Breaking News

આવું આલીશાન બનશે ભારતનું નવું સંસદ,જુઓ તસવીરો,જાણો કેટલો થશે ખર્ચો.

પ્રજાસત્તાક ભારતની સંસદ (સામાન્ય રીતે તે ભારતીય સંસદ તરીકે ઓળખાય છે) એ પ્રજાસત્તાક ભારતમાં કાયદા ઘડનારી સર્વોચ્ચ સભા છે. માત્ર સંસદ જ કાયદા ઘડવા અંગે સર્વોપરીતા ધરાવે છે અને તેથી ભારતમાં તમામ રાજકીય માળખા પર તેની અંતિમ સત્તા રહેલી છે.સંસદમાં ઉપલું ગૃહ, રાજ્યસભા અને નીચલું ગૃહ, લોકસભા સાથે બે ગૃહો છે. બંને ગૃહો નવી દિલ્હીમાં સંસદભવનમાં (સામાન્ય રીતે સંસદ માર્ગ તરીકે જાણીતું છે) જુદાં જુદાં ખંડોમાં મળે છે.

બંને ગૃહના સભ્ય સામાન્ય રીતે સંસદ સભ્ય અથવા એમપી(MP) તરીકે ઓળખાય છે. લોકસભાના સંસદસભ્યો સીધી ચૂંટણી દ્વારા ચૂંટાય છે અને રાજ્યસભાના સંસદસભ્યો, રાજ્ય વિધાનસભાઓના સભ્યો દ્વારા અનુપાતિક મતદાનથી ચૂંટાય છે. સંસદ 802 સંસદ સભ્યો ધરાવે છે, જેઓ દુનિયામાં સૌથી વધારે લોકતાંત્રિક મતદાતાઓને અને દુનિયાના તમામ દેશોમાં સૌથી વધુ પાર-રાષ્ટ્રીય લોકતાંત્રિક મતદાતાઓને (2009માં 714000000 લાયક મતદાતાઓ) સેવા આપે છે.

ભારતીય સંસદ એટલે ભારતીય લોકતંત્રનું મંદિર. સંસદનું મહત્વ કોઈપણ સંસદીય લોકતંત્રમાં મહત્વપૂર્ણ હોય છે, તેવી જ રીતે ભારતમાં પણ બંધારણ પછી સંસદનું બીજું મહત્વપૂર્ણ સ્થાન છે. સંસદ એક એવી જગ્યા છે જ્યાં દેશના નિયમ બનાવવામાં આવે છે અને પછી દેશ ચલાવવામાં આવે છે. ભારતીય સંસદ બે ગૃહોમાં વહેંચાયેલું છે. રાજ્યસભા જેને ઉચ્ચ ગૃહ કહેવામાં આવે છે. લોકસભા જેને નીચલું ગૃહ કહેવામાં આવે છે. રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા સાથે મળીને સંસદ પૂર્ણ થાય છે. દેશમાં એક સંસદ ભવન છે પરંતુ દેશના નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. અને આ નવા સંસદ ભવનમાં કઈ કઈ સુવિધાઓ અને ખાસ ચીજો હશે તેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

જણાવી દઈએ કે ભારતતીય સંસદ ભવનની નવી બિલ્ડિંગ બનવા જઈ રહી છે. ઘણી રીતે આ ઇમારત મહત્વપૂર્ણ સાબિત થશે. આ નવા સંસદ ભવનના પરિસરનું કામ લગભગ ઓક્ટોબર 2022 માં પૂર્ણ થશે. ટાટા પ્રોજેક્ટ્સને તેના બાંધકામનો કરાર અપાયો હતો. આ સંસદ ભવનનું માળખું બહાર આવી ચુક્યું છે. ચાલો જાણીએ કેવી રીતે બનશે નવું સંસદ ભવન.

ખરેખર અ નવા સંસદ ભવની બિલ્ડિંગમાં 6 પ્રેવેશ દ્વાર બનાવવાનો પ્રસ્તાવ છે. આ સાથે આ સંસદ ભવનમાં 120 ઓફિસ સ્પેસ અને પબ્લિક ગેલેરીઓની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ નવા સંસદ ભવનના પરિસરના લોકસભા હોલમાં 1,272 લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. તે જ સમયે, રાજ્યસભાના હોલમાં 629 સીટ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. જૂની બિલ્ડિંગની તુલનામાં, બેઠક વ્યવસ્થા માટે ઘણી સીટો ગોઠવવામાં આવશે.

સરકાર ૮૮૯ કરોડના ખર્ચે નવુ સંસદભવન બનાવવા જઇ રહી છે. આ સ્થિતિ વચ્ચે ત્રણ કંપનીઓને આમંત્રીત કરવામાં આવી હતી જેમાં ટાટા કંપની પ્રથમ રાઉન્ડમાં અગ્રેસર રહી છે. ટાટાએ આ ભવનના બાંધકામ માટે ૮૬૧.૯૦ કરોડ જ્યારે લાર્સન એન્ડ ટર્બો કંપનીએ ૮૬૫ કરોડનું એસ્ટિમેટ સરકારને આપ્યું હતું.અહીં રસપ્રદ વાત એ છે કે સાંસદોની બેઠકો માટે જે સીટો આ સંસદ ભવનમાં બનાવવામાં આવી રહી છે, તેને આધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવી રહી છે. ઘણી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેને સુવિધાજનક બનાવવામાં આવી રહી છે. જેથી મતદાન વગેરેમાં સાંસદોને સરળતા રહે. સ્પેશ અને આધુનિકરણની દ્રષ્ટિએ આ સંસદ ભવન ખૂબ જ વિકસિત અને મોડર્ન હશે.

નોંધપાત્ર વાત એ છે કે આ નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. આ સંસદ ભવન માટે વૃક્ષોને ટ્રાંસફર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સંસદ ભવનના નિર્માણની સામગ્રી પણ અહીં પહોંચવા લાગી છે. જણાવી દઈએ કે નવું સંસદ ભવન હાલના પરિસરમાં જ પ્લોટ નંબર 118 પર તૈયાર કરવામાં આવી રહ્યું છે. નવા સંસદ ભવન માટે રેલ અને પરિવહન ભવનને તોડવામાં આવશે નહીં.

મોદી સરકારે નક્કી કર્યું છે કે દેશ 15 ઓગસ્ટ 2022માં પોતાની 75મી વર્ષગાંઠ ઉજવે ત્યારે તે નવા સંસદ ભવનમાં બેસે. આ માટે કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયે RFP એટલે કે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ જાહેર કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ પાસે ડિઝાઈન, પ્લાનિંગ અને આર્કિટેક્ચરને લઈને પ્લાનિંગ માંગ્યા છે. ઉલ્લેખનીય છે કે સરકાર 15 ઓક્ટોબર સુધી એક ડિઝાઈન પાઈનલ કરીને તેની પર આગળ વધશે. હાલ સુધી ન્કીક નથી કે હાલનું સંસદ ભવન તોડીને નવું ભવન બનાવાશે કે અલગથી નવું ભવન તૈયાર કરવામાં આવશે. કંપનીઓના પ્રસ્તાવના આધારે આ નિર્ણય લેવામાં આવશે.

ટાટાએ સૌથી નીચુ અનુમાન આપ્યું હોવાથી તે ટેક્નીકલ રાઉન્ડમાં આગળ રહી છે. સીપીડબલ્યુના ટેંડર અનુસાર આ ભવનના બાંધકામ માટે આશરે ૮૮૯ કરોડ રૂપિયાનો ખર્ચ થઇ શકે છે. ટેક્નીકલ રાઉન્ડ માટે ત્રણ કંપનીઓને પસંદ કરવામાં આવી હતી. જોકે બે કંપનીઓએ જ ખર્ચનું અનુમાન રજુ કર્યું હતું. બુધવારે કંપનીઓએ પોતાના અંદાજપત્રો જમા કરવાના હતા. એક સીનિયર સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે પ્રથમ રાઉન્ડમાં ત્રણ કંપનીઓને પસંદ કરાઇ હતી પણ માત્ર બે જ કંપનીઓએ પોતાનું ખર્ચનું અંદાજપત્ર જમા કરાવ્યું હતું.

આગામી કેટલાક દિવસોમાં જે કંપનીને પસંદ કરવામા આવે તેને લેટર ઓફ એવોર્ડ ટુંક સમયમાં સોપવામાં આવશે. તેથી આ ભવનનું બાંધકામ ટુંકમાં જ શરૂ કરી દેવામાં આવે તેવી શક્યતાઓ છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે જે કંપની સૌથી નીચુ ટેંડર ભરે તેને જ પસંદ કરવામાં આવશે. જે દ્રષ્ટીએ આ કોન્ટ્રાક્ટ ટાટા કંપનીને સોપવામાં આવે તેવી શક્યતાઓ છે.

જે ત્રણ કંપનીઓ આ કોન્ટ્રાક્ટની રેસમાં હતી તેમાં ટાટા ઉપરાંત લાર્સન એન્ડ ટર્બો અને શાપુરજી પાલોનજી એન્ડ કંપની પ્રા. લિ.નો સમાવેશ થાય છે. જોકે સરકારે કેટલાક ક્રાઇટેરિયા નક્કી કર્યા હતા જેમાં કંપનીઓએ અગાઉ કોઇ એસેમ્બ્લી હોલ બનાવ્યો છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી. છેલ્લા સાત વર્ષમાં આવુ કામ કરેલું હોય તેવી કંપનીઓને પ્રાથમિક્તા આપવાની હતી. હાલ નવા સંસદ ભવનનો પ્રોજેક્ટ જે કંપનીને સોપવામાં આવે તેણે ૨૧ મહિનાની અંદર તેને તૈયાર કરી લેવાનું રહેશે. જેમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખવાની રહેશે અને એ પ્રમાણે જ મજૂરોની પાસે કામ કરાવવાનું રહેશે.આ નવુ સંસદ ભવન આશરે ૬૦,૦૦૦ મિટર સ્ક્વેરમાં તૈયાર કરાશે. એક રિપોર્ટ અનુસાર આ નવા સંસદ ભવનમાં સાંસદો માટે આરામથી બેસવા ૧૩૫૦ સીટો હશે જેનો ઉપયોગ સંયુક્ત સત્ર માટે થઇ શકશે જ્યારે માત્ર લોકસભા માટે ૯૦૦ બેઠકોની વ્યવસ્થા કરાશે.

About bhai bhai

Check Also

જો શારીરિક સંબંધ બાંધતી વખતે સતત થતો રહે છે દુઃખાવો યો આ એક ઉપાયથી તેને કરીશકો છો ગાયબ,જાણીલો આ ઉપાય વિશે…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સેક્સ કરવાથી તાજગીનો સંચાર થાય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *