નોકરી પર જઈ રહેલી મહિલા શિક્ષિકાની એકટીવાને ટ્રકે લીધી અડફેટેમાં – શિક્ષિકાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

0
45

રાધનપુરમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ટ્રક અને એક્ટિવા વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલા શિક્ષકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર રાધનપુર થી કલ્યાણપુર પ્રાથમિક શાળામાં નોકરી પર જઈ રહેલા શિક્ષકને રસ્તામાં અકસ્માત નડયો હતો.

અકસ્માતમાં મૃત્યુ થતાં શિક્ષકના પરિવારજનો, શાળા અને શિક્ષક સ્ટાફમાં માતમ છવાઇ ગયો હતો. ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર રાધનપુર થી એકટીવા લઈને કલામપૂર પ્રાથમિક શાળામાં નોકરી પર જઈ રહેલા મહિલા શિક્ષક ભાવનાબેનને રાધનપુર શાંતિધામ પાસે અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ભાવનાબેન ના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

આ કારણોસર તેમનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. તેઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારબાદ પોલીસે ભાવનાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. અકસ્માત કોની ભૂલના કારણે થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.