Breaking News

આવી રીતે થયો હતો બાપા બજરંગદાસનો જન્મ ચોક્કસ તમે નહીં જાણતાં હોય……

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે બાપાસીતારામ બજરંગદાસ બાપાનો જન્મ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાં આધેવાડા ખાતે રામાનંદી સાધુ હીરાદાસને ઘરે થયો હતો.

તેમની માતાનું નામ શિવકુંવરબા હતું. પિતા હીરાદાસને ત્રણ પુત્રો હતા તેમાંના એક બજરંગદાસ બાપુ. બજરંગદાસ બાપાનું સાંસારિક નામ ભક્તિરામ હતું.બજરંગદાસ થોડા જિદ્દી અને ગુસ્સાવાળા સ્વભાવ ના હતા. આથી એકવાર પિતાનાં સ્વભાવને કરને તેમને માત્ર ૧૬ વર્ષની યુવાનવયે ઘર ત્યાગ કર્યું હતું. પરંતુ તેમનામાં ભગવાન રામ પ્રત્યે અપાર તેમજ અતુટ ભક્તિ હતી. બજરંગદાસ બાપા હમેશા લોકોને શ્રીરામ અને શ્રીહનુમાનજી નું સ્મરણ કરવાની અને શ્રધા રાખવાની સલાહ આપતા.

ઘર ત્યાગ કર્યા બાદ તેઓ વિચરતા વિચરતા વલસાડ નજીક પહોંચી ઔરંગા નદીના કિનારે બેઠા હતા ત્યારે ત્યાંથી પસાર થતી સીતારામદાસબાપુ ખાખચોડવાળાની જમાત સાથે નાસિકના કુંભમેળામાં જવાનું મન થતાં તેઓ સંઘ સાથે જોડાઇ ગયા. યાત્રા દરમિયાન રસ્તામાં ગાઢ જંગલમાં વાઘનો ભેટો થઇ જતા સંઘના અન્ય અનુયાઈઓ ગભરાઇ ગયા પણ હિંમતવાન બજરંગદાસે તો વાઘનો નીડર પણે સીતારામ-સીતારામનો જાપ જપતાં-જપતાં વાઘને બહાદૂરીપૂર્વક ભગાડી દઇને પોતાની ભક્તિ અને શક્તિનો પરચો આપી દીધો

આ જોઈ ગુરુ શ્રી સીતારામદાસ પ્રભાવિત થઈ નાસિક પહોચ્યા બાદ નાસિક ખાતે વેતી ગોદાવરી નદીના તટે રાખનો બનાવેલ મોટો પિંડ મંત્રોચ્ચાર સાથે બાપાના આખા શરીરે લગાડી દઇ ખાખીની દીક્ષા આપી. સીતારામદાસબાપુ તેહરાભાઇ ત્યાગીના મહંત હોઇ બજરંગદાસબાપાને પણ તેહરાભાઇ ત્યાગી ખાલસામાં દીક્ષા આપવામાં આવી ત્યારબાદ મુંબઇથી ફરતાં-ફરતાં જમાત અમદાવાદ આવી

ત્યારે બાપાશ્રીએ જમાતથી છૂટા પડવાની રજા માંગતા તેમને સીતારામદાસજીએ આશીર્વાદ સહ રજા આપી માનવસેવા કરવા માટે આદેશ આપ્યો. તે સમયે બાપાશ્રી પોતાની પાસે માત્ર એક તૂંબડી અને નાનો ચીપિયો રાખતા. તેઓ આડબંધ પહેરતા. ધૂણી ધખાવી શરીરે રાખ પણ લગાવતા . બાપાશ્રી અમદાવાદથી ફરતાં ફરતાં સુરત પાસેના સરઇ ગામે, વેજલપુર હનુમાનના મંદિરે, સુરતના અશ્વિનીકુમાર ત્યાંથી સૌરાષ્ટ્ર તરફ વલભીપુર, ઢસા, પીથલપુર વિચરેલા ઉપરાંત છેલ્લે ભાવનગર જીલ્લાના પાલિતાણા પંથકમાં આવેલ વાળુકડ ગામની હનુમાનજીની જગ્યામાં ત્યાર બાદ કણમોદર અને પછી ત્યાંથી બગદાણાની જગ્યાએ આશ્રમ સ્થાપ્યો હતો.

શરૃઆતમાં તેમણે બગડ નદીના કિનારે બગડેશ્વર મહાદેવ મંદિરમાં નિવાસ રાખ્યો હતો. આ પછી ગામમાં આવેલ ચોરામાં જ બેસતા હતા, પછી ભક્તજનોના આગ્રહને કારણે અને ગામમાં સતત ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહેતા તે જગ્યાએ વધુ ભીડ થતા ગામની બહાર હેડમતાણુ નદીની નજીક ખુલ્લી જગ્યામાં આશ્રમ સ્થાપ્યો. આશ્રમની વિધિવત્ સ્થાપના ૧૯૫૮માં કરવામાં આવી હતી.

જ્યારે અન્નક્ષેત્ર ૧૯૬૧માં ૨૩ ફેબ્રુઆરીએ શરૃ કરવામાં આવ્યું હતું.તે સમયે બજરંગદાસ બાપાએ શરૃ કરેલું આ સેવાકાર્ય આજે વટવૃક્ષ બનીને લાખો શ્રદ્ધાળુઓને ભક્તિ અને સેવાનું અનુપમ ઉદાહરણ પૂરું પાડી રહેલું છે બાપાશ્રીમાં આધ્યાત્મિકતા અને રાષ્ટ્રપ્રેમનો અદભુત સમન્વય હતો આ sadગુણ લીધે તેઓ યુવાવસ્થામાં તેમણે સ્વાતંત્ર્યની ચળવળમાં પણ ભાગ લીધો હતો અને ૧૯૬૫માં ભારત-ચીન યુદ્ધ વખતે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની એક હાકલ પડી ને બાપાશ્રીએ તેમની મઢીની તમામ ચીજવસ્તુઓની હરાજી કરી તેમાંથી મળેલ બધી રકમ સંરક્ષણ ભંડોળમાં મોકલાવી આપી.

 

તેઓ જે બંડી પહેરતાં તે સુઘ્ધાં તેમણે દેશને ખાતર મદદ કરવા હરાજી કરી નાખી. આ રીતે બજરંગદાસ બાપાએ દેશપ્રેમનું અલોંકિક ઉદાહરણ પૂરું હતું.બગદાણા ખાતે દર વરસે અત્રે બે ઉત્સવ ઉજવાય છે જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ, જે પોષ વદ ૪નાં દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ ૧૫ એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે. આ ઉત્સવો દરમિયાન બજરંગદાસ બાપના લાખો શ્રધાળું ભક્તો ઉમટી પડે છે પણ બાપા નો કોઈપણ ભક્ત પ્રસાદી નો લાભ લીધા વગર પાછો ફરતો નથી.

હાલ માં બગદાણા આશ્રમનું સંચાલન બાપાશ્રીના પરમ શિષ્ય મનજીબાપાની દેખરેખ થઇ રહ્યું છે. અસંખ્ય ભક્તોના જીવનને ઉજ્જવળ બનાવનાર બાપાશ્રીએ ૧૯૭૭માં પોષ વદ ચોથના દિવસે દેહત્યાગ કર્યો હતો.ગુજરાતની ધરતી એક એવી પવિત્ર ભુમી છે કે જે ભુમિમાં અનેક સંતો થઈ ગયા છે અને જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતી થઇ જાય છે મિત્રો તમને જણાવી દઈએ કે જેમને ભક્તિ ના પંથની સાથે-સાથે દેશની સેવા પણ કરેલી છે

મિત્રો એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણા માં આવેલ છે મિત્રો જેમને ફકત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધે જ બગદાણા એક ધામ બની ગયું છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા, શ્રદ્ધા લઇને આવે છે અને બાપા બજરંગ બધાનાં જ દુખ મટાડે છે મિત્રો તમને જણાવી દઈએ કે લોકો બાપા સીતારામ નાં હુલામણા નામથી ઓળખે છે.

ભાવનગરનાં અધેવાડા ગામમાં હિરદાસજી અને શીવકુંવરબા નામે રામાનન્દી કુટુંબ રહેતું હતું અને જ્યારે શીવકુંવરબા સગર્ભા હતાં ત્યારે તેઓ પિયર જતાં હતાં અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી અને ત્યાં બાજુમાં જ ઝાંઝરીયા હનુમાનજી નું મન્દીર હતું અને તેની આજુબાજુ ની બહેનો તેમને લઇને મંદિરની ઝુંપડીમાં લઈ ગયાં અને મંદીરમાં હનુમાનજી ની આરતી નાં ઝાલર રણકવા મંડ્યા અને એવા શુભ દીપકે એક બાળકનો જનમ થયો હતો.

રામાનન્દી સાધુ હોવાના કારણે તે બાળકનુ નામ ભક્તિરામ રાખ્યું હતુ અને નાનપણથી જ ભક્તીરામનાં મનમાં માતા-પિતાનાં સંસ્કાર હતાં અને ખરેખર તેમનામાં નામ પ્રમાણેજ ગુણ પણ હતાં મિત્રો એક સવારે ભક્તીરામ મોડે સુધી સુઈ રહ્યાં હતા તો પિતા હિરદાસ અને માતા શીવકુંવરબા એ આવીને જગાડ્યા અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ સુતો હતો અને આ પછી એમને થયું કે જરુર ભક્તીરામ શેષ નારાયણનાં અવતાર હોવો જોઈએ અને ભક્તીરામને ભક્તી ની એવી તો માયા લાગી ગઈ તી કે તેઓ ૨ ધોરણ સુધી જ ભણ્યા હતાં અને ૧૧ વરસની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમનાં ગુરુ હતાં સીતારામ બાપુ એમની પાસેથી દિક્ષા લઈને સમાધીમાં લીન થઈ ગયાં હતા.

About bhai bhai

Check Also

બાપા સીતારામના આશીર્વાદથી રાતોરાત પલટાઈ જશે આ રાશીઓનું કિસ્મત….

જ્યોતિષ શાસ્ત્ર બાપા સીતારામના આશીર્વાદથી રાતોરાત પલટાઈ જશે આ રાશીઓનું કિસ્મત. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *