કામ પતાવીને ઘરે પરત ફરી રહેલા 2 પિતરાઈ ભાઈઓને રસ્તામાં નડ્યો અકસ્માત – બંનેના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

0
284

હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના સાગર-રાહતગઢ રોડ પર મીરખેડી નજીક આ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં ગામના સરપંચ અને તેમના પિતરાઈ ભાઈનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર બંને પિતરાઈ ભાઈઓ બાઈક પર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.

ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. બંનેના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર કાથોંડા ગામના સરપંચ જીતેન્દ્ર જાટ રાહતગઢમાં રહેતા તેના પિતરાઈ ભાઈ નિશાંત જાટ સાથે અંગત કામ માટે સાગર આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર પિતરાઈ ભાઈઓ પોતાનું કામ પતાવીને ઘર તરફ પરત આવી રહ્યા હતા. ત્યારે તેમને રસ્તામાં અકસ્માત નડયો હતો. આ અકસ્માતની ઘટના આજ રોજ બની છે. મળતી માહિતી અનુસાર અકસ્માત બન્યા બાદ બંનેના મૃતદેહ હાઇવે પર પુલની નીચે ગટરમાં પડેલા મળ્યા હતા.

તેમની બાઈક ઉપર પડેલી હતી. મળતી માહિતી અનુસાર તેમના મૃતદેહને એક ખેડૂતે જોયા હતા ત્યારબાદ ખેડૂતે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે બાઈકને અજાણ્યા વાહને ટક્કર લગાવી હતી. તેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બન્યા બાદ બાઇક પર સવાર બંને પિતરાઈ ભાઈઓ પુલ પરથી નીચે નાળા માં પડી ગયા હતા.

પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની જાણ પરિવારને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.