Breaking News

આર્યનને દિવાળી પછી મન્નતથી દૂર લઈ જશે શાહરૂખ ખાન, જાણો કેમ….

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં 25 દિવસ જેલમાં રહ્યા બાદ 30 ઓક્ટોબરે જામીન પર છૂટ્યો છે. આર્યન જેલમાંથી ઘરે પાછો આવ્યો ત્યારે શાહરૂખે પોતાના ઘર ‘મન્નત’ને શણગારી દીધું હતું. ઓક્ટોબરનો મહિનો શાહરૂખ માટે ઘણો મુશ્કેલીભર્યો રહ્યો છે. હવે જાણવા મળી રહ્યું છે કે, શાહરૂખ ખાન અને ગૌરી પોતાના દીકરા આર્યનની સેફ્ટી અને તેને મીડિયાથી દૂર રાખવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે.શાહરૂખ ખાન ના ઘરમાં ખુશીનો માહોલ છે કારણ કે આર્યન ઘરે પરત ફર્યો છે.

ડ્રગ્સના કેસમાં ઘણા દિવસો સુધી જેલમાં રહ્યા બાદ આર્યન શનિવારે ઘરે આવ્યો છે. આર્યનને આવકારવા માટે મન્નતને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે શાહરુખ અને ગૌરી ખાને તેમના નજીકના લોકોને કહ્યું હતું કે જ્યાં સુધી આર્યન ઘરે ન આવે ત્યાં સુધી કોઈ તેમને મળવા ન આવે. જો કે હવે તેઓએ દરેક માટે તેમના દરવાજા ખોલી દીધા છે કારણ કે હવે મન્નતમાં ઉજવણીનો સમય છે. આ સાથે સમાચાર આવી રહ્યા છે કે શાહરૂખ અને ગૌરી આર્યનને સુરક્ષિત રાખવા અને મીડિયાથી દૂર રાખવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છે કારણ કે છેલ્લા કેટલાક અઠવાડિયા આર્યન માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આર્યનને શરતી જામીન મળી ગયા છે એટલે કે આર્યનને પરવાનગી વગર મુંબઈની બહાર જવાની મંજૂરી નથી. તેણે પોતાનો પાસપોર્ટ સ્પેશિયલ કોર્ટમાં જમા કરાવવો પડશે.જો કે હવે જે સમાચાર સામે આવ્યા છે તે મુજબ આર્યન દિવાળી પછી મન્નતમાંથી શિફ્ટ થઈ જશે. એક રિપોર્ટ અનુસાર આર્યન અલીબાગના ફાર્મહાઉસમાં રોકાશે. તમને જણાવી દઈએ કે શાહરૂખનું અલીબાગમાં મોટું ફાર્મહાઉસ છે જ્યાં તે કામમાંથી બ્રેક લીધા બાદ ઘણીવાર સમય પસાર કરે છે. હવે આર્યન ત્યાં જઈને મનને થોડું શાંત કરશે. શાહરૂખ ઈચ્છે છે કે આર્યન થોડા દિવસ ત્યાં રહીને પોતાને મજબૂત બનાવે.

આ ઉપરાંત બીજી તરફ શાહરુખ, જે લાંબા સમયથી તેમના પુત્રની ચિંતામાં હતા અને તેમના કામ પર ધ્યાન આપી શકતા ન હતા, તે પણ ડિસેમ્બરમાં કામ પર પાછા ફરશે. શાહરૂખ પાસે પઠાણ અને દિગ્દર્શક એટલીની ફિલ્મો છે જે તેમણે પૂરી કરવાની છે.સુહાના પણ તેના ભાઈને મળવા દુબઈથી મુંબઈ આવી રહી છે. તે પરિવાર સાથે દિવાળી ઉજવવા જઈ રહી છે. દિવાળી પછી આખો પરિવાર આર્યન સાથે થોડા દિવસ અલીબાગમાં રહેશે. શાહરૂખ તેમના કામની પ્રતિબદ્ધતાઓને કારણે ત્યાંથી નિકળી જશે, પરંતુ ગૌરી, અબરામ અને સુહાના આર્યન સાથે રહેશે. સિદ્ધિવિનાયક મંદિર પણ જશે શાહરૂખ-ગૌરી.જો અહેવાલોનું માનીએ તો શાહરૂખ અને ગૌરી આર્યનની મુક્તિ બદલ ભગવાનનો આભાર માનવા સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લેશે. કદાચ આર્યન ખાન પણ આ બંને સાથે રહે. તમને જણાવી દઈએ કે આર્યન 26 દિવસ જેલમાં હતો.

ઉલ્લેખનીય છે કે, આર્યન ખાનને ઘણી શરતો સાથે જામીન પર છોડાયો છે. આર્યન ગ્રેટર મુંબઈથી બહાર મંજૂરી વિના નહીં જઈ શકે. તેણે પોતાનો પાસપોર્ટ સ્પેશ્યલ કોર્ટમાં જમા કરાવવાનો રહેશે, તે પછી જ તે ભારતમાંથી બહાર જઈ શકશે. આર્યનને દર સપ્તાહે એનસીબીની ઓફિસમાં હાજરી આપવી પડશે અને તે મીડિયા કે સોશ્યલ મીડિયા પર કોઈ પ્રકારનું નિવેદન નહીં આપી શકે. આર્યનને ડ્રગ્સ કેસના અન્ય આરોપીઓ સાથે વાત કરવાનો પણ ઈનકાર કરાયો છે.ગત 3 ઓક્ટોબરની રાત્રે મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝમાં મુંબઈ એનસીબીએ દરોડો પાડ્યો હતો અને તેમાં ડ્રગ્સ પાર્ટી કરવાના આરોપમાં આર્યન ખાન સહિતના લોકોની ધરપકડ કરી હતી. મુંબઈ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના હાથમાં આ કેસની તપાસ છે. સમીર વાનખેડે સામે પણ લાંચ લેવા સહિતના આક્ષેપો થયા છે. લાંચના કેસમાં સમીર વાનખેડે દિલ્હી હેડક્વાર્ટરથી આવેલી ટીમે પૂછપરછ પણ કરી હતી.

About bhai bhai

Check Also

‘બાળક સાથે ઓરલ સે@ક્સ એ બહુ ગંભીર ગુનો નથી’, High Court એ આરોપીઓની સજા ઘટાડી..વિવાદિત ફેંશલા થી જાણતા માં રોષ..

બાળકોની જાતીય સતામણી સાથે જોડાયેલા એક મામલામાં સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *