Breaking News

આટલું આલીશાન છે શિલ્પા શેટ્ટીનું ઘર,તેની ફિગરની જેમજ છે એકદમ સુંદર,જુઓ અંદરની તસવીરો…….

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કોરોના વાયરસના કારણે હાલ ઘરમાં જ રહેવા મજબૂર છે. પણ તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને અલગ અલગ જાણકારી આપતી રહે છે. ફેન્સ પહેલાથી જ શિલ્પાના ડાંસ અને એક્ટિંગના દિવાના હતા હવે તેમણે ટિકટોક વીડિયો દ્વારા પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. ટિકટૉક વીડિયોમાં તે પોતાની ક્યૂટનેસથી લોકોના મન જીતી રહી છે. ત્યારે હાલમાં જ શિલ્પા શેટ્ટીએ પોતાની બહેન શમિતા શેટ્ટી ને લઇને ઘટસ્ફોટ કર્યો છે.

શિલ્પા શેટ્ટી બોલિવૂડની સૌથી લોકપ્રિય એક્ટ્રેસમાં એક છે. ભલે તે આજકાલ પોતાની ફિલ્મોમાં ધ્યાન નથી આપતી, પરંતુ સોશિયલ મીડિયામાં તેમની સક્રિયતા જોવા મળતી રહે છે. તેમના આલિશાન ઘરની પણ એક ઝલક હંમેશાં સોશિયલ મીડિયામાં જોવા મળી રહે છે. ક્યારેક તેનો લિવિંગ રૂમ માં જોવા મળે છે, તો ક્યારેક કિચન. જે બંગલામાં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા રહે છે, તેના અંદરના ફોટા એટલા આલીશાન છે કે તમે જોતા જ રહી જશો.

શિલ્પા શેટ્ટી પાસે આમતો ઘણા બંગલા છે. પરંતુ શિલ્પા શેટ્ટી તેના પતિ અને પુત્ર સાથે મુંબઈમાં તેના સી ફેસિંગ બંગલો ‘કિનારા’માં રહે છે.શિલ્પા શેટ્ટી એન રાજ કુંદ્રાનું ઘર કિનારા પણ લકઝરીયસ છે. કિનારા નામનો આ બંગલો જુહુ પાસે છે. શિલ્પાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, તે હંમેશાથી ઇચ્છતી હતી કે, તેની પાસે સી-ફેસિંગ ઘર હોય. તેણીએ કહ્યું હતું કે, હું અત્યારે જ્યાં રહી છું તે મારુ ડ્રિમ હાઉસ છે.

શિલ્પા શેટ્ટીના આ ‘કિનારા’ બંગલોની ઋતિક રોશનની એક્સ વાઈફ સુજૈન ખાને ઇન્ટરિયર ડિઝાઇન કરી છે. શિલ્પા શેટ્ટીના આ ઘરમાં ફેંગ શુઈ અને વાસ્તુનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે.શિલ્પાના ઘરના એન્ટ્રેન્સ પર એક ગોલ્ડન હાથ લગાડવામાં આવ્યો છે. સીલિંગની વાત કરવામાં આવે તો તે 14 ફૂટ ઊંચું છે.થોડા વર્ષો પહેલા શિલ્પાના બર્થડે પર રાજે લંડનમાં એક લકઝરી બંગલો ગિફ્ટ કર્યો હતો. જેનું નામ રાજ-મહલ છે. રાજે આ બંગલો 32 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ આજે આ બંગલાની કિંમત 100 કરોડ રૂપિયાથી વધારે છે.

રાજે 2006માં રાજ-મહલ બંગલો તેની પહેલી પત્ની કવિતા માટે ખરીદ્યો હતો. પરંતુ કવિતા સાથે છૂટાછેડા થયા બાદ રાજે આ બંગલો વેચી દીધો હતો. ત્યારબાદ શિલ્પા શેટ્ટીની જીદ પર આ બંગલો ફરી રાજ કુંદ્રાએ ખરીદ્યો હતો.શિલ્પાને તમામ ઘરોમાંથી રાજ મહેલ સૌથી પસંદ છે. શિલ્પાએ રાજ મહેલમાં ખુદસે ઇન્ટિરિયર કર્યું છે. રાજ મહેલમાં 2 મોટા હોલ, 2 રિસેપ્સન રૂમ, 7 લકઝરી રૂમ, સ્વિમિંગ પુલ, કાર ગેરેજ, ત્રણ બાલ્કની અને એક મોટું ગાર્ડન છે.

પોતાના બંગલામાં શિલ્પા શેટ્ટીને ક્યારેક કુકિંગ શુટ કરટી જોવા મળે છે, તો ક્યારેક ટીકટોક વિડીયો બનાવતા જોવા મળે છે. શિલ્પા શેટ્ટી નો બંગલો એટલો સરસ છે કે તે કોઈપણ જગ્યાએ શૂટિંગ કરે ત્યારે કોઈ સેટ ની જરૂર નથી પડતી.યોગ અને ધ્યાન શિલ્પા શેટ્ટીની જિંદગીનો અહમ ભાગ છે. તેમના ઘરનું ગાર્ડન ખૂબ જ મોટું છે. શિલ્પા શેટ્ટી ત્યાં હંમેશા યોગ અને મેડિટેશન કરતી જોવા મળે છે.

પોતાના ગાર્ડનમાં શિલ્પા શેટ્ટી અનેક શાકભાજી વાવ્યા છે. ઘરના આ ખૂબ જ સુંદર ગાર્ડન માં તાજા રીંગણ તોડતા હતા જેનો વિડિયો થોડા દિવસ પહેલા પોતાના પુત્ર સાથે શેયર કર્યો હતો.ફિટનેસથી શિલ્પા શેટ્ટીને કેટલો પ્રેમ છે, તે ક્યારેય છુપાયેલું નથી. તે જ કારણને લીધે તેમના ઘરમાં જીમ પણ ખૂબ જ શાનદાર .છે માં ની જેમ તેમનો પુત્ર વિયાન પણ ફિટનેસને લઈને ખુબ જ સતર્ક છે.

સ્વાદિષ્ટ ભોજન બનાવવાનો શિલ્પા શેટ્ટીને ખૂબ જ શોખ છે. પોતાના યૂટ્યૂબ ચેનલ પર અનેક સ્વાદિષ્ટ તથા સ્વાસ્થ્યવર્ધક વ્યંજનોની રેસીપી શીખડાવતી પણ જોવા મળે છે. આ વીડિયોમાં તેમનું સુંદર કિચન પણ જોવા મળે છે.જ્યારે જ્યારે શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયામાં પોતાના ફોટા અને વિડીયો પોસ્ટ કરે છે, ત્યારે તેમના ફેન્સને તેમના ખૂબ જ સુંદર ઘરની ઝલક જોવા મળી જાય છે.શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાનાં પુત્રનો રૂમ ખૂબ જ સુંદર છે. તેમના ઘરમાં લોબી પણ ખૂબ જ સુંદર છે ત્યાં તમને એક આલીશાન એન્ટીક શો પીસ જોવા મળે છે.

શિલ્પા શેટ્ટીના ઘરની બાલ્કની ખુબ જ સરસ છે. બાલ્કનીમાં બેસીને શિલ્પા હંમેશા પોતાની પુત્રી સાથે સમય પસાર કરતા જોવા મળી છે. સોશિયલ મીડિયામાં ઘણી વાર રાજ કુંદ્રા પોતાના ઘરની ખૂબસૂરત બાલ્કનીમાં ફોટોસ અને વીડિયો શેયર કરતા જોવા મળ્યા છે.શિલ્પા શેટ્ટીનાં બેડરૂમનાં ફોટો અને વિડીયોમાં જ્યારે તમે તકિયા રાખેલા જુઓ છો ત્યારે ખબર પડે છે કે પરિવારમાં બધા એકબીજા સાથે કેટલા વધુ ક્લોઝ છે.શિલ્પા શેટ્ટીના યોગ અને મેડિટેશન કરતા ફોટો અને વિડીયો હંમેશા સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળે છે.

તમે તેમને પોતાના ઘરના અલગ-અલગ હિસ્સામાં યોગ અને ધ્યાન કરતી તસ્વીરો જરૂરથી જોઈ હશે.રાજે શિલ્પાને પહેલી વેડિંગ એનિવર્સરી પર દુબઈના બુર્જ ખલીફામાં ઘર ગિફ્ટ કર્યું હતું પરંતુ ઘર નાનું પડતાં શિલ્પાએ આ ઘર વેચી દીધું હતું.બિઝનેસમેન હોવાને કારણે રાજ શિલ્પાને પ્રોપર્ટી સાથે જોડાયેલી ગિફ્ટ્સ આપે છે.નોઈડામાં 3 હજાર સ્કેવર ફૂટનું ડુપ્લેક્સ રાજે 2012માં શિલ્પાને ગિફ્ટ કર્યું હતું.નોઈડાના સેક્ટર 94માં આવેલા સુપરનોવામાં આ વિસ્તારની સૌથી મોટી બિલ્ડિંગ છે.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *