ભાણાનો જન્મદિવસ ઉજવીને ઘરે પરત ફરી રહેલા 2 પિતરાઈ ભાઈઓની રસ્તામાં નડ્યો અકસ્માત – બંનેના કરૂણ મૃત્યુ…

0
73

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બે પિતરાઇ ભાઇઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રામાં રહેતા ભાણાનો જન્મદિવસ બનાવી બે પિતરાઇ ભાઇઓ રવિવારના રોજ રાત્રે રાજગઢ પરત ફરી રહ્યા હતા.

ત્યારે ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર એક અજાણ્યા વાહને તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં બંને પિતરાઇ ભાઇઓના કરૂણ મૃત્યુ થયા હતા. ઘટનાની જાણ થતાં રાજગઢ ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર રાજ ગામમાં રહેતા રબારી પરિવારના કાકા-દાદાના બે પિતરાઈ ભાઈઓ આ અકસ્માતમાં મૃત્યુ થયા છે. અકસ્માતમાં 20 વર્ષીય વિજયભાઈ અને 30 વર્ષીય વિષ્ણુભાઈ નું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રામાં રહેતા બહેનના ઘરે ભાણા નો બર્થ ડે મનાવવા માટે રાજગઢ ગામ થી રવિવાર ના રોજ સાંજે બહેનના ઘરે ગયા હતા.

જન્મદિવસ મનાવી ને બંનેને પિતરાઈ ભાઈઓ રાત્રે નવ વાગ્યાની આસપાસ રાજગઢ જવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં એક અજાણ્યા વાહને તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતમાં બંને ભાઈઓ પડી ગયા હતા.

અકસ્માતમાં બંને પિતરાઈ ભાઈઓ ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બંનેને સારવાર માટે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર બંને પિતરાઈ ભાઈઓને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

પરંતુ ત્યાં હાજર ડોક્ટરે દ્વારા બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારજનોમાં અને ગામના લોકોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ ઉપરાંત હોસ્પિટલમાં મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો એકઠા થઇ ગયા હતા.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.