અચાનક જ બીપી વધી જાય તો સૌથી પહેલા કરી લો આ કામ,તરત જ મળી જશે રાહત…..

હાઈ બ્લડ પ્રેશર કે હાઇપરટેન્શન એક મોટી બીમારી બનીને આખા દેશમાં ફેલી રહી છે. જ્યાં લોકો મોર્ડન બનતા જઈ રહ્યા છે ત્યાં તમને આ બીમારી ઝડપી થઈ રહી છે. એટલા માટે ત્રીજા ભારતીયને હાઈ બ્લડપ્રેશરની ફરિયાદ છે. તેનાથી હદયની બીમારી, સ્ટ્રોક અને અહીં સુધી કે ગુદાની બીમારી થવાનું જોખમ રહે છે.

આપણું સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે અને કેટલીક વખત આપાતકાલીન આવે ત્યારે આપણે શું કરવુ જોઈએ તે સમજવુ મુશ્કેલ થઈ જાય છે. આવુ જ કંઈક અચાનક બ્લડ પ્રેશરમા ઘટાડો કે વધારો થાય ત્યારે આવુ થાય છે. ઘણા લોકોને આ સમસ્યા હોય છે. લો બીપીના સમયે તાત્કાલિક શું કરવું તે અંગે લોકો જાગૃત છે. પરંતુ હાઈ બીપી ઘણીવાર મુશ્કેલીનુ કારણ બને છે. હાઈ બીપી પણ વધુ જોખમી હોય છે અને જો બીપી વારંવાર વધી રહી છે તો હૃદયરોગનુ જોખમ પણ વધે છે.

આવી સ્થિતિમા અમે હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ ડો.કે.કે.અગ્રવાલ સાથે વાત કરી હતી અને જો હાઈ બીપી અચાનક આવી રહી હોય તો તે કિસ્સામાં શું કરવુ તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ અમને ઘણા સૂચનો આપ્યા છે જે નિશ્ચિતરૂપે તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

હાઈ બ્લડ પ્રેશર શું છે.જો કોઈ વ્યક્તિના બ્લડ પ્રેશરનુ રીડીગ સતત કેટલાક દિવસોથી ૧૪૦ કરતા વધારે વધી રહ્યુ છે તો તેનો અર્થ એ છે કે વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે.હાઈ બ્લડ પ્રેશર હૃદય અને મગજ પર ઘણા તાણનુ કારણ બને છે અને જો સમયસર ધ્યાન ન આપવામા આવે તો વ્યક્તિને હાર્ટ એટેક અને સ્ટ્રોક પણ આવી શકે છે. આ બંને ચીજો હાઈ બ્લડ પ્રેશરને વધુ જોખમી બનાવે છે. જો બીપી વારંવાર વધતુ જાય અને તમને સાજા થવાની તક ન મળે તો હંમેશા આ સાવચેતી રાખશો.

જ્યારે હાર્ટની ધમનીઓમાં પ્રેશર વધી જાય છે ત્યારે બ્લડને ઓર્ગન સુધી સપ્લાઇ કરવા માટે વધારે પ્રેશર લગાવવું પડે છે, તેને હાઈ બ્લડ પ્રેશર કહે છે.હાઇ બ્લડ પ્રેશના લક્ષણોમાં માથાનો દુખાવો, ચક્કર આવવાં, અને હદયની ધડકનો વધી જવી વગેરે થાય છે. હાઈ બીપીના રોગીએ પોતાના ખોરાકમાં ખૂબ ઓછું કે પછી નામ માત્રનું મીંઠુ નાંખવું જોઇએ. તમે ઈચ્છો તો હાઈ બીપને આરામથી કંટ્રોલ કરી શકો છો, આવો જાણીએ કેવી રીતે કરવું આ કામ!

તમારા ઘરે બ્લડ પ્રેશર માપવાનુ મશીન રાખો. જ્યારે પણ તમને બ્લડ પ્રેશરના સ્તરમા વૃદ્ધિની અનુભૂતિ થાય ત્યારે તરત જ તેને તપાસો.જો બ્લડ પ્રેશર વધી જાય તો તરત જ પુષ્કળ પાણી પીવો.બ્લડપ્રેશર વધવાની લાગણી થાય ત્યારે તરત જ આરામ કરો એટલે કે તમે જે કામ કરી રહ્યા છો તે છોડી દો.સમાનરૂપે શ્વાસ લેતા રહો જો તમને ચક્કર આવે અથવા માથાનો દુખાવો થાય ત્યારે તમે ઊંડા શ્વાસ લેતા રહો.ખૂબ જ ગરમી અથવા તડકામા રહેવાનુ ટાળો, વૃદ્ધ લોકો ખાસ ધ્યાન આપે.

તમારા ડોક્ટર સાથે સંપર્કમા રહો અને સલાહ લો.ઘણા કિસ્સાઓમા જોવા મળ્યું છે કે વધુ તાણ અથવા ચિંતા કરવાથી બ્લડ પ્રેશર વધી જાય છે અને જો તમારો કેસ પણ આ સમાન હોય તો તમારે નીચે સૂવુ જોઈએ અથવા નીચે બેસી જવુ જોઈએ. આ પછી શાંત રહો અને ધીમે ધીમે ઉડા શ્વાસ લો. આ તકનીક હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવામા મદદ કરે છે. આ દરમિયાન ચિંતા કરવી ખૂબ જીવલેણ સાબિત થઈ શકે છે.

ખાવા પીવા માટે પણ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. સોડિયમવાળા ખોરાકનુ સેવન ટાળો અને તે ખોરાકથી દૂર રહો જેમા મીઠાનો વધારે ઉપયોગ થાય છે કારણ કે સોડિયમ અને મીઠું બ્લડ પ્રેશર વધારે છે. હૃદયરોગના દર્દીઓ માટે પણ આ સારુ નથી.

ઘરેલુ ઉપચાર.

 • લસણ.લસણ બ્લડ પ્રેશને ઠીક કરવામાં ખૂબ મદદરૂપ ઘરગથ્થું ઉપાય છે. તે લોહીની ગાંઠ જામવા દેતા નથી. અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે.
 • ટામેટાં.ટામેટા તમને જરૂરી વિટામીન આપશે અને સાથે જ લોહીની ધમનીઓમાં ફેટી એસિડને જામવાથી પણ રોકશે
 • બીટ અને મૂળો.બીટ અને મૂળો શરીરમાં નાઈટ્રેટ્સની માત્રા વધારે છે જે કે હાઈ બીપીને ઓછું કરે છે. તમે તમારા સલાડમાં તેને જરૂર શામેલ કરો.
 • મીંઠાનો ઉપયોગ ઓછો કરો.તમારે પેકેટવાળા ફૂડ જેમાં વધારે મીંઠુ હોય છે, તેનાથી દૂર રહેવું જોઇએ. કેમકે તેમાં વધારે પડતું મીંઠુ હોય છે. મીંઠુ તમારું બીપી વધારી શકે છે.
 • ડાર્ક ચોકલેટ.ડાર્ક ચોકલેટને કોકોટ ઝાડના બીજમાંથી બનાવવામાં આવે છે, જેમાં વધારે એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેમાં ફ્લેવાનોલ હોય છે જે કે બ્લડ પ્રેશને ઓછું કરવામાં મદદ કરે છે.
 • દારૂ અને ધૂમ્રપાન કરવાનું બંધ કરો.દારૂ તમારા બ્લડ પ્રેશરને ઝડપી વધારે છે. એટલા માટે દારૂ પીનારને હાર્ટ સ્ટ્રોક વધારે થાય છે. જે લોકોને હાઈ બીપી છે તેમને ના તો દારૂ પીવો જોઇએ કે ના તો ધૂમ્રપાન કરવું જોઇએ.
 • દરરોજ વ્યાયામ કરો.દરરોજ વ્યાયામ, ખાસ કરીને કાર્ડિયો કરવાથી બ્લડ પ્રેશર હંમેશા નિયંત્રિત રહે છે. તમારે દોડવાં કે જોગિંગ કરવા માટે દરરોજ જવું જોઈએ.
 • તણાવને પાસે ના આવવા દો.તણાવને દૂર કરવા માટે યોગ કરો, સારી ઉંઘ લો અને દારૂથી દૂર રહો.
 • પોટેશિયમ યુક્ત આહાર.પોટેશિયમ એખ એવો ખનિજ પદાર્થ છે. જે હાઇ બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. પોટેશિયમથી ભરપૂર ખાદ્ય પદાર્થો જેવા કે વટાણા, પાલક,કોબીજ, લીલા પાંદડાવાળા શાક, કેળા, પપૈયું અને ખજૂર સહિતનું સેવન કરવું જોઇએ. જે હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.
 • દહીં.દહીંમાં પ્રોટીન, કેલ્શ્યિમ, રાઇબોફ્લેવિન, વિટામિન બી6 અને વિટામિન બી12 વધારે પ્રમાણમાં હોય છે. જે હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાને ઓછી કરે છે. રોજ તેને ખાવાથી માંસપેશીઓને યોગ્ય રીતે કામ કરવામાં મદદ મળે છે.
 • કિશમિશ.દિવસમાં ત્રણ વખત એક મુઠ્ઠી ભરીને કિશમિશ ખાવાથી વધતા હાઇ બ્લડ પ્રેશરમાં રાહત મળી શકે છે. જો તમને પણ હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમે રેગ્યુલર ડાયેટમા તેને સામેલ કરી શકો છો.
 • કીવી ફળ.એક કીવી ફળમાં 2 ટકા કેલ્શ્યિમ, 7 ટકા મેગ્નેશ્યિમ અને 9 ટકા પોટેશ્યિમ હોય છે. જેનાથી હાઇ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.
 • પાલક.લીલા પાંદડા વાળા શાકભાજીમાં કેલરી અને હાઇ ફાઇબર હોય છે. પાલકમાં રહેલા યૌગિક બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક હોય છે.
 • તરબૂચ.તેમા રહેલા એમિનો એસિડ જેને L-Citrulline કહે છે. બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે તરબૂચ ખૂબ ફાયદાકારક હોય છે. જેને ગરમીમાં હાઇ બ્લડ પ્રેશને કંટ્રોલ કરવા માટે તેનું સેવન કરવું ખૂબ જરૂરી છે.

વરિયાળી અને જીરૂ.વધતા હાઇ બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે આ સૌથી બેસ્ટ ઉપાય છે. જેના માટે તમે વરિયાળી, જીરૂ, ખાંડ ત્રણેય બરાબર પ્રમાણમાં લઇને પાઉડર બનાવી લો. ત્યાર પછી તેને એક ચમચી મિશ્રણ સવારે – સાંજ પીઓ. જેનાથી વધતું બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જાય છે.

Leave a Comment