Breaking News

આયુર્વેદની 5 જબરદસ્ત ટિપ્સ, માની લેશો તો જીવનભર નહીં થાય પેટ અને પાચનતંત્રના રોગ

વિશ્વની સૌથી જૂની ઔષધીય સિસ્ટમોમાંની એક, આયુર્વેદ તમને સંપૂર્ણ આરોગ્ય અને તંદુરસ્તીનું વચન આપે છે. નિષ્ણાતો તમને જણાવે છે કે તમે તમારા રોજિંદા જીવનમાં આયુર્વેદને કેવી રીતે સમાવી શકો છો.યોગ અને જીવનની આયુર્વેદિક રીત આપણા મન, શરીર અને આત્માને જોડવામાં મદદ કરી શકે છે.કુદરતી રીતે આયુર્વેદિક સિદ્ધાંતો સાથે સુમેળમાં જીવન જીવવું એ ખર્ચાળ તબીબી સારવારની જરૂરિયાતને દૂર કરી શકે છે અથવા નબળા રોગોથી પીડાય છે.

હેલ્ધી અને પૌષ્ટિક બ્રેકફાસ્ટ તન અને મન બંને માટે બેસ્ટ છે. ડાયટિશિયન અને હેલ્થ એક્સપર્ટ બ્રેકફાસ્ટને દિવસનો સૌથી બેસ્ટ મીલ માને છે. પણ તેનો મતલબ એ નથી કે તમે દિવસના અન્ય મીલ પર ધ્યાન ન આપો. ઘણાં લોકો એવું માને છે સાંજે 7 વાગ્યા પછી કંઈપણ ખાવાથી વજન વધે છે, કારણ કે તમે શું ખાઓ છો તેનાથી વધારે ક્યારે ખાઓ છો તે બાબત મહત્વ ધરાવે છે. રાતનું ભોજન હળવું હોવું જોઈએ અને સાથે જ તે હેલ્ધી હોવું પણ જરૂરી છે. તો ચાલો જાણીએ આયુર્વેદ પ્રમાણે રાતનું ભોજન કેવું હોવું જોઈએ.

આયુર્વેદ પ્રમાણે રાતનું ભોજન કેવું હોવું જોઈએ .

રાતનું ભોજન એવું હોવું જોઈએ જે લો કાર્બન હોય. તેની પાછળનું કારણ એ છે કે રાતે કાર્બ્સને ડાઈજેસ્ટ કરવું મુશ્કેલ હોય છે. લો કાર્બ આહાર જલ્દી પચી જાય છે અને તમને સારી ઊંઘ પણ આવે છે. તો આહારમાં પનીર, ટોફૂ, દાળો, ફળિયો, લો ફેટ ચિકન ખાઓ.રાતે એવો આહાર ખાઓ જે પ્રોટીનથી ભરપૂર હોય. તમારા ભોજનમાં લો ફેટ પ્રોટીન (ગ્રીલ્ડ), દાળો, લીલાં પાનવાળી શાકભાજી, મીઠો લીમડો જેવી વસ્તુઓ સામેલ કરો. રાતે પ્રોટીનથી ભરપૂર આહાર લેવાથી પાચન યોગ્ય રીતે કામ કરે છે.સાંજે 7 વાગ્યા પછી મીઠું ઓછું ખાઓ. ઘણાં લોકોને મીઠાં વગર ચાલતું નથી પણ સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને એ સમયે જ્યારે તમે કોઈ પાર્ટીમાં જવાનું પ્લાન કરી રહ્યાં હોવ. મીઠું ખાવાથી બોડીમાં વોટર રિટેન્શન વધી જાય છે. જેના કારણે વજન વધવા લાગે છે.

જો તમે ફૂડી હોવ અને ગમે ત્યારે કંઈપણ ખાવાની ટેવ હોય તો સંયમ લાવવું જરૂરી છે. તો જ તમે હેલ્ધી રહી શકશો. આયુર્વેદ અનુસાર રાતનું ભોજન હળવું હોવું જોઈએ. તેનાથી ઊંઘ પણ સારી આવે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે પણ બહુ જ જરૂરી છે. તેનાથી પાચનતંત્ર પણ સારું રહે છે. સૂવાના 3 કલાક પહેલાં ડિનર કરી લેવું. આ વાતનું ખાસ ધ્યાન રાખવું.

રાતે દહીં, છાશ ખાવું નહીં. ઘણાં લોકોને દહીં બહુ જ પસંદ હોય છે પણ જો તમે વજન ઉતારવા માગતા હો તો રાતે દહીં ખાવાનું અવોઈડ કરવું. આયુર્વેદ મુજબ દહીં કફ દોષ વધારે છે કારણ કે દહીં ખાટું મીઠું હોય છે. આ બોડીમાં અસંતુલન પેદા કરે છે જે નાક બંધ થવા જેવી પરેશાની વધારી શકે છે. સાથે જ રાતની ઊંઘને પણ અસર કરી શકે છે.આખો દિવસ લંગ્સ ફૂલાવીને શ્વાસ લો. તેનાથી બોડીમાં ઓક્સીજનની માત્રા વધશે. સાથે જ લંગ્સ હેલ્ધી બનશે.

રોજ એક અથવા બે ગ્લાસ નવશેકું પાણી પીવો. તેનાથી ડાઇજેશન સુધરશે અને હાર્ટ ડિસીઝનો ખતરો ઓછો રહેશે.રોજ સવારનો નાસ્તો 7થી 9 વાગ્યાની વચ્ચે કરી લો. તેનાથી બ્રેન એક્ટિવ રહેશે અને એનર્જી લેવલ બન્યું રહેશે.રોજ યોગ્ય સમય પર ભોજન કરવું. ભોજનમાં એક વખતમાં એક જ પ્રકારની વસ્તુ લો. અનેક વસ્તુઓ મિક્સ કરીને ન ખાઓ.ભોજન કરવાના આશરે 40 મિનિટ સુધી પાણી ન પીવો. એવામાં ભોજન યોગ્ય રીતે ડાઇજેસ્ટ થશે.જમ્યાં પછી તરત મહેનતવાળું કામ અથવા સ્નાન ન કરો.

દરરોજ 30 મિનિટ તડકામાં વીતાવો. તેનાથી તમને વિટામિન D મળશે. સાથે જ દુઃખાવા ખતમ થઈ જશે અને બ્લોકેજ પણ નહીં રહે.આખો દિવસ મણકાંનું પોશ્ચર યોગ્ય રાખો. તેનાથી બેક પેનની પ્રોબ્લેમ નહીં થાય.દરરોજ 8થી 9 કલાકની ઊંઘ જરૂર લો. બેડરૂમમાં હવા માટે વેન્ટિલેશન કે એગ્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરી શકો છો

About Admin

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *