ગાંધીનગરના ઉનાવા રોડ પર ઈકો કાર અને ટ્રેલર વચ્ચે ટક્કર થતા સર્જાયો અકસ્માત – કારચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ..

0
33

ગાંધીનગરના ઉનાવા રોડ પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ઇકો કાર અને ટ્રેલર વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ઇકો કાર ચાલકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી મુજબ ઇકો કારને સામેથી પુરપાટ ઝડપે આવતા ટ્રેલરે ટક્કર લગાવી હતી. આ ઘટનામાં કારમાં સવાર વિસનગરના યુવકનું મૃત્યુ થયું છે.

મહેસાણાના વિસનગર ભવાની હાઉસિંગ સોસાયટીમાં રહેતો ગોપાલભાઈ વાસુદેવભાઈ દીક્ષિત સુરત ખાતે ભાવિન ઇલેક્ટ્રોનિક માં નોકરી કરતો હતો. 24 ફેબ્રુઆરીના રોજ કૃપાલ પોતાના મિત્ર રિતેશ પ્રવીણભાઈ પટેલ સાથે ધંધાના કામ અર્થે ઇકો કાર લઇને સુરત ગયા હતા.

કામ પૂર્ણ થયા બાદ બંને મિત્રો 25 ફેબ્રુઆરીના રોજ વિસનગર પરત જઈ રહ્યા હતા. ત્યારે વહેલી સવારે ઉનવા આઉટ પોસ્ટ માણસા ટહુકો પાસેથી પસાર થતા હતા. જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે કૃપાલાનો મિત્ર રીતેશ કાર ચલાવી રહ્યો હતો. આ દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવતા ટ્રેલરે તેમની કારને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

અકસ્માત બન્યા બાદ ટ્રેલર ડ્રાઈવર ઘટનાસ્થળ ટ્રેલર મુકીને ભાગી ગયો હતો. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. આ ઘટનામાં કૃપાલ ભાઈ ઇજાગ્રસ્ત થયા હતા તેઓ જેમ તેમ કરીને કારની બહાર નીકળી ગયા હતા. પરંતુ રીતેશભાઈ કારમાં ફસાઈ ગયા હતા.

લોકો ભેગા મળીને હજુ તો રીતેશભાઈ ની કારમાંથી બહાર કાઢી તે પહેલા તો રીતેશભાઈનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર બંને મિત્રો અને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ હોસ્પિટલમાં ડોક્ટર રીતેશ ભાઇને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ઉપરાંત પોલીસે કૃપાલ ભાઈની ફરિયાદના આધારે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.