ્ટ થાય છે કે જ્યાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે ત્યાં જ માતા લક્ષ્મીની કૃપા છે.ભેંસા: ભેંસા એ મૃત્યુના દેવ યમરાજનું વાહન છે. ભેંસા ખૂબ શક્તિશાળી છે અને જૂથમાં રહેવાનું પસંદ કરે છે. કારણ કે તે સમાજનો અર્થ જાણે છે અને તે એકતાની શક્તિથી પરિચિત છે. જંગલમાં ભેંસ તેમના પરિવારની સિંહથી રક્ષા કરે છે. તે મનુષ્યને એકતાનો સંદેશ આપે છે.

About bhai bhai

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *