આટલાં કિલો સોનુ પેહરે છે બપ્પી લેહરી,આ ખાસ વ્યક્તિ પાસે બનાવડાવે છે,જાણો સોનુ પેહરિવા પાછળનું ખાસ કારણ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના આ લેખમાં આપણે બોલિવૂડમાં પોતાના દમદાર અવાજ અને પોતાના સોનુ પહેરવાના શોખને કારણે ખાસ ઓળખ મેળવનાર સુપ્રસિદ્ધ ગાયક બપ્પી લહેરીનો હાલમાં જ ૬૮મો જન્મદિવસ હતો. હિન્દી સિનેમાને બપ્પી લહેરીએ ઘણા યાદગાર ગીતો આપેલા છે અને તેઓ બોલિવૂડના મશહૂર ગાયકમાં પોતાનું સ્થાન રાખે છે. ૨૭ નવેમ્બર, ૧૯૫૨માં જલપાઈગુડી માં જન્મેલા બપ્પી લહેરી પોપ મ્યુઝિક નાં કિંગ કહેવામાં આવે છે.

હાલમાં જ તેમનો જન્મદિવસ હતો અને આ અવસર પર અમે તમને જણાવીશું કે આખરે બપ્પી લહેરી આટલું સોનુ શા માટે પહેરે છે અને તેમની પાસે કુલ કેટલું સોનું છે. બપ્પી લહેરી પોતાની ગાયકી ની સાથે સાથે હમેશાથી પોતાના સોનુ પહેરવાના શોખને કારણે ચર્ચામાં રહેતા હોય છે. તેમને જ્યારે પણ જોવામાં આવે છે તો તેઓ સોનાથી ઢંકાયેલા નજર આવે છે. સોનુ પહેરવા પાછળની વાત કરવામાં આવે તો તેઓ તેને તેઓ પોતાના માટે ભાગ્યશાળી માને છે.

તેમનું માનવું છે કે વધારે માત્રામાં સોનુ પહેરવું તેમના ભાગ્ય સાથે જોડાયેલ છે અને એટલા માટે તેઓ હંમેશા સોનાથી ઢંકાયેલાં રહે છે. તમે બપ્પી લહેરીને જ્યારે પણ જોયા હશે તો જોયું હશે કે બપ્પી પોતાના ગળા અને હાથમાં સોનુ પહેરેલા નજર આવે છે. વધારે સોનું પહેરવા પાછળ તેઓ વધુ એક કારણ જણાવે છે. તેમણે ઘણાં ઇન્ટરવ્યૂમાં તે વાતનો ખુલાસો કર્યો છે કે અમેરિકન રોકસ્ટાર એલ્વિસ પ્રેસ્લી પાસેથી તેમને આટલી વધારે માત્રામાં સોનુ પહેરવાની પ્રેરણા મળી હતી.

એલ્વિસ પ્રેસ્લી ને જોયા બાદ તેમણે પણ સોનું પહેરવાનું ચાલુ કરી દીધું હતું. બપ્પી લહેરી એક વખત ઇન્ટરવ્યૂમાં તે વાતનો ખુલાસો કર્યો હતો કે હોલીવુડ ગાયક એલ્વિસ પ્રેસ્લી સોનાની ચેન પહેરે છે અને તે મને ખૂબ જ પસંદ છે. હું તે સમયે વિચારતો હતો કે જ્યારે હું સફળ વ્યક્તિ બની જઈશ તો પોતાની અલગ છબી બનાવીશ અને ત્યારબાદ મેં આટલું સોનુ પહેરવાનું નક્કી કર્યું. સોનુ મારા માટે નસીબદાર છે. તમે તે વાતથી તો વાકેફ થઈ ગયા કે કયા કારણને લીધે બપ્પી લહેરી આટલું સોનુ પહેરે છે.

પરંતુ શું તમે જાણો છે કે આખરે બપ્પી લહેરી પાસે કેટલું સોનું છે? તો ચાલો આજે અમે તમને એ વાતથી પણ અવગત કરાવીએ. વર્ષ ૨૦૧૪માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ હતી તે સમયે બપ્પી લહેરીની પાસે કેટલું છે તે વાતની જાણકારી સામે આવી હતી.બપ્પી લહેરીએ વર્ષ ૨૦૧૪માં સામાન્ય ચૂંટણીમાં પોતાની પાસે રહેલ સોનું અને સંપત્તિની જાણકારી શેર કરી હતી.

જણાવી દઈએ કે બપ્પી લહેરી વર્ષ ૨૦૧૪માં ચૂંટણી લડી હતી અને તેવામાં તેમણે પોતાના ચૂંટણી સોગંદનામામાં તે વાત જણાવી હતી કે તેમની પાસે કુલ કેટલું સોનું છે. બપ્પી લહેરી દ્વારા આપવામાં આવેલ જાણકારી અને સોગંદનામાં અનુસાર વર્ષ ૨૦૧૪માં બપ્પી લહેરી પાસે ૭૫૪ ગ્રામ સોનું હતું અને ૪.૬૨ કિલો ગ્રામ ચાંદી હતું. જોકે હવે તેમાં ઘણો બદલાવ થઈ ગયો છે કારણ કે તે ૬ વર્ષ પહેલા ની જાણકારી છે.

બપ્પી લહેરીના ગીતોનું આજે પણ રીમિક્સ થઈ રહ્યું છે અને તેને પણ આજની યુવા પેઢી ધૂમ સાંભળે છે. બોલીવૂડમાં એવા ઘણા બધા કલાકારો છે જેઓ રેગ્યુલર કામથી કંઈક હટકે કરવાનું પસંદ કરે છે અને પોતાની એક આગવી જ ઓળખ બનાવી દે છે. બોલીવૂડ ફિલ્મ રાઇટર્સ સલીમ જાવેદે પણ અલગ જ રીતે સ્ટોરી રાઇટીંગ કરીને બોલીવૂડને એક નવો જ વળાંક આપ્યો હતો તેવી જ રીતે અમિતાભે પણ તેમની ફિલ્મોમાં અફ્લાતૂન અભિનય આપીને બોલીવૂડને તેનો પહેલો એન્ગ્રી યંગમેન હીરો આપ્યો હતો.

તો વળી સંગીતની દુનિયામાં બપ્પી લહેરીએ એક અલગ ચીલો ચાતર્યો હતો અને આજે પણ તેમનું મ્યુઝિક નવી-જુની દરેક પેઢીને તેટલું જ પ્રિય છે. બપ્પી લહેરી છેલ્લા ઘણા વર્ષોથી બોલીવૂડમાં સક્રીય છે. શરૂઆતમાં તેમને પણ કેટલીક નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો કારણ કે કોઈ પણ નવી વસ્તુ અપનાવતા પહેલાં હંમેશા લોકોને ખચકાટ થતો જ હોય છે પણ ધીમે ધીમે લોકો તેને અપનાવવા લાગે છે તેવું જ બપ્પી લહેરીના મ્યુઝિક સાથે પણ બન્યું હતું શરૂઆતમાં તેમના સંગીતને નકારાત્મક પ્રતિસાદ મળ્યો પણ ધીમે ધીમે તેમના અનોખા સંગીતને પણ શ્રોતાઓ ગમાડવા લાગ્યા.

બપ્પી લહેરીનો જન્મ 27 નવેમ્બરે 1952માં પશ્ચિમ બંગાળમાં થયો હતો. માત્ર 21 વર્ષની ઉંમરમાં બપ્પી લહેરી પોતાના સંગીત પ્રેમના કારણે બોલીવૂડમાં પ્રવેશી ગયા. તેમણે 1973માં નન્હા શિકારી નામની ફિલ્મમાં પોતાનુ સંગિત આપીને પોતાની કેરિયરન શરૂઆત કરી. પણ તેમની ખરી ઓળખ તો 1976માં આવેલી ફિલ્મ ચલતે-ચલતેથી મળી હતી. આ ફિલ્મ વિશાલ આનંદની હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર તો કોઈ કમાલ ન બતાવ્યો પણ તેના સંગીતને ખુબ પસંદ કરવામા આવ્યું.

અને બસ પછી તો બપ્પી દાને એક પછી એક ફિલ્મોની ઓફરો આવવા લાગી અને તેઓ કામ કરતાં ગયા અને ફરી વાર તેમની એક ફિલ્મે તેમને બુલંદીઓ પર મુકી દીધા તે ફિલ્મ હતી 1982ની મીથુન ચક્રવર્તી અભિનિત ડિસ્કો ડાંસર, જેણે બોક્સ ઓફિસ પર પણ ધમાલ મચાવી દીધી અને તેના ગીતોને તો આજે પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ત્યાર બાદ તેમણે ઘણી બધી નોંધનીય હીટ ફિલ્મો જેમ કે નમક હલાલ, શરાબી, હિમ્મતવાલા, સાહેબ, ગુરુ, ઘાયલ વિગેરમાં પેતાનું સંગિત આપ્યું છે.

આમ તેમની પાસે શોહરત અને સંપત્તિ વધતી ગયો અને તેમનો સોનાનો શોખ ખુલીને સામે આવ્યો. તેઓ પોતાના લૂકના કારણે આજે પણ એક અમિટ છાપ લોકો પર છોડી દે છે અને તેમના લૂકમાં ખાસ તો તેમના ગળામાં લટકતી ભારે સોનાની ચેઈન તેમજ તેમની હાથની આંગળીઓમાંની વીંટી આ બધુ લોકોને ખુબ આકર્ષે છે. જ્યારે તેમને પોતાના આ શોખ વિષે પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે. આ શોખ તેમને હોલીવૂડ પોપ સિંગર એલ્વિસ પ્રેસ્લીના કારણે લાગ્યો હતો. તેમણે જણાવ્યું કે એલ્વી પ્રેસ્લીને તેઓ ખુબ પસંદ કરતા હતા અને તે પણ સોનાની ચેન પહેરતા હતા.

તેમણે નક્કી કર્યું હતુ કે તેઓ જ્યારે જીવનમાં સફળતા હાંસલ કરશે ત્યારે તેઓ પણ પોતાની એક અલગ જ છવી ઉભી કરશે. તેઓ ભગવાનનો આભાર માને છે કે તેઓ આટલુ બધું સોનું પહેરી શકે છે. તેઓ સોનાને પોતાના માટે લકી પણ માને છે.પણ જો તમને એવું લાગતું હોય કે બપ્પી લહેરીને સોનાનો શોખ છે માટે તેમના ઘરમાં તેમની પાસે જ સૌથી વધારે સોનું છે પણ તેવું નથી તેમના ઘરમાં સૌથી વધારે સોનું તેમના પત્ની પાસે છે. આમ તો આ જાણકારી ન મળી શકે પણ બપ્પી લહેરીની એકએફિડેવિટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એફિડેવિટમાં લખવામાં આવ્યું છે કે તેમની પાસે 754 ગ્રામ સોનું છે જ્યારે તેમની પત્ની પાસે 967 ગ્રામ સોનું છે.

પણ તેમની પાસે માત્ર સોનું જ વધારે નથી પણ તેમની પાસે ચાંદી પણ કીલોમાં છે. તેમની પાસે 4.62 કીલોગ્રામ ચાંદી છે. જ્યારે તેમના પત્ની પાસે તેમના કરતાં પણ ડબલ એટલે કે 8.9 કી.ગ્રામ ચાંદી છે.બપ્પી લહેરીને ગળામાં લોકેટ પહેરવા વધારે પસંદ છે તેમની પાસે ગણેશજીનું એક લોકેટ છે જે હંમેશા તેમના ગળામાં હોય છે. આ ઉપરાંત તેઓ મોટી મોટી ચેઇન અને જાડા બ્રેસ્લેટ પણ પહેરવાનું ખુબ પસંદ કરે છે.

જો કે દરેક વ્યક્તિનો એક સોનેરી સમય હોય છે. બપ્પી દાનો પણ સોનેરી સમય પુરો થયો અને તેમનું સંગીતનું કામ ઘટી ગયું. તેમ છતાં તેમણે 2000ની સાલ સુધી કામ કર્યું. તેમણે ફિલ્મ ટેક્સી નંબર 9211 કે જેમાં નાના પાટેકર અને જોહ્ન અબ્રાહમ મુખ્ય અભિનેતા હતા તેમાં સુંદર મ્યુઝિક આપ્યું જેને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું ત્યાર બાદ તેમણે, ધ ડર્ટી પિક્ચર, હિમ્મતવાલા બદ્રીનાથ કી દુલ્હનિયા અને વ્હાઈ ચીટ ઇન્ડિયા જેવી ફિલ્મોમાં પણ સુંદર ગીતો આપ્યા.

Leave a Comment