Breaking News

આટલાં કરોડની જંગી સંપત્તિ ધરાવે છે ભગવાન શ્રી રામના વંશજો,ઠાઠ જોઈ આંખો ચાર થઈ જશે…..

મિત્રો, ત્રેતા યુગ માં અયોધ્યા માં જન્મેલા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ને હિંદુ સંસ્કૃતિ મુજબ ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે. અને તેમની પૂજા પણ કરવામાં આવે છે. ભગવાન રામ ને મર્યાદા પુરુષોત્તમ એટલા માટે કહેવામાં આવતા હતા કારણ કે કોઈ પણ પુરુષ એટલે કે ઇન્સાન તેમની જેટલા તરલ અને સરળ તેમજ પરી પૂર્ણ નથી હોઈ શકતા. રઘુવંશને અને રામાયણને તો આજે ૩ થી ૪ મિલેનીયમ થઈ ચુક્યાં છે.

મહર્ષિ વાલ્મિકી દ્વારા લખાયેલ મહાકાવ્ય ‘રામાયણ’ દ્વારા અને કાલિદાસ દ્વારા રચિત ‘રઘુવંશમ્ ‘ વડે આજે તો આપણે રઘુવંશ વિશે ખાસ્સું જાણીએ છીએ. પણ ઘણાં ખરાં લોકોને રામ પછી લવ-કુશ સિવારની પેઢીની ખબર નહી હોય એ સ્વાભાવિક છે.

પણ આજે તમને અમે એક જબડેસલાક આશ્વર્યકારક કહી શકાય એવી ખબર આપવા જઇ રહ્યાં છીએ. વાત જાણે એમ છે કે, આજે પણ એક રાજ પરીવાર એવો છે જે પોતાને રામના વંશજો માને છે..! આવો જાણીએ થોડું ડિટેઇલમાં :

ખરેખર રામના વંશજો આજે હયાત છે.પુરુષોત્તમ રામને દુનિયાના સૌથી શ્રેષ્ઠ રાજા માનવામાં આવે છે. એના રાજ્યને ‘રામરાજ્ય’ કહેવાયું છે અને આજે પણ એ શબ્દનો પ્રયોગ અમુક સરકારો રામરાજ્ય સાથે મર્યે સ્નાનનો પણ સબંધ ન હોવા છતાં કરી રહી છે. રામ માત્ર એક ઉત્તમ રાજા જ નહી, તેઓ એક ઉત્તમ પુત્ર, શ્રેષ્ઠ પતિ, શ્રેષ્ઠ યોધ્ધા, શ્રેષ્ઠ ભ્રાતા અને શ્રેષ્ઠ પિતા પણ હતા. એ જ કારણ છે કે, આજે દરેક સબંધમાં પુરુષ રામ જેવો રહે એ અપેક્ષા રાખવામાં આવે છે.

ટોપિક સંદર્ભે વાત કરીએ તો, ૧૯૪૭ પછી ભારતસંઘનું જોડાણ થતાં રાજા-રજવાડાંનું અસ્તિત્વ મટી ચુક્યું છે. છતાં આજે પણ અમુક રાજઘરાનાના લોકો એમની અલાયદી જીંદગી જીવી રહ્યાં છે. તેઓ હજી પોતાના ભૂતકાળને વિસરવા નથી માંગતા. અલબત્ત, એ એમનો પૂર્ણ હક્ક છે અને વિસરવો પણ ન જોઇએ. માં ભારતીના ચરણોમાં સરદાર પટેલના કહેવાથી જેમણે આખું રાજ મુકી દીધું હોય એની મહાનતા જોતાં એમને આવો હક્ક છે જ. રાજાઓની સંમતિ વગર સરદાર સાહેબનું કામ કદાપિ પાર પરડવાનું હતું જ નહી એ પણ આપણે સારી રીતે જાણીએ છીએ. ખરેખર નસીબદાર છીએ આપણે કે, જેમને આવા મહારાજાઓ (અડધો ડઝનને બાદ કરતાં) મળ્યાં!

મહારાણી પદ્મિનીના વંશજોએ કર્યો રામના વંશજ હોવાનો દાવો.થોડા સમય પહેલાં જયપુરના રાજમાતા મહારાણી પદ્મિની દેવીએ એક અંગ્રેજી ઇન્ટરવ્યૂમાં પોતાનો પરીવાર રામનો વંશજ હોવાનો ખુલાસો કરેલો, જેને પરીણામે ચોતરફ એની ઘણી ચર્ચાઓ થઇ હતી.રાજમાતા પદ્મિનીદેવીએ અંગ્રેજી ઇન્ટરવ્યૂમાં જણાવેલ કે.

તેમના પતિ અર્થાત્ જયપુરના મહારાજા ભવાનીસિંહ રામના પુત્ર કુશના ૩૦૯માં વંશજ હતાં.જયપુરના મહારાજ સવાઈ જયસિંહ ભગવાન રામના મોટા દીકરા કુશના 289 માં વંશજ હતા.9 દસ્તાવેજ, 2 નકશા સાબિત કરે છે કે અયોધ્યાના જયસિંહપુરા અને રામ જન્મસ્થાન, સવાઈ જયસિંહ બીજા(દ્વિતીય) ને આધીન છે.1776 ના એક હુકમમાં લખ્યું હતું કે, જયસિંહપુરાની જમીન કચ્છવાહના અધિકારમાં છે.

કુશવાહા વંશના 63 માં વંશજ હતા શ્રીરામ, રાજકુમારી દીયાકુમારી 308 મી પેઢી છે.સીટી પેલેસના ઓએસડી રામુ રામદેવ અનુસાર કચ્છવાહા વંશને ભગવાન રામના મોટા દીકરા કુશના નામ પર કુશવાહા વંશ પણ કહેવામાં આવે છે. એમની વંશાવલી અનુસાર 62 માં વંશજ દશરથ, 63 માં વંશજ શ્રી રામ, 64 માં વંશજ કુશ હતા. 289 માં વંશજ આમેર જયપુરના સવાઈ જયસિંહ, ઈશ્વરી સિંહ અને સવાઈ માધો સિંહ અને પૃથ્વી સિંહ રહ્યા. ભવાની સિંહ 309 માં વંશજ હતા.

સીટી પેલેસના પોથીખાનામાં મુકવામાં આવેલા 9 દસ્તાવેજ અને 2 નકશા સાબિત કરે છે કે, અયોધ્યાના જયસિંહપુરા અને રામ જન્મસ્થાન સવાઈ જયસિંહ બીજા(દ્વિતીય) ના આધીન હતા. પ્રસિદ્ધ ઇતિહાસકાર આર નાથના પુસ્તક ‘ધ જયસિંહપુરા ઓફ સવાઈ રાજા જયસિંહ એટ અયોધ્યા’ ના એનેક્સચર – 2 અનુસાર અયોધ્યાના રામજન્મ સ્થળ મંદિર પર જયપુરના કચ્છવાહા વંશનો અધિકાર હતો.

1776 માં નવાબ વજીર અસફ-ઉદ-દૌલાએ રાજા ભવાની સિંહને હુકમ આપ્યો હતો કે અયોધ્યા અને ઈલાહાબાદ સ્થિત જયસિંહપુરામાં કોઈ દખલ કરવામાં નહિ આવે. એ જમીનો હંમેશા કચ્છવાહાના અધિકારમાં રહેશે. ઔરંગઝેબના મૃત્યુ પછી સવાઈ જયસિંહ બીજાએ હિંદુ ધાર્મિક વિસ્તારોમાં મોટી મોટી જમીન ખરીદી. 1717 થી 1725 માં અયોધ્યામાં રામ જન્મસ્થાન મંદિર બનાવાયું હતું.

1776 માં નવાબ વજીર અસફ-ઉદ-દૌલાએ રાજા ભવાની સિંહને હુકમ આપ્યો હતો કે અયોધ્યા અને ઈલાહાબાદ સ્થિત જયસિંહપુરામાં કોઈ દખલ કરવામાં નહિ આવે. એ જમીનો હંમેશા કચ્છવાહાના અધિકારમાં રહેશે. ઔરંગઝેબના મૃત્યુ પછી સવાઈ જયસિંહ બીજાએ હિંદુ ધાર્મિક વિસ્તારોમાં મોટી મોટી જમીન ખરીદી. 1717 થી 1725 માં અયોધ્યામાં રામ જન્મસ્થાન મંદિર બનાવાયું હતું.

જયપુર રાજઘરાના પાછળનો થોડો અછડતો ઇતિહાસ જોઇએ તો ખ્યાલ આવે કે, ૨૧ ઓગસ્ટ, ૧૯૧૨ના રોજ જન્મેલ મહારાજા માનસિંહે ત્રણ વિવાહ કરેલા. માનસિંહજીની પ્રથમ પત્નીનું નામ મહારાણી મરુધર કુંવરબા, બીજાં પત્નીનું નામ કિશોર કુંવરબા હતું. મહારાજાએ ત્રીજા લગ્ન મહારાણી ગાયત્રીદેવી સાથે કરેલ. જેનો ઉલ્લેખ હમણાં રીલિઝ થયેલ ‘બાદશાહો’ ફિલ્મમાં થયેલો છે. મહારાજાના પ્રથમ પત્ની મરુધર કુંવરબાથી ભવાનીસિંહ થયાં. જેમના પત્ની એટલે મહારાણી પદ્મિનીદેવી.

વિશાળ સંપત્તિનું માલિક છે આ રાજઘરાનું
જયપુર રાજઘરાના પાસે વિશાળ માત્રામાં સંપત્તિ છે. છેડાં છેક બોલિવૂડ સુધી પહોંચે છે એટલે રાજક્ષેત્ર ઉપરાંત ફિલ્મજગતના લોકોની પણ આવનજાવન રહે છે. મહારાજા ભવાનીસિંહને કોઇ પુત્ર નથી એટલે સંપત્તિના વારસદાર તરીકે તેમણે પોતાની પુત્રી દીયાના પુત્રને દત્તક લીધેલ છે. નરેન્દ્રસિંહ સાથે વિવાહ કરેલ દીયા બીજેપીની નેતા છે. હવે જયપુર રાજઘરાનાના વારસદાર તેમના જ બંને જ પુત્રો પદ્મનાભસિંહ અને લક્ષ્યરાજસિંહ છે.

About bhai bhai

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *