આરોપી ફેનીલ ગોયાણીએ કોર્ટમાં ફરી એકવાર કહ્યું કે મેં ગ્રીષ્મા સાથે કંઈ કર્યું જ નથી અને પછી બોલ્યો કે…

0
27

પાસોદરા માં જાહેર માં થયેલી ઘટના કેસમાં સંડોવાયેલા આરોપી ફેનીલ સામે સોમવારે માત્ર 6 દિવસમાં જ હજાર પાનાની મૂળ અને ફુલ 2500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં 25 નજરે જોનારા સાક્ષીઓ છે. તેઓ સ્ટેટમેન્ટ લખાવ્યું હતું કે જ્યારે ઘટના બની ત્યારે તેઓ આરોપીના હાથમાં હથિયાર જોવાના કારણે તેઓ ડર ના કારણે તેની પાસે ગયા ન હતા.

હાલમાં કોલેજ તો પોલીસ કસ્ટડીમાં છે પણ મળતી માહિતી અનુસાર 12 ફેબ્રુઆરીના રોજ આ ઘટના બની હતી અને દીકરીનો જીવ લેતો લાઇવ વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેનાથી લોકોમાં ખૂબ જ રોષ નો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ ગઈકાલે ફેનીલ ને પોલીસ દ્વારા સુરતની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસને વીડિયોના રૂપ મા પુરાવા મળી આવ્યા હતા.બધા હકીકત થી વાકેફ છે પરંતુ કાયદો કોઈને એમ સજા આપી શકે નહીં.

તેને પ્રોસિજર હોય અને તેને અનુસરવી પડે અને તેના ભાગરૂપે જ્યા કોર્ટે ફેનીલને તેના પર લગાવેલા આરોપ સંભળાવ્યા હતા ને પૂછ્યું હતું કે શું તમને ગુનો કબુલ છે ત્યારે તેનો જવાબ સાંભળીને સૌ કોઇના મનમાં તેના પ્રત્યેનો રોષ વધી ગયો હતો.

ફેનીલ એ ગુનો કબુલ કર્યો નથી અને તેના જવાબ સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારબાદ જ્યારે કોર્ટ દ્વારા ફેનીલ ને ચાર્જ ફ્રેમ પર સહી કરવા દસ્તાવેજો આપવામાં આવ્યા ત્યારે તેને ખૂબ જ શાંતિથી વાંચ્યા બાદ સહી કરી હતી. તેના ચહેરા કે એના બોડી લેંગ્વેજ પર ક્યાં એવું દેખાતું ન હતું કે તેને એક યુવતીનો જીવ લઈ લીધો છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.