Breaking News

અત્યારે જ કરીલો માં લક્ષ્મીજીનાં આ કામ રૂપિયા નો થશે વરસાદ.

દરેક વ્યક્તિ વધુ સંપત્તિ મેળવવા માંગે છે પરંતુ ઇચ્છતા હોવા છતા પૈસાથી સંબંધિત સમસ્યાઓ તેના જીવનમાં થવા લાગે છે. લોકો વધુ અને વધુ પૈસા કમાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરતા હોય છે. તેઓ રાત-દિવસ સખત મહેનત કરે છે, પરંતુ આટલી મહેનત કરવા છતાં પણ તેઓ પૈસા કમાવવામાં સફળ થઈ શકતા નથી. દરેક વ્યક્તિના જીવનમાં પૈસા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વગર પૈસા એ કઈ પણ શક્ય નથી થતું.

આજે દરેક વ્યક્તિની સૌથી મોટી સમસ્યા પૈસાનો અભાવ છે.સંપત્તિના અભાવને કારણે વ્યક્તિ આદર અને સન્માનથી પણ વંચિત રહે છે.ધનની માતા દેવી લક્ષ્મી મનુષ્યની આ સમસ્યા હલ કરી શકે છે.પરંતુ માતા લક્ષ્મી ચંચળ છે.એટલે કે તે એક જગ્યાએ રહેતી નથી.સંપત્તિને કાયમી બનાવવા માટે વ્યક્તિએ દેવી લક્ષ્મીની ઉપાસના કરવી અને મંત્રનો જાપ કરવો તે ઉપરાંત તેમની પૂજા અર્ચના કરવી ખુબ જરૂરી છે.

જ્યોતિષ શાસ્ત્રમાં સંપત્તિ અને સમૃદ્ધિની સાથે તમામ પ્રકારના ભૌતિક આનંદની પ્રાપ્તિ માટે શુક્રવારે કેટલાક ઉપાયો કરવા ખુબ જરૂરી છે.શુક્રવાર એ શુક્ર ગ્રહનો દિવસ છે અને શુક્ર ગ્રહને.સૌંદર્ય,સમૃદ્ધિ,વૈભવ,કલા,સંગીત,વાસના અને તમામ પ્રકારના સાંસારિક આનંદનો કારક માનવામાં આવે છે.

દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો કંઈ પણ કરવા તૈયાર રહે છે.    ઠીક એ જ રીતે લક્ષ્મીજીનુ પણ મહત્વ છે.  માતા લક્ષ્મી ધનની દેવી માનવામાં આવે છે. તેમની કૃપા પ્રાપ્તિનુ ઈચ્છા દરેક વ્યક્તિના મનમાં રહે છે.  જો એકવર મા લક્ષ્મીની કૃપા પોતાના ભક્ત પર થઈ જાય તો તેને ભવિષ્યમાં ક્યારેય પણ કંગાળીનો સામનો નથી કરવો પડતો.

શાસ્ત્ર અને ગ્રંથમાં મહાલક્ષ્મીનો આશીર્વાદ મેળવવાના વિવિધ ઉપાય બતાવ્યા છે.  આજે અમે તમને એક એવો ઉપાય બતાવી રહ્યા છી જેને આપ રોજ સવારે કરશો તો દેવી લક્ષ્મીની કૃપા સદૈવ આપના પર બની રહેશે અને દરિદ્રતાનો પડછાયો પણ નહી રહે. દેવી લક્ષ્મીનો ફક્ત મંત્ર જ નહી પણ તેમના શ્રૃંગારનો સામાન પણ પૂજનીય માનવામાં આવે છે.  મા લક્ષ્મી દ્વારા ધારણ કરવામાં આવેલ પદ્મ ચિહ્નને પવિત્ર માનવામાં આવે છે.  તેમના પદ્મ ચિહ્નની પૂજા કરવામાં આવે છે.

એવુ કહેવાય છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીના પદ્મ ચિહ્નોની નિયમિત પૂજા થાય છે ત્યા ધનનો વાસ જરૂર રહેછે. ઘરને આર્થિક રૂપે નજર ન લાગે એ માટે લોકો ઘરના દરવાજા પર મા લક્ષ્મીના ચરણ ચિહ્ન બનાવે છે. એવુ કહેવાય છે કે આ પદ્મ ચિહ્ન ઘર પર કોઈ આર્થિક સંકટ આવવા દેતા નથી. જે ઘરમાં મા લક્ષ્મી શુભ  ચિહ્નોને અંકિત જુએ છે એ ઘરમાં ખુશીથી નિવાસ કરે છે.  દરિદ્રતા એ ઘરમાંથી સદાય માટે વિદાય લે છે.

લક્ષ્મીના ચરણ ચિહ્નને જમીન પર દરવાજાની બહાર બનાવવુ જોઈએ.  તેમના ચરણ ચિહ્ન બનાવતી વખતે કેટલીક વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ જો તમને તમારા હાથથી ચરણ ચિહ્ન બનાવતા ન આવડે તો બજારમાંથી તૈયાર સ્ટિકર લઈ આવો. તેને ઘરના દરવાજાની બહાર લગાવો. ઘરમાં આવનારા સભ્યોની નજર તેમની પર પડે એ રીત લગાવો

એવુ કહેવાય છે કે મહાલક્ષ્મીને લાલ રંગ ખૂબ પ્રિય છે. તેથી કંકુથી રોજ  બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને મુખ્ય દરવાજા પર લક્ષ્મીજીના પ્રતિક ચરણ ચિહ્નને લગાવો.  લાલ ગુલાબના ફુલોથી તેમને સજાવો. લાલ રંગની રગોળી પણ ચરણ ચિહ્ન બનાવી શકાય છે. રોજ તમે તેમની પૂજા કરો ત્યારે તેમને લાલ રંગને વસ્તુ ચઢાવો. જે ઘરમાં નિયમિત મા લક્ષ્મીના પદ્મ ચિહ્નની પૂજા થાય છે ત્યા ઘનનો વાસ જરૂર રહે છે. અને ઘર પર કોઈ આર્થિક સંકટ આવતુ નથી.  તેથી જ તમે જોયુ હશે કે આજે પણ કેટલાક ઘરની સ્ત્રીઓ સવારે જલ્દી ઉઠીને ઉંબરાની પૂજા કરતી વખતે મા લક્ષ્મીના પગલા બનાવે છે.

શાસ્ત્રો અનુશાર શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીનો દિવસ છે.આ દિવસે લોકો લક્ષ્મીની પૂજા શ્રદ્ધા સાથે કરે કરે છે.જયારે બીજી બાજુ કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને ઘણા ફાયદા થાય છે.માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તેમના પર રહે છે.તો જાણો શુક્રવારે દેવી લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા અને આવતી પૈસાની તંગીને દુર કરવા માટે કેટલાક ઉપાયો…

શુક્રવારના દિવસે ઘરના દરવાજાને સારી રીતે સજાવવા અને સ્વચ્છતાનું વિશેષ ધ્યાન પણ રાખવું.કારણ કે માતા લક્ષ્મી સ્વચ્છતા હોય ત્યાં પહેલા વાસ કરે છે.ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર તમારે તોરણ ,ફૂલો વગેરેથી સજાવટ કરવી જોઈએ.તે ઉપરાંત કેટલાક દીવાઓ પણ પ્રગટાવી સકાય છે.આટલો ઉપાય તમારા ઘરમાં ખુશીઓના રંગ ભરી દેશે.

શુક્રવારના દિવસે સવાર-સવારમાં ઘરની સફાઈ દરમિયાન ધ્યાનમાં રાખો કે જ્યારે તમે ઘર સાફ કરો છો ત્યારે તે પાણીમાં એક ચપટી મીઠું નાખો.આ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે તે ઉપરાંત ઘરમાં એક શાંતિભર્યું વાતાવરણ જોવા મળશે.તે ઉપરાંત માતા લક્ષ્મીની પૂજા કરો.

શુક્રવારના દિવસે ખાસ કરીને પૂજા દરમિયાન દિશા તરફ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર દિશા તરફની મુદ્રામાં બેસીને જ લક્ષ્મીની પૂજા કરવી.માતા લક્ષ્મીની સાથે,ધનના દેવતા કુબેરજીની પ્રતિમા અથવા ચિત્ર દક્ષિણ દિશામાં મુકવા યોગ્ય ઘણાય છે.આ કરવાથી ઘરમાં પૈસાની અછત ઉભી થતી નથી.

ધાર્મિક માન્યતાઓ અનુશાર ઘરના મુખ્ય દ્વારા પર શણગારેલા તોરણને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.તે ઘરમાં હાજર નકારાત્મક શક્તિઓને દુર કરે છે.જો બનાવામાં આવેલા આ તોરણ આંબાના પાનના અથવા અસોપલવના હશે તો વધુ શારુ ગણાય છે.તે ખૂબ જ શુભ છે.હિન્દુ ધર્મમાં ગંગાજળ ખૂબ પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે. માટે તમારી પાસે જો ગંગાજળ છે તો તેને શુક્રવારના દિવસે ઘરના દરેક ખૂણામાં છંટકાવ કરવો.આનાથી ઘરમાં પવિત્રતા અને શુદ્ધતા રહે છે.

શુક્રવારના દિવસે જ્યારે તમે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર તોરણને સુશોભિત કરો છે તે વખતે મુખ્ય દરવાજા પર એક સ્વસ્તિક ચિન્હ બનાવો.માતા લક્ષ્મી સ્વસ્તિકને પસંદ છે.તમે ઘરની દિવાલો પર પણ સ્વસ્તિક બનાવી શકો છો.દરેક બાબતમાં કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીને સ્વચ્છતા વધારે પસંદ છે.આ બાબતમાં જો તમે માત્ર ઘરની જ નહીં પરંતુ ઘરની આજુબાજુની પણ સફાઈનું ધ્યાન રાખશો તો તે સારું રહેશે. તમારા મુખ્ય દરવાજા પર,ઘરની સામે અથવા તેની આસપાસ કોઈપણ પ્રકારની ગંદકી ન થવા દો.

શુક્રવારે માંસ અથવા ,માછલી જેવા કોઈ વેરભાવકારક ખોરાકનો વપરાશ ન કરો.ઉપરાંત આ દિવસે કોઈપણ પ્રાણીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પહોંચાડો.જો તમે આ બધું કરી રહ્યા છો તો તમારા પર માતા લક્ષ્મીના આશીર્વાદ મળતા નથી.

એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પૈસા મેળવવા ઈચ્છે છે તો આ માટે દેવી લક્ષ્મીજીની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. લક્ષ્મીજીના આશીર્વાદ વિના પૈસાની ઇચ્છા કરવી લગભગ અશક્ય છે. આ માટે શુક્રવારે ધનની દેવીમાં લક્ષ્મીજીની પૂજા કરો. તમે તેમની મૂર્તિ અથવા પ્રતિમાંની સામે તલનાં તેલ અને ઘીનો દીવો કરો. ત્યારબાદ તમે હળદર અને કુમકુમથી તિલક કરો અને માતાને ગુલાબ ચડાવો. ધૂપ દીપ પ્રગટાવીને તેમની પૂજા કરવી જોઈએ. જો તમે આ ઉપાય કરો છો તો દેવી લક્ષ્મીનો તમને અવશ્ય મળશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

જો તમારે ધન પ્રાપ્ત કરવું હોય, તો આ માટે શ્રી સુક્તમનો પાઠ કરો. ઋગ્વેદમાં પણ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે શ્રી સુક્તમનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. તમે શુક્રવારે શ્રી સૂક્તમ મંત્રનો પાઠ કરી શકો છો અને આ  દિવસે દેવી લક્ષ્મીની પૂજા પણ કરો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા જીવનમાંથી ગરીબી થશે અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

વાસ્તુ શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉત્તરીય દિશા ધનના દેવતા કુબેરનું સ્થાન છે. જો આ સ્થાનને અસરકારક બનાવવામાં આવે તો તે વ્યક્તિની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે અને બધી ખુશીઓ લાવે છે. તેથી તમે આ દિશામાં તમારા આભૂષણ, પૈસા, સંપત્તિથી સંબંધિત કાગળો રાખો. આ ઉપરાંત તમે કુબેર યંત્ર અથવા લક્ષ્મી કુબેરની પ્રતિમા રાખો તો તમને તેનો લાભ મળશે.

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જો ઘરમાં તુલસીનો છોડ વાવવામાં આવે તો તે ઘરની બધી નકારાત્મક શક્તિઓ દૂર રાખે છે અને હકારાત્મક ઉર્જા ને વધારે છે. જો તમે દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગતા હોય, તો સાંજે તુલસીના છોડની પાસે ઘીનો દીવો પ્રગટાવો.

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *