ગ્રીષ્મા વેકરીયા કેસ મામલે મોટા સમાચાર,આરોપી ફેનીલ સજા થી બચવા દરરોજ અપનાવી રહ્યો છે નવા નવા પ્લાન

0
202

થોડા સમય પહેલા બનેલા ગ્રીષ્મા કેસને લઈને નવા ખુલાસાઓ સામે આવ્યા છે. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાની જાહેરમાં જ દીકરીનો જીવ લઇ લીધો હતો.દીકરી ગ્રીષ્માને જાહેરમાં જીવ લેનાર આરોપી ફેનિલ ગોયાણી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે ત્યારે જલ્દી થી જલ્દી ફેનિલને કડક સજા મળે એવી લોકમાંગ ઉઠી છે.

ઓછામાં ઓછા એક મહિનાની અંદર ન્યાય મળી શકે છે તેવું જાણવા મળી રહ્યું છે.બીજી તરફ ગ્રીષ્માનો નાનો ભાઈ જયારે કોર્ટની સામે જુબાની આપી રહ્યો હતો ત્યારે સમગ્ર ઘટનાની જાણ કરાવતા તે પણ ભાવુક થયો હતો અને બહેનને યાદ કરતા રડી પડ્યો હતો. પોલીસે આ કેસને લઈને ચક્રો ગતિમાન કર્યા છે અને કડક તપાસ હાથ ધરી છે.

ગ્રીષ્મા કેસ મામલે અત્યાર સુધી કુલ 105 થી પણ વધારે સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. જાહેરમાં જ જીવ લીધો હોવાથી ત્યાંના રહીશોના પણ નિવેદન લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રીષ્માના મામા, તેની બહેનપણીઓ, અન્ય મિત્રો અને આરોપી જે સોસાયટીમાં રહેતો હતો તે સોસાયટીના પ્રમુખનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.

સરકારી વકીલ નયન સુખડવાલા જણાવે છે કે 12 ફેબ્રુઆરી 2022 ના રોજ બનેલ આ બનાવ સુરતની મુખ્ય કોર્ટમાં પહોંચ્યો હતો. આરોપી ફેનીલ વિરુદ્ધ કલમ 302,307,354,342,504 નામુ બન્યું ત્યારબાદ ફરિયાદ પક્ષ તરફ ફૂલ 100 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.

સરકારી વકીલે કહ્યું કે ફરિયાદ પક્ષે દલીલ કરતી વખતે જે નજરે જોનારા લોકોને જવાની હતી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને તેમને જણાવ્યું કે આરોપીઓ નવા નાટક કરીને પબ્લિકની સહાનુભૂતિ લેવા માંગે છે. ઉપરાંત વિડીયો અને પુરાવાઓ પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે અને આ ચુકાદો બંને પક્ષની દલીલો સંપૂર્ણ રીતે પૂરી થઈ જતા ટૂંક સમયમાં જ આવી જશે તેવી પૂરેપૂરી શક્યતા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.