આવી મહિલાઓનાં પતિ બની જાય છે ભાગ્યશાળી,આ જીવન નથી રહેતી કોઈ તકલીફ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણા ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં એવી ઘણી બધી વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે જે માણસના જીવન સાથે સંબંધ ધરાવે છે, દરેક માણસના વ્યક્તિત્વ અને તેના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે, સ્ત્રીઓના સંબંધમાં ઘણી બધી વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે.જેમ કે તમે બધા જાણો છો કે હિંદુ ધર્મમાં પતિ પત્નીનો સંબંધ ઘણો જ પવિત્ર માનવામાં આવ્યો છે, તે બંને એક બીજાના એકદમ પુરક હોય છે, અને આપણે પત્ની શબ્દનો અર્થ જોવા જઈએ તો તેનો પતિનું અડધું અંગ એવો થાય છે,

જે સ્ત્રી પોતાનાં પરિવારને દરેક પ્રકારની બુરાઈમાંથી બચાવતી હોય અને એક પ્રધાનની જેમ સલાહ આપે છે અને સાથે જ સૌનું ખ્યાલ રાખતી હોય. આપણે ત્યાં કામશાસ્ત્ર અને કામસૂત્ર બે એવા પ્રાચીન ધર્મગ્રંથો છે કે જેમના અંગે લોકો વચ્ચે ખૂબ ગેરસમજ છે. આજે અમે આપની આ જ ગેરસમજ દૂર કરીશું. કામશાસ્ત્ર એક ભારતીય સાહિત્ય છે કે જે કામદેવ અર્થાત્ ઇચ્છાનાં જ્ઞાન સાથે સંબંધિત છે. બીજી બાજુ કામસૂત્ર વ્યાવહારિક અભિવિન્યાસ તેમજ સ્પષ્ટીકરણ સાથે સંબંધિત છે.

કામસૂત્રથી વિપરીત, કામશાસ્ત્ર સામુદ્રિક શાસ્ત્ર, એક વૈદિક પરંપરા છે કે જે એક વ્યક્તિનાં ચહેરા,આભા અને સમગ્ર શરીરનાં વિશ્લેષણનો અભ્યાસ કરે છે. સાથે જ આ જ રીતે તેમના સાથી અને તેમના વ્યક્તિત્વ સાથે એક વ્યક્તિની અનુકૂળતાનાં વિશ્લેષણ અંગે પણ બતાવે છે. તલ, જન્મનાં નિશાન, પગ મહેરાબ અને લક્ષણો વિશે સામુદ્રિક શાસ્ત્રમાં જણાવાયું છે, પરંતુ કામશાસ્ત્રમાં ઇચ્છા, પ્રેમ અને યૌગ સંગતતા તથા લગ્નની અનુકૂળતાનાં લક્ષણો વિશે જણાવાયું છે. આજે અમે આપને કેટલીક એવી મહિલાઓ વિશે જણાવીશું કે જે કામશાસ્ત્ર મુજબ લગ્ન માટે લાયક કે ગુણી મનાય છે.

જાણો શું છે એક સારી મહિલાનાં ગુણો.એક એવી મહિલા કે જે પોતાનાં પતિનાં બરાબરીનાં પરિવારમાંથી આવે છે અને તેનું ઘર ઉચ્ચ હોદ્દા તથા શાલીનતા માટે પ્રસિદ્ધ હોય. સ્ત્રી કે જે બુદ્ધિશાળી હોય અને સાંસારિક ઘટનાઓ વિશે માહિતી રાખતી હોય. તેનું શિક્ષિત હોવું સમાજ અને તના પરિવારનાં વિકાસને સુનિશ્ચિત કરે છે. તે સ્ત્રી કે જે પોતાની આજુબાજુનાં માહોલમાં સાવચેત રહેતી હોય અને પોતાનાં કરતા નીચનાં લોકો સાથે તથા ઊપરનાં લોકો સાથે સારી રીતે વ્યવહાર કરતી હોય.

જે સ્ત્રી ધર્મ પ્રત્યે સન્માન અને તમામ રસમો તેમજ સામાજિક કર્તવ્યોનું નિર્વહન સમ્પૂર્ણ નિષ્ઠા સાથે કરતી હોય. જે સ્ત્રી દેવી લક્ષ્મીની જેમ પૈસા બચાવતી હોય અને પોતાના પરિવારની સહાય કરતી હોય. જેનો અવાજ દેવી સરસ્વતીની જેમ મધુરો હોય અને દેવી પાર્વતીની જેમ પોતાનાં પતિ પ્રત્યે તે સમર્પિત હોય.જે સ્ત્રી પોતાનાં પરિવારને દરેક પ્રકારની બુરાઈમાંથી બચાવતી હોય અને એક પ્રધાનની જેમ સલાહ આપે છે અને સાથે જ સૌનું ખ્યાલ રાખતી હોય. જે સ્ત્રીઓનાં ભાઈ-બહેન હોય છે, તેમનાં બહુ ધૈર્યહોય છે. તેઓ બાળકો સાથે સારો વ્યવહાર કરે છે. સાથે જ તેમનામાં સંબંધો પ્રત્યે સન્માન રહે છે.

જે સ્ત્રી પોતાનાં પ્રેમ અને અંગત જીવન વિશે સારી રીતે જાણતી હોય, તે કાયમ જ સન્માનિત કરવામાં આવે છે. જે સ્ત્રી પોતાના કરતા મોટાઓનું સન્માન કરતી હોય. સાથે જ પોતાનાં કોઈ પણ કામ માટે મોટેરાઓનો અભિપ્રાય લેતી હોય અને તેમના જ્ઞાનને પોતાની અને પરિવારની ભલાઈ માટે ઉપયોગ કરતી હોય. જે સ્ત્રી સારૂ જમવાનું બનાવી શકતી હોય. સાથે જ તે ક્યારેય કોઈને ભુખ્યા ન રાખતી હોય. જે સ્ત્રી પોતાનાં પરિવારનાં મુશ્કેલીનાં સમયમાં પોતાનાં પરિવાર સાથે મજબૂતાઈ સાથે ઊભી રહે. સાથે જ પોતાનાં પ્રેમ અને વિશ્વાસથી તેમને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢી લે.

મહિલાઓની અંદર ઘરનું સંચાલન કરવાના ગુણ હોવા જોઈએ, કેવી રીતે ઘર ચલાવવું , કેવી રીતે જ બધું જ વ્યવસ્થિત કરવું અને પોતાની જવાબદારીઓ સમજવી આ બધા મહિલાઓના વિશેષ ગુણ માનવામાં આવે છે, જો આ ગુણ કોઈ મહિલામાં છે તો તે ઘરને સ્વર્ગ બનાવી શકે છે, તે ઉપરાંત મહિલાઓને ઘરમાં આવેલા મહેમાનોનું આદર સત્કાર પણ કરતા આવડવું જોઈએજે ઘરની મહિલા પોતાના પતિના આદેશનું પાલન કરે છે, તે ઘરમાં હંમેશા આનંદમય વાતાવરણ બની રહે છે.

જે મહિલા ઘરની કોઈપણ વ્યક્તિનો આદેશ નથી માનતી અને કુટુંબમાં લોકો સાથે માથાકૂટ કરે છે, તેના કારણે ઘરમાં તકલીફો ઉભી થાય છે, એટલા માટે જે મહિલાઓ માત્ર પોતાના કુટુંબ વિષે વિચારે છે અને પોતાના પતિને પ્રેમ કરે છે તે મહિલા કુટુંબ માટે ઘણી જ શુભ માનવામાં આવે છે.જે મહિલા રોજ નિયમિત રીતે પૂજા પાઠ કરે છે સ્નાન કરીને પછી જ ભોજન બનાવે છે કે પીરસે છે, તેના એ ગુણ તેને ગુણવાન બનાવે છે.

એક પત્નીનું જીવન રંગોથી ભરપુર હોય છે તેણીએ પોતાના ગૃહસ્થ જીવનમાં કંઈ કેટલાએ કામો માટે કુશળ બનવું પડે છે. એ વાતમાં કોઈ જ શંકા નથી કે દરેક વ્યક્તિ સંપુર્ણ નથી હોતી અને આપણે તેવી કોઈની પાસે અપેક્ષા પણ ન રાખી શકીએ.પણ તેનામાં જે ગુણો છે તેને આપણે માન આપવું જોઈએ.પત્ની એક કુશળ વ્યવસ્થાપક.જે પુરુષની પત્ની ઘરના કામોમાં કુશળ હોય, જેમ કે ઘરની સફાઈ, રસોઈ, ઘરની સજાવટ, પતિ દ્વારા આપવામાં આવતી રકમમાં જ ઘરને સરસ રીતે ચલાવી જાણતી હોય, બાળકોને સરસ રીતે ઉછેરી શકતી હોય, બાળકો સાતે સારો વ્યવહાર કરી જાણતી હોય, મહેમાનોની આગતાસ્વાગતા પુરા મનથી કરી જાણતી હોય તેનો પતિ અત્યંત ભાગ્યશાલી મનાય છે.

પત્ની એક સંયમિ વ્યક્તિત્વ.સ્ત્રી-પુરુષ બન્નેમાં સંયમ હોવો જોઈએ તો જ જીવનનું ચક્ર સ્વસ્થ અને સરળ રીતે આગળ વધી શકે છે પણ આપણે અહીં પત્નીની વાત કરી રહ્યા છીએ માટે. એક પત્નીમાં જે પહેલી ખાસીયત હોવી જોઈએ તે છે તેનું પ્રેમાળ હોવું. તે ઘરના દરેક સભ્યો તેમજ કુટુંબ સાથે જોડાયેલા સભ્યો સાથે સંયમી વાણીમાં વ્યવહાર કરતી હોવી જોઈએ.

જે પુરુષની પત્નીની વાણીમાં સંયમ હોય તેનો બેડો પાર થઈ જાય છે.આવી ગૃહીણીના ઘરથી કંકાસ, કકળા, તામસ હંમેશા દૂર રહે છે. ઘરમાં હંમેશા પ્રસન્ન માહોલ રહે છે અને જો ક્યારેય દુઃખની ઘડી આવે તો તેને પણ તેણી સારી રીતે વિતાવી જાણે છે. અને તેણીનો આ જ સ્વભાવ ઘરને પાછું સુખી થવામાં મદદ કરે છે. અને એ તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે જે ઘરમા કંકાસ તેમજ તામસ ન હોય તે ઘરમાં સમૃદ્ધિને આવતા કોઈ જ નથી રોકી શકતું.

અહીં સમૃદ્ધિનો અર્થ માત્ર પૈસો જ નથી પણ માનસિક તેમજ શારીરિક સમૃદ્ધિનો પણ તેમાં સમાવેસ થાય. છે બાકી તો આપણે ઘણા બધા એવા ઘરો જોયા છે જેમાં અઢળક રૂપિયો હોય છે પણ દીવસ-રાત ઝઘડા પણ તેટલા જ થતાં હોય છે. પત્ની એક ધર્મપાલક.ગરુડ પુરાણમાં પત્નીના જે ગુણો દર્શાવવામા આવ્યા છે તેમાં ધર્મપાલનના ગુણનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે. જે પત્ની પોતાના લગ્નજીવન દરમિયાન પેતાના પતિ તેમજ કુટુંબના હિતમાં કામ કરે છે.

પત્ની માત્ર પત્ની નથી હોતી પણ તેણી એક વહુ હોય છે એક દીકરી હોય છે એક માતા પણ હોય છે. અને તેણીએ એક સાથે આ બધી જ ભુમિકાઓને ખુબ સંતુલિત રીતે નીભાવવાની હોય છે. જે પત્ની આ બધી જ ભુમિકા ભજવી જાણે છે તેના પતિનું જીવન ધન્ય બની જાય છે. પણ તેણી પણ એક માણસ છે અને તેણી સાથે રહેનારા પણ માણસ જ છે માટે ભુલ તો થતી જ રહેવાની પણ એકબીજાને માફ કરીને તેમાંથી પાઠ શીખીને આગળ વધતા રહેવું તે પણ જીવનનો નિયમ છે.

Leave a Comment