Breaking News

આવા આલીશાન ઘરમાં રહે છે જેકી દાદા અને તેમની પુત્ર ટાઈગર શ્રોફ, જુઓ અંદરની તસવીરો…..

બોલીવુડનાં નવી પેઢીનાં સ્ટાર્સમાં ટાઇગર શ્રોફ ઘણો અલગ તરી આવે છે. ટાઇગર શ્રોફ એટલે બોલીવુડના મજેદાર અભિનેતા જેકી શ્રોફનો પ્રતિભાશાળી પુત્ર હિન્દી ફિલ્મોનો નવો એક્શન સ્ટાર છે જેના વિશે આજે આપણે વાત કરીશું.બોલીવુડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે તેમની એક્ટિંગ અને બોડી માટે જાણીતા છે.દરેક સ્ટાર્સ પોતાની કોઈને કોઈ વિશેષ વસ્તુ માટે જાણીતા છે.

પરંતુ પોતાની દમદાર બોડી ની સાથોસાથ જબરદસ્ત એક્શન સીન અને શાનદાર ડાન્સ ને લીધે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર ટાઇગર શ્રોફે બોલીવુડ મા પોતાની એક ખાસ જગ્યા બનાવી ચુક્યા છે. બહુ ઓછા સમયમા તેણે ઘણી લોકપ્રિયતા મેળવી લીધી છે. એમની લોકપ્રિયતા તો આ સમયે ચરમસીમાએ છે, સાથોસાથ બોક્સ ઓફિસ પર પણ તેની બોલબાલા છે અને એમણે ખુદ ને સાબિત કરીને દેખાડી દીધા છે. એ રીતે ટાઇગર શ્રોફ હવે સફળતા ની સીડીઓ ચઢતા જઈ રહ્યા છે.

ટાઇગર શ્રોફ પોતાના જમાના ના પ્રખ્યાત અભિનેતા જેકી શ્રોફ ના પુત્ર છે. ટાઇગર હમણા તો પોતાની ફિલ્મો કરતા વધુ પોતાની રિલેશનશિપ ને લઈને ચર્ચાઓ રહે છે. હમણા તો તેમનુ નામ દિશા પટાની સાથે ખુબ જ ચર્ચાઈ રહ્યું છે. તેમની જેમ દિશા પણ એક બોલીવુડ અભિનેત્રી છે અને તેમને ડાન્સ નો ઘણો શોખ છે. બંને ઘણી સામાજિક અવસરો પર સાથે જોવા મળ્યા છે. ખુબ જ ઓછા સમયમા ટાઈગરે પોતાની એક અલગ ઓળખ ઉભી કરી લીધી છે. મુંબઈ ના કાર્ટર રોડ પર તે પોતાના પરિવાર સાથે રહે છે. તેમનુ ઘર ખુબ જ આલીશાન છે.

છેલ્લા બે વર્ષ થી તેમનો પરિવાર અહીંયા જ રહે છે. ટાઇગર ના સી-ફેસિંગ ઘર થી અરબ સાગર નો સુંદર નજારો જોવા મળે છે. આ ઘર ની કિંમત ૫૬ કરોડ રૂપિયા છે. બોલીવુડ ના મિસ્ટર પર્ફેકનિસ્ટ આમિર ખાન પણ આ બિલ્ડિંગ મા જ રહે છે. બિલ્ડિંગ ના ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર પર ટાઇગર નુ ઘર છે. તેમણે પોતાના ઘર ને ખુબ જ સુંદર રીતે સજાવીને રાખ્યુ છે. અહીંયા તેમની જીવનશૈલી મુજબ ની બધી જ સુખ-સુવિધાઓ ઉપલબ્ધ છે. બન્ને ભાઈ બહેન ફિટનેસ પર ખુબ જ ધ્યાન રાખે છે માટે તેમના ઘરમા એક જિમ પણ છે.

તેમના ઘર ની દીવાલો સફેદ રંગ ની છે અને જે દેખાવમા ખુબજ રોયલ લાગે છે. ઘર ના ફર્શ ને સુંદર તેમજ મોંઘા કાર્પેટ થી સજાવેલા છે. હોલ ની સામે ની આખી દીવાલ કાંચ ની છે. હોલ ની અંદર સાઈડ ટેબલ પર ટાઈગર ની એક તસ્વીર પણ જોવા મળશે. હાલમા જ તેમણે પોતાના પૈસા થી એક બી.એમ.ડબ્લ્યુ ૫ સિરીઝ ની નવી કાર ખરીદી છે. તેમની આ લગ્ઝીરીય્સ કાર સફેદ રંગ ની છે. તેમને ગાડીઓ નો ખુબ જ શોખ છે. તેમની આ નવી કાર ની કિંમત ૪૯ લાખ રૂપિયા જાણવા મળી રહી છે. સૌથી મોટી વાત છે કે આ કારમા તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

થોડા સમય પેહલા જ ટાઇગર પોતાની આ નવી કાર સાથે મુંબઈ ના રસ્તા પર જોવા મળ્યા હતા. તેમની આવનારી ફિલ્મો ની જો વાત કરવામા આવે તો એ ફિલ્મ રેંબો ની સાથે હિરોપંતી ૨ ની તૈયારીઓમા છે. પ્રાપ્ત થી ખબરો પ્રમાણે બંને જ ફિલ્મો નુ શૂટિંગ જલ્દી જ શરૂ થવા જઈ રહ્યું છે અને ટાઇગર તેના માટે કમર કસી ચુક્યા છે. છેલ્લી વાર એ શ્રદ્ધા કપૂરની સાથે બાગી ૩ મા દેખાયા હતા. લોકડાઉન ના થોડા સમય પહેલા જ રિલીઝ થયેલ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી.

ટાઇગર કહે છે, મને બાળપણથી જ એક્શનનું જબરું આકર્ષણ રહ્યું છે.વળી,હું શાળામાં પણ મારા મિત્રો સાથે જુદી જુદી રમતો વધુ રમતો.ભણવામાં ઓછું ધ્યાન આપતો.એક વખત હું ઘરે મારા પિતા જેકી શ્રોફ સાથે ટેલિવિઝનના કાર્યક્રમો નિહાળતો હતો.જુદી જુદી ચેનલો બદલાતાં એક ચેનલ પર માર્શલ આર્ટ્સના આલા દરજ્જાનાખેલાડી અને હોલીવુડના અભિનેતા બુ્રસ લી ની યાદગાર ફિલ્મ એન્ટર ધ ડ્રેગોન જોઇ.

ફિલ્મમાં બુ્રસ લી નાં અદભૂત અને જીવસટોસટનાં એક્શન દ્રશ્યો મને બહુ ગમ્યાં.મારા મન પર બુ્રસ લી છવાઇ ગયા. મને તેમના જેવા એક્શન સ્ટાર બનવાની ઇચ્છા થઇ. મારા મનના ઉંડા ખૂણામાં એક બળવાન અને બુદ્ધિશાળી પુરુષબનવાનાં સપનાં સળવળ્યાં.

ટાઇગર શ્રોફ તેના બાળપણના કુમળા માનસમાં ફૂટતી ઇચ્છાની કબૂલાત કરતાં કહે છે, એ તબક્કે મને સતત એવા વિચાર આવતા કે હું કોઇ ગગનચુંબી પર્વતના શિખર પર કે બહુમાળી ઇમારતની ટોચ પર ઉભો છું. લશ્કરનો સૈનિક છું અને કટોકટીમાં મૂકાયેલા દેશ કે કોઇ વ્યક્તિને હું મદદ કરી રહ્યો છું. આવા સાહસિક વિચારોએ જ મને બોલીવુડમાં કામ કરવાની ભરપૂર પ્રેરણા આપી.આજે હું આ જ પ્રેરણાસ્રોતથી આગળ વધી રહ્યો છું.

બોલીવુડમાં પોતાની અલગ અને અનોખી છબી-પ્રતિભા વિકસાવવા સતત પ્રયત્નશીલ ટાઇગર કહે છે, હાલના તબક્કે હું બોલીવુડમાં સંપૂર્ણપણે સ્થિર થઇ જવા ઇચ્છું છું.મારાં ચાહકોને ભરપૂર મનોરંજન આપવા ઇચ્છું છું.ત્યારબાદ હું પણ વિવિધ પ્રકારની અને પ્રયોગશીલ ભૂમિકાઓ સ્વીકારીશ.હા,હું બોલીવુડના સિનિયર અભિનેતા જેકી શ્રોફનો પુત્ર હોવાથી મારી સરખામણી તેમની સાથે થાય તે સહજ છે. અમને બંનેને એક સાથે ચમકાવવા ઘણી ઓફર થાય છે પણ હજી સુધી કોઇ મજેદાર કથા નથી મળી.એટલે હાલના તબક્કે તો હુ અને મારા પિતાજી કોઇ ફિલ્મમાં સાથે કામ કરતા નથી.

જોકે ખરું કહું તો મને મારા પિતાજી સાથે કામ કરવાનું નહીં ગમે. હું તો સેટ પરથી જ ભાગી જઇશ.આમ પણ હું મારા પિતાજી સાથે મારી ફિલ્મો વિશે વાતચીત નથી કરતો.હા, ફિલ્મ સંપૂર્ણપણે તૈયાર થઇ જાય ત્યારે તેમને જોવા માટે વિનંતી કરું છું.મારી ફિલ્મ જોઇને ફક્ત એટલું જ કહે, મજેદાર કામ કર્યું છુે.તુ પાસ થઇ ગયો.આમ છતાં ફિલ્મ જોતાં જોતાં તે શું વિચારતા હશે તે હું સમજી શકતો નથી.

બાગી,બાગી-૨,મુન્ના માઇકલ અને ફ્લાઇંગ જાટ વગેરે ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવનારો ટાઇગર શ્રોફ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, હું એક કલાકાર તરીકે ફિલ્મના પડદા પર જે કોઇ ભૂમિકાઓ ભજવું છું તે મારા અંગત જીવન કરતાં જુદાં હોય તે સ્વાભાવિક છે.જોકે હું અંગત જીવનમાં શાંત અને શરમાળ છું. હું એક સારા માનવી તરીકે જીવવા અને બીજાંને એક કે બીજી રીતે મદદરૂપ થવા પ્રયાસ કરતો રહું છું.મારા જીવનમાં ક્યાંય કોઇ ડાઘ ન લાગે તેનો ખ્યાલ રાખું છું.

About bhai bhai

Check Also

માત્ર 21 વર્ષ ની ઉંમર માં જ આ મોડલ બની ગઈ હતી અરબોપતિ,અને એક દિવસ માં લે છે 500 સેલ્ફી,જોવો તસવીરો….

નમસ્કાર મિત્રો આજ ની અમારી પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *